ગીતશાસ્ત્ર
૧૧૪ જ્યારે ઇજિપ્તમાંથી ઇઝરાયેલ બહાર નીકળ્યો,+
જ્યારે યાકૂબનું કુટુંબ બીજી ભાષા બોલનારા લોકોમાંