મૅગેઝિન આપતા શું કહેશો?
ચોકીબુરજ જુલાઈ
“આજે દુનિયામાં લોકોને સંસ્કારોની કંઈ પડી નથી. તેઓની નજરમાં પાપ જેવું કંઈ છે જે નહિ. આવી માન્યતા કઈ રીતે વ્યક્તિના વલણ અને કાર્યોને અસર કરે છે? [જવાબ આપવા દો. જો ઘરમાલિક રસ બતાવે અને બાઇબલ કલમ વાંચવા હા પડે, તો ૨ તીમોથી ૪:૩, ૪ વાંચો.] આ લેખો સમજાવે છે કે પાપ શું છે અને એ કઈ રીતે સર્વને અસર કરે છે.”
સજાગ બનો! જુલાઈ-સપ્ટેમ્બર
“કેટલાક લોકો માને છે કે સૃષ્ટિનો બનાવનાર છે. જ્યારે કેટલાક લોકો કહેશે કે એ મૂર્ખાઈ કહેવાય. તમે શું વિચારો છો? [જવાબ આપવા દો.] ઈશ્વરમાં વિશ્વાસ મૂકવાનો અર્થ શું થાય એ વિષે હું તમને શાસ્ત્રમાંથી બતાવી શકું? [જો ઘરમાલિક હા પાડે તો, હેબ્રી ૧૧:૧ વાંચો.] આ લેખ અમુક પુરાવો આપે છે કે સૃષ્ટિનો સર્જનહાર છે.” પાન ૧૮ પરનો લેખ બતાવો.
ચોકીબુરજ ઑગસ્ટ
“ઘણા લોકો ભગવાનમાં માને છે. પણ તમને ખબર છે કે તેમનું ખરું નામ શું છે? [જવાબ આપવા દો. ઘરમાલિકને બાઇબલ કલમ વાંચવા વિષે પૂછી શકો. જો હા પડે તો યશાયાહ ૪૨:૮નો પહેલો ભાગ વાંચો.] આ મૅગેઝિન સમજાવે છે કે ઈશ્વરને સારી રીતે ઓળખવા તમારે શું કરવું જોઈએ.”