વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • yp પ્રકરણ ૩૨ પાન ૨૫૨
  • હું સફળ સહચર્ય કઈ રીતે કરી શકું?

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • હું સફળ સહચર્ય કઈ રીતે કરી શકું?
  • પ્રશ્ના જે યુવાન લાકા પૂછે છે જવાબા જે સફળ થાય છે
  • મથાળાં
  • સરખી માહિતી
  • મિલનવાયદા અગાઉ
  • શરૂઆતના મિલનવાયદા
  • “અંતઃકરણમાં રહેલા ગુપ્ત મનુષ્યત્વ”ને ઓળખતા થવું
  • તેને કાર્ય કરતા જુઓ!
  • વ્યક્તિને ઓળખો, લગ્‍ન માટે સારો નિર્ણય લો
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૪
  • તમે કઈ રીતે યોગ્ય જીવનસાથી શોધી શકો?
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૪
  • હું દૂર દેશમાંની વ્યક્તિ સાથે કઈ રીતે સહચર્ય કરી શકું?
    સજાગ બનો!—૧૯૯૯
  • લગ્‍ન, પ્રેમાળ ઈશ્વર તરફથી એક ભેટ
    ઈશ્વરના પ્રેમની છાયામાં રહો
વધુ જુઓ
પ્રશ્ના જે યુવાન લાકા પૂછે છે જવાબા જે સફળ થાય છે
yp પ્રકરણ ૩૨ પાન ૨૫૨

પ્રકરણ ૩૨

હું સફળ સહચર્ય કઈ રીતે કરી શકું?

“મોટા ભાગના નિષ્ફળ લગ્‍નો સહચર્ય (courtship)ની નિષ્ફળતા છે. આ મુદ્દાનું ગમે તેટલી વાર પુનરાવર્તન કરવામાં આવે તોપણ ઓછું છે.” કૌટુંબિક જીવનના વિષય પરના સંશોધક પોલ એચ. લેન્ડિસે એમ કહ્યું. લુઈસ એ કથનની ચોકસાઈનું સમર્થન કરી શકે. તે સમજાવે છે: “એન્ડી કેવી વ્યકિત છે એ હું પોતે જોઈ શકું એ પહેલાં તેને માટે લાગણીવશ મમતા બાંધવી મારી સૌથી મોટી ભૂલ હતી. અમારું સહચર્ય મોટા ભાગે એકાંત ગોઠવણો પૂરતું મર્યાદિત હતું. આ ‘આદર્શ’ સ્થિતિ બહાર તે કઈ રીતે વર્તતો હતો એ મેં કદી જોયું નહિ.” છૂટાછેડાએ તેઓના લગ્‍નને જમીનદોસ્ત કર્યું. આવી દુર્ઘટના નિવારવાની કોઈ ચાવી છે? સફળ સહચર્ય કરવું!

મિલનવાયદા અગાઉ

“ચતુર પુરુષ [કે સ્ત્રી] પોતે કયાં જઈ રહ્યો [કે રહી] છે એ સારી રીતે જુએ છે અને વિચારે છે.” (નીતિવચન ૧૪:૧૫, ધ એમ્પ્લીફાઈડ બાઈબલ) તમે જેને ભાગ્યે જ ઓળખતા હો એવી વ્યકિત માટે રોમાંચક લાગણીઓ વિકસાવવી આફત નોંતરે છે—તે વ્યકિત ગમતી જણાય તોપણ. એ એવી વ્યકિત સાથેના લગ્‍નમાં દોરી જઈ શકે જેની લાગણીઓ અને ધ્યેયો તમારી લાગણીઓ અને ધ્યેયો કરતાં માઈલો દૂર હોય! તેથી કદાચ તમે કોઈક પ્રકારના આનંદપ્રમોદનો આનંદ માણી રહ્યા હો ત્યારે, એ વ્યકિતને પ્રથમ વૃંદમાં અવલોકવી ડહાપણભર્યું છે.

“મને ખબર હતી કે હું શરૂઆતમાં વધુ પડતો નજીક જઈશ તો, મારી લાગણીઓ મારા તાગને ઢાંકી દેશે,” ડેવે સમજાવ્યું, જેણે હવે દશ વર્ષથી સુખેથી લગ્‍ન કર્યું છે. “તેથી હું રોઝમાં રસ લઈ રહ્યો છું એની તેને જાણ કર્યા વિના મેં તેને દૂરથી અવલોકી. તે બીજાઓ સાથે કેવો વ્યવહાર કરતી, અથવા તે ચેનચાળા કરતી હતી કે કેમ, એ હું જોઈ શકયો. સામાન્ય વાતચીતમાંથી, મેં તેના સંજોગો અને ધ્યેયો શોધી કાઢ્યા.” વ્યકિતને સારી રીતે ઓળખતા કોઈકની સાથે વાત કરવાથી તેની શાખ કેવી છે તે શોધવામાં મદદ મળી શકે.—સરખાવો નીતિવચન ૩૧:૩૧.

શરૂઆતના મિલનવાયદા

કોઈક વ્યકિત તમારે માટે સારું લગ્‍ન સાથી બની શકે એવું નક્કી કર્યા પછી, તમે વ્યકિતને મળીને તેને વધારે સારી રીતે ઓળખવાની ઇચ્છા વ્યકત કરી શકો.a ધારો કે તમને હકારાત્મક પ્રત્યુત્તર મળ્યો છે ત્યારે, તમારો પ્રથમ મિલનવાયદો ભવ્ય બનાવ હોવાની જરૂર નથી. કદાચ નાસ્તા સમયે અથવા વૃંદના ભાગ તરીકે તમે વધુ પરિચિત થઈ શકો જેથી તમે સંબંધ આગળ વધારવા માગો છો કે નહિ તે નક્કી કરી શકો. બાબતો કંઈક અવિધિસર રાખવાથી શરૂઆતમાં બંનેને લાગતો ગભરાટ કંઈક ઓછો થશે. અને તમે વચનબદ્ધતાના વકતવ્યો ઉતાવળે કરવાનું નિવારીને, તમારામાંનું એક રસ ગુમાવે તો તરછોડવામાં આવ્યાની—અથવા શરમની—લાગણી ઓછી કરી શકો.

a એ એવા દેશોને લાગુ પડે છે જ્યાં મિલનવાયદાનો રિવાજ છે અને ખ્રિસ્તીઓ માટે યોગ્ય વર્તન તરીકે જોવામાં આવતો હોય. સામાન્ય રીતે પુરુષ પહેલ કરે છે, તેમ છતાં યુવક શરમાળ કે અચકાતો હોય એમ લાગે તો યુવતીને પોતાની લાગણીઓ વિનયી રીતે વ્યકત કરતાં અટકાવતો કોઈ શાસ્ત્રીય સિદ્ધાંત નથી.—સરખાવો ગીતોનું ગીત ૮:૬.

ગમે તે પ્રકારનો મિલનવાયદો ગોઠવવામાં આવ્યો હોય છતાં, સુઘડ અને યોગ્ય કપડાં પહેરી, સમયસર આવો. સારા વાતચીત કરનારની આવડત પ્રદર્શિત કરો. સક્રિય સાંભળનાર બનો. (યાકૂબ ૧:૧૯) આવી બાબતોમાં અફર નિયમો નથી છતાં, યુવક સ્થાનિક શિષ્ટાચારના નિયમો અનુસરવાનું ઇચ્છશે. એમાં યુવતી માટે બારણું ખોલવાનો કે બેસવામાં મદદ કરવાનો સમાવેશ થઈ શકે. યુવતીએ, પોતાની સાથે રાજકુંવરી જેવો વ્યવહાર કરવામાં આવે એવી અપેક્ષા ન રાખી, પોતાની સાથે મિલનવાયદો કરનારના પ્રયત્નોને વિનયથી સહકાર આપવો જોઈએ. યુગલ પરસ્પર એકબીજાને માન આપી ભાવિ માટે ઢબ બેસાડી શકે. પતિને ‘પોતાની પત્નીને નબળા પાત્ર તરીકે માન આપવાની’ આજ્ઞા આપવામાં આવી છે. અને પત્નીએ “પોતાના પતિનું માન” રાખવાનું છે.—૧ પીતર ૩:૭; એફેસી ૫:૩૩.

શું હાથ પકડવા, ચુંબન કરવું, અથવા આલિંગન કરવું યોગ્ય છે, અને એમ હોય તો કયારે? મમતા સ્વાર્થી વાસના તરીકે નહિ પરંતુ ખરા વહાલના વકતવ્ય તરીકે પ્રદર્શિત કરવામાં આવે ત્યારે એ શુદ્ધ અને યોગ્ય બંને બની શકે. બાઈબલનું ગીતોના ગીતનું પુસ્તક દર્શાવે છે કે શૂલ્લામી કુમારિકા અને તેણે જેને પ્રેમ કર્યો તથા જેની સાથે જલદી જ લગ્‍ન કરવાની હતી તે ઘેટાંપાળક છોકરા વચ્ચે વહાલના કેટલાક યોગ્ય વકતવ્યોની આપલે થઈ હતી. (ગીતોનું ગીત ૧:૨; ૨:૬; ૮:૫) પરંતુ એ વિશુદ્ધ જોડીની જેમ, યુગલ મમતાનું પ્રદર્શન અશુદ્ધ ન બને કે જાતીય અનૈતિકતામાં દોરી ન જાય માટે વધુ તકેદારી રાખશે.b (ગલાતી ૫:૧૯, ૨૧) તર્કપૂર્ણ રીતે, સંબંધ એ હદ સુધી પહોંચ્યો હોય જ્યાં પરસ્પર વચનબદ્ધતા વિકસી હોય અને લગ્‍ન નજીક જણાતું હોય ત્યારે જ વહાલના આવા વકતવ્યો કરવાં જોઈએ. આત્મસંયમ બતાવીને, તમે સફળ સહચર્યના પ્રાથમિક ધ્યેયથી ચલિત થવાનું નિવારી શકો, એટલે કે . . .

b પ્રકરણ ૨૪ જુઓ, “હું લગ્‍ન પહેલાની જાતીયતાને કઈ રીતે ના કહી શકું?”

“અંતઃકરણમાં રહેલા ગુપ્ત મનુષ્યત્વ”ને ઓળખતા થવું

એક સંશોધક ટુકડીએ જર્નલ ઓફ મેરેજ એન્ડ ધ ફેમિલીના મે ૧૯૮૦ના અંકમાં જણાવ્યું: “લોકો એકબીજાના આંતરિક વ્યકિતત્વના પ્રમાણમાં પૂરા જ્ઞાનસહિત લગ્‍નમાં પ્રવેશે તો એ ટકે અને સમૃદ્ધ થાય એવી શકયતા વધુ જણાય છે.” હા, તમારા સાથીના “અંતઃકરણમાં રહેલું ગુપ્ત મનુષ્યત્વ” ઓળખતા થવું અગત્યનું છે.—૧ પીતર ૩:૪.

તોપણ, બીજાના હૃદયના ઈરાદાઓ ‘બહાર કાઢી લાવવા’ પ્રયત્ન અને નિર્ણાયકતા માગી લે છે. (નીતિવચન ૨૦:૫) તેથી તમારા સાથીનું આંતરિક વ્યકિતત્વ જોવામાં તમને શકયપણે વધુ મદદ કરે એવી પ્રવૃત્તિઓની યોજના કરો. ચલચિત્ર જોવા કે સંગીતજલસામાં જવું શરૂઆતમાં પૂરતું હોય શકે તોપણ, વાતચીત તરફ વધુ સહેલાઈથી ઢળતી પ્રવૃત્તિઓમાં ભાગ લેવો (જેમ કે રોલર-સ્કેટીંગ, બોલીંગ, અને પ્રાણીસંગ્રહસ્થાન, સંગ્રહસ્થાન, તથા આર્ટ ગેલરીની મુલાકાત લેવી) વધારે સારી રીતે પરિચિત થવા તમને વધુ મદદ કરી શકે.

તમારા સાથીની લાગણીઓની ઝાંખી મેળવવા, ખુલ્લા અંતવાળા પ્રશ્નોનો ઉપયોગ કરો, જેમ કે, ‘તમે મોકળાશના સમયમાં શું કરો છો?’ ‘પૈસાનો વાંધો ન હોય તો, તમને શું કરવાનું ગમશે?’ ‘દેવને આપણી ઉપાસનાનું કયું પાસુ તમને સૌથી વધુ ગમે છે? શા માટે?’ એ ઊંડાણવાળા પ્રત્યુત્તરો તમારા સાથીને શું વહાલું લાગે છે એ જાણવા તમને મદદ કરે છે.

સંબંધ ગાઢ બને અને તમે બંને લગ્‍ન વિષે ગંભીરપણે વિચારો તેમ, મહત્ત્વના વાદવિષયો વિષે ગંભીર વાતચીત જરૂરી છે જેમ કે તમારા મૂલ્યો વિષે; તમે કયાં અને કઈ રીતે રહેશો; બંને ઘર બહાર નોકરી કરશે કે કેમ એનો સમાવેશ કરતી, નાણાકીય બાબતો; બાળકો; સંતતીનિયમન; લગ્‍નમાં દરેકના ભાગના ખ્યાલો; નજીકના અને દીર્ઘકાલિન ધ્યેયો એમ બંને અને તમે એને કઈ રીતે સિદ્ધ કરવા માગો છો. યહોવાહના ઘણાં યુવાન સાક્ષીઓ શાળા પૂરી કર્યા પછી પૂરેપૂરા સમયના સુવાર્તિકો બને છે અને લગ્‍ન પછી એ રીતે સેવા કરવાનું ચાલુ રાખવાનું ઇચ્છે છે. તમારે બંનેએ તમારા આત્મિક ધ્યેયો સુસંગત હોય એની ખાતરી કરવાનો સમય હમણાં જ છે. લગ્‍નને અસર કરી શકતી, કદાચ ભૂતકાળની, બાબતો પ્રગટ કરવાનો પણ એ સમય છે. એમાં મોટા દેવા કે ફરજોનો સમાવેશ થઈ શકે. આરોગ્યની બાબતો, જેમ કે કોઈક ગંભીર રોગ, અને એના પરિણામો પણ નિખાલસપણે ચર્ચવા જોઈએ.

આવી ચર્ચાઓમાં, એલીહૂનું ઉદાહરણ અનુસરો, જેણે કહ્યું: “હું સીધેસીધો મારા હૃદયમાંથી વાત કરું છું અને નિખાલસપણે બોલું છું.” (અયૂબ ૩૩:૩, ધ હોલી બાઈબલ ઇન ધ લેંગ્વેજ ઓફ ટૂડે, વિલિયમ બેક કૃત) એસ્ટરે તેના પૂર્વસહવાસે તેને સુખી લગ્‍ન માટે કઈ રીતે તૈયાર કરી એ સમજાવતા કહ્યું: “મને જેય કરતા જુદું લાગતું હોય ત્યારે મેં કદી પણ ‘ઢોંગ કરવાનો’ કે હું સહમત થાઉં છું એમ કહેવાનો પ્રયત્ન કર્યો નહિ. હું હજુ પણ એમ કરતી નથી. હું હંમેશા પ્રમાણિક બનવાનો પ્રયત્ન કરું છું.”

તમારા સાથીને વિમાસણમાં મૂકવાના ભયને લીધે સંવેદનશીલ વિષયો બાજુએ ન મૂકો અથવા ટાળો નહિ. બેથે જોન સાથેના પોતાના સહચર્ય દરમ્યાન એ ભૂલ કરી. બેથે કહ્યું કે તે પૈસાનો બગાડ ન કરતાં ભાવિ માટે બચત કરવામાં માને છે. જોને કહ્યું તે સહમત થાય છે. તેઓ નાણાકીય બાબતોમાં સરખી જ દ્રષ્ટિ ધરાવે છે એમ કલ્પી, બેથે આગળ પૂછ્યું નહિ. પરંતુ બાબત એમ બની કે ભાવિ માટે બચત કરવાના જોનના વિચારનો અર્થ થતો હતો નવી સ્પોર્ટસ કાર માટે બચત કરવી! લગ્‍ન પછી પૈસા કઈ રીતે ખર્ચવા એ વિષેની તેઓની અસહમતી દુઃખદપણે છતી થઈ.

આવી ગેરસમજો નિવારી શકાય. અગાઉ ઉલ્લેખવામાં આવેલી લુઈસ પોતાના સહચર્યના સિંહાવલોકનમાં કહે છે: “મારે ઘણાં વધુ પ્રશ્નો પૂછવા જોઈતા હતાં, જેમ કે, ‘હું ગર્ભવતી થાઉં અને તમને બાળક જોઈતું ન હોય તો શું, તમે શું કરશો?’ અથવા, ‘આપણે દેવામાં હોઈએ અને હું ઘરે રહીને આપણા બાળકની કાળજી લેવા માગતી હોઉં તો, તમે બાબતો કઈ રીતે હાથ ધરશો?’ મેં તેના પ્રત્યાઘાત કાળજીપૂર્વક નોંધ્યા હોત.” આવી ચર્ચાઓ હૃદયના એવા ગુણો બહાર લાવી શકે જે લગ્‍ન અગાઉ જોવાં સૌથી સારું થાય.

તેને કાર્ય કરતા જુઓ!

“વ્યકિત એકાંતમાં તમારી સાથે ઘણી સારી હોય શકે,” એસ્ટરે સમજાવ્યું. “પરંતુ બીજાઓ આસપાસ હોય ત્યારે, ઘણી વાર તેઓ અનપેક્ષિત સ્થિતિમાં મૂકાય છે. તમારો કોઈક મિત્ર તમારા સાથીને કંઈક કહે જે તેને ન ગમે. તે દબાણ હેઠળ કઈ રીતે વર્તે છે એ હવે તમને જોવા મળે. શું તે એ વ્યકિતને ધમકાવશે કે કટાક્ષમાં બોલશે?” તે નિષ્કર્ષ પર આવે છે: “અમારા સહચર્ય દરમ્યાન એકબીજાના મિત્રો અને કુટુંબ સાથે હોવું બહુ જ મદદરૂપ થયું.”

આનંદપ્રમોદ ઉપરાંત, ભેગા મળી કામ કરવામાં સમય વિતાવો. દેવના શબ્દનો અભ્યાસ અને ખ્રિસ્તી સેવાકાર્યનો સમાવેશ કરતા, ખ્રિસ્તી કાર્યોમાં સહભાગી થાઓ. વળી, કેટલાક દૈનિક કામકાજનો પણ સમાવેશ કરો જે લગ્‍ન પછી રોજિંદું જીવન બનશે—ખોરાકની ખરીદી કરવી, રસોઈ કરવી, વાસણ માંજવા, અને ઘર સાફસૂફ કરવું. જીવનના ખરેખરા સંજોગોમાં ભેગા હોવાથી—જ્યારે તમારું સાથી તેની સૌથી નબળી સ્થિતિમાં હોય શકે —તમે દેખાવ માટેના કોઈ પણ બુરખાની પાછળ જોઈ શકો.

ગીતોના ગીતમાંના ઘેટાંપાળક છોકરાએ તે જેને પ્રેમ કરતો હતો એ છોકરી નિરાશ થાય ત્યારે અથવા બળતા સૂરજ હેઠળ મહેનત કરતી હોય—પરસેવે રેબઝેબ અને થાકેલી—ત્યારે કઈ રીતે વર્તતી હતી તે જોયું. (ગીતોનું ગીત ૧:૫, ૬; ૨:૧૫) તેણે ધનવાન રાજા સુલેમાનની લાલચોનો વફાદારીથી સામનો કર્યો એ પણ જોયા પછી, ઘેટાંપાળકે ઉદ્‍ગાર કાઢ્યા: “મારી પ્રિયતમા, તું અતિ સુંદર છે; તારામાં એક પણ ડાઘ નથી.” (ગીતોનું ગીત ૪:૭) નિશ્ચો તેના કહેવાનો અર્થ એમ ન હતો કે તે સંપૂર્ણ હતી, પરંતુ એ કે તેનામાં કોઈ પણ પ્રાથમિક રીતે નૈતિક ખામી કે ડાધ ન હતો. તેની શારીરિક સુંદરતા તેના નૈતિક સામર્થ્ય દ્વારા વધી, જે તેની કોઈ પણ નબળાઈને આંબી ગઈ.—સરખાવો અયૂબ ૩૧:૭.

એવો જ અંદાજ કાઢવામાં સમય લાગે છે. તેથી ઉતાવળું સહચર્ય નિવારો. (નીતિવચન ૨૧:૫) સામાન્ય રીતે પુરુષ અને સ્ત્રી એકબીજાનો પ્રેમ જીતવા બનતું બધું કરશે. પરંતુ પૂરતો સમય આપવામાં આવે તો, અણગમતી ટેવો અને વલણો પોતે પ્રગટ થતાં હોય છે. યુગલ પૂરતો સમય લે એટલું જ નહિ પરંતુ સહચર્ય દરમ્યાન એનો સૌથી સારો ઉપયોગ પણ કરે, એને લગ્‍ન પછી ફેરગોઠવણ કરવાનું શકયપણે સહેલું જણાશે. તેઓ આંખો ખુલ્લી રાખીને, ઊભી થનાર અસહમતીઓ હલ કરી શકવાના ભરોસા સાથે લગ્‍નમાં પ્રવેશી શકે. સફળ પૂર્વસહવાસે તેઓને સફળ અને સુખી લગ્‍ન માટે તૈયાર કર્યાં છે.

એકબીજાને વૃંદમાં અવલોકવું તમારે માટે રોમાંચક રીતે સંડોવાયા વિના પરિચિત થવું શકય બનાવી શકે

શિષ્ટાચાર અને સારી રીતભાતના સ્થાનિક નિયમો પાળવા લગ્‍નમાં ચાલુ રહી શકે એવા પરસ્પર માનની ઢબ બેસાડે છે

_

“લોકો એકબીજાના આંતરિક વ્યકિતત્વના પ્રમાણમાં પૂરા જ્ઞાનસહિત લગ્‍નમાં પ્રવેશે તો એ ટકે અને સમૃદ્ધ થાય એવી શકયતા વધુ જણાય છે.”—જર્નલ ઓફ મેરેજ એન્ડ ધ ફેમિલી

_

સહચર્યમાં મેળ ખાતો નથી એમ સ્પષ્ટ થાય ત્યારે, સંબંધનો શા માટે અંત આવવો જોઈએ એ સમજાવતી, મોઢામોઢ ચર્ચા કરવી માયાળુ બાબત છે

_

ચર્ચા માટે પ્રશ્નો પ્રકરણ ૩૨

_

◻ સહચર્યનો પ્રાથમિક ધ્યેય શું છે, અને વૈવાહિક સુખ માટે એ કેટલો મહત્ત્વનો છે?

◻ બીજી વ્યકિતનું ‘આંતરિક વ્યકિતત્વ’ જાણવામાં તમને શું મદદ કરશે?

◻ કયા પ્રકારની વાતચીત સફળ સહચર્યમાં ફાળો આપે છે?

◻ શા માટે વિવિધ સંજોગો હેઠળ ભેગા સમય પસાર કરવો મદદરૂપ છે?

◻ કેટલીક કઈ બાબતો સંબંધમાં ખામી હોવાનું સૂચવે છે?

◻ સહચર્ય કયારે બંધ કરવું જોઈએ?

_

શું આપણે છૂટા પડવું જોઈએ?

રોમાંચમાં નિર્ણયની ઘડી આવે છે ત્યારે, શંકા ઊભી થાય એ સામાન્ય છે. તમે જે વ્યકિત સાથે મિલનવાયદો કરી રહ્યા હો તેની ગંભીર ખામીઓને લીધે અથવા ખુદ સંબંધની પોતાની ખામીઓને લીધે આવી શંકા ઊભી થાય તો શું?

દાખલા તરીકે, એ સાચું છે કે એકબીજાને પ્રેમ કરતા લોકો પણ કેટલીક વાર અસહમત થઈ શકે. (સરખાવો ઉત્પત્તિ ૩૦:૨; પ્રેરિતોનાં કૃત્યો ૧૫:૩૯.) પરંતુ તમે લગભગ દરેક બાબત વિષે અસહમત થતા હો, દરેક ચર્ચા બૂમાબૂમની હરીફાઈમાં ફેરવાતી હોય, અથવા તમારા સંબંધમાં છૂટા પડવાનું અને સુમેળ કરવાનું કદી બંધ ન પડતું ચક્ર ચાલ્યા કરતું હોય તો, સાવધ રહો! એક ૪૦૦ તબીબોના સર્વેક્ષણે પ્રગટ કર્યું કે સતત કંકાસ “લગ્‍ન માટે લાગણીમય રીતે તૈયાર ન હોવાનું” મજબૂત દર્શક છે, જે કદાચ “યુગલ વચ્ચે સમાધાન ન કરી શકાય એવો ઝગડો” પણ પ્રગટ કરે.

તમને સંભાવ્ય સાથીમાં વ્યકિતત્વની વિહ્‍વળ કરતી ખામીઓ જાણવા મળે જે ચિંતાનું બીજું કારણ બની શકે. હિંસક ગુસ્સો કે સ્વાર્થ, અપરિપકવતા, ચંચળ મનોભાવના, અથવા જિદ્દીપણાનો અણસાર માત્ર તમને વિચાર કરતા કરી શકે કે તમે એ વ્યકિત સાથે બાકીનું જીવન જીવવા માગો છો કે કેમ. તોપણ ઘણાં આવી ભૂલો પ્રત્યે આંખ આડા કાન કરવાનો અથવા એને ન્યાયી ઠરાવવાનો પ્રયત્ન કરે છે અને કોઈ પણ ભોગે સંબંધ સફળ બનાવવા કૃતનિશ્ચાયી જણાય છે. એમ શા માટે છે?

સાચા ખ્રિસ્તીઓ મધ્યે સહચર્ય ગંભીર ગણવામાં આવે છે —જેમ એ ખરેખર ગણાવો જ જોઈએ—તેથી કેટલાક પોતે જેની સાથે મિલનવાયદો કરી રહ્યા હોય તેની સાથે લગ્‍ન કરવાનું દબાણ અનુભવે છે. તેઓને એ વ્ય-કિતનો સામનો કરવાનો અથવા કદાચ તેને દુઃખ પહોંચાડવાનો ભય પણ હોય શકે. બીજાઓને ફકત એવો ભય હોય શકે કે તેઓને લગ્‍ન કરવા બીજું કોઈ મળશે નહિ. તથાપિ, કોયડાથી ખદબદતા સહચર્યને લંબાવ્યા કરવાના એ સારા કારણો નથી.

સહચર્યનો હેતુ લગ્‍નની શકયતા તપાસવાનો છે. અને કોઈક ખ્રિસ્તી ઈમાનદારીથી સહચર્ય શરૂ કરે તો, એ ખામીવાળું સાબિત થાય તો તે એને ચાલુ રાખવા ફરજ હેઠળ નથી. ઉપરાંત, ‘કદાચ મને બીજું કોઈ નહિ મળે’ એવી માન્યતાથી, બગડી રહેલા સંબંધને લંબાવ્યા કરવું શું ખોટું અને સ્વાર્થી નહિ થાય? (સરખાવો ફિલિપી ૨:૪.) આમ યુગલ તરીકે તમે તમારા કોયડાનો સામનો કરો—નહિ કે ટાળો—એ મહત્ત્વનું છે. તમે જેની સાથે મિલનવાયદો કરી રહ્યાં છો તેના તરફ વાસ્તવિકતાભરી દ્રષ્ટિ કરવાથી શરૂઆત કરો.

દાખલા તરીકે, શું તે સ્ત્રી આધીન, સક્ષમ પત્ની બનશે એનો પુરાવો છે? (નીતિવચન ૩૧:૧૦-૩૧) શું એવો પુરાવો છે કે એ પુરુષ આત્મત્યાગી પ્રેમ બતાવશે અને સક્ષમ પૂરું પાડનાર બનશે? (એફેસી ૫:૨૮, ૨૯; ૧ તીમોથી ૫:૮) વ્યકિત દેવનો ઉત્સાહી સેવક હોવાનો દાવો કરી શકે, પરંતુ શું વિશ્વાસના આવા દાવાને પીઠબળ આપતા કાર્યો છે?—યાકૂબ ૨:૧૭, ૧૮.

અલબત્ત, તમે સંબંધ વિકસાવવામાં ઘણો સમય અને લાગણી સિંચ્યા હોય તો, તમને જણાયું કે તે વ્યકિત સંપૂર્ણ નથી ફકત એ કારણે બંધ કરવાની ઉતાવળ ન કરો. (યાકૂબ ૩:૨) કદાચ વ્યકિતની ખામીઓ એવી હોય જેની સાથે તમે જીવી શકો.

એની સાથે જીવી શકાય એમ ન હોય તો શું? બાબત વિષે વાત કરી લો. શું ધ્યેયો અને દ્રષ્ટિબિંદુઓમાં તમારી વચ્ચે મૂળભૂત ભિન્‍નતા છે? કે ફકત ગેરસમજ છે? શું કિસ્સો એમ હોય શકે કે તમારે બંનેએ ‘મન કબજામાં રાખતા’ અને બાબતો વધુ શાંતિથી થાળે પાડતા શીખવાની જરૂર છે? (નીતિવચન ૨૫:૨૮) કટાક્ષમય વ્યકિતત્વ તમને ખીજ ચઢાવતું હોય તો, શું તે નમ્રતાથી પોતાની ભૂલ કબૂલે છે અને સુધારો કરવાની ઇચ્છા બતાવે છે? શું તમારે પક્ષે ઓછા સંવેદનશીલ, ઓછા ચીડિયા, બનવાની જરૂર છે? (સભાશિક્ષક ૭:૯) ‘પ્રેમથી એકબીજાનું સહન કરવું’ એ સારા લગ્‍નનું જીવનરકત છે.—એફેસી ૪:૨.

બાબતો વિષે વાતચીત કરી લેવી, તમારો સંબંધ તોડી નાખવાને બદલે, ભાવિ વૃદ્ધિ માટેની એની ક્ષમતા પ્રગટ કરી શકે! પરંતુ ચર્ચા ફકત ચીડ ચઢાવતા અબોલામાં પરિણમતી હોય તો, આવી રહેલી આફતના સ્પષ્ટ ચિહ્‍નેની અવગણના ન કરો. (નીતિવચન ૨૨:૩) બાબતો શકયપણે લગ્‍ન પછી સુધરવાની નથી. સહચર્ય બંધ કરવું તમારા બંનેના સૌથી સારા હિતમાં હોય શકે.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો