વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • યર્મિયા ૧૧
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

યર્મિયા મુખ્ય વિચારો

      • ઈશ્વર સાથે કરેલો કરાર યહૂદા તોડે છે (૧-૧૭)

        • જેટલાં શહેરો એટલા દેવો (૧૩)

      • કતલ માટે લઈ જવાતા ઘેટા સાથે યર્મિયાની સરખામણી (૧૮-૨૦)

      • યર્મિયાના વતનના માણસો તરફથી વિરોધ (૨૧-૨૩)

યર્મિયા ૧૧:૨

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

  • *

    દેખીતું છે, આ વાત યર્મિયાને કહેવામાં આવી છે.

યર્મિયા ૧૧:૩

એને લગતી કલમો

  • +પુન ૨૭:૨૬; ૨૮:૧૫

યર્મિયા ૧૧:૪

એને લગતી કલમો

  • +નિર્ગ ૧૩:૩; પુન ૪:૨૦
  • +નિર્ગ ૨૪:૩
  • +લેવી ૨૬:૩, ૧૨

યર્મિયા ૧૧:૫

ફૂટનોટ

  • *

    અથવા, “એમ થાઓ.” શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +ઉત ૧૫:૧૮; નિર્ગ ૩:૮; લેવી ૨૦:૨૪; પુન ૬:૩

યર્મિયા ૧૧:૭

ફૂટનોટ

  • *

    મૂળ, “વહેલા ઊઠીને.”

એને લગતી કલમો

  • +યર્મિ ૭:૧૩; ૨૫:૪; ૩૫:૧૫

યર્મિયા ૧૧:૮

એને લગતી કલમો

  • +યશા ૬૫:૨; યર્મિ ૭:૨૪, ૨૬; હઝ ૨૦:૮; ઝખા ૭:૧૧, ૧૨

યર્મિયા ૧૧:૧૦

એને લગતી કલમો

  • +ન્યા ૨:૧૧, ૧૭; ૧શ ૮:૮; ૨રા ૨૨:૧૭
  • +૨કા ૨૮:૨૨, ૨૩
  • +પુન ૩૧:૧૬; ૨રા ૧૭:૬, ૭; હો ૬:૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૪/૧/૨૦૦૭, પાન ૮

યર્મિયા ૧૧:૧૧

એને લગતી કલમો

  • +૨રા ૨૨:૧૬; યર્મિ ૬:૧૯; હઝ ૭:૫
  • +યશા ૧:૧૫; યર્મિ ૧૪:૧૨; હઝ ૮:૧૮; મીખ ૩:૪

યર્મિયા ૧૧:૧૨

એને લગતી કલમો

  • +પુન ૩૨:૩૭, ૩૮; યર્મિ ૨:૨૮

યર્મિયા ૧૧:૧૩

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

  • *

    અથવા, “વસ્તુ.”

એને લગતી કલમો

  • +યર્મિ ૭:૯, ૧૦

યર્મિયા ૧૧:૧૪

એને લગતી કલમો

  • +યર્મિ ૭:૧૬; ૧૪:૧૧

યર્મિયા ૧૧:૧૫

ફૂટનોટ

  • *

    અથવા, “પવિત્ર માંસ.”

યર્મિયા ૧૧:૧૭

એને લગતી કલમો

  • +યશા ૫:૨; યર્મિ ૨:૨૧
  • +યર્મિ ૧૯:૫, ૧૫

યર્મિયા ૧૧:૧૯

ફૂટનોટ

  • *

    અથવા, “ઘેટાના બચ્ચા.”

એને લગતી કલમો

  • +યર્મિ ૧૮:૧૮

યર્મિયા ૧૧:૨૦

ફૂટનોટ

  • *

    અથવા, “ઊંડી લાગણીઓ.” મૂળ, “મૂત્રપિંડો.”

એને લગતી કલમો

  • +૧કા ૨૮:૯; યર્મિ ૧૭:૧૦; ૨૦:૧૨

યર્મિયા ૧૧:૨૧

ફૂટનોટ

  • *

    મૂળ, “તારો જીવ લેવા માંગતા હતા.”

એને લગતી કલમો

  • +યર્મિ ૧:૧
  • +યશા ૩૦:૧૦; આમ ૨:૧૨; ૭:૧૬

યર્મિયા ૧૧:૨૨

એને લગતી કલમો

  • +૨કા ૩૬:૧૭; યવિ ૨:૨૧
  • +યર્મિ ૧૮:૨૧

યર્મિયા ૧૧:૨૩

એને લગતી કલમો

  • +યહો ૨૧:૮, ૧૮

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

યર્મિ. ૧૧:૩પુન ૨૭:૨૬; ૨૮:૧૫
યર્મિ. ૧૧:૪નિર્ગ ૧૩:૩; પુન ૪:૨૦
યર્મિ. ૧૧:૪નિર્ગ ૨૪:૩
યર્મિ. ૧૧:૪લેવી ૨૬:૩, ૧૨
યર્મિ. ૧૧:૫ઉત ૧૫:૧૮; નિર્ગ ૩:૮; લેવી ૨૦:૨૪; પુન ૬:૩
યર્મિ. ૧૧:૭યર્મિ ૭:૧૩; ૨૫:૪; ૩૫:૧૫
યર્મિ. ૧૧:૮યશા ૬૫:૨; યર્મિ ૭:૨૪, ૨૬; હઝ ૨૦:૮; ઝખા ૭:૧૧, ૧૨
યર્મિ. ૧૧:૧૦ન્યા ૨:૧૧, ૧૭; ૧શ ૮:૮; ૨રા ૨૨:૧૭
યર્મિ. ૧૧:૧૦૨કા ૨૮:૨૨, ૨૩
યર્મિ. ૧૧:૧૦પુન ૩૧:૧૬; ૨રા ૧૭:૬, ૭; હો ૬:૭
યર્મિ. ૧૧:૧૧૨રા ૨૨:૧૬; યર્મિ ૬:૧૯; હઝ ૭:૫
યર્મિ. ૧૧:૧૧યશા ૧:૧૫; યર્મિ ૧૪:૧૨; હઝ ૮:૧૮; મીખ ૩:૪
યર્મિ. ૧૧:૧૨પુન ૩૨:૩૭, ૩૮; યર્મિ ૨:૨૮
યર્મિ. ૧૧:૧૩યર્મિ ૭:૯, ૧૦
યર્મિ. ૧૧:૧૪યર્મિ ૭:૧૬; ૧૪:૧૧
યર્મિ. ૧૧:૧૭યશા ૫:૨; યર્મિ ૨:૨૧
યર્મિ. ૧૧:૧૭યર્મિ ૧૯:૫, ૧૫
યર્મિ. ૧૧:૧૯યર્મિ ૧૮:૧૮
યર્મિ. ૧૧:૨૦૧કા ૨૮:૯; યર્મિ ૧૭:૧૦; ૨૦:૧૨
યર્મિ. ૧૧:૨૧યર્મિ ૧:૧
યર્મિ. ૧૧:૨૧યશા ૩૦:૧૦; આમ ૨:૧૨; ૭:૧૬
યર્મિ. ૧૧:૨૨૨કા ૩૬:૧૭; યવિ ૨:૨૧
યર્મિ. ૧૧:૨૨યર્મિ ૧૮:૨૧
યર્મિ. ૧૧:૨૩યહો ૨૧:૮, ૧૮
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
  • ૧૫
  • ૧૬
  • ૧૭
  • ૧૮
  • ૧૯
  • ૨૦
  • ૨૧
  • ૨૨
  • ૨૩
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
યર્મિયા ૧૧:૧-૨૩

યર્મિયા

૧૧ યહોવાનો આ સંદેશો યર્મિયાને મળ્યો: ૨ “હે લોકો, તમે કરારના* શબ્દો સાંભળો!

“આ* શબ્દો યહૂદાના માણસોને અને યરૂશાલેમના રહેવાસીઓને જણાવ. ૩ તું તેઓને કહે, ‘ઇઝરાયેલના ઈશ્વર યહોવા કહે છે: “જે માણસ આ કરારના શબ્દો ન પાળે, તેના પર શ્રાપ ઊતરી આવે.+ ૪ જે દિવસે હું તમારા બાપદાદાઓને લોઢું પિગાળતી ભઠ્ઠીમાંથી,+ હા, ઇજિપ્તમાંથી બહાર કાઢી લાવ્યો હતો,+ એ દિવસે મેં તેઓને આ કરાર પાળવાની આજ્ઞા આપી હતી. મેં તેઓને કહ્યું હતું: ‘તમે મારું સાંભળો. જો તમે મારી આજ્ઞા પાળશો, તો તમે મારા લોકો બનશો અને હું તમારો ઈશ્વર બનીશ.+ ૫ મેં તમારા બાપદાદાઓ આગળ સમ ખાધા હતા કે હું તેઓને દૂધ-મધની રેલમછેલવાળો દેશ આપીશ.+ હું મારું એ વચન પૂરું કરીશ, જે આજે પણ એટલું જ સાચું છે.’”’”

મેં કહ્યું: “હે યહોવા, આમેન.”*

૬ યહોવાએ મને કહ્યું: “યહૂદાનાં શહેરોમાં અને યરૂશાલેમની ગલીઓમાં જાહેર કર: ‘હે લોકો, આ કરારના શબ્દો સાંભળો અને પાળો. ૭ હું તમારા બાપદાદાઓને ઇજિપ્તમાંથી બહાર કાઢી લાવ્યો એ દિવસથી લઈને આજ સુધી મેં તેઓને વારંવાર* ચેતવણી આપી છે, “તમે મારું સાંભળો.”+ ૮ પણ તેઓએ મારું સાંભળ્યું નહિ, મારી વાત કાને ધરી નહિ. અડિયલ બનીને તેઓએ પોતાનાં દુષ્ટ હૃદય પ્રમાણે કર્યું.+ તેઓએ મારો કરાર પાળ્યો નહિ, જે પાળવાની મેં તેઓને આજ્ઞા આપી હતી. એટલે એ કરારમાં જણાવ્યા પ્રમાણે મેં તેઓને સજા કરી.’”

૯ યહોવાએ મને કહ્યું: “યહૂદાના માણસો અને યરૂશાલેમના રહેવાસીઓએ મારી વિરુદ્ધ કાવતરું ઘડ્યું છે. ૧૦ તેઓએ પણ એ જ ભૂલો કરી છે, જે તેઓના બાપદાદાઓ શરૂઆતથી કરતા આવ્યા છે. તેઓના બાપદાદાઓએ મારું સાંભળવાની ના પાડી હતી.+ આ લોકોએ પણ બીજા દેવોની પાછળ ચાલીને તેઓની પૂજા કરી છે.+ ઇઝરાયેલના લોકો અને યહૂદાના લોકોએ મારો કરાર તોડ્યો છે, જે મેં તેઓના બાપદાદાઓ સાથે કર્યો હતો.+ ૧૧ એટલે યહોવા કહે છે, ‘હું તેઓ પર એવી આફત લાવું છું,+ જેમાંથી તેઓ બચી શકશે નહિ. તેઓ મદદ માટે મને પોકાર કરશે, પણ હું તેઓનું સાંભળીશ નહિ.+ ૧૨ પછી યહૂદાનાં શહેરો અને યરૂશાલેમના રહેવાસીઓ મદદ માટે એ દેવો પાસે જશે, જેને તેઓ બલિદાનો ચઢાવે છે. તેઓ પોકાર કરશે,+ પણ આફતના સમયે એ દેવો કોઈ કાળે તેઓને બચાવી શકશે નહિ. ૧૩ હે યહૂદા, જેટલાં તારાં શહેરો છે, એટલા તારા દેવો છે. યરૂશાલેમમાં જેટલી ગલીઓ છે, એટલી તારી વેદીઓ* છે. તેં એ વેદીઓ નિર્લજ્જ દેવ* બઆલ માટે બાંધી છે, જેથી તેને બલિદાનો ચઢાવી શકે.’+

૧૪ “હે યર્મિયા, તું આ લોકો વતી મને પ્રાર્થના ન કર. તું તેઓ માટે વિલાપ કે વિનંતી ન કર.+ આફતના સમયે તેઓ મને પોકાર કરશે, પણ હું તેઓનું સાંભળીશ નહિ.

૧૫ હે મારી વહાલી પ્રજા, તારામાંથી ઘણા લોકોએ કાવતરાં ઘડ્યાં છે,

તો મારા ઘરમાં રહેવાનો તને શો હક?

બલિદાનો* ચઢાવીને શું એ લોકો આવનાર આફત ટાળી શકશે?

શું એ સમયે તેઓ આનંદ કરી શકશે?

૧૬ એક સમયે યહોવાએ તને જૈતૂનનું લીલુંછમ ઝાડ કહ્યું હતું,

સુંદર અને ફળોથી લચી પડેલું ઝાડ કહ્યું હતું.

પણ એક મોટી ગર્જના થઈ અને તેમણે તને આગ લગાડી.

દુશ્મનોએ તારી ડાળીઓ તોડી નાખી.

૧૭ “તને રોપનાર,+ સૈન્યોના ઈશ્વર યહોવાએ જાહેર કર્યું છે કે તારા પર એક મોટી આફત આવશે. કેમ કે યરૂશાલેમના લોકો અને યહૂદાના લોકોએ પાપ કર્યું છે. બઆલને બલિદાનો ચઢાવીને તેઓએ મને દુઃખ પહોંચાડ્યું છે.”+

૧૮ હે યહોવા, તમે મને જણાવ્યું, જેથી મને ખબર પડે.

એ સમયે તમે મને બતાવ્યું કે તેઓ શું કરી રહ્યા હતા.

૧૯ હું એવા લાચાર ઘેટા* જેવો હતો, જેને કતલ કરવા લઈ જવામાં આવે છે.

હું જાણતો ન હતો કે તેઓ મારી વિરુદ્ધ કાવતરું ઘડે છે.+ તેઓ કહે છે:

“ચાલો, ઝાડ અને તેનાં ફળનો નાશ કરીએ.

ચાલો, તેને કાપી નાખીએ,

જેથી તેનું નામ કાયમ માટે ભૂંસાઈ જાય.”

૨૦ પણ સૈન્યોના ઈશ્વર યહોવા સચ્ચાઈથી ઇન્સાફ કરે છે,

તે અંતરના વિચારો* અને દિલને પારખે છે.+

તમે તેઓ પાસેથી જે બદલો લેશો, એ મને જોવા દો,

કેમ કે મેં તમારી આગળ મારો મુકદ્દમો રજૂ કર્યો છે.

૨૧ અનાથોથના+ જે માણસો મને મારી નાખવા માંગતા હતા* અને ધમકી આપતા હતા કે, “તારે યહોવાના નામે ભવિષ્યવાણી કરવી નહિ,+ નહિતર તું અમારા હાથે માર્યો જશે,” તેઓ વિશે યહોવા કહે છે, ૨૨ હા, સૈન્યોના ઈશ્વર યહોવા કહે છે: “હું તેઓ પાસેથી હિસાબ માંગીશ. તેઓના યુવાનો તલવારથી માર્યા જશે.+ તેઓનાં દીકરા-દીકરીઓ દુકાળમાં માર્યા જશે.+ ૨૩ તેઓમાંથી કોઈ બચશે નહિ. જે વર્ષે હું અનાથોથના+ માણસો પાસેથી હિસાબ માંગીશ, એ જ વર્ષે હું તેઓ પર આફત લાવીશ.”

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો