વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w13 ૧૧/૧૫ પાન ૮-૯
  • જરૂરિયાતમાં હોય તેઓને કઈ રીતે મદદ કરશો?

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • જરૂરિયાતમાં હોય તેઓને કઈ રીતે મદદ કરશો?
  • ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૩
  • સરખી માહિતી
  • ‘એ કામ મોટું છે’
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૬
  • યહોવાની ઉદારતા માટે કદર બતાવીએ
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૫
  • રાજીખુશીથી આપનારને યહોવા આશીર્વાદ આપે છે
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૪
  • ‘ઉદાર માણસ પર આશીર્વાદ આવશે’
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૭
વધુ જુઓ
ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૩
w13 ૧૧/૧૫ પાન ૮-૯

જરૂરિયાતમાં હોય તેઓને કઈ રીતે મદદ કરીશું?

ભાઈ ફ્રાન્સવા એક દેશમાં વડીલ છે. તે જણાવે છે: “ચૂંટણીમાં હારેલા પક્ષે પરિણામનો વિરોધ કર્યો. એના લીધે દેશમાં હિંસા ફાટી નીકળી. અરે, હજારો યહોવાના સાક્ષીઓએ પોતાનું ઘર છોડીને નાસી જવું પડ્યું. ખોરાક અને દવાઓની અછત ઊભી થઈ, બીજી જરૂરી ચીજવસ્તુઓના ભાવ આસમાને પહોંચી ગયા. બધી બૅન્કો બંધ થઈ ગઈ. બધાં એ.ટી.એમ. મશીનો પણ બંધ થયાં અથવા એમાં પૈસા ખલાસ થઈ ગયા.”

આખા દેશમાંથી બેઘર થયેલા સાક્ષીઓને રાજ્યગૃહમાં ભેગા કરવામાં આવ્યા. શાખામાંથી ભાઈઓએ તરત પૈસા અને જરૂરી સામાન મોકલ્યો. બંને રાજકીય પક્ષોએ રસ્તા રોકી રાખ્યા હતા. પરંતુ, તેઓ જાણતા હતા કે સાક્ષીઓ રાજકારણમાં કોઈ પણ રીતે ભાગ લેતા નથી. તેથી, શાખાનાં વાહનોને તેઓએ પસાર થવાં દીધાં.

ભાઈ ફ્રાન્સવા આગળ જણાવે છે: “એક રાજ્યગૃહમાં જતી વખતે, રસ્તામાં સંતાઈ રહેલા સૈનિકોએ અમારાં વાહન પર ગોળી ચલાવી. જોકે, ગોળી અમારી બાજુમાંથી નીકળી ગઈ. પછી અમે જોયું કે એક સૈનિક બંદૂક સાથે અમારી તરફ દોડી રહ્યો છે. તેને જોઈને અમે તરત જ વાહન પાછું વાળ્યું અને પાછા શાખા કચેરીએ જતા રહ્યા. જીવ બચાવવા માટે અમે યહોવાનો આભાર માન્યો. બીજા દિવસે, રાજ્યગૃહમાં રોકાયેલાં ૧૩૦ ભાઈ-બહેનો બીજા સલામત સ્થળે પહોંચી ગયાં. તેમ જ, અમુક શાખામાં આવ્યા. દેશમાં પરિસ્થિતિ સુધરી નહીં ત્યાં સુધી શાખાએ તેઓની ભક્તિ અને જીવનની જરૂરિયાતો પૂરી કરી.”

ફ્રાન્સવા કહે છે: “આખા દેશમાંથી ઊંડો આભાર વ્યક્ત કરતા ભાઈ-બહેનોના ઘણા પત્રો શાખાને મળ્યા. એમાં તેઓએ જણાવ્યું કે ‘બીજાં ભાઈ-બહેનોએ અમને જે મદદ કરી એનાથી યહોવામાં અમારી શ્રદ્ધા વધુ મજબૂત થઈ છે.’”

આફતોમાં સપડાયેલાં ભાઈ-બહેનોને આપણે ફક્ત “તાપો, અને તૃપ્ત થાઓ” કહેતા નથી. (યાકૂ. ૨:૧૫, ૧૬) પરંતુ, તેઓનાં જીવનની જરૂરિયાતો પૂરી કરવામાં મદદ કરીએ છીએ. પ્રથમ સદીમાં એવું જ બન્યું હતું. આવનાર વિપત્તિ વિશે ચેતવણી મળી ‘ત્યારે શિષ્યોએ નક્કી કર્યું કે, દરેક માણસે પોતપોતાની શક્તિ પ્રમાણે યહુદામાં રહેનાર ભાઈઓને કંઈક મદદ મોકલવી.’—પ્રે.કૃ. ૧૧:૨૮-૩૦.

મદદની જરૂર હોય તેઓને આપણે જીવનની જરૂરિયાતો પૂરી કરવામાં રાજીખુશીથી સહાય કરીએ છીએ. જોકે, લોકોને ભક્તિની ભૂખ પણ હોય છે. (માથ. ૫:૩) લોકો એ ભૂખ વિશે જાણીને એને પૂરી કરી શકે માટે ઈસુએ અનુયાયીઓને આજ્ઞા કરી કે શિષ્યો બનાવે. (માથ. ૨૮:૧૯, ૨૦) એ કાર્ય કરવા માટે આપણે પોતાનાં સમય, શક્તિ અને પૈસાનો ઉપયોગ કરીએ છીએ. આપણી સંસ્થાને જે દાન મળે છે, એનો અમુક ભાગ લોકોની જરૂરિયાતો પૂરી કરવામાં વપરાય છે. પરંતુ, મોટા ભાગનાં દાનોનો ઉપયોગ સંગઠન ચલાવવા અને રાજ્ય સંદેશો ફેલાવવા માટે થાય છે. આમ, આપણે ઈશ્વર અને પડોશી પ્રત્યે પ્રેમ બતાવીએ છીએ.—માથ. ૨૨:૩૭-૩૯.

યહોવાના સાક્ષીઓના દુનિયાભરમાં થતાં કામ માટે ઘણા લોકો દાન આપે છે. તેઓ ખાતરી રાખી શકે કે એ દાનનો સારો ઉપયોગ કરવામાં આવશે. મદદની જરૂર હોય એવાં ભાઈ-બહેનોને, શું તમે મદદ આપી શકો? શું તમે શિષ્યો બનાવવાનાં કામને ટેકો આપવા ઇચ્છો છો? એમ હોય તો, ‘ભલુ કરવાની શક્તિ તમારા હાથમાં હોય તો, જેને જરૂર છે તેનાથી એ પાછું ન રાખો.’—નીતિ. ૩:૨૭.

જગતવ્યાપી કાર્ય માટે અમુક કઈ રીતે દાન આપે છે

પ્રેરિત પાઊલના સમયની જેમ, આજે પણ ઘણા લોકો નિયમિત રીતે ‘કંઈક રાખી મૂકે છે.’ (૧ કોરીં. ૧૬:૨) તેઓ એ પૈસા મંડળમાં “જગતવ્યાપી કાર્ય”ની દાન પેટીમાં નાખે છે. દર મહિને મંડળ એ દાન પોતાના દેશની શાખા કચેરીને મોકલે છે. તમે પણ ઇચ્છા પ્રમાણે દાન તમારા દેશમાં યહોવાના સાક્ષીઓના ટ્રસ્ટના નામે મોકલી શકો છો.a તમે આ પ્રકારના દાન શાખા કચેરીને મોકલાવી શકો:

  • બિનશરતી દાન

    • તમે રોકડ રકમ, ઘરેણાં કે બીજી કીમતી વસ્તુઓ પણ દાનમાં આપી શકો.

    • રોકડ રકમ કે બીજી કોઈ વસ્તુનું દાન બિનશરતી છે, એવું પત્રમાં લખીને જણાવો.

  • શરતી દાનની ગોઠવણ

    • આ ખાસ ગોઠવણમાં દાન આપનારને જરૂર પડે તો, તે દાનમાં આપેલા પૈસા પાછા મેળવી શકે છે.

    • એ દાન શરતી છે, એવું પત્રમાં જણાવો.

  • દાન આપવાની બીજી રીતોb

    પૈસા કે બીજી કીમતી વસ્તુઓ ઉપરાંત આખી દુનિયામાં પ્રચારકાર્ય માટે દાન આપવાની બીજી પણ અમુક રીતો છે. તમારા દેશની શાખા કચેરીને સંપર્ક કરીને જાણી લો કે નીચેમાંની કઈ રીતોથી દાન આપી શકો છો. દરેક દેશના કાયદા જુદા હોય છે. તેથી, તમારા વકીલ કે એકાઉન્ટન્ટની સલાહથી દાન આપવાની સૌથી સારી રીત પસંદ કરી શકો છો.

    વીમો: જીવન વીમાની પૉલિસી કે પેન્શનના ફૉર્મમાં, વારસદાર તરીકે યહોવાના સાક્ષીઓના ટ્રસ્ટનું નામ આપી શકાય.

    બૅન્ક ખાતાઓ: બૅન્કમાં મૂકેલા પૈસા, અને પેન્શનના બૅન્ક ખાતા તમારા મરણ પછી યહોવાના સાક્ષીઓના ટ્રસ્ટને મળે, એ માટે કોઈ ટ્રસ્ટ બનાવી શકાય. અથવા મરણ પછી એ સીધા જ તેઓને મળે એવી ગોઠવણ કરી શકાય. એ ગોઠવણો તમારા બૅન્કના નિયમો પ્રમાણે થઈ શકશે.

    શૅર અને બૉન્ડ્‌સ: શૅર અને બૉન્ડ્‌સ પણ બિનશરતી દાન તરીકે અથવા વ્યક્તિના મરણ પછી યહોવાના સાક્ષીઓના ટ્રસ્ટને મળે એવી ગોઠવણ કરી શકાય.

    જમીન કે મિલકત: જમીન કે મિલકતનું યહોવાના સાક્ષીઓના ટ્રસ્ટને બિનશરતી દાન કરી શકાય. વ્યક્તિ જ્યાં રહે છે એ જગ્યાનો ઉપયોગ પોતે જીવે ત્યાં સુધી કરી શકે અને પછી એ દાનમાં જાય એવી ગોઠવણ થઈ શકે છે.

    ગિફ્ટ ઍન્યુઇટી: આ ગોઠવણમાં વ્યક્તિ પોતાના પૈસા કે મિલકત યહોવાના સાક્ષીઓના ટ્રસ્ટને આપી શકે. પછી દાન આપનાર કે તે પસંદ કરે તે વ્યક્તિને જીવનભર દર વર્ષે અમુક રકમ મળે. દાન આપનાર આ ગોઠવણ શરૂ કરે ત્યારે એ વર્ષમાં તેમને આવકવેરો ભરવો પડતો નથી.

    વસિયત (વિલ) અને ટ્રસ્ટ: મિલકત કે પૈસા, વસિયત કે ટ્રસ્ટ દ્વારા યહોવાના સાક્ષીઓના ટ્રસ્ટના નામે કરી શકાય. ટ્રસ્ટ દ્વારા દાન આપવાથી, સરકારી ગોઠવણ પ્રમાણે કરવેરામાંથી અમુક લાભ મળી શકે.

ઉપરની “દાન આપવાની રીતો” બતાવે છે કે દાન આપતા પહેલાં, તમારે અમુક ફૉર્મ ભરીને અગાઉથી તૈયારી કરવી પડે છે. જો તમે દાન આપવાની એ રીતોમાંથી કોઈ પણ રીત પસંદ કરતા હો, તો એની ગોઠવણમાં મદદ કરવા અંગ્રેજી અને સ્પૅનિશ ભાષામાં એક બ્રોશર તૈયાર કરવામાં આવ્યું છે.c એનું નામ છે: ચૅરિટેબલ પ્લાનિંગ ટુ બેનિફિટ કિંગ્ડમ સર્વિસ વર્લ્ડવાઇડ. આ બ્રોશર એ સમજાવે છે કે તમે કઈ ગોઠવણોથી હમણાં દાન આપી શકો છો. અથવા ગુજરી ગયા પછી પણ વસિયત દ્વારા કઈ રીતે આપી શકો. આ બ્રોશરમાં જે માહિતી આપી છે એ તમારા દેશમાં લાગુ ન પડતી હોય તો, તમારા વકીલ કે એકાઉન્ટન્ટ સાથે ચર્ચા કરી શકો છો. એમ કરીને ઘણા લોકો યહોવાના સાક્ષીઓના જગતવ્યાપી પ્રચારકાર્યને ટેકો આપી શક્યા છે. સાથે સાથે ટૅક્સમાંથી પણ પૂરેપૂરો લાભ મેળવી શક્યા છે. જો એ બ્રોશર તમારા દેશમાં મળતું હોય તો તમારા મંડળના સેક્રેટરી પાસેથી એની પ્રત મેળવી શકો.

જો તમને વધુ માહિતી જોઈતી હોય, તો યહોવાના સાક્ષીઓના નીચે આપેલા સરનામા પર ફોન કરી શકો કે પત્ર લખી શકો.

[ફુટનોટ્‌સ]

a ભારત માટે “Jehovah’s Witnesses of India”ના નામે મોકલી શકો.

b આખરી નિર્ણય લેતા પહેલાં શાખા કચેરીનો સંપર્ક કરો.

c ભારતમાં આ પુસ્તિકા “કીમતી વસ્તુઓથી યહોવાનું સન્માન કરો” અંગ્રેજી, કન્‍નડા, મલયાલમ, હિંદી, તામિલ અને તેલુગુમાં પ્રાપ્ય છે.

[પાન ૯ પર ચિત્રો]

Jehovah’s Witnesses of India

Post Box 6440, Yelahanka

Bangalore 560 064

Karnataka, India

Telephone: 09845476425 09845348815

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો