વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w15 ૧૧/૧૫ પાન ૧૪-૧૫
  • યહોવાની ઉદારતા માટે કદર બતાવીએ

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • યહોવાની ઉદારતા માટે કદર બતાવીએ
  • ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૫
  • મથાળાં
  • સરખી માહિતી
  • ઉદારતાનું અજોડ ઉદાહરણ
  • ‘એ કામ મોટું છે’
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૬
  • રાજીખુશીથી આપનારને યહોવા આશીર્વાદ આપે છે
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૪
  • જરૂરિયાતમાં હોય તેઓને કઈ રીતે મદદ કરશો?
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૩
  • ‘ઉદાર માણસ પર આશીર્વાદ આવશે’
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૭
વધુ જુઓ
ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૫
w15 ૧૧/૧૫ પાન ૧૪-૧૫
એક સ્ત્રી પોતાનું બૅન્ક કાર્ડ એક ઇલેક્ટ્રોનિક કાર્ડ રીડરમાં નાખે છે

યહોવાની ઉદારતા માટે કદર બતાવીએ

યહોવા ઈશ્વર ઘણા ઉદાર છે. (યાકૂ. ૧:૧૭) રાતે ચમકતા અઢળક તારાઓથી માંડીને, લીલીછમ પૃથ્વીની દરેક બાબતો, તેમની ઉદારતાની ઝલક છે.—ગીત. ૬૫:૧૨, ૧૩; ૧૪૭:૭, ૮; ૧૪૮:૩, ૪.

એક લેખકનું મન સર્જનહાર માટેની કદરથી એટલું ઊભરાઈ આવ્યું કે તે એક ગીત લખવા પ્રેરાયા. એ ગીત આપણને ગીતશાસ્ત્ર ૧૦૪માં જોવા મળે છે. એને વાંચીને તમે પણ એના લેખકની લાગણીઓ સાથે સહમત થશો. તેમણે લખ્યું કે “હું મરણપર્યંત યહોવાના ગુણ ગાઈશ; હું હયાતીમાં છું ત્યાં સુધી મારા ઈશ્વરની સ્તુતિ કરીશ.” (ગીત. ૧૦૪:૩૩) શું તમારું દિલ પણ એવું જ કહે છે?

ઉદારતાનું અજોડ ઉદાહરણ

યહોવા ચાહે છે કે તેમની જેમ આપણે પણ ઉદાર મનના બનીએ. આપણે કેમ ઉદાર બનવું જોઈએ એનાં કારણો પણ તે જણાવે છે. તેમણે પ્રેરિત પાઊલને આમ લખવા પ્રેર્યા: ‘આ સમયના ધનવાનોને તું આગ્રહપૂર્વક કહે, કે તેઓ અહંકાર ન કરે અને ધનદોલતની અસ્થિરતા પર નહિ, પણ જે ઈશ્વર આપણા ઉપયોગ માટે ઉદારતાથી સર્વ આપે છે તેમના પર આશા રાખે; તેઓ ભલું કરે, ઉત્તમ કામોરૂપી સમૃદ્ધિ મેળવે અને ઉદાર તથા પરોપકારી થાય; ભવિષ્યને માટે પોતાને વાસ્તે સારા પાયારૂપી પૂંજીનો સંગ્રહ કરે, જેથી જે ખરેખરું જીવન છે તે જીવન તેઓ ધારણ કરે.’—૧ તીમો. ૬:૧૭-૧૯.

કોરીંથ મંડળને લખેલા પોતાના બીજા પત્રમાં પ્રેરિત પાઊલે જણાવ્યું કે કઈ ભાવનાથી દાન આપવું જોઈએ. તેમણે લખ્યું કે “જેમ દરેકે પોતાના હૃદયમાં અગાઉથી ઠરાવ્યું છે, તે પ્રમાણે તેણે આપવું; ખેદથી નહિ, કે ફરજિયાત નહિ; કેમ કે ખુશીથી આપનારને ઈશ્વર ચાહે છે.” (૨ કોરીં. ૯:૭) એ પછી પાઊલ જણાવે છે કે દાન આપનારને અને દાન મેળવનારને કઈ રીતે ફાયદો થાય છે. જેઓ ઉદાર હાથે દાન આપે છે, તેઓને ઈશ્વર તરફથી ઘણા આશીર્વાદો મળે છે. એવી જ રીતે, જેઓને એ દાન આપવામાં આવે છે તેઓની જરૂરિયાતો પૂરી થાય છે.—૨ કોરીં. ૯:૧૧-૧૪.

પાઊલ એ અધ્યાયના છેલ્લા ભાગમાં યહોવાની ઉદારતાનો ઠોસ પુરાવો આપે છે. તે લખે છે: “ઈશ્વરના અનિર્વાચ્ય [એટલે કે, વર્ણન ન થઈ શકે એવા] દાનને માટે તેની સ્તુતિ થાઓ.” (૨ કોરીં. ૯:૧૫) યહોવાએ આપેલી ઈસુના બલિદાનની ભેટ ખરેખર અદ્‍ભુત છે. યહોવા પોતાના લોકોનો કેટલો બધો વિચાર કરે છે! એ ભેટ એનો મોટો પુરાવો છે. ખરેખર, એ ભેટ દ્વારા યહોવાએ જે કિંમત ચૂકવી છે, એને શબ્દોમાં વર્ણવી ન શકાય!

યહોવા અને તેમના દીકરા ઈસુએ આપણા માટે જે કર્યું અને કરે છે, એનો અહેસાન માનવા આપણે શું કરી શકીએ? એની એક રીતે છે કે આપણાં સમય, શક્તિ અને માલમિલકતને યહોવાની સેવામાં આપીએ. ભલેને પછી આપણું દાન નાનું હોય કે મોટું!—૧ કાળ. ૨૨:૧૪; ૨૯:૩-૫; લુક ૨૧:૧-૪.

જગતવ્યાપી કાર્ય માટે અમુક કઈ રીતે દાન આપે છે

પ્રેરિત પાઊલના સમયમાં થતું તેમ, આજે પણ ઘણા લોકો નિયમિત રીતે તેમની આવકમાંથી ‘કંઈક રાખી મૂકે છે.’ (૧ કોરીં. ૧૬:૨) તેઓ એ પૈસા મંડળમાં “જગતવ્યાપી કાર્ય”ની દાન પેટીમાં નાખે છે. દર મહિને મંડળ એ દાન પોતાના દેશની શાખા કચેરીને મોકલે છે. તમે પણ ઇચ્છા પ્રમાણેનું દાન સીધેસીધું તમારા દેશની યહોવાના સાક્ષીઓની કોઈ પણ કાયદેસરની શાખાને આપી શકો છો.a તમે શાખા કચેરીને આ પ્રકારનાં દાન મોકલી શકો:

બિનશરતી દાન

  • તમે ઇલેક્ટ્રૉનિક બૅન્ક ટ્રાન્સફરથી દાન મોકલાવી શકો છો.b

  • તમે રોકડ રકમ, ઘરેણાં કે બીજી કીમતી વસ્તુઓ પણ દાનમાં આપી શકો. એ વસ્તુનું દાન બિનશરતી છે, એવું પત્રમાં લખીને જણાવો.

શરતી દાનની ગોઠવણ

  • આ ખાસ ગોઠવણમાં દાન આપનારને જરૂર પડે તો, દાનમાં આપેલા પૈસા તે પાછા મેળવી શકે છે.

  • એ દાન શરતી છે, એવું પત્રમાં જણાવો.

દાન આપવાની બીજી રીતોc

પૈસા કે બીજી કીમતી વસ્તુઓ ઉપરાંત આખી દુનિયામાં પ્રચારકાર્ય માટે દાન આપવાની બીજી અમુક રીતો પણ છે. ચાલો એ રીતો વિશે જાણીએ. તમારા દેશની શાખા કચેરીને સંપર્ક કરીને જાણી લો કે, તમે એમાંની કઈ રીતોથી દાન આપી શકો છો. દરેક દેશના કાયદા અને કરવેરાના નિયમો જુદા હોય છે. તેથી, તમારા વકીલ કે એકાઉન્ટન્ટની સલાહથી દાન આપવાની સૌથી સારી રીત પસંદ કરી શકો છો.

વીમો: જીવન વીમાની પૉલિસી કે પેન્શનના ફૉર્મમાં, વારસદાર તરીકે યહોવાના સાક્ષીઓના ટ્રસ્ટનું નામ આપી શકાય છે.

બૅન્ક ખાતાઓ: બૅન્ક ખાતાં, ફિકસ્ડ ડિપૉઝિટ, નિવૃત્તિના વ્યક્તિગત ખાતાં જે ટ્રસ્ટના રૂપમાં અથવા મૃત્યુ બાદ પ્રાપ્ય બને એ રીતે, સ્થાનિક બૅન્કના નિયમોને ધ્યાનમાં રાખીને, યહોવાના સાક્ષીઓની કોઈ પણ કાયદેસરની શાખાને આપી શકાય.

શૅર અને બૉનડ્‌સ: શૅર અને બૉનડ્‌સને પણ બિનશરતી દાન તરીકે આપી શકાય અથવા વ્યક્તિના મરણ પછી યહોવાના સાક્ષીઓના ટ્રસ્ટને મળે એવી ગોઠવણ “ટ્રાન્સફર ઑન ડેથ ઍગ્રીમૅન્ટ” દ્વારા કરી શકાય.

જમીન કે મિલકત: જમીન કે મિલકતનું યહોવાના સાક્ષીઓના ટ્રસ્ટને બિનશરતી દાન કરી શકાય. વ્યક્તિ જ્યાં રહે છે એ જગ્યાનો ઉપયોગ પોતે જીવે ત્યાં સુધી કરી શકે અને પછી એ જગ્યા દાનમાં જાય એવી ગોઠવણ થઈ શકે છે.

ગિફ્ટ ઍન્યુઇટી: આ ગોઠવણમાં વ્યક્તિ પોતાના પૈસા કે મિલકત યહોવાના સાક્ષી-ઓના ટ્રસ્ટને આપી શકે. પછી દાન આપનારને કે તે પસંદ કરે એ વ્યક્તિને જીવનભર દર વર્ષે અમુક રકમ મળે છે. દાન આપનાર આ ગોઠવણ શરૂ કરે ત્યારે એ વર્ષમાં તેમને આવકવેરો ભરવો પડતો નથી.

વસિયત (વિલ) અને ટ્રસ્ટ: મિલકત કે પૈસાને વસિયત કે ટ્રસ્ટ દ્વારા યહોવાના સાક્ષીઓના ટ્રસ્ટના નામે કરી શકાય. ટ્રસ્ટ દ્વારા દાન આપવાથી, સરકારી ગોઠવણ પ્રમાણે કરવેરામાં અમુક લાભ મળી શકે.

ઉપર જણાવેલ “દાન આપવાની રીતો” બતાવે છે કે દાન આપતા પહેલાં, તમારે અમુક ફૉર્મ ભરીને અગાઉથી તૈયારી કરવી પડે છે. જો તમે દાન આપવાની એ રીતોમાંથી કોઈ પણ રીત પસંદ કરતા હો, તો એની ગોઠવણમાં મદદ કરવા અંગ્રેજી અને સ્પૅનિશ ભાષામાં એક બ્રોશર તૈયાર કરવામાં આવ્યું છે. એનું નામ છે: ચૅરિટેબલ પ્લાનિંગ ટુ બેનિફિટ કિંગ્ડમ સર્વિસ વર્લ્ડવાઇડ.d એ બ્રોશર સમજાવે છે કે તમે કઈ ગોઠવણોથી હમણાં દાન આપી શકો અથવા વ્યક્તિના ગુજરી ગયા પછી વસિયત દ્વારા દાન આપવાની ગોઠવણ કઈ રીતે કરી શકાય. એ બ્રોશરમાં જે માહિતી આપી છે એ તમારા દેશમાં લાગુ ન પડતી હોય તો, તમારા વકીલ કે એકાઉન્ટન્ટ સાથે ચર્ચા કરી શકો છો. એમ કરીને ઘણા લોકો યહોવાના સાક્ષીઓના જગતવ્યાપી પ્રચારકાર્યને ટેકો આપી શક્યા છે. સાથે સાથે ટૅક્સમાંથી પણ પૂરેપૂરો લાભ મેળવી શક્યા છે. જો એ બ્રોશર તમારા દેશમાં મળતું હોય તો તમારા મંડળના સેક્રેટરી પાસેથી એની પ્રત મેળવી શકો.

જો તમને વધુ માહિતી જોઈતી હોય, તો યહોવાના સાક્ષીઓનો સંપર્ક કરવા નીચે આપેલા સરનામે પત્ર લખી શકો કે ફોન કરી શકો.

a ભારત માટે “Jehovah’s Witnesses of India”ના નામે મોકલી શકો.

b ભારતનો પાસપોર્ટ ધરાવનાર વ્યક્તિઓ આ વેબસાઇટનો ઉપયોગ કરી શકે છે: www.jwindiagift.org

c નિર્ણય લેતા પહેલાં કૃપા કરીને તમારા વિસ્તારની દેખરેખ રાખતી શાખા કચેરીને પૂછપરછ કરો.

d ભારતમાં આ પુસ્તિકા “કીમતી વસ્તુઓથી યહોવાનું સન્માન કરો” અંગ્રેજી, કન્‍નડા, મલયાલમ, હિંદી, તામિલ અને તેલુગુમાં પ્રાપ્ય છે.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો