મૅગેઝિન આપતા શું કહેશો?
ચોકીબુરજ ડિસેમ્બર
“આજે દુનિયામાં સેક્સ વિષે લોકોની સમજણ બદલાઈ રહી છે. બાળકોને લોકો સેક્સનો શિકાર ના બનાવે એ માટે આપણે કેવી રીતે શિક્ષણ આપી શકીએ? [જવાબ આપવા દો.] માબાપોને ઈશ્વરે સોંપેલી જવાબદારી વિષે હું તમને સરસ સલાહ વાંચી આપું? [જો ઘરમાલિક ચાહે તો, એફેસી ૬:૪ વાંચો.] આ મૅગેઝિનમાં જણાવ્યું છે કે માબાપો કઈ રીતે આ વિષય પર બાળકોને શિક્ષણ આપી શકે.” પાન ૧૨ પરનો લેખ બતાવો.
સજાગ બનો! ઑક્ટોબર-ડિસેમ્બર
“બેકારીમાં આપણે કેવી રીતે જીવી શકીએ? [જવાબ આપવા દો.] શું હું તમને એક સરસ સિદ્ધાંત વાંચી આપું, જેમાંથી મદદ મળશે? [જો ઘરમાલિક રસ બતાવે તો, નીતિવચનો ૨૧:૫ વાંચો.] બેકારીનો સામનો કેવી રીતે કરવો એ વિષે આ મૅગેઝિનમાં સરસ સૂચનો આપ્યાં છે.”
ચોકીબુરજ જાન્યુઆરી
“ઘણા લોકો માને છે કે પરલોકમાં આત્માઓ કે કોઈ અગોચર શક્તિ રહે છે. અને તેઓ આપણને મદદ કરે યા હેરાન કરી શકે છે. તમને શું લાગે છે? [જવાબ આપવા દો.] એ વિષે બાઇબલમાં શું લખેલું છે એ વાંચી સંભળાવું? [જો ઘરમાલિક ખરેખર જાણવા માગતા હોય તો, પ્રકટીકરણ ૧૨:૭-૯ વાંચો.] આ મૅગેઝિનમાં જણાવ્યું છે બાઇબલ પરલોક વિષે શું કહે છે? ત્યાં કોણ રહે છે અને તેઓ આપણને કેવી રીતે અસર કરે છે? શું આપણે તેઓ સાથે વાતચીત કરી શકીએ?”
સજાગ બનો! જાન્યુઆરી-માર્ચ
“યહોવાહના સાક્ષીઓ સાથે તમે વાત કરી હશે. શું તમને સવાલ થયો છે કે શા માટે અમે ઘરે-ઘરે જઈને પ્રચાર કરીએ છીએ? [જવાબ આપવા દો. જો ઘરમાલિક રસ બતાવે તો, માત્થી ૨૪:૧૪ વાંચો.] ઘણા લોકોને અમારા વિષે ગેરસમજ છે. આ મૅગેઝિનમાં યહોવાહના સાક્ષીઓ વિષે થતાં સવાલો અને તેઓની માન્યતાઓ વિષે જણાવેલું છે.”