વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w17 નવેમ્બર પાન ૧૮-૧૯
  • ‘ઉદાર માણસ પર આશીર્વાદ આવશે’

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ‘ઉદાર માણસ પર આશીર્વાદ આવશે’
  • ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૭
  • સરખી માહિતી
  • ‘એ કામ મોટું છે’
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૬
  • યહોવાની ઉદારતા માટે કદર બતાવીએ
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૫
  • રાજીખુશીથી આપનારને યહોવા આશીર્વાદ આપે છે
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૪
  • જરૂરિયાતમાં હોય તેઓને કઈ રીતે મદદ કરશો?
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૩
વધુ જુઓ
ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૭
w17 નવેમ્બર પાન ૧૮-૧૯
હાન્‍ના પોતાના નાનકડા દીકરા શમૂએલને મુલાકાતમંડપે લાવે છે

‘ઉદાર માણસ પર આશીર્વાદ આવશે’

અર્પણો વર્ષોથી સાચી ભક્તિનો મહત્ત્વનો ભાગ છે. ઇઝરાયેલીઓ પ્રાણીનું અર્પણ ચઢાવતા હતા. હંમેશાંથી ઈશ્વરભક્તો “સ્તુતિનું અર્પણ” ચઢાવવા માટે જાણીતા છે. જોકે, બીજાં એવાં ઘણાં અર્પણો છે, જેનાથી ઈશ્વર ખુશ થાય છે. (હિબ્રૂ. ૧૩:૧૫, ૧૬) એ અર્પણોથી ખુશી અને આશીર્વાદો મળે છે, જે નીચે આપેલા દાખલાઓમાંથી જોવા મળે છે.

પ્રાચીન સમયના ઈશ્વરભક્ત હાન્‍નાને બાળકો થતાં ન હતાં. તે દીકરાની ઝંખના રાખતાં હતાં. તેમણે યહોવાને પ્રાર્થના કરી અને માનતા લીધી કે જો તેમને દીકરો થશે, તો ‘એ દીકરાને આખી જિંદગી માટે યહોવાને અર્પણ કરશે.’ (૧ શમૂ. ૧:૧૦, ૧૧) સમય જતાં, હાન્‍ના ગર્ભવતી બન્યાં અને તેમણે એક દીકરાને જન્મ આપ્યો, જેનું નામ શમુએલ હતું. શમુએલને ધાવણ છોડાવ્યા પછી હાન્‍ના પોતાની માનતા પ્રમાણે તેને મંદિરે લઈ ગયાં. હાન્‍નાએ ત્યાગનું વલણ બતાવ્યું, એ માટે યહોવાએ તેમને આશીર્વાદ આપ્યો. તેમને બીજાં પાંચ બાળકો થયાં. સમય જતાં, શમુએલ પ્રબોધક અને બાઇબલના લેખક બન્યા.—૧ શમૂ. ૨:૨૧.

હાન્‍ના અને શમૂએલની જેમ, આજે ઈશ્વરભક્તો પાસે આપણા સર્જનહારની સેવામાં પોતાનું જીવન સમર્પિત કરવાની તક છે. ઈસુએ વચન આપ્યું હતું કે યહોવાની ભક્તિમાં આપેલા દરેક અર્પણનો ભરપૂર બદલો મળશે.—માર્ક ૧૦:૨૮-૩૦.

પહેલી સદીમાં, દોરકસ નામનાં બહેન બીજાઓને મદદ કરવા માટે જાણીતાં હતાં. તે ‘સારાં કામ કરવામાં અને દાન આપવામાં ઘણાં ઉદાર હતાં.’ જોકે, ‘તે બીમાર પડ્યાં અને મરણ પામ્યાં.’ એ દુઃખદ ઘટનાથી મંડળનાં ભાઈ-બહેનોમાં શોકની લાગણી ફેલાઈ ગઈ. શિષ્યોને ખબર પડી કે પીતર એ જ વિસ્તારમાં છે ત્યારે, તેઓએ તેમને આવવા વિનંતી કરી. પીતરે આવીને દોરકસને સજીવન કર્યાં. જરા કલ્પના કરો, શિષ્યોમાં કેવી ખુશીની લહેર ફેલાઈ ગઈ હશે! બાઇબલમાં નોંધેલો એ પહેલો બનાવ હતો, જ્યારે પ્રેરિત દ્વારા કોઈ વ્યક્તિને સજીવન કરવામાં આવી હોય. (પ્રે.કા. ૯:૩૬-૪૧) દોરકસે આપેલાં બલિદાનો ઈશ્વર ભૂલ્યા ન હતા. (હિબ્રૂ. ૬:૧૦) તેમણે બતાવેલી ઉદારતા વિશે બાઇબલમાં નોંધ કરવામાં આવી છે. આપણા માટે કેવો સુંદર દાખલો!

એવી જ રીતે, પ્રેરિત પાઊલે પણ આપણા માટે સુંદર દાખલો બેસાડ્યો છે. ભાઈ-બહેનોને મદદ કરવા તેમણે ઉદારતાથી સમય-શક્તિ ખર્ચ્યાં હતાં અને તેઓની ઘણી કાળજી રાખી હતી. કોરીંથના ભાઈઓને તેમણે કહ્યું હતું: “મારી વાત કરું તો, હું તમારા માટે બધું ખુશીથી ખર્ચી નાખવા, અરે, પોતે પણ પૂરેપૂરો ખર્ચાઈ જવા તૈયાર છું.” (૨ કોરીં. ૧૨:૧૫) પાઊલ અનુભવથી શીખ્યા કે બીજાઓ માટે જતું કરવાની ભાવના રાખવાથી સંતોષ મળે છે. સૌથી મહત્ત્વનું તો, યહોવાનાં આશીર્વાદ અને કૃપા મળે છે.—પ્રે.કા. ૨૦:૨૪, ૩૫.

સ્પષ્ટ છે કે, ભક્તિ માટે અને ભાઈ-બહેનો માટે સમય-શક્તિ ખર્ચીએ છીએ ત્યારે, યહોવા ખુશ થાય છે. બીજી કઈ રીતોથી રાજ્યના કામને ટેકો આપી શકીએ? આપણે રાજીખુશીથી દાનો આપીને પણ ઈશ્વરને મહિમા આપી શકીએ છીએ. એ દાનોનો ઉપયોગ દુનિયાભરમાં પ્રચારકામ આગળ ધપાવવા માટે થાય છે. એમાં મિશનરી અને પૂરા સમયના ખાસ સેવકોને ટેકો આપવાનો પણ સમાવેશ થાય છે. ઉપરાંત, સાહિત્ય અને વીડિયોને તૈયાર કરવામાં આવે છે અને એનું ભાષાંતર કરવામાં આવે છે. વધુમાં, રાહત કામ અને પ્રાર્થનાઘર બાંધકામમાં પણ એ દાનોનો ઉપયોગ કરવામાં આવે છે. આપણે ખાતરી રાખી શકીએ કે ‘ઉદાર માણસ પર આશીર્વાદ આવશે.’ વધુમાં, યહોવાને ઉત્તમ અર્પણ આપીને આપણે તેમનો મહિમા કરીએ છીએ.—નીતિ. ૩:૯; ૨૨:૯.

જગતવ્યાપી કાર્ય માટે અમુક કઈ રીતે દાન આપે છે

આજે ઘણા લોકો નિયમિત રીતે તેમની આવકમાંથી ‘કંઈક બાજુ પર રાખી મૂકે’ છે. (૧ કોરીં. ૧૬:૨) તેઓ એ પૈસા મંડળમાં “જગતવ્યાપી કાર્ય”ની દાન પેટીમાં નાખે છે. દર મહિને મંડળ એ દાન પોતાના દેશની શાખા કચેરીને મોકલે છે. તમે પણ ઇચ્છા પ્રમાણેનું દાન સીધેસીધું તમારા દેશની યહોવાના સાક્ષીઓની કોઈ પણ કાયદેસરની શાખાને આપી શકો છો.a તમે શાખા કચેરીને આ પ્રકારનાં દાન મોકલી શકો:

બિનશરતી દાન

  • ઇલેક્ટ્રૉનિક બૅન્ક ટ્રાન્સફરથી, ડેબિટ કાર્ડ અથવા ક્રૅડિટ કાર્ડ દ્વારા દાન મોકલી શકાય છે. jw.org અથવા બીજી વેબસાઇટનો ઉપયોગ કરીને અમુક શાખાઓને દાન મોકલવાની સુવિધા છે.b

  • રોકડ રકમ, ઘરેણાં કે બીજી કીમતી વસ્તુઓ પણ દાનમાં આપી શકાય. તમારું દાન બિનશરતી છે, એવું પત્રમાં લખીને જણાવો.

દાન આપવાની બીજી રીતોc

પૈસા કે બીજી કીમતી વસ્તુઓ ઉપરાંત આખી દુનિયામાં પ્રચારકાર્ય માટે દાન આપવાની બીજી અમુક રીતો પણ છે. ચાલો એ રીતો વિશે જાણીએ. તમારા દેશની શાખા કચેરીનો સંપર્ક કરીને જાણી લો કે, તમે એમાંની કઈ રીતોથી દાન આપી શકો છો. દરેક દેશના કાયદા અને કરવેરાના નિયમો જુદા જુદા હોય છે. તેથી, તમારા વકીલ કે એકાઉન્ટન્ટની સલાહથી દાન આપવાની સૌથી સારી રીત પસંદ કરી શકો.

વીમો: જીવન વીમાની પૉલિસી, રિટાયરમેન્ટ એકાઉન્ટ અથવા રિટાયરમેન્ટ/પેન્શન યોજનામાં વારસદાર તરીકે યહોવાના સાક્ષીઓના ટ્રસ્ટનું નામ આપી શકાય છે.

બૅન્ક ખાતાઓ: મૃત્યુ બાદ, બૅન્ક ખાતાઓ યહોવાના સાક્ષીઓની કોઈ પણ કાયદેસરની શાખાને મળે એવી વસિયત બનાવી શકાય. એ માટે સ્થાનિક બૅન્કના નિયમો ધ્યાનમાં રાખો.

શૅર અને બૉન્ડ્‌સ: શૅર અને બૉન્ડ્‌સને પણ બિનશરતી દાન તરીકે આપી શકાય અથવા વ્યક્તિના મરણ પછી યહોવાના સાક્ષીઓના ટ્રસ્ટને મળે એવી ગોઠવણ કરી શકાય.

જમીન કે મિલકત: જમીન કે મિલકતનું યહોવાના સાક્ષીઓના ટ્રસ્ટને બિનશરતી દાન કરી શકાય. વ્યક્તિ જ્યાં રહે છે એ જગ્યાનો ઉપયોગ પોતે જીવે ત્યાં સુધી કરી શકે અને પછી એ જગ્યા દાનમાં જાય એવી ગોઠવણ થઈ શકે છે.

વસિયત (વિલ) અને ટ્રસ્ટ: મિલકત કે પૈસાને વસિયત અથવા ટ્રસ્ટ દ્વારા યહોવાના સાક્ષીઓના ટ્રસ્ટના નામે કરી શકાય. અથવા કાયદાકીય કરાર દ્વારા યહોવાના સાક્ષીઓના ટ્રસ્ટને વારસદાર તરીકે રજૂ કરી શકાય. આ રીતે દાન આપવાથી સરકારી ગોઠવણ પ્રમાણે કરવેરામાં અમુક લાભ મળી શકે છે.

અહીં જણાવેલ “દાન આપવાની રીતો” બતાવે છે કે દાન આપતા પહેલાં, તમારે અગાઉથી અમુક તૈયારી કરવી પડે છે. જો તમે એમાંની કોઈ એક રીત દ્વારા દાન આપવા ચાહતા હો, તો અંગ્રેજી અને સ્પૅનિશ ભાષામાં તૈયાર કરવામાં આવેલું આ બ્રોશર જુઓ: ચૅરિટેબલ પ્લાનિંગ ટુ બેનિફિટ કિંગ્ડમ સર્વિસ વર્લ્ડવાઇડ.d એ બ્રોશર સમજાવે છે કે તમે કઈ ગોઠવણોથી હમણાં દાન આપી શકો અથવા વ્યક્તિના ગુજરી ગયા પછી વસિયત દ્વારા દાન આપવાની ગોઠવણ કઈ રીતે કરી શકાય. એ બ્રોશરમાં જે માહિતી આપી છે એ તમારા દેશમાં લાગુ ન પડતી હોય તો, તમારા વકીલ કે એકાઉન્ટન્ટ સાથે ચર્ચા કરી શકો છો. એમ કરીને ઘણા લોકો યહોવાના સાક્ષીઓના જગતવ્યાપી પ્રચારકાર્ય અને સામાજિક કામને ટેકો આપી શક્યા છે. સાથે સાથે ટૅક્સમાંથી પણ પૂરેપૂરો લાભ મેળવી શક્યા છે. જો એ બ્રોશર તમારા દેશમાં મળતું હોય તો તમારા મંડળના સેક્રેટરી પાસેથી એની પ્રત મેળવી શકો.

વધુ માહિતી માટે jw.org/gu વેબસાઇટના મુખ્ય પેજ પર આ લિન્ક જુઓ: “દુનિયાભરમાં ચાલતા અમારા કામ માટે દાન” અથવા શાખા કચેરીનો સંપર્ક કરો.

a ભારત માટે “Jehovah’s Witnesses of India”ના નામે મોકલી શકો.

b ભારતનો પાસપોર્ટ ધરાવનાર વ્યક્તિઓ આ વેબસાઇટનો ઉપયોગ કરી શકે છે: www.jwindiagift.org.

c નિર્ણય લેતા પહેલાં સ્થાનિક શાખા કચેરીનો સંપર્ક કરો.

d ભારતમાં આ પુસ્તિકા “કીમતી વસ્તુઓથી યહોવાનું સન્માન કરો” અંગ્રેજી, કન્‍નડા, તામિલ, તેલુગુ, મલયાલમ અને હિંદીમાં પ્રાપ્ય છે.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો