મૅગેઝિન આપતા શું કહેશો
ચોકીબુરજ ફેબ્રુઆરી
“એવું કહેવાય છે કે દારૂ ઘણી મુશ્કેલીઓનું મૂળ છે. દારૂ વિષે તમારું શું માનવું છે? [જવાબ આપવા દો.] હું એક શાસ્ત્રવચન વાંચી આપું, જે જણાવે છે કે લિમિટ બહાર દારૂ પીવાથી શરીર પર કેવી અસર થાય છે. [ઘરમાલિક ચાહે તો નીતિવચનો ૨૩:૩૨ વાંચો.] આ લેખ બતાવે છે કે દારૂના બંધનમાંથી કેવી રીતે કોઈ વ્યક્તિ છુટકારો મેળવી શકે છે.” પાન ૮ પર શરૂ થતો લેખ અને પાન ૧૦ અને ૧૧ પરના બૉક્સ બતાવો.
સજાગ બનો! જાન્યુ.-માર્ચ
“કુટુંબ પર આજે ઘણી મુશ્કેલીઓ આવે છે. કુટુંબને સુખી બનાવવા દરેક વ્યક્તિ શું કરી શકે? તમારું શું માનવું છે? [જવાબ આપવા દો.] હું તમને શાસ્ત્રમાંથી એક સિદ્ધાંત વાંચી આપું, જેને જીવનમાં લાગુ પાડવાથી પરિવાર સુખી થઈ શકે. [જો વ્યક્તિ હા કહે તો નીતિવચનો ૧:૫ વાંચો.] આ મૅગેઝિનમાં એવાં કુટુંબોના અનુભવો છે, જેઓએ મુશ્કેલીઓ વેઠી છે અને એને હલ કરી છે.” પાન ૧૪થી શરૂ થતા લેખો બતાવો.
ચોકીબુરજ માર્ચ
“તમે કોઈ દિવસ વિચાર્યું છે કે માણસ મરી જાય પછી તેનું શું થાય છે? [જવાબ આપવા દો.] શું હું તમને એક વચન વાંચી આપું, જેમાં જણાવ્યું છે કે મોટા ભાગના સારા લોકોને કેવો બદલો મળશે? [ગીતશાસ્ત્ર ૩૭:૨૯ વાંચો.] આ મૅગેઝિનમાં જણાવ્યું છે કે કોણ સ્વર્ગમાં જશે અને ત્યાં તેઓ શું કરશે.”