અમારા વાચકો તરફથી
ધાર્મિક સ્વતંત્રતા હું કેટલાય દાયકાઓથી સજાગ બનો!નો વાચક રહ્યો છું, અને હું “તમારી ધાર્મિક સ્વતંત્રતા—શું એ જોખમમાં છે?” (ફેબ્રુઆરી ૮, ૧૯૯૯) શૃંખલા માટે કદર વ્યક્ત કરવા લખી રહ્યો છું. હું જાણતો હતો કે અંધકારમય યુગ કહેવાતા સમયગાળા દરમિયાન યુરોપમાં ધાર્મિક સહિષ્ણુતા અસ્તિત્વ ધરાવતી હતી, અને પોતાના અંતઃકરણ અને ધર્મની સ્વતંત્રતા આચરવામાંથી લોકોને બચાવવા કૅથલિક ચર્ચ સત્તાનો ઉપયોગ કરવામાં સફળ થયો હતો. આજે ફ્રાન્સમાં શું થઈ રહ્યું છે એ હવે મેં જાણ્યું ત્યારે, મેં મારી જાતને પૂછ્યું, ‘શા માટે આ દેશ ધાર્મિક સ્વતંત્રતાની બાંયધરીનો નકાર કરીને એના નામ પર કલંક લગાવે છે?’ કૃપા કરી તમારા કરોડો વાચકોને આ પરિસ્થિતિના પરિણામ વિષે જણાવો. મને વિશ્વાસ છે કે ફ્રાન્સ સહિષ્ણુતા બતાવશે અને બીજા દેશો માટે સારું ઉદાહરણ બસાડશે.
સી. સી., પોર્ટો રિકા
સાત પુત્રાને ઉછેરવા ફેબ્રુઆરી ૮, ૧૯૯૯ના અંકમાં જણાવવામાં આવ્યું તેમ બર્ટ અને માગરેટ ડીકમનના અનુભવ માટે આભાર. એણે અમને અમારા ત્રણ બાળકોને એ રીતે ઉછેરવા ઉત્તેજન આપ્યું કે જે તેઓને સારો આત્મિક વારસો આપશે. અમારાં બાળકોએ પણ લેખનો આનંદ માણ્યો. તેઓને એકબીજાને ડૅગના પાઠ વિષે યાદ કરાવતા સાંભળીએ છીએ, કે જેને પોતાની કેક મળતી નથી! આવા ઉત્તેજનકારક અનુભવ પ્રકાશિત કરવા બદલ આભાર.
એસ. જે., ભારત
પવિત્ર આત્મા “બાઇબલ શું કહે છે: દેવનો પવિત્ર આત્મા શું છે?” (ફેબ્રુઆરી ૮, ૧૯૯૯) લેખ માટે હું તમારો આભાર માનવા માંગું છું. કેટલાંય વર્ષોથી યહોવાહનો સાક્ષી હોવા છતાં, હું હંમેશાં યહોવાહ દેવ વિષે વધુ શીખવા માંગું છું. આ લેખે મથાળાના પ્રશ્નનો સારી રીતે જવાબ આપ્યો અને એ સમજવામાં સહેલો હતો. હું યહોવાહ અને તેમનાં કાર્યોને વધુ સમજું છું તેમ તેમના માટેનો પ્રેમ વધે છે.
વાય. બી., રશિયા
સોનું મેં તમારો લેખ “સોનું અને તેનું રહસ્ય” (ઓક્ટોબર ૮, ૧૯૯૮) વાંચ્યો. તમે જણાવ્યું કે જર્મનીએ ૧૯૪૫માં શરણાગતિ કરી પછી, કેઈસરાડામાંની મીઠાની ખાણોમાંથી મોટા પ્રમાણમાં સોનું મળી આવ્યું. ખરેખર તો લગડીઓ યુદ્ધ પૂરું થવાના ત્રણ અઠવાડિયા પહેલા મળી આવી હતી.
જે. એસ., જર્મની
આ સ્પષ્ટીકરણ માટે આભાર. કેઈસરાડા ખાણનો કબજો, મે ૮, ૧૯૪૫માં જર્મન શરણાગતિના એક મહિના પહેલા, ખરેખર એપ્રિલ ૪, ૧૯૪૫માં કરવામાં આવ્યો હતો.—સંપાદક.
લાંબા-અંતરનું સહચર્ય લેખ “યુવાનો પૂછે છે . . . હું દૂર દેશમાંની વ્યક્તિ સાથે કઈ રીતે સહચર્ય કરી શકું?” (ફેબ્રુઆરી ૮, ૧૯૯૯) મારા માટે ખૂબ મોડો આવ્યો. હું યનાઈટેડ સ્ટેટ્સની છું અને મેં લેટિન અમરિકામાંના એક યુવાન પુરુષ સાથે પત્રવ્યવહાર શરૂ કર્યો હતો. મારા જીવનમાં મેં ક્યારેય આટલો મુશ્કેલ અનુભવ કર્યો ન હતો. તમે પત્ર દ્વારા ખરેખર કોઈને ઓળખી શકતા નથી, ભલેને તમે પ્રમાણિક રહેવાનો સૌથી સારો પ્રયત્ન કરો. તમે બંને ખૂબ દૂર હોવાથી, તમારું વલણ સ્વપ્નમાં રાચવાનું હોય શકે. અમારા કિસ્સામાં, અમારી સંસ્કૃતિ તદ્દન અલગ હતી. અમારો સંબંધ પૂરો થયો ત્યારે, મને એમ લાગ્યું કે જીવવા માટે મારી પાસે કંઈ જ બાકી નથી. મારા પ્રેમાળ, ટેકો આપનાર કુટુંબનો આભાર, હું આ અનુભવનો સામનો કરી શકી.
એસ. એચ., યુનાઈટેડ સ્ટેટ્સ
હું યહોવાહના સાક્ષીઓના આંતરરાષ્ટ્રીય મહાસંમેલનમાં એક છોકરીને મળ્યો અને ત્યારથી તેને પત્ર લખી રહ્યો છું. સંસ્કૃતિ અને ભાષાની ભિન્નતા સમાયેલી હોય ત્યારે બીજી વ્યક્તિને પોતાના વિચારો સમજાવવા અઘરું છે. તેથી મેં તેની ભાષા શીખવાનું શરૂ કર્યું છે. ટેપ રેકાર્ડરનો ઉપયોગ કરીને શીખવાનું સૂચન ખૂબ સરસ હતું. ખૂબ ખૂબ આભાર.
એ. એસ., જર્મની
યુનાઈટેડ સ્ટેટ્સના એક આંતરરાષ્ટ્રીય મહાસંમલનમાં હું એક પૂર્વની બહેનને મળ્યો. હું ગૂંચવણમાં પડેલ હતો કે તેની સાથે પત્રવ્યવહાર કઈ રીતે ચાલુ રાખવો. મેં એના વિષે પ્રાર્થના કરી, અને થોડા દિવસ પછી જ, મેં આ અદ્ભુત લેખ મેળવ્યો. મેં એને વારંવાર વાંચ્યો. એણે મારા બધા જ પ્રશ્નાના જવાબો આપ્યા.
જી. આર., ઇટાલી