મૅગેઝિન આપતા આમ કહી શકીએ
માર્ચ મહિનાના પહેલા શનિવારે બાઇબલ અભ્યાસ શરૂ કરીએ
“આપણા કુટુંબમાં કે સગાંમાં કોઈને કોઈ ગુજરી ગયું હોય છે. શું તેઓને કદી ફરી જોઈ શકીશું? [જવાબ આપવા દો.] એના વિષે શાસ્ત્ર શું કહે છે એ બતાવી શકું?” જો ઘરમાલિકને રસ હોય તો માર્ચ ૧, ચોકીબુરજના પાન ૧૬ ઉપરના પહેલા મથાળા નીચેનો ફકરો વાંચીને ચર્ચા કરો અને ઉલ્લેખવામાં આવેલી એક કલમ વાંચો. મૅગેઝિન આપો અને બીજા સવાલની ચર્ચા કરવા ફરી મળવાની ગોઠવણ કરો.
ચોકીબુરજ માર્ચ ૧
“થોડા વર્ષોથી લોકો દુનિયાના અંત વિષે વાતો કરે છે. શું તમે દુનિયાના અંતનો અર્થ જાણો છો? [જવાબ આપવા દો.] એના વિષે શાસ્ત્ર શું કહે છે એ બતાવી શકું? [જો ઘરમાલિક રસ બતાવે તો પ્રકટીકરણ ૧૬:૧૬ વાંચી આપો. પછી મૅગેઝિનનું કવર બતાવો.] આ મૅગેઝિન એના વિષે શાસ્ત્રમાંથી વધારે જણાવે છે.”
સજાગ બનો! જાન્યુઆરી-માર્ચ
“આપણે બધાય ઘણી વાર ન બોલવાનું બોલીએ છીએ. પછી એવું થાય કે કાશ એ શબ્દો પાછા ખેંચી શકીએ. પણ એવું ન થાય માટે આપણને ક્યાંથી મદદ મળી શકે? [જવાબ આપવા દો.] મને જે સિદ્ધાંતમાંથી મદદ મળી એ શાસ્ત્રમાંથી બતાવી શકું? [જો ઘરમાલિક રસ બતાવે તો નીતિવચનો ૧૫:૨૮ વાંચી આપો. પછી પાન ૩૧ ઉપરનો લેખ બતાવો.] આ લેખ બતાવે છે કે જીભ પર લગામ રાખવા શું કરી શકીએ.”