વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w16 નવેમ્બર પાન ૧૯-૨૦
  • ‘એ કામ મોટું છે’

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ‘એ કામ મોટું છે’
  • ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૬
  • સરખી માહિતી
  • યહોવાની ઉદારતા માટે કદર બતાવીએ
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૫
  • રાજીખુશીથી આપનારને યહોવા આશીર્વાદ આપે છે
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૪
  • જરૂરિયાતમાં હોય તેઓને કઈ રીતે મદદ કરશો?
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૩
  • ‘ઉદાર માણસ પર આશીર્વાદ આવશે’
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૭
વધુ જુઓ
ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૬
w16 નવેમ્બર પાન ૧૯-૨૦
રાજા દાઊદ એક માણસને મંદિરની રૂપરેખા બતાવે છે; એક ભાઈ બાંધકામનો નકશો જુએ છે

‘એ કામ મોટું છે’

યરૂશાલેમમાં એક મહત્ત્વની સભા યોજાઈ છે. રાજા દાઊદે બધા રાજકુમારો, ન્યાયાધીશો અને શૂરવીરોને બોલાવ્યા છે. એ બધા એક ખાસ ઘોષણા સાંભળીને ખુશખુશાલ થઈ ગયા છે. યહોવાએ દાઊદના દીકરા સુલેમાનને એક ભવ્ય ઇમારત બનાવવાની સોંપણી આપી છે. એ ઇમારત યહોવાની સાચી ભક્તિ માટે સમર્પિત કરવામાં આવશે. યહોવાએ ઇઝરાયેલના વૃદ્ધ રાજા દાઊદને એ ભવ્ય બાંધકામની રૂપરેખા આપી છે. હવે, દાઊદ બાંધકામની જવાબદારી સુલેમાનના ખભે મૂકે છે. દાઊદ કહે છે: ‘એ કામ મોટું છે; કેમ કે એ મંદિર માણસ માટે નહિ, પણ યહોવા ઈશ્વર માટે છે.’—૧ કાળ. ૨૮:૧, ૨, ૬, ૧૧, ૧૨; ૨૯:૧.

પછી, દાઊદ સવાલ પૂછે છે: “આજે યહોવાને રાજીખુશીથી અર્પણ થવાને માટે બીજો કોણ આગળ આવે છે?” (૧ કાળ. ૨૯:૫) એ સમયે જો તમે ત્યાં હોત, તો તમે શું જવાબ આપ્યો હોત? શું તમે એ કામને દિલથી ટેકો આપ્યો હોત? ઇઝરાયેલીઓએ તો રાજીખુશીથી ટેકો આપ્યો. તેઓ “હરખાયા, કેમ કે તેઓએ ખરા મનથી તથા રાજીખુશીથી યહોવાને અર્પણ કર્યાં હતાં.”—૧ કાળ. ૨૯:૯.

સદીઓ પછી, યહોવાએ ભક્તિ માટેની અજોડ ગોઠવણ કરી, જે એ મંદિર કરતાં ઘણી ચડિયાતી હતી. એ ગોઠવણ હતી કે લોકો ઈસુના બલિદાનને આધારે સાચી ભક્તિ કરી શકે અને યહોવાની નજીક આવી શકે. (હિબ્રૂ. ૯:૧૧, ૧૨) આજે લોકો યહોવા સાથે સમાધાન કરી શકે માટે યહોવા તેઓને કઈ રીતે મદદ કરે છે? શિષ્ય બનાવવાના કાર્ય દ્વારા. (માથ. ૨૮:૧૯, ૨૦) એ કાર્યને લીધે દર વર્ષે લાખો લોકો બાઇબલમાંથી શીખે છે, હજારો લોકો બાપ્તિસ્મા લઈને શિષ્ય બને છે અને અનેક નવાં મંડળો સ્થપાય છે.

સંગઠનમાં થઈ રહેલી સતત વૃદ્ધિને લીધે વધુ માત્રામાં બાઇબલ સાહિત્ય છાપવાની તેમજ રાજ્યગૃહો અને સંમેલનગૃહો બાંધવાની અને એના સમારકામની જરૂર પડે છે. શું તમને નથી લાગતું કે ખુશખબર ફેલાવવાનું કામ ખૂબ જ વિશાળ અને આશીર્વાદ આપનારું છે?—માથ. ૨૪:૧૪.

ઈશ્વર અને પડોશી માટેના પ્રેમથી પ્રેરાઈને અને પ્રચારકાર્ય તાકીદનું છે એ પારખીને યહોવાના લોકો “રાજીખુશીથી અર્પણ થવાને માટે . . . આગળ આવે” છે. એ માટે તેઓ દિલ ખોલીને દાન આપે છે. યહોવાનું સંગઠન એ દાનનો ઉપયોગ વિશ્વાસુ રીતે અને સમજી-વિચારીને કરે છે. ઇતિહાસમાં કદી ન થયું હોય એવા કામમાં પોતાના ‘દ્રવ્યથી યહોવાનું સન્માન કરવું’ ખૂબ આનંદ આપનારું છે.—નીતિ. ૩:૯.

જગતવ્યાપી કાર્ય માટે અમુક કઈ રીતે દાન આપે છે

આજે ઘણા લોકો નિયમિત રીતે તેમની આવકમાંથી ‘કંઈક બાજુ પર રાખી મૂકે’ છે. (૧ કોરીં. ૧૬:૨) તેઓ એ પૈસા મંડળમાં “જગતવ્યાપી કાર્ય”ની દાન પેટીમાં નાખે છે. દર મહિને મંડળ એ દાન પોતાના દેશની શાખા કચેરીને મોકલે છે. તમે પણ ઇચ્છા પ્રમાણેનું દાન સીધેસીધું તમારા દેશની યહોવાના સાક્ષીઓની કોઈ પણ કાયદેસરની શાખાને આપી શકો છો.a તમે શાખા કચેરીને આ પ્રકારનાં દાન મોકલી શકો:

બિનશરતી દાન

  • તમે ઇલેક્ટ્રૉનિક બૅન્ક ટ્રાન્સફરથી દાન મોકલાવી શકો છો.b

  • તમે રોકડ રકમ, ઘરેણાં કે બીજી કીમતી વસ્તુઓ પણ દાનમાં આપી શકો. તમારું દાન બિનશરતી છે, એવું પત્રમાં લખીને જણાવો.

દાન આપવાની બીજી રીતોc

પૈસા કે બીજી કીમતી વસ્તુઓ ઉપરાંત આખી દુનિયામાં પ્રચારકાર્ય માટે દાન આપવાની બીજી અમુક રીતો પણ છે. ચાલો એ રીતો વિશે જાણીએ. તમારા દેશની શાખા કચેરીનો સંપર્ક કરીને જાણી લો કે, તમે એમાંની કઈ રીતોથી દાન આપી શકો છો. દરેક દેશના કાયદા અને કરવેરાના નિયમો જુદા હોય છે. તેથી, તમારા વકીલ કે એકાઉન્ટન્ટની સલાહથી દાન આપવાની સૌથી સારી રીત પસંદ કરી શકો.

વીમો: જીવન વીમાની પૉલિસી કે પેન્શનના ફૉર્મમાં, વારસદાર તરીકે યહોવાના સાક્ષીઓના ટ્રસ્ટનું નામ આપી શકાય છે.

બૅન્ક ખાતાઓ: બૅન્ક ખાતાં, ફિકસ્ડ ડિપૉઝિટ, નિવૃત્તિના વ્યક્તિગત ખાતાં જે ટ્રસ્ટના રૂપમાં અથવા મૃત્યુ બાદ પ્રાપ્ય બને એ રીતે, સ્થાનિક બૅન્કના નિયમોને ધ્યાનમાં રાખીને, યહોવાના સાક્ષીઓની કોઈ પણ કાયદેસરની શાખાને આપી શકાય.

