શું ઑક્ટોબરમાં બાઇબલ સ્ટડી શરૂ કરી શકો?
૧ ઑક્ટોબરની ઑફર ચોકીબુરજ અને સજાગ બનો! મૅગેઝિન છે. રસ ધરાવતા લોકોને સાચો માર્ગ કયો છે? પત્રિકા આપીને બાઇબલ સ્ટડી શરૂ કરવા માટે ઉત્તેજન આપવામાં આવે છે. ફરી મુલાકાતમાં આપણે એવું કેવી રીતે કરી શકીએ?
૨ પત્રિકા કેવી રીતે વાપરવી: જો લાગે કે ઘરમાલિકને રસ છે તો કહી શકીએ: “મેં તમને જે મૅગેઝિન આપ્યું છે, એની માહિતી બધી નાત-જાતના અને ધર્મના લોકોને બાઇબલ સત્ય તપાસવા પ્રેરણા આપે છે. [ઘરમાલિકને સાચો માર્ગ પત્રિકા આપો અને પહેલા પાન પર આપેલા સવાલો બતાવો.] અહીં માનવીને ગૂંચવતાં અમુક સવાલો આપ્યા છે, જેના બાઇબલમાંથી જવાબ મળી શકે છે. આ સવાલોમાંથી તમને કોઈ સવાલ થયો છે? શું તમને એ સવાલનો જવાબ જાણવો ગમશે?” ઘરમાલિક પસંદ કરે એને આધારે તેમના સવાલનો જવાબ પત્રિકામાંથી આપો. એમાં આપેલ એક બાઇબલ કલમ પણ વાંચો. પછી જણાવો કે બાઇબલના જ્ઞાનમાંથી આ ફક્ત એક ઝલક છે. તેમને બાઇબલ શીખવે છે પુસ્તક આપો. અનુક્રમણિકા બતાવો અને ઘરમાલિક જે વિષય પસંદ કરે એ પ્રકરણના પહેલા બે-ત્રણ ફકરાની ચર્ચા કરો. અથવા પત્રિકામાંથી જે વિષયની ચર્ચા કરી હોય એને લગતી માહિતી પુસ્તકમાંથી કાઢીને ચર્ચા કરો. અહીં અમુક સૂચનો છે, જેનો તમે ઉપયોગ કરી શકો:
• શું ઈશ્વર મને ભૂલી ગયો છે? (પાન ૯-૧૧, ફકરા ૬-૧૦)
• બધા એકબીજા સાથે શાંતિથી રહી શકશે? (પાન ૧૨, ફકરા ૧૨-૧૩)
• મરણ પછી શું થાય છે? (પાન ૫૯-૬૦, ફકરા ૭-૮)
• જેઓ ગુજરી ગયા છે તેઓ પાછા જીવતા થઈ શકે? (પાન ૭૧, ફકરા ૧૩-૧૫)
• શું ભગવાન મારી પ્રાર્થના સાંભળે છે?
(પાન ૧૬૬-૧૬૭, ફકરા ૫-૮)
• આપણું સુખ શેમાં છે? (પાન ૯, ફકરા ૪-૫)
૩ સંજોગોના લીધે જો ફરી મુલાકાતમાં બાઇબલ શીખવે છે પુસ્તકમાંથી સ્ટડી શરૂ ના થઈ શકે, તો કોઈ વાંધો નહિ. ફરી મુલાકાત કરતા રહો અને ચર્ચા ચાલુ રાખો. ઘરમાલિકને કેટલો રસ છે એના આધારે પત્રિકામાંથી બાકીના સવાલોની ચર્ચા કરવા ફરી મળતા રહો. પછી યોગ્ય સમય જોઈને બાઇબલ શીખવે છે પુસ્તક ફરીથી ઑફર કરો. જુદા જુદા ધર્મના લોકો સાથે સમજી-વિચારીને વાતચીત કરવી જોઈએ. તેઓની લાગણીઓને ઠેસ ના પહોંચે એનું ધ્યાન રાખવું જોઈએ. ચાલો ઑક્ટોબરમાં આ પત્રિકાનો સારો ઉપયોગ કરીને સ્ટડી શરૂ કરવા પ્રયત્ન કરીએ. આમ કરવાથી નમ્ર હૃદયના લોકો ‘સત્ય જાણી’ શકશે.—યોહા. ૮:૩૧, ૩૨.
[અભ્યાસ પ્રશ્નો]
૧. ઑક્ટોબરની ઑફર કઈ છે?
૨. મૅગેઝિન લીધા હોય એવા લોકોને સાચો માર્ગ પત્રિકા આપીને ફરી મુલાકાતમાં સ્ટડી કેવી રીતે શરૂ કરી શકીએ?
૩. બાઇબલ સ્ટડી શરૂ કરવા સંજોગો પ્રમાણે કેવી રીતે વર્તી શકીએ?