મૅગેઝિન આપતા શું કહેશો?
ચોકીબુરજ ઑક્ટોબર
“આજે ઘણા લોકો બૂરાઈ કરતા હોય છે. શું તમને લાગે છે કે એવો કોઈ દિવસ આવશે જ્યારે દુનિયામાં જોરજુલમ કે અન્યાય નહિ હોય? [જવાબ આપવા દો.] શું હું તમને પરમેશ્વરે આપેલા વચન વિષે જણાવું કે તે કેવી રીતે અન્યાયને દૂર કરશે? [જો ઘરમાલિક ચાહે તો ગીતશાસ્ત્ર ૭૨:૧૨, ૧૪ વાંચો.] આ મૅગેઝિનમાં જણાવ્યું છે કે શા માટે લોકો બૂરાઈ કરે છે, અને એનો કેવી રીતે અંત આવશે.”
સજાગ બનો! ઑક્ટોબર-ડિસેમ્બર
“આજે લોકોના માથે અનેક ભાર છે. એનાથી તેઓના જીવનમાં સ્ટ્રેસ વધી રહ્યો છે. શું તમે એની સાથે સહમત છો? [જવાબ આપવા દો.] સ્ટ્રેસનું એક કારણ શું છે, એ વિષે શું હું તમને કંઈ વાંચી આપું? [જો ઘરમાલિક ચાહે તો ૨ તીમોથી ૩:૧ વાંચો.] આ મૅગેઝિનમાં જણાવ્યું છે કે સ્ટ્રેસની આપણા પર કેવી અસર થાય છે, અને સ્ટ્રેસ પર કાબૂ મેળવવા શું કરવું જોઈએ.”
ચોકીબુરજ નવેમ્બર
“સામાન્ય રીતે લોકો જ્યારે મુસીબતમાં હોય ત્યારે ઈશ્વરને પ્રાર્થના કરતા હોય છે. શું તમને લાગે છે કે ઈશ્વર એવી પ્રાર્થનાઓ સાંભળે છે? [જવાબ આપવા દો.] શું હું તમને એક કલમ વાંચી આપું જે આપણને પ્રાર્થના કરવા ઉત્તેજન આપે છે? [જો ઘરમાલિક ચાહે તો ફિલિપી ૪:૬, ૭ વાંચો.] સામાન્ય રીતે પ્રાર્થના વિષે ઊભા થતાં સાત સવાલોના જવાબ આ મૅગેઝિનમાં આપવામાં આવ્યા છે.”