શૅર અને બૉન્ડ્‌સ: શૅર અને બૉન્ડ્‌સને પણ બિનશરતી દાન તરીકે આપી શકાય અથવા વ્યક્તિના મરણ પછી યહોવાના સાક્ષીઓના ટ્રસ્ટને મળે એવી ગોઠવણ “ટ્રાન્સફર ઑન ડેથ ઍગ્રીમૅન્ટ” દ્વારા કરી શકાય.

જમીન કે મિલકત: જમીન કે મિલકતનું યહોવાના સાક્ષીઓના ટ્રસ્ટને બિનશરતી દાન કરી શકાય. વ્યક્તિ જ્યાં રહે છે એ જગ્યાનો ઉપયોગ પોતે જીવે ત્યાં સુધી કરી શકે અને પછી એ જગ્યા દાનમાં જાય એવી ગોઠવણ થઈ શકે છે.

વસિયત (વિલ) અને ટ્રસ્ટ: મિલકત કે પૈસાને વસિયત કે ટ્રસ્ટ દ્વારા યહોવાના સાક્ષીઓના ટ્રસ્ટના નામે કરી શકાય. અથવા કાયદાકીય કરાર દ્વારા યહોવાના સાક્ષીઓના ટ્રસ્ટને વારસદાર તરીકે રજૂ કરી શકાય. ટ્રસ્ટ દ્વારા દાન આપવાથી, સરકારી ગોઠવણ પ્રમાણે કરવેરામાં અમુક લાભ મળી શકે.

અહીં જણાવેલ “દાન આપવાની રીતો” બતાવે છે કે દાન આપતા પહેલાં, તમારે અગાઉથી અમુક તૈયારી કરવી પડે છે. જો તમે દાન આપવાની એ રીતોમાંથી કોઈ પણ રીત પસંદ કરતા હો, તો એની ગોઠવણમાં મદદ કરવા અંગ્રેજી અને સ્પૅનિશ ભાષામાં એક બ્રોશર તૈયાર કરવામાં આવ્યું છે. એનું નામ છે: ચૅરિટેબલ પ્લાનિંગ ટુ બેનિફિટ કિંગ્ડમ સર્વિસ વર્લ્ડવાઇડ.d એ બ્રોશર સમજાવે છે કે તમે કઈ ગોઠવણોથી હમણાં દાન આપી શકો અથવા વ્યક્તિના ગુજરી ગયા પછી વસિયત દ્વારા દાન આપવાની ગોઠવણ કઈ રીતે કરી શકાય. એ બ્રોશરમાં જે માહિતી આપી છે એ તમારા દેશમાં લાગુ ન પડતી હોય તો, તમારા વકીલ કે એકાઉન્ટન્ટ સાથે ચર્ચા કરી શકો છો. એમ કરીને ઘણા લોકો યહોવાના સાક્ષીઓના જગતવ્યાપી પ્રચારકાર્યને ટેકો આપી શક્યા છે. સાથે સાથે ટૅક્સમાંથી પણ પૂરેપૂરો લાભ મેળવી શક્યા છે. જો એ બ્રોશર તમારા દેશમાં મળતું હોય તો તમારા મંડળના સેક્રેટરી પાસેથી એની પ્રત મેળવી શકો.

વધુ માહિતી માટે jw.org/gu વેબસાઇટના મુખ્ય પેજ પર આ લિન્ક જુઓ: “દુનિયાભરમાં ચાલતા અમારા કામ માટે દાન” અથવા શાખા કચેરીનો સંપર્ક કરો.

a ભારત માટે “Jehovah’s Witnesses of India”ના નામે મોકલી શકો.

b ભારતનો પાસપોર્ટ ધરાવનાર વ્યક્તિઓ આ વેબસાઇટનો ઉપયોગ કરી શકે છે: www.jwindiagift.org.

c નિર્ણય લેતા પહેલાં કૃપા કરીને તમારા વિસ્તારની દેખરેખ રાખતી શાખા કચેરીને પૂછપરછ કરો.

d ભારતમાં આ પુસ્તિકા “કીમતી વસ્તુઓથી યહોવાનું સન્માન કરો” અંગ્રેજી, કન્‍નડા, તામિલ, તેલુગુ, મલયાલમ અને હિંદીમાં પ્રાપ્ય છે.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો