ગીતશાસ્ત્ર
સંગીત સંચાલક માટે સૂચન: “મારો નાશ ન થવા દો” ગીતના સૂર પ્રમાણે ગાવું. દાઉદનું ગીત. મિખ્તામ.*
૫૮ હે માણસો, તમે ચૂપ રહીને સચ્ચાઈ વિશે કઈ રીતે બોલી શકો?+
શું તમે અદ્દલ ઇન્સાફ કરી શકો?+
૨ ના, તમારા મનમાં તો બૂરાઈના વિચારો જ રમે છે.+
તમારા હાથ લોકો પર અત્યાચાર કરે છે.+
૩ દુષ્ટ માણસ તો જન્મથી જ ખોટા માર્ગે જાય છે.
તેઓ વંઠી ગયા છે અને જન્મે ત્યારથી જ જૂઠું બોલે છે.
૪ તેઓની વાણી સાપના ઝેર જેવી છે.+
તેઓ નાગની જેમ બહેરા બની જાય છે અને કંઈ સાંભળતા નથી.
૫ ભલે મદારી ગમે એટલી ચાલાકીથી મંત્રો ફૂંકે,
નાગ તેનો અવાજ સાંભળતો નથી.
૬ હે ઈશ્વર, તેઓની બત્રીસી તોડી નાખો!
હે યહોવા, આ સિંહોનાં જડબાં ભાંગી નાખો!
૭ તેઓ વહી ગયેલા પાણીની જેમ ગાયબ થઈ જાય.
ઈશ્વર પોતાનું ધનુષ્ય વાળે અને પોતાનાં બાણથી તેઓને પાડી નાખે.
૮ તેઓ ગોકળગાય જેવા થાય, જે ચાલતી ચાલતી પીગળતી જાય છે અને આખરે નાશ પામે છે,
તેઓ કૂખમાં જ મરી ગયેલા બાળક જેવા થાય, જે કદીયે સૂર્ય જોતું નથી.
૯ તમારાં હાંડલાંને બળતાં ઝાડી-ઝાંખરાંની ગરમી લાગે એ પહેલાં,
ઈશ્વર એને વંટોળિયાની જેમ ઉડાડી લઈ જશે, ભલે તેઓ લીલાં હોય કે સૂકાં.+
૧૧ પછી માણસો કહેશે: “સાચા માર્ગે ચાલનારને જરૂર ઇનામ મળે છે.+
ઈશ્વર ચોક્કસ છે, જે દુનિયાનો ન્યાય કરે છે.”+