વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • wp22 નં. ૧ પાન ૧૨-૧૩
  • ૪ | ઈશ્વરની મદદ લઈએ

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ૪ | ઈશ્વરની મદદ લઈએ
  • ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (જનતા માટે)—૨૦૨૨
  • મથાળાં
  • સરખી માહિતી
  • ઈશ્વરે શાસ્ત્રમાં જણાવ્યું છે:
  • એનો શું અર્થ થાય?
  • તમે શું કરી શકો?
  • બાઇબલ જીવન સુધારે છે
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૪
  • નફરતને કઈ રીતે દૂર કરી શકાય?
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (જનતા માટે)—૨૦૨૨
  • નફરત પર મેળવો જીત!
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (જનતા માટે)—૨૦૨૨
  • દુનિયામાં આટલી નફરત કેમ છે?
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (જનતા માટે)—૨૦૨૨
વધુ જુઓ
ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (જનતા માટે)—૨૦૨૨
wp22 નં. ૧ પાન ૧૨-૧૩
એક મોટું બાઇબલ ખુલ્લું છે અને લોકો ચાલીને એની તરફ જઈ રહ્યાં છે. બાઇબલમાંથી આવતો પ્રકાશ તેઓ પર પડી રહ્યો છે. તેઓના પડછાયાથી ખબર પડે છે કે પહેલાં તેઓ બીજાઓને કેટલી નફરત કરતા હતાં.

નફરતને કઈ રીતે દૂર કરી શકાય?

૪ | ઈશ્વરની મદદ લઈએ

ઈશ્વરે શાસ્ત્રમાં જણાવ્યું છે:

“[ઈશ્વરની] પવિત્ર શક્તિથી ઉત્પન્‍ન થતા ગુણ આ છે: પ્રેમ, આનંદ, શાંતિ, ધીરજ, કૃપા, ભલાઈ, શ્રદ્ધા, કોમળતા અને સંયમ.”​—ગલાતીઓ ૫:૨૨, ૨૩.

એનો શું અર્થ થાય?

ઈશ્વરની મદદથી આપણે બીજાઓને પ્રેમ કરવાનું, શાંત રહેવાનું અને ધીરજ રાખવાનું શીખી શકીએ છીએ. એમ કરીશું તો જ આપણે મનમાંથી નફરત દૂર કરી શકીશું. આપણે પોતાની રીતે મનમાંથી નફરત કાઢી શકતા નથી. ઈશ્વરની પવિત્ર શક્તિથી જ આપણે એવું કરી શકીએ છીએ. પહેલાંના સમયના એક ઈશ્વરભક્તે કહ્યું, “ઈશ્વર મને બળ આપે છે અને તેમની મદદથી મને બધું કરવાની શક્તિ મળે છે.” (ફિલિપીઓ ૪:૧૩) બીજા એક ઈશ્વરભક્તે કહ્યું, “યહોવા પાસેથી મને મદદ મળે છે.” (ગીતશાસ્ત્ર ૧૨૧:૨) તેઓની જેમ ઈશ્વર આપણને પણ મદદ કરશે.

તમે શું કરી શકો?

‘એક સમયે હું બહુ ખૂંખાર હતો પણ હવે બધા સાથે પ્રેમથી રહું છું. યહોવાએ મને શાંત માણસ બનાવી દીધો.’​—વાલ્ડો

યહોવા પાસે પ્રાર્થનામાં મદદ માંગો. (લૂક ૧૧:૧૩) તેમને વિનંતિ કરો કે તે તમને પ્રેમ, ધીરજ, સંયમ અને શાંતિ જેવા સારા ગુણો કેળવવા મદદ કરે. આમ કરવાથી જ તમે મનમાંથી નફરત કાઢી શકશો. સારા ગુણો કેળવવા વિશે બાઇબલમાં ઘણું લખ્યું છે. તમે પણ વાંચીને જુઓ. જરા વિચારો, તમે કઈ રીતે બીજાઓ સાથે પ્રેમથી રહી શકો અને ધીરજ રાખી શકો. જેઓમાં સારા ગુણો હોય તેઓ સાથે દોસ્તી કરો. તેઓ તમને બીજાઓને “પ્રેમ અને સારાં કામો કરવા ઉત્તેજન” આપશે.​—હિબ્રૂઓ ૧૦:૨૪.

મારો અનુભવ​—વાલ્ડો

પોતાનો હિંસક સ્વભાવ બદલ્યો

વાલ્ડો.

વાલ્ડોને નાનપણમાં ક્યારેય કોઈનો પ્રેમ મળ્યો ન હતો. એટલે તે પણ બીજાઓને નફરત કરવા લાગ્યા. તે કહે છે, ‘ડ્રગ્સ વેચનારાઓ સાથે અવારનવાર રસ્તા પર મારામારી થતી. એક વખતે સામેની ટોળકીએ મને મારી નાખવા માટે એક હત્યારાને મોકલ્યો. એ સમયે મને ચપ્પુના ઘા વાગ્યા પણ હું ત્યાંથી નાસી છૂટ્યો.’

થોડા સમય પછી વાલ્ડોની પત્ની યહોવાના સાક્ષીઓ પાસેથી બાઇબલમાંથી શીખવા લાગી. વાલ્ડોને એ જરાય ન ગમ્યું. તે કહે છે, ‘હું યહોવાના સાક્ષીઓને નફરત કરતો હતો. હું તેઓ પર ગુસ્સે થતો અને ગાળો બોલતો. પણ નવાઈની વાત તો એ કે, તેઓ મને હંમેશાં શાંતિથી જવાબ આપતા.’

થોડા સમય પછી વાલ્ડો પણ બાઇબલમાંથી શીખવા લાગ્યા. તે કહે છે, “હું જે શીખી રહ્યો હતો એ લાગુ પાડવું સહેલું ન હતું. મને લાગતું હતું કે હું કદી પણ મારા હિંસક ગુસ્સાને કાબૂમાં નહિ કરી શકું.” પણ પછી બાઇબલમાંથી તે જે શીખ્યા એનાથી તેમના વિચારો સાવ બદલાઈ ગયા.

વાલ્ડો કહે છે, ‘અલાહેન્ડ્રોભાઈ મારો બાઇબલ અભ્યાસ ચલાવતા હતા. એક દિવસ તેમણે મને બાઇબલમાંથી બતાવ્યું કે ઈશ્વરને પ્રેમ, શાંતિ અને ધીરજ જેવા ગુણો ગમે છે. (ગલાતી ૫:૨૨, ૨૩) એ પણ કહ્યું કે હું મારી જાતે નહિ, પણ ઈશ્વરની મદદથી એવા સારા ગુણો કેળવી શકું છું. એ વાતે મારા વિચારો સાવ બદલી નાખ્યા.’

ઈશ્વરની મદદથી વાલ્ડો મનમાંથી નફરત કાઢી શક્યા. તે કહે છે, ‘એક સમયે હું બહુ ખૂંખાર હતો પણ હવે બધા સાથે પ્રેમથી રહું છું. એ જોઈને મારાં સગાંઓ અને પહેલાંના મિત્રોને વિશ્વાસ નથી થતો કે હું એ જ વાલ્ડો છું. યહોવાએ મને શાંત માણસ બનાવી દીધો.’

વાલ્ડોભાઈ વિશે વધારે જાણવા જાન્યુઆરી ૦૧, ૨૦૧૪, પાન ૧૨-૧૩ ચોકીબુરજમાં આપેલો લેખ જુઓ. એ jw.org/gu પર પણ પ્રાપ્ય છે.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો