જીવન અને સેવાકાર્ય સભા પુસ્તિકા માટે સંદર્ભો
જુલાઈ ૪-૧૦
બાઇબલમાં રહેલો ખજાનો | ૨ શમુએલ ૧૮-૧૯
“બાર્ઝિલ્લાયની જેમ મર્યાદા બતાવીએ”
વૃદ્ધ ભાઈઓ—યહોવા તમારી વફાદારીને અનમોલ ગણે છે
દાઊદે બાર્ઝિલ્લાયને પોતાની સાથે યરૂશાલેમ આવવાની અરજ કરી. બાર્ઝિલ્લાય ‘ખૂબ ધનવાન હતા’ અને તેમની પાસે પૂરતો ખોરાક હતો. તોપણ શા માટે રાજાએ તેમને ખોરાક પૂરો પાડવાની રજૂઆત કરી? (૨ શમૂ. ૧૯:૩૧-૩૩) કારણ કે દાઊદ બાર્ઝિલ્લાયના ગુણોની કદર કરવા માંગતા હતા. દાઊદ ચાહતા હતા કે બાર્ઝિલ્લાય પોતાની સાથે આવે, જેથી તેમનાં વર્ષોનાં અનુભવમાંથી દાઊદને ફાયદો થાય. રાજાના દરબારમાં કામ કરવાનો અને ત્યાં રહેવાનો કેટલો સરસ લહાવો બાર્ઝિલ્લાયને મળવાનો હતો!
વૃદ્ધ ભાઈઓ—યહોવા તમારી વફાદારીને અનમોલ ગણે છે
બાર્ઝિલ્લાય નમ્ર હતા અને પોતાના સંજોગો સારી રીતે જાણતા હતા. તે દાઊદને જણાવે છે કે પોતે ૮૦ વર્ષના છે. પછી તે કહે છે: “શું હું સારા-નરસાનો ભેદ સમજી શકું છું?” એ શબ્દો દ્વારા તે શું કહેવા માંગતા હતા? બાર્ઝિલ્લાયે લાંબા જીવનકાળ દરમિયાન ઘણું ડહાપણ મેળવ્યું હશે. જેમ રાજા રહાબામને “વડીલો” સલાહ આપતા હતા, તેમ બાર્ઝિલ્લાય દાઊદને સારી સલાહ આપવા માટે સક્ષમ હતા. (૧ રાજા. ૧૨:૬, ૭; ગીત. ૯૨:૧૨-૧૪; નીતિ. ૧૬:૩૧) જ્યારે તેમણે સારાં-નરસાંનો ભેદ પારખવા વિશે કહ્યું, ત્યારે તેમનો કહેવાનો શો અર્થ હતો? એ જ કે, વૃદ્ધ હોવાને લીધે તેમનામાં નબળાઈ આવી ગઈ હતી. તે જણાવે છે કે વૃદ્ધાવસ્થાને લીધે તે સ્વાદ પારખી શકતા ન હતા અને તેમને ઓછું સંભળાતું હતું.—સભા. ૧૨:૪, ૫.
મુશ્કેલ સંજોગોમાં પણ મર્યાદામાં રહેવું શક્ય છે
૬ બાર્ઝિલ્લાયે એ અમૂલ્ય લહાવો શા માટે જતો કર્યો? શું તે જવાબદારીથી દૂર ભાગતા હતા કે પછી તે પોતાના જીવનમાં મસ્ત રહેવા ચાહતા હતા? ના, એવું નથી. બાર્ઝિલ્લાય એક નમ્ર વ્યક્તિ હતા. તેમને ખ્યાલ હતો કે તેમના સંજોગો પહેલાં જેવા રહ્યા નથી અને તે પોતાની મર્યાદા વિશે સભાન હતા. (ગલાતીઓ ૬:૪, ૫ વાંચો.) બાર્ઝિલ્લાયની જેમ આપણે પણ પોતાની મર્યાદાઓ પારખવાની જરૂર છે. પોતાની ઇચ્છા સંતોષવાને બદલે યહોવાની ઇચ્છા પૂરી કરીએ; બીજાઓ સાથે પોતાની સરખામણી કરવાને બદલે, પૂરું ધ્યાન યહોવાને ઉત્તમ આપવા પર રાખીએ. (ગલા. ૫:૨૬) પ્રસિદ્ધિ કે ખાસ સોંપણી કરતાં પણ એ વધારે મહત્ત્વનું છે. જો આપણે પોતાની મર્યાદા પ્રમાણે ચાલતા હોઈશું, તો યહોવાને મહિમા આપવા અને બીજાઓને મદદ કરવા ભાઈ-બહેનો સાથે સંપીને કામ કરીશું.—૧ કોરીં. ૧૦:૩૧.
કીમતી રત્નો
‘દોડ પૂરી કરીએ’
૧૯ શું તમે કોઈ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છો? શું તમને લાગે છે કે તમારું દુઃખ કોઈ સમજી શકતું નથી? જો એમ હોય, તો મફીબોશેથના દાખલા પર ધ્યાન આપવાથી તમને હિંમત મળી શકે. (૨ શમૂ. ૪:૪) તે અપંગ હતા અને તેમણે ઘણી મુશ્કેલીઓનો સામનો કર્યો હતો. રાજા દાઊદને તેમના વિશે ગેરસમજ થઈ, એટલે દાઊદે તેમની સાથે અન્યાય કર્યો. મફીબોશેથની કોઈ ભૂલ ન હતી, છતાં તેમણે એ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. તોપણ તે નિરાશ થયા નહિ. એના બદલે, તેમની સાથે જે સારું થયું હતું એની તેમણે કદર કરી. અગાઉ દાઊદે તેમના પર જે દયા બતાવી હતી એ માટે તેમણે આભાર માન્યો. (૨ શમૂ. ૯:૬-૧૦) એટલે દાઊદે તેમની સાથે અન્યાય કર્યો ત્યારે, મફીબોશેથે સંજોગો સમજવાનો પ્રયત્ન કર્યો. દાઊદની ભૂલના કારણે તેમણે મનમાં કડવાશ ભરી રાખી નહિ કે યહોવા પર દોષ લગાડ્યો નહિ. તેમણે એ વાત પર ધ્યાન આપ્યું કે યહોવાએ પસંદ કરેલા રાજાને તે કઈ રીતે સાથ આપી શકે. (૨ શમૂ. ૧૬:૧-૪; ૧૯:૨૪-૩૦) યહોવાએ તેમના વિશે બાઇબલમાં નોંધ કરાવી, જેથી આપણે એમાંથી શીખી શકીએ.—રોમ. ૧૫:૪.
જુલાઈ ૧૧-૧૭
બાઇબલમાં રહેલો ખજાનો |૨ શમુએલ ૨૦-૨૧
“યહોવા અદ્દલ ન્યાય કરે છે”
it-૧-E ૯૩૨ ¶૧
ગિબયોન
ગિબયોનીઓ જાણતા હતા કે મુકદ્દમો ચલાવ્યા વગર કોઈને પણ મોતની સજા કરી શકાય નહિ. એટલે તેઓએ રાહ જોઈ. પછી દાઉદે ઘટનાની તપાસ કરી અને ગિબયોનીઓને પૂછ્યું કે તેઓને ન્યાય મળે માટે તે શું કરી શકે. ત્યારે ગિબયોનીઓએ કહ્યું કે તે શાઉલના સાત ‘દીકરાઓને’ તેમના હાથમાં સોંપી દે જેથી તેઓને મારી નાખે. ગિબયોનીઓએ એવું કેમ કહ્યું? કેમ કે ‘પિતાઓનાં પાપને લીધે બાળકોને મારી નાખવા’ એવો કોઈ નિયમ ન હતો. (પુન ૨૪:૧૬) પણ બાઇબલમાં લખ્યું છે, “શાઉલ અને તેના ઘરનાને માથે લોહીનો દોષ છે.” આનાથી ખબર પડે છે કે શાઉલે ગિબયોનીઓને મારી નંખાવ્યા ત્યારે શાઉલના વંશજોએ પણ તેને સાથ આપ્યો હતો. (૨શ ૨૧:૧-૯) એટલે જેમ મૂસાના નિયમમાં લખ્યું હતું: “જીવને બદલે જીવ” લેવામાં આવે, માટે એ સાત દીકરાઓને મારી નાખવાના હતા.—પુન ૧૯:૨૧.
કીમતી રત્નો
વડીલો આપણો આનંદ વધારે છે
૧૪ શેતાન અને તેના ચેલાઓ આપણાં પર નડતરો લાવે તોપણ, યહોવાના ભક્તો તરીકે આપણે દુનિયાભરમાં પ્રચારકાર્યને આગળ વધારીએ છીએ. આપણામાંના અમુક સામે રાક્ષસ જેવી મુશ્કેલીઓ આવી છે, પણ યહોવા પરના ભરોસાથી આપણે એ “ગોલ્યાથ” જેવી મુશ્કેલીઓને હરાવી શક્યા છીએ. તોપણ, આ દુનિયાનાં દબાણો સામે સતત લડીએ ત્યારે, ઘણી વાર એ આપણને થકવી નાખે છે અને નિરાશ કરી દે છે. જ્યારે આપણામાં પૂરતી તાકાત હોય છે, ત્યારે દુનિયાનાં દબાણોનો સારો એવો સામનો કરી શકીએ છીએ. પણ નબળી હાલતને લીધે તાકાત ઘટી જાય છે અને ‘ઠાર થવાનો’ ખતરો રહે છે. એવા સંજોગોમાં, વડીલે આપેલી સમયસરની મદદથી આપણો આનંદ અને હિંમત પાછા મળે છે. ઘણાએ એનો અનુભવ કર્યો છે. આશરે ૬૦ વર્ષનાં પાયોનિયર બહેન જણાવે છે: “થોડા સમય પહેલાં મારી તબિયત સારી નહોતી અને પ્રચારમાં જવાથી હું થાકી જતી. મારી નબળી હાલત જોઈને એક વડીલે મારી સાથે વાત કરી. અમે બાઇબલના એક અહેવાલ પર ઉત્તેજનકારક ચર્ચા કરી. તેમણે જે સૂચનો આપ્યાં, એ મેં લાગુ પાળ્યાં અને એનાથી મને લાભ થયો. મારી નબળી હાલત જોઈને, વડીલે મને મદદ કરી એ કેટલું પ્રેમાળ કહેવાય!” એ કેટલી ખુશીની વાત છે કે આપણી પાસે પણ અબીશાય જેવા વડીલો છે, જેઓ પ્રેમથી આપણું ધ્યાન રાખે છે અને જ્યારે જરૂર પડે ત્યારે તરત ‘મદદે આવે છે.’
જુલાઈ ૧૮-૨૪
બાઇબલમાં રહેલો ખજાનો | ૨ શમુએલ ૨૨
“યહોવા પર આધાર રાખીએ”
વિશ્વના માલિક બીજાઓની લાગણીઓનો વિચાર કરે છે
૧૩ નિર્ગમન ૧૪:૧૯-૨૨ વાંચો. જરા કલ્પના કરો, તમે ઇઝરાયેલીઓની સાથે છો. તમે ફસાઈ ગયા છો. તમારી પાછળ ધૂળ ઉડાડતું ઇજિપ્તનું લશ્કર આવી રહ્યું છે અને તમારી આગળ ઘુઘવાતો લાલ સમુદ્ર છે. એ સમયે ઈશ્વર પગલાં ભરવાનું શરૂ કરે છે. જે મેઘસ્તંભ તમારી આગળ હતો, એ હવે તમારી પાછળ જતો રહ્યો છે. એટલે હવે એ મેઘસ્તંભ ઇઝરાયેલીઓ અને ઇજિપ્તના લોકો વચ્ચે છે. તમારી છાવણી પ્રકાશથી ઝગમગી ઊઠી છે, જ્યારે કે તેઓ પર તો ઘોર અંધકાર છવાઈ ગયો છે. પછી તમે મુસાને સમુદ્ર તરફ હાથ લંબાવતા જુઓ છો. પૂર્વ તરફથી ભારે પવન ફૂંકાવા લાગે છે. ધીરે ધીરે સમુદ્રના બે ભાગ થાય છે અને વચ્ચે કોરી જમીન દેખાવા લાગે છે. એટલે પેલે પાર જવા તમે, તમારું કુટુંબ અને તમારાં ઢોરઢાંક તથા બીજા લોકો તમારી ટુકડીનો વારો આવે ત્યારે સમુદ્રની જમીન તરફ આગળ વધો છો. સમુદ્રની જમીન પોચી કે લપસી પડાય એવી નથી, એ જોઈને તમારી નવાઈનો પાર રહેતો નથી. જમીન સૂકી અને મજબૂત છે, જેથી સહેલાઈથી ચાલી શકાય. પરિણામે, ધીરામાં ધીરી વ્યક્તિ પણ સલામત રીતે સમુદ્રને પાર કરે છે.
૧૪ નિર્ગમન ૧૪:૨૩, ૨૬-૩૦ વાંચો. એ દરમિયાન, ઘમંડી અને મૂર્ખ ફારુન તમારો અને તમારા સાથીઓનો પીછો કરતો કરતો સમુદ્રની જમીન પર આવી પહોંચે છે. પછીથી, મુસા ફરી સમુદ્ર તરફ પોતાનો હાથ લંબાવે છે. સમુદ્રનું પાણી ફારુન અને તેના સૈન્ય પર ફરી વળે છે. બધું જ પાણીમાં ગરક થઈ જાય છે!—નિર્ગ. ૧૫:૮-૧૦.
૧૫ આ અહેવાલ પરથી યહોવા વિશે બીજું પણ કંઈક શીખવા મળે છે. તે વ્યવસ્થાના ઈશ્વર છે અને તેમના આ ગુણના લીધે આપણે સલામતી અને રક્ષણ અનુભવીએ છીએ. (૧ કોરીં. ૧૪:૩૩) જેમ એક ઘેટાંપાળક પોતાના ઘેટાંને પ્રેમ કરે છે અને સાચવે છે, તેમ યહોવા પોતાના લોકોની સંભાળ રાખવા વ્યવહારું પગલાં ભરે છે. તે તેઓને રક્ષણ પૂરું પાડે છે અને દુશ્મનોથી બચાવે છે. આપણે આ દુનિયાના અંતની નજીક જઈ રહ્યા છીએ, એટલે આ અહેવાલથી આપણને ઘણો દિલાસો અને આશ્વાસન મળે છે.—નીતિ. ૧:૩૩.
યહોવાની વફાદારીના અને માફી આપવાના ગુણોની કદર કરીએ
૪ યહોવા કઈ રીતે વફાદારી બતાવે છે? તે પોતાના વિશ્વાસુ ભક્તોને કદી ત્યજી દેતા નથી. એવા એક ભક્ત રાજા દાઊદ હતા. તેમણે યહોવાની વફાદારીના વખાણ કર્યા હતા. (ગીતશાસ્ત્ર ૧૮:૨૫ વાંચો.) દાઊદ મુશ્કેલ સંજોગોમાં હતા ત્યારે, યહોવાએ તેમને માર્ગદર્શન અને રક્ષણ આપ્યું. તેમ જ, તેમને સંકટમાંથી બચાવ્યા. (૨ શમૂ. ૨૨:૧) દાઊદ પોતાના જીવનથી જોઈ શક્યા કે, યહોવા વફાદારી વિશે ફક્ત કહેતા જ નથી, વફાદારી બતાવે પણ છે. યહોવાએ દાઊદને શા માટે વફાદારી બતાવી? કારણ, દાઊદ પણ યહોવા પ્રત્યે વફાદાર હતા. જે ભક્ત વફાદારી બતાવે છે તેની યહોવા ખૂબ કદર કરે છે. બદલામાં, યહોવા તેને વફાદારી બતાવે છે.—નીતિ. ૨:૬-૮.
૫ ભક્તો પ્રત્યે યહોવાની વફાદારી વિશે મનન કરવાથી આપણને ઉત્તેજન મળે છે. રીડ નામના ભાઈ કહે છે, ‘દાઊદ મુશ્કેલ સંજોગોમાં હતા ત્યારે યહોવા જે રીતે વર્ત્યા, એ વિશે વાંચીને મને મદદ મળે છે. દાઊદ જ્યારે જીવ બચાવવા નાસતા ફરતા હતા અને ગુફાઓમાં રહેતા, ત્યારે યહોવાએ તેમને નિભાવી રાખ્યા. એ અહેવાલથી મને ખૂબ ઉત્તેજન મળે છે! એ મને યાદ રાખવા મદદ કરે છે કે, જ્યાં સુધી હું યહોવાને વફાદાર રહીશ ત્યાં સુધી તે મને વફાદાર રહેશે. પછી ભલે સંજોગો ગમે એટલા મુશ્કેલ હોય, તે મને સાથ આપશે.’ ચોક્કસ આપણે પણ એવું જ અનુભવીએ છીએ.—રોમ. ૮:૩૮, ૩૯.
કીમતી રત્નો
નમ્રતા કેળવીએ
૭ ઈશ્વરે બતાવેલી નમ્રતાથી ગીતશાસ્ત્રના લેખક દાઊદ, ઘણા જ પ્રભાવિત થયા હતા. એટલે તેમણે એક સ્તુતિગીતમાં જણાવ્યું: ‘પ્રભુ, તમે મને ઉદ્ધારની ઢાલ આપી છે. તમે નીચે નમીને મને ઉન્નત કરો છો.’ (ગીત. ૧૮:૩૫, કોમન લેંગ્વેજ) દાઊદને ઈસ્રાએલમાં જે મહાનતા મળી હતી એનો બધો શ્રેય તેમણે યહોવાની નમ્રતાને આપ્યો. કારણ, યહોવાએ દાઊદનું ધ્યાન રાખવા અને મદદ કરવા પોતાને દીન કર્યા હતા. (ગીત. ૧૧૩:૫-૭) આપણા વિશે પણ એવું જ છે. આપણા ગુણો, આવડતો અને લહાવાઓનો વિચાર કરીએ. આમાંથી આપણી પાસે શું છે જે યહોવા પાસેથી ‘પ્રાપ્ત થયું ન હોય?’ (૧ કોરીં. ૪:૭) વ્યક્તિ પોતાને નમ્ર બનાવે છે ત્યારે, તે યહોવાના ભક્ત તરીકે વધારે કીમતી બને છે. આ એક રીતે તે ‘મોટો’ ગણાય છે. (લુક ૯:૪૮) ચાલો એના વિશે આપણે આગળ જોઈએ.
જુલાઈ ૨૫-૩૧
બાઇબલમાં રહેલો ખજાનો | ૨ શમુએલ ૨૩-૨૪
“શું તમે યહોવા માટે કંઈક જતું કરવા તૈયાર છો?”
it-૧-E ૧૪૬
અરાવ્નાહ
અરાવ્નાહ દાઉદને મફતમાં ખળી, બળદ અને લાકડાં આપવા માંગતો હતો. પણ દાઉદ આ બધું મફતમાં લેવા માંગતા ન હતા. બીજો શમુએલ ૨૪:૨૪માં જણાવ્યું છે કે દાઉદે ૫૦ શેકેલ ચાંદી ચૂકવીને એ બધું ખરીદી લીધું. જ્યારે કે પહેલો કાળવૃત્તાંત ૨૧:૨૫માં એવું લખ્યું છે, દાઉદે ૬૦૦ શેકેલ સોનું આપીને એ જગ્યા ખરીદી. આ બંને કલમોમાં અલગ અલગ કિંમત કેમ બતાવવામાં આવી છે? બીજા શમુએલમાં એ સમયની વાત કરવામાં આવી છે, જ્યારે દાઉદે એક નાની જગ્યાએ વેદી બનાવી હતી. એટલે તેમણે જે કિંમત ચૂકવી હતી એ ફક્ત નાની જગ્યા, બળદો અને લાકડા માટે હતી. પણ પહેલા કાળવૃત્તાંતમાં પછીના સમયની વાત થઈ છે જ્યારે એ જ વિસ્તારમાં મંદિર બનાવવા મોટી જગ્યાની જરૂર હતી. (૧કા ૨૨:૧-૬; ૨કા ૩:૧) એટલે પછીથી જે રકમ ચૂકવવામાં આવી એ અગાઉના કરતા વધારે હતી.
‘સત્યના પાયાʼમાંથી શીખીએ
૮ યહોવાની કદર કરવા ઈસ્રાએલીઓ સ્વેચ્છાએ બલિદાનો ચઢાવી શકતા હતા. તેમ જ, યહોવાની કૃપા મેળવવા પણ તેઓ દહનીયાર્પણ ચઢાવી શકતા હતા. આવા કિસ્સામાં તેઓ ખુશી ખુશી ઉત્તમ પ્રાણીનું બલિદાન આપતા. ખરું કે આજે આપણે મુસાના નિયમ પ્રમાણે બલિદાનો ચઢાવતા નથી, પરંતુ આપણે બીજી રીતે બલિદાન આપીએ છીએ. જેમ કે, પોતાનો સમય, શક્તિ અને ચીજ-વસ્તુઓ યહોવાની ભક્તિ માટે આપીએ છીએ. આપણે કેવાં બલિદાનોથી યહોવાને ખુશ કરી શકીએ? પાઊલે કહ્યું કે જાહેરમાં આશાની ‘કબૂલાત’ કરીને તથા ‘ઉપકાર કરીને તથા દાન વહેંચી આપીને’ યહોવાને ખુશ કરી શકીએ. (હિબ્રૂ ૧૩:૧૫, ૧૬) યહોવાની ભક્તિ માટેના વલણથી દેખાઈ આવશે કે તેમણે કરેલી ગોઠવણ માટે આપણને કેટલી કદર છે. તેથી, ઈસ્રાએલીઓની જેમ જ આપણે પણ તપાસ કરવાની જરૂર છે કે યહોવાની ભક્તિ વિષે આપણને કેવું લાગે છે અને શા માટે ભક્તિ કરીએ છીએ.
કીમતી રત્નો
બીજા શમૂએલના મુખ્ય વિચારો
૨૩:૧૫-૧૭. પરમેશ્વરે જીવન અને લોહી વિષે આપેલા નિયમ પ્રત્યે દાઊદને ખૂબ જ માન હતું. આથી, આ પ્રસંગે તે નિયમ તોડવા જેવી બાબતથી અડગા રહ્યા. આપણે પરમેશ્વરની દરેક આજ્ઞાઓ પ્રત્યે આવું વલણ વિકસાવવું જોઈએ.
ઑગસ્ટ ૧-૭
બાઇબલમાં રહેલો ખજાનો |૧ રાજાઓ ૧-૨
“પોતાની ભૂલોમાંથી શીખીએ”
it-૨-E ૯૮૭ ¶૪
સુલેમાન
અદોનિયા અને તેમના સાથીદારોએ લોકોને એવું કહેતા સાંભળ્યા, “સુલેમાન રાજા જુગ જુગ જીવો!” ત્યારે સાથીદારો બીકના માર્યા નાસી ગયા. અદોનિયા મંદિરમાં જઈને સંતાઈ ગયો. એ વિશે સુલેમાને જાણ્યું ત્યારે તેને મારી નાખી શક્યો હોત. પણ તેમણે એવું ન કર્યુ. એને બદલે, તેને એક શરત પર છોડી મૂક્યો કે હવેથી “તે સારી રીતે વર્તશે.” સુલેમાને એવું કર્યુ, કેમ કે યહોવાએ કહ્યું હતું સુલેમાનના રાજમાં ચારે બાજુ શાંતિ હશે. એ કારણને લીધે સુલેમાને અદોનિયા સામે બદલો ન લીધો અને એક સારી શરૂઆત કરી.—૧રા ૧:૪૧-૫૩.
it-૧-E ૪૯
અદોનિયા
અદોનિયા દાઉદના મરણ પછી બાથ-શેબા પાસે ગયો. તેણે બાથ-શેબાને કહ્યું કે તે સુલેમાન પાસે જઈને વિનંતી કરે કે દાઉદની ઉપપત્ની અબીશાગ તેને આપી દે. અદોનિયાએ બાથ-શેબાને એમ પણ કહ્યું, “તમે સારી રીતે જાણો છો કે રાજગાદી મને મળવાની હતી, ઇઝરાયેલીઓ મને રાજા બનાવવાના હતા.” આ વાતથી અદોનિયાનો ઇરાદો પારખી શકાય છે. તે જાણતો હતો કે યહોવાએ સુલેમાનને રાજા બનાવ્યા છે. તોપણ તેને લાગ્યું કે રાજા બનવાનો હક તેની પાસેથી છીનવી લેવામાં આવ્યો છે. (૧રા ૨:૧૩-૨૧) એટલે તેણે વિચાર્યું કે ભલે રાજગાદી ન મળે પણ બીજું કંઈક તો મને મળવું જ જોઈએ. અદોનિયાની વિનંતીથી એ પણ જાણવા મળે છે કે હજુ પણ તેના મનમાં રાજા બનવાનું ભૂત સવાર હતું. એવું કઈ રીતે કહી શકીએ? કેમ કે એ સમયમાં એવો નિયમ હતો કે રાજાનું મરણ થાય તો તેની પત્નીઓ અને ઉપપત્નીઓ તેના પછી આવનાર રાજાને જ મળે. (૨શ ૩:૭; ૧૬:૨૧ સરખાવો.) સુલેમાન અદોનિયાની વિનંતીથી સમજી ગયા કે તેના મનમાં શું ચાલી રહ્યું છે. એટલે સુલેમાને તરત જ અદોનિયાને મારી નંખાવ્યો.—૧રા ૨:૨૨-૨૫.
કીમતી રત્નો
પહેલા રાજાઓના મુખ્ય વિચારો
૨:૩૭, ૪૧-૪૬. યહોવાહનો નિયમ તોડીને આપણે છટકી જઈશું, એમ વિચારવું મૂર્ખાઈ છે! કોઈ પણ જાણીજોઈને ‘જીવનમાં પહોંચાડતો સાંકડો માર્ગ’ છોડી દે તો, તેણે સજા ભોગવવી પડશે.—માત્થી ૭:૧૪.
ઑગસ્ટ ૮-૧૪
બાઇબલમાં રહેલો ખજાનો | ૧ રાજાઓ ૩-૪
“બુદ્ધિ મહત્ત્વની છે”
સુલેમાનનું ઉદાહરણ—બોધ કે ચેતવણી?
૪ સુલેમાન રાજા બન્યા એ સમયે ઈશ્વરે તેમને સ્વપ્નમાં દર્શન દીધું. તેમણે સુલેમાનને જે જોઈતું હોય એ માગવા કહ્યું. પોતાની પાસે ઓછો અનુભવ હોવાથી સુલેમાને જ્ઞાન માટે વિનંતી કરી. (૧ રાજાઓ ૩:૫-૯ વાંચો.) ઈશ્વરે જોયું કે રાજાએ ધનદોલત અને માનમોભો માંગ્યા નથી પણ “જ્ઞાની તથા બુદ્ધિવંત હૃદય” માંગ્યું છે. એટલે ઈશ્વરે ખુશ થઈને જ્ઞાન તો આપ્યું જ, સાથે સાથે ધનદોલત પણ આપી. (૧ રાજા. ૩:૧૦-૧૪) ઈસુએ જણાવ્યું તેમ સુલેમાન બહુ જ જ્ઞાની હતા. તેમના જ્ઞાન વિષે સાંભળીને શેબાની રાણી લાંબી મુસાફરી કરીને રાજાનું ડહાપણ જોવા આવી.—૧ રાજા. ૧૦:૧, ૪-૯.
૫ સુલેમાનની જેમ આપણે ચમત્કારથી જ્ઞાન મેળવવાની આશા રાખતા નથી. સુલેમાને કહ્યું હતું, “યહોવાહ જ્ઞાન આપે છે.” તેમણે એ પણ લખ્યું હતું કે આપણે સારા ગુણો કેળવવા સખત પ્રયાસ કરવો જોઈએ: ‘જ્ઞાન તરફ તારો કાન ધર, અને બુદ્ધિમાં તારું મન પરોવ.’ જ્ઞાન મેળવવા માટે ‘ખંત રાખવો,’ ‘ઢૂંઢવું’ અને ‘શોધ કરવી’ જેવા શબ્દો પણ સુલેમાને વાપર્યા. (નીતિ. ૨:૧-૬) આ બતાવે છે કે આપણે પણ જ્ઞાન મેળવી શકીએ છીએ.
૬ પોતાને પૂછો કે ‘શું હું સુલેમાન રાજાની જેમ ઈશ્વરના જ્ઞાનને કીમતી ગણું છું?’ ગમે ત્યારે આર્થિક સંજોગો બદલાઈ શકે છે, એના લીધે લોકો પોતાના નોકરીધંધા અને આવકને વધારે મહત્ત્વ આપે છે. અથવા કેટલું અને કયા પ્રકારનું શિક્ષણ લેવું એ પર વધારે ધ્યાન આપે છે. તમારા વિષે શું? તમારા કુટુંબ વિષે શું? શું તમારા નિર્ણયો બતાવે છે કે તમે ઈશ્વરના જ્ઞાનને કીમતી ગણો છો? શું તમે તમારા વિચારો અને ધ્યેયોમાં ફેરફાર કરશો, જેથી વધુ જ્ઞાન મેળવી શકો? જ્ઞાન મેળવવાથી અને એને જીવનમાં લાગુ કરવાથી તમને ચોક્કસ કાયમી લાભ થશે. સુલેમાને લખ્યું: “ત્યારે તું નેકી, ન્યાય તથા ઇન્સાફને, હા, તું દરેક સુમાર્ગને સમજશે.”—નીતિ. ૨:૯.
કીમતી રત્નો
યહોવાહ—કરારના દેવ
૧૫ ઈબ્રાહીમનાં વંશજ નિયમશાસ્ત્ર હેઠળ રાષ્ટ્ર તરીકે ગોઠવાઈ ગયા પછી, યહોવાહે તેઓના કુટુંબવડાને આપેલા પોતાના વચન પ્રમાણે આશીર્વાદિત કર્યા. મુસાના અનુગામી, યહોશુઆ ૧૪૭૩ બી.સી.ઈ.માં, ઈસ્રાએલને કનાનમાં દોરી લઈ ગયા. પછીથી દેશના કુળ પ્રમાણે થયેલા વિભાજને ઈબ્રાહીમના વંશજને દેશ આપવાના યહોવાહના વચનને પૂરું કર્યું. ઈસ્રાએલીઓ વિશ્વાસુ રહ્યા ત્યારે, યહોવાહે તેઓના દુશ્મનો પર વિજય અપાવવાનું પોતાનું વચન પરિપૂર્ણ કર્યું. રાજા દાઊદના શાસન દરમિયાન આ વિશેષપણે સાચું હતું. દાઊદના દીકરા સુલેમાનના સમય સુધીમાં, ઈબ્રાહીમને આપેલું ત્રીજું વચન પરિપૂર્ણ થયું. “યહુદાહ તથા ઈસ્રાએલ સંખ્યામાં સમુદ્રકાંઠાની રેતી જેટલા અગણિત હતા; તેઓ ખાઇપીને આનંદ કરતા હતા.”—૧ રાજા ૪:૨૦.
ઑગસ્ટ ૧૫-૨૧
બાઇબલમાં રહેલો ખજાનો | ૧ રાજાઓ ૫-૬
“તેઓએ કામમાં દિલ રેડી દીધું”
“લબાનોનના દેવદારની પેઠે વધશે”
દેવદારનું કદ અને મજબૂતાઈને લીધે લાંબા સમયથી આ ઝાડનું લાકડું પ્રચલિત હોવાથી એનો ઉપયોગ ઘર બાંધવા, વહાણ, તેમ જ ફર્નિચર બનાવવામાં થાય છે. એની સુગંધ અને લાલ કલરનું લાકડું ઘણું આકર્ષક છે, અને એનો ગુંદર ચીકણો હોવાથી જલદી સડો લાગતો નથી તેમ જ જીવજંતુઓ એનાથી દૂર રહે છે.
it-૧-E ૪૨૪
દેવદાર
મંદિર બનાવવા માટે દેવદારનાં ઘણા બધા વૃક્ષોનું લાકડું વપરાયું હશે. એ લાકડાં યરૂશાલેમ લઈ જવા માટે ઘણી બધી મહેનત લાગી હશે. સૌથી પહેલા તો વૃક્ષોને કાપવામાં આવતાં. પછીથી, એ લાકડાંને ભૂમધ્ય સમુદ્રને કિનારે વસેલા તૂર કે સિદોન શહેર સુધી લાવવામાં આવતાં. એ લાકડાંને બાંધીને દરિયાઈ માર્ગે કદાચ યાફા સુધી લાવવામાં આવતાં. પછી યાફાથી લાકડાંને યરૂશાલેમ લઈ જવામાં આવતાં. આ કામ કરવા હજારો મજૂરોની જરૂર પડી હશે.—૧રા ૫:૬-૧૮; ૨કા ૨:૩-૧૦.
it-૨-E ૧૦૭૭ ¶૧
મંદિર
રાજા સુલેમાને આખા ઇઝરાયેલમાંથી ૩૦,૦૦૦ માણસોની ભરતી કરી. તે દર મહિને ૧૦,૦૦૦ માણસોને વારા પ્રમાણે લબાનોન મોકલતા. તેઓ એક મહિનો લબાનોનમાં કામ કરતા અને બે મહિના પોતાના ઘરે રહેતા. (૧રા ૫:૧૩, ૧૪) સુલેમાને દેશના પરદેશીઓમાંથી ૭૦,૦૦૦ માણસોને મજૂરો તરીકે અને ૮૦,૦૦૦ માણસોને પહાડોમાં પથ્થર કાપનારા તરીકે પસંદ કર્યા. (૧રા ૫:૧૫; ૯:૨૦, ૨૧; ૨કા ૨:૨) એ ઉપરાંત કામની દેખરેખ રાખવા ૫૫૦ ઉપરીઓ નીમ્યા અને કદાચ તેઓની મદદ કરવા માટે ૩,૩૦૦ માણસોને પણ પસંદ કર્યા. (૧રા ૫:૧૬; ૯:૨૨, ૨૩) એવું લાગે છે કે દેખરેખ રાખનારા અને તેઓને મદદ કરનારાઓમાં ૨૫૦ ઇઝરાયેલીઓ હતાં અને ૩,૬૦૦ પરદેશીઓ હતા.—૨કા ૨:૧૭, ૧૮.
કીમતી રત્નો
g-E ૫/૧૨ ૧૭, બૉક્સ
બાઇબલ—ભવિષ્યવાણીઓનું પુસ્તક, ભાગ ૧
ચોક્કસ સમયે પૂરું થવું
બાઇબલમાં સચોટ રીતે બતાવ્યું છે કે અમુક ઘટનાઓ કયા કયા સમયે બની હતી. આ માહિતી કેટલી મહત્ત્વની છે એનું એક ઉદાહરણ ૧ રાજાઓ ૬:૧માં છે. એમાં જણાવ્યું છે કે રાજા સુલેમાને મંદિર બનાવાનું શરૂ કર્યું. એ કલમમાં લખ્યું છે, “સુલેમાન ઇઝરાયેલનો રાજા બન્યો એ પછીના ચોથા વર્ષે, ઝીવ મહિનામાં (એટલે કે બીજા મહિનામાં) તેણે યહોવાનું મંદિર બાંધવાનું શરૂ કર્યું. ઇઝરાયેલીઓ ઇજિપ્તમાંથી બહાર નીકળ્યા એનું આ ૪૮૦મું વર્ષ હતું.” એનો અર્થ થાય કે ઇઝરાયેલીઓએ ઇજિપ્ત છોડ્યું એને ૪૭૯ વર્ષ થઈ ગયા હતા.
બાઇબલમાં જણાવ્યાં પ્રમાણે સુલેમાનના રાજનું ચોથું વર્ષ ઈ.સ. પૂર્વે ૧૦૩૪ હતું. જો એ વર્ષથી ૪૭૯ વર્ષ પાછળ ગણીએ તો ઈ.સ. પૂર્વે ૧૫૧૩ આવે. આ એ જ વર્ષ હતું જ્યારે ઇઝરાયેલીઓએ ઇજિપ્ત છોડ્યું હતું.
ઑગસ્ટ ૨૨-૨૮
બાઇબલમાં રહેલો ખજાનો | ૧ રાજાઓ ૭
“બે સ્તંભોમાંથી શું શીખી શકીએ?”
w૧૩-E ૧૨/૧ ૧૩ ¶૩
“પર્વતોમાંથી તમે તાંબું ખોદી કાઢશો”
રાજા સુલેમાને યરૂશાલેમનું મંદિર બનાવવા માટે ઘણું બધું તાંબું વાપર્યું હતું. એમાંથી મોટા ભાગનું તાંબું તેમના પિતા દાઉદે ભેગું કર્યું હતું. જ્યારે દાઉદે સિરિયાના લોકોને હરાવ્યા, ત્યારે તેઓના વિસ્તારમાંથી તાંબું લઈ આવ્યા હતા. (૧ કાળવૃત્તાંત ૧૮:૬-૮) એ જ તાંબામાંથી પાણીનો એક મોટો હોજ બનાવવામાં આવ્યો હતો. એ હોજને મંદિરની અંદર રાખવામાં આવતો. એને “ધાતુનો સમુદ્ર” પણ કહેવામાં આવતો. આ હોજ લગભગ ૩૦ ટનનો હતો અને એમાં ૬૬,૦૦૦ લિટર પાણી ભરી શકાતું હતું. આ હોજના પાણીથી યાજકો પોતાના હાથ-પગ ધોતા હતા. (૧ રાજાઓ ૭:૨૩-૨૬, ૪૪-૪૬) આ જ તાંબાથી મંદિરની પરસાળની બહાર બે ઊંચા ઊંચા સ્તંભો બનાવવામાં આવ્યા હતા. દરેક સ્તંભની ઊંચાઈ ૨૬ ફૂટ, વ્યાસ ૫.૬ ફૂટ અને દીવાલની જાડાઈ ૩ ઈંચ હતી. એ સ્તંભ અંદરથી પોલા હતા. બંને સ્તંભો ઉપર તાંબાનો એક એક કળશ મૂક્યો હતો, જેની ઊંચાઈ ૭.૩ ફૂટ હતી. (૧ રાજાઓ ૭:૧૫, ૧૬; ૨ કાળવૃત્તાંત ૪:૧૭) ખરેખર, આ બધી જ વસ્તુઓ બનાવવા માટે ઘણો સમય લાગ્યો હશે.
it-૧-E ૩૪૮
બોઆઝ
તાંબાનો એક ઊંચો સ્તંભ ઉત્તર તરફ હતો. એ સ્તંભનું નામ બોઆઝ હતું. કદાચ એનો અર્થ થાય “શક્તિથી.” બીજો સ્તંભ દક્ષિણ તરફ હતો. એનું નામ યાખીન હતું. એનો અર્થ થાય “તે [એટલે કે, યહોવા] કાયમ ટકાવી રાખો.” જો કોઈ વ્યક્તિ મંદિરની સામે ઊભી રહે અને બંને સ્તંભોના નામ જમણેથી ડાબે વાંચે તો તે સમજી જતી કે ‘યહોવા મંદિરને શક્તિથી કાયમ ટકાવશે.’—૧રા ૭:૧૫-૨૧.
કીમતી રત્નો
it-૧-E ૨૬૩
નાહવું-ધોવું
યહોવા ચાહે છે કે તેમના લોકો શુદ્ધ અને ચોખ્ખા રહે. એવું શાનાથી ખબર પડે છે? મંદિરમાં સાફ-સફાઈની જે ગોઠવણ કરવામાં આવી હતી અને સેવા કરનારા લોકોને જે સૂચનો આપવામાં આવ્યાં હતાં એનાથી ખબર પડે છે. મંદિરમાં તાંબાનો એક મોટો હોજ હતો, જેના પાણીથી યાજકો પોતાના હાથ-પગ ધોતા હતા. (૨કા ૪:૨-૬) પ્રમુખ યાજકને કહેવામાં આવ્યું હતું કે તે પ્રાયશ્ચિત્તના દિવસે બે વાર સ્નાન કરે (લેવી ૧૬:૪, ૨૩, ૨૪) જે યાજક અઝાઝેલ માટે બકરો છોડીને આવતો તેણે છાવણીમાં પાછાં આવતાં પહેલાં સ્નાન કરવાનું હતું અને પોતાનાં કપડાં ધોવાના હતા. આ જ સૂચનો, જેઓ બલિદાન માટે વપરાયેલા પ્રાણીઓનું ચામડું અને લાલ રંગની ગાયને છાવણીની બહાર લઈ જતા, તેઓ માટે પણ હતા.—લેવી ૧૬:૨૬-૨૮; ગણ ૧૯:૨-૧૦.
ઓગસ્ટ ૨૯–સપ્ટેમ્બર ૪
બાઇબલમાં રહેલો ખજાનો | ૧ રાજાઓ ૮
“સુલેમાને દિલથી અને નમ્રતાથી કરેલી પ્રાર્થના”
બાઇબલ વાંચવાથી પ્રાર્થના કરવા મદદ મળે છે
૯ યહોવાહ દિલથી કરેલી પ્રાર્થના જ સાંભળે છે. પહેલો રાજા આઠમા અધ્યાયમાં સુલેમાને દિલથી કરેલી પ્રાર્થના જોવા મળે છે. ઈસવીસન પૂર્વે ૧૦૨૬માં, યરૂશાલેમમાં મંદિરના ઉદ્ઘાટન માટે લોકો ભેગા થયા હતા. કરાર કોશને પરમ પવિત્ર સ્થાનમાં મૂકવામાં આવ્યો હતો અને યહોવાહના મેઘથી આખું મંદિર ભરાઈ ગયું ત્યારે સુલેમાને યહોવાહની સ્તુતિ કરી હતી.
૧૦ સુલેમાનની પ્રાર્થના પર ધ્યાન આપવાથી જોવા મળશે કે ‘હૃદય’ શબ્દનો ઘણી વાર ઉલ્લેખ થયો છે. સુલેમાને જણાવ્યું કે એકલા યહોવાહ જ વ્યક્તિના હૃદયને જાણે છે. (૧ રાજા. ૮:૩૮, ૩૯) એ જ પ્રાર્થના બતાવે છે કે જો પાપી વ્યક્તિ ‘સંપૂર્ણ હૃદયથી પાછી ફરે’ તો, તેને માફ કરવામાં આવશે. દુશ્મનોના કબજામાં હતા તેઓ જ્યારે યહોવાહની આજ્ઞા પાળીને પૂરા દિલથી પ્રાર્થના કરતા ત્યારે જ તેઓની આજીજી સાંભળવામાં આવતી. (૧ રાજા. ૮:૪૮, ૫૮, ૬૧) આ બતાવે છે કે આપણે પણ દિલથી પ્રાર્થના કરવી જોઈએ.
પ્રાર્થનામાં શુદ્ધ હાથ ઊંચા કરો
૭ આપણે મંડળમાં કે વ્યક્તિગત પ્રાર્થના કરતા હોઈએ ત્યારે મહત્ત્વના શાસ્ત્રીય સિદ્ધાંતો મનમાં રાખી પ્રાર્થનામાં નમ્ર વલણ બતાવવું જોઈએ. (૨ કાળવૃત્તાંત ૭:૧૩, ૧૪) રાજા સુલેમાને યરૂશાલેમમાં યહોવાહના મંદિરનું સમર્પણ કરતી વખતે એક મોટા મંડળની સમક્ષ પોતાની પ્રાર્થનામાં નમ્રતા બતાવી. સુલેમાને પૃથ્વી પર કદી પણ બાંધવામાં ન આવ્યું હોય એવું સૌથી ભવ્ય બાંધકામ પૂરું કર્યું. તોપણ, તેણે નમ્રપણે પ્રાર્થના કરી: “શું દેવ ખરેખર પૃથ્વી પર વસશે? જો, આકાશ તથા આકાશોનું આકાશ તારો સમાવેશ કરી શકતું નથી; તો આ મારું બાંધેલું મંદિર તારો સમાવેશ કરે એ કેટલું બધું અશક્ય છે!”—૧ રાજા ૮:૨૭.
૮ સુલેમાનની જેમ, મંડળમાં બીજાઓ માટે પ્રાર્થના કરતા હોઈએ ત્યારે આપણે નમ્ર હોવા જોઈએ. આપણે પાખંડીપણું ટાળવું જોઈએ, છતાં, આપણા અવાજના સૂરથી નમ્રતા માલૂમ પડશે. નમ્ર પ્રાર્થનાઓ આડંબરયુક્ત કે નાટકીય ઢબ હોતી નથી. તેઓ વ્યક્તિ તરફ નહિ પરંતુ જેનો સંબંધ છે એના તરફ ધ્યાન દોરે છે. (માત્થી ૬:૫) આપણે પ્રાર્થનામાં જે કહીએ છીએ એનાથી પણ નમ્રતા બતાવી શકાય. આપણે નમ્રપણે પ્રાર્થના કરીએ તો, એ એવું નહિ લાગ કે દેવ આપણા માટે અમુક બાબતો કરે એના માટે આપણે માગણી કરીએ છીએ. એના બદલે, આપણે યહોવાહ દેવની પવિત્ર ઇચ્છાના સુમેળમાં હોય એ રીતે કાર્યો કરવા આજીજી કરીશું. ગીતકર્તાએ આજીજી કરી ત્યારે યોગ્ય વલણનું ઉદાહરણ આપ્યું: “હે યહોવાહ, તું હવે દયા કરીને તારણ આપ; હે યહોવાહ, હવે તું દયા કરીને ક્ષેમકુશળ રાખજે!”—ગીતશાસ્ત્ર ૧૧૮:૨૫; લુક ૧૮:૯-૧૪.
કીમતી રત્નો
it-૧-E ૧૦૬૦ ¶૪
આકાશ, સ્વર્ગ
સુલેમાનના કહેવાનો અર્થ એ ન હતો કે ઈશ્વર દરેક જગ્યાએ છે અને કણ-કણમાં વસે છે. તેમના કહેવાનો અર્થ એ પણ ન હતો કે ઈશ્વરનું કોઈ રહેઠાણ કે સ્થાન નથી. સુલેમાન પછી જે કહે છે એનાથી આ વાતની ખબર પડે છે. તેમણે પ્રાર્થનામાં યહોવાને કહ્યું, ‘સ્વર્ગમાંના તમારા રહેઠાણમાંથી સાંભળજો.’ આનાથી ખબર પડે છે કે આકાશથી પણ ઉપર સ્વર્ગ છે, જ્યાં યહોવા અને સ્વર્ગદૂતો રહે છે.—૧રા ૮:૩૦, ૩૯.