રાજ્ય સંદેશ નં. ૩૮ ડિસેમ્બરમાં આપીશું!
૧. ગુજરી ગયેલાઓ વિશે લોકોને કેવા સવાલો છે અને ડિસેમ્બરમાં એ સવાલોનો કઈ રીતે જવાબ મળશે?
૧ ભલે લોકોની માન્યતા કોઈ પણ હોય, મરણ દરેક વ્યક્તિનું દુશ્મન છે. (૧ કોરીં. ૧૫:૨૬) ઘણા લોકો વિચારે છે કે, ગુજરી ગયેલા ક્યાં છે અને શું તેઓ તેમને કદી જોઈ શકશે. તેથી, દુનિયા ફરતેનાં મંડળો એક મહિનો ચાલનારી ઝુંબેશમાં ભાગ લેશે. એમાં રાજ્ય સંદેશ નં. ૩૮ આપીશું. જેનો વિષય છે, “શું ગુજરી ગયેલા ફરી જીવતા થઈ શકે?” આ ખાસ ઝુંબેશ ડિસેમ્બર ૧થી શરૂ થશે. ખાસ ઝુંબેશ પછી, રાજ્ય સંદેશ નં. ૩૮ પ્રચારમાં પત્રિકા તરીકે વાપરવામાં આવશે.
૨. રાજ્ય સંદેશ નં. ૩૮ને કઈ રીતે રચવામાં આવી છે?
૨ એને કઈ રીતે રચવામાં આવી છે: રાજ્ય સંદેશ નં. ૩૮ એ રીતે રચવામાં આવી છે કે તેને ઊભી વાળવામાં આવે; જેથી, રસ પેદા કરતું મથાળું અને આ સવાલ જોઈ શકાય: “તમે શું કહેશો. . . હા? ના? કદાચ?” જ્યારે વાચક રાજ્ય સંદેશ ખોલશે, ત્યારે જોઈ શકશે કે શરૂઆતના સવાલનો બાઇબલ કઈ રીતે જવાબ આપે છે અને બાઇબલમાં આપેલાં વચનોથી તેને શું લાભ થશે. તેણે બાઇબલમાં કેમ ભરોસો મૂકવો જોઈએ, એનાં કારણો પણ જોઈ શકશે. ઉપરાંત, રાજ્ય સંદેશના છેલ્લા પાને તેને વિચારવા પ્રેરે એવો સવાલ છે, જે તેને વધુ શીખવા ઉત્તેજન આપશે.
૩. રાજ્ય સંદેશ નં. ૩૮ કઈ રીતે આપીશું?
૩ એ કઈ રીતે આપીશું: જેમ સ્મરણપ્રસંગ અને સંમેલનની પત્રિકા આપવાની ઝુંબેશ હોય છે, તેમ આ ઝુંબેશ પણ હશે. વડીલોને મળેલા એપ્રિલ ૧, ૨૦૧૩ના પત્રને આધારે તેઓ જણાવશે કે કઈ રીતે પ્રચાર વિસ્તાર આવરવામાં આવશે. જે મંડળો પાસે ઓછો પ્રચાર વિસ્તાર હોય, તેઓ વધારે પ્રચાર વિસ્તાર હોય એવા નજીકનાં મંડળોને મદદ આપી શકે. જ્યારે મંડળમાંથી રાજ્ય સંદેશ નં. ૩૮ લો, ત્યારે યાદ રાખો કે એક અઠવાડિયા પૂરતી જ લેશો. ઝુંબેશ દરમિયાન ઘર ઘરનો પ્રચાર વિસ્તાર પૂરો થઈ ગયા પછી, જાહેર જગ્યાઓ પર આ પત્રિકા આપી શકાય. મહિનાના અંત પહેલા જો બધી પત્રિકા પતી જાય, તો એ મહિનાની સાહિત્ય ઑફર આપી શકાય. પહેલા શનિવારે બાઇબલ અભ્યાસ શરૂ કરવા પર ધ્યાન આપવાને બદલે, આપણે ખાસ ઝુંબેશ પર ધ્યાન આપીશું. શનિ-રવિમાં યોગ્ય લાગે ત્યાં મૅગેઝિન પણ આપીશું. ખાસ ઝુંબેશમાં પૂરો ભાગ લેવા શું તમે ગોઠવણ કરી રહ્યા છો?