સેવા સભા લેનારાઓ માટે માર્ગદર્શન
મે ૨૦૦૯ની આપણી રાજ્ય સેવામાં આ લેખ હતો: “સેવા સભા માટે કેવી રીતે તૈયારી કરવી.” એ લેખમાં માર્ગદર્શન હતું કે સેવા સભા કેવી રીતે ચલાવવી જોઈએ. હવે એ માહિતીમાં સુધારો કરીને વધુ સરળ બનાવવામાં આવી છે. આપણી રાજ્ય સેવાના આ અંકથી નવું માર્ગદર્શન આપવામાં આવ્યું છે.
▪ ટૉક: સોંપવામાં આવેલી માહિતીને આધારે આ એક પ્રવચન હશે. આ ભાગમાં ભાઈ-બહેનો કોઈ કોમેન્ટ આપશે નહિ. મંડળને ખાસ મદદ મળે એવી માહિતી પર ભાર મૂકીને ટૉક આપવી જોઈએ.
▪ સવાલ-જવાબ: ચોકીબુરજ અભ્યાસની જેમ, આ ભાગની શરૂઆત અને સમાપ્તિ ટૂંકમાં હોવી જોઈએ. બધા ફકરાના સવાલો પૂછવા જોઈએ. આ ભાગ લેનારે બહુ બોલવું ન જોઈએ. સમય હોય તેમ મુખ્ય કલમો વાંચી શકાય. સૂચનામાં જણાવ્યું હોય તો જ ફકરા વાંચવા જોઈએ.
▪ ચર્ચા: આ એક પ્રકારની ટૉક હશે, જેમાં ભાઈ-બહેનો અમુક કોમેન્ટ આપી શકે છે. આ ભાગ માત્ર ટૉક જ નહિ હોય, તેમ જ આખો ભાગ સવાલ-જવાબ પણ નહિ હોય.
▪ દૃશ્ય અને ઇન્ટરવ્યૂ: જેને ભાગ સોંપવામાં આવ્યો હોય એ ભાઈએ દૃશ્ય માટે ગોઠવણ કરવી જોઈએ. તેમણે પોતે એ દૃશ્ય ભજવવું જરૂર નથી. દૃશ્યને સારી રીતે રજૂ કરી શકતા હોય એવા પ્રકાશકની પસંદગી કરવી જોઈએ. એ પ્રકાશક મંડળમાં સારું ઉદાહરણ બેસાડતા હોવા જોઈએ. શક્ય હોય તેમ, દૃશ્ય માટેની ગોઠવણ અગાઉથી કરી લેવી જોઈએ. પ્રચારનું દૃશ્ય બતાવવા નવા અને બિનઅનુભવી પ્રકાશકોને પસંદ ન કરીએ તો સારું. નહિતર એવું લાગશે કે આપણે તેમને સ્ટેજ પર આવવાની તક આપી રહ્યાં છીએ. જોકે, તેઓને ઘરમાલિક બનાવી શકાય. દૃશ્ય કરનારાઓએ ભાઈ-બહેનોની સામે ફરીને દૃશ્ય કરવું જોઈએ. જેનું ઇન્ટરવ્યૂ લેવાનું હોય તેમણે સ્ટેજ પર આવીને આપવું જોઈએ. દૃશ્ય અને ઇન્ટરવ્યૂની સારી તૈયારી અને પ્રેક્ટિસ કરવી જોઈએ. મિટિંગનો ભાગ ઓવરટાઈમ જતો હોય, તો ભાઈએ પોતાનો ભાગ ટૂંકાવી નાખવો જોઈએ. દૃશ્ય કે ઇન્ટરવ્યૂ કાપવા ના જોઈએ. સેવાકાઈ ચાકરે પ્રકાશકોને પસંદ કરતાં પહેલાં, વડીલોના સેવક અથવા બીજા કોઈ વડીલને તેઓ વિષે પૂછવું જોઈએ.
જો કોઈ ભાગ માટે અમુક ખાસ સૂચનો હોય, તો એને ધ્યાનથી પાળવા જોઈએ. ઉપર આપેલી સૂચનાઓ પ્રમાણે સેવા સભા ચલાવવામાં આવે તો બધું ‘શોભતી રીતે તથા વ્યવસ્થિત રીતે’ કરી શકાશે.—૧ કોરીં. ૧૪:૪૦.