મૅગેઝિન આપતા આમ કહી શકીએ
જુલાઈ મહિનાના પહેલા શનિવારે બાઇબલ અભ્યાસ શરૂ કરીએ
“અમે જેની સાથે વાત કરીએ છીએ, એ દરેક ચાહે છે કે દુનિયામાં શાંતિ આવે. તેમ છતાં, દુનિયામાં હજુ પણ યુદ્ધો છે. આખી દુનિયામાં શાંતિ લાવવી કેમ મુશ્કેલ છે, એ વિશે તમને શું લાગે છે?” જવાબ આપવા દો. પછી પૂછો કે એના વિષે તમે શાસ્ત્રમાંથી અમુક માહિતી બતાવી શકો કે કેમ. જો ઘરમાલિકને રસ હોય તો જુલાઈ-સપ્ટેમ્બરના ચોકીબુરજ પાન ૧૫ ઉપરનો લેખ બતાવો. એમાંથી પહેલો સવાલ અને એના નીચેની માહિતી તથા એકાદ કલમનો વિચાર કરો. મૅગેઝિનો આપો અને બીજા સવાલની ચર્ચા કરવા ફરીથી મળવાની ગોઠવણ કરો.
નોંધ: જુલાઈ ૬ના અઠવાડિયે પ્રચારની સભામાં આ રજૂઆત દૃશ્યથી બતાવો.
ચોકીબુરજ જુલાઈ-સપ્ટેમ્બર
“ઘણા લોકો માને છે કે ઈશ્વર ક્રૂર છે, કેમ કે તે કુદરતી આપત્તિઓ લાવે છે, અથવા તો આફતો આવવા દે છે. તમને શું લાગે છે? [જવાબ આપવા દો.] ઈશ્વર કેવા છે એ વિશે શાસ્ત્રમાંથી તમને બતાવી શકું? [ઘરમાલિક રસ બતાવે તો ૧ યોહાન ૪:૮ વાંચો.] ઘણા આની સાથે સહમત થાય છે, જ્યારે કે બીજાઓ નથી થતા. આ મૅગેઝિન સમજાવે છે કે આપણે કેમ માની લેવું ન જોઈએ કે ઈશ્વર ક્રૂર છે.”
ઈશ્વર પાસેથી ખુશખબર!
“અમે જેની સાથે વાત કરી છે, તે વિચારે છે કે ઈશ્વર દુનિયામાં કેમ આટલું બધું દુઃખ આવવા દે છે. તમને લાગે છે કે ઈશ્વરે ધરતી બનાવી ત્યારે, દુઃખ-તકલીફ લાવવાનો તેમનો હેતુ હતો?” જવાબ આપવા દો. પૂછો કે તેમને શાસ્ત્રમાંથી અમુક માહિતી બતાવી શકો કે કેમ. તે રજા આપે તો, પાંચમો પાઠ બતાવો અને પહેલા બે ફકરા અને એમાંની ત્રાંસા અક્ષરવાળી કલમો વાંચીને ચર્ચા કરો. ઘરમાલિકને મોટી પુસ્તિકા આપો અને ઘાટા અક્ષરમાં આપેલા એ પછીના સવાલની ચર્ચા કરવા ફરીથી મળવાની ગોઠવણ કરો.