ઇમર્જન્સીમાં કેવી સારવાર લેશો એ શું તમે નક્કી કર્યું છે?
કોઈ પણ સમયે અચાનક ઇમર્જન્સીમાં સારવાર લેવાનો વારો આવી શકે. (યાકૂ. ૪:૧૪) એટલે ડાહ્યો માણસ બધી જ રીતે પહેલેથી તૈયાર રહે છે. (નીતિ. ૨૨:૩) તમારા વિષે શું? તમે કેવી દવા કે સારવાર લેવા માગો છો, શું એ લખાણમાં જણાવ્યું છે? તમને મદદ મળે માટે નવેમ્બર ૨૦૦૬ આપણી રાજ્ય સેવામાં “લોહીના અંશો એટલે શું? મારા જ લોહીથી મારી સારવાર કરવા વિષે મને કેવું લાગશે?” લેખ આવ્યો છે.
એડવાન્સ હેલ્થ કેર ડિરેક્ટીવ કાર્ડ ધ્યાનથી ઘરે ભરી શકો, પણ એમાં સહી કરશો નહિ. બે સાક્ષીઓની હાજરીમાં સહી કરીને એ દિવસની તારીખ લખવી જોઈએ. એ માટે સભામાં ગ્રૂપ ઓવરસીયર અથવા બીજા કોઈ વડીલની મદદ લઈ શકાય. ખાસ ધ્યાન રાખવું જોઈએ કે “સ્ટેટમેન્ટ ઑફ વિટનેસીસ” (સાક્ષીઓનું નિવેદન)માં આપેલી માહિતી પ્રમાણે જ કાર્ડમાં સહી કરવી જોઈએ. ગ્રૂપ ઓવરસીયરે પોતાના ગ્રૂપમાં કોઈએ એ કાર્ડ ભર્યું ન હોય અને જરૂર હોય તો, તેને એ ભરવા મદદ કરવી જોઈએ. ભૂલશો નહિ કે આ કાર્ડ દર વર્ષે નવું ભરવું જોઈએ. પ્રકાશકે ડીરેક્ટીવ કાર્ડની ઓરીજીનલ કૉપી સાથે રાખવી જોઈએ, ઝેરોક્સ નહિ.
વ્યક્તિ પોતાના અંતઃકરણને લીધે બધી જ દવા કે સારવાર સ્વીકારતી નથી. એ માટે ઇમર્જન્સીમાં સારવાર લેવાનો વારો આવે એ પહેલાં જ નક્કી કરો કે લોહી વગરની કેવી દવા કે સારવાર સ્વીકારશો. અંગ્રેજીમાં શું લખ્યું છે એ બરાબર ન સમજાય તો, મંડળમાં જેને સારું અંગ્રેજી આવડતું હોય તેને જે લખેલું છે એ સમજાવવા કહો. બીજા પ્રકાશકોએ તેઓના કાર્ડમાં શું લખ્યું છે એની નકલ ન કરશો. એના બદલે દરેકે પ્રાર્થનાપૂર્વક ખુદ નક્કી કરવું જોઈએ કે ‘સારવાર માટે પોતાનું લોહી કે લોહીના અંશ આપવામાં આવે તો એ લઈશ કે નહિ.’ એ માટે તમને ઈશ્વરના પ્રેમની છાયામાં રહો પુસ્તકનું સાતમું પ્રકરણ અને નવેમ્બર ૨૦૦૬ની આપણી રાજ્ય સેવામાં આપેલું ઇન્સર્ટ મદદ કરશે. એ માહિતી અને બાઇબલમાંથી તમે જે શીખ્યા એના આધારે યોગ્ય નિર્ણય લઈ શકશો. તમે બાપ્તિસ્મા લીધું હોય તો એડવાન્સ હેલ્થ કેર ડિરેક્ટીવ કાર્ડમાં જણાવો કે કેવી સારવાર લેશો. એ કાર્ડ હંમેશા તમારી સાથે રાખો.
[પાન ૩ પર બ્લર્બ]
તમે કેવી દવા કે સારવાર લેવા માગો છો, શું એ લખાણમાં જણાવ્યું છે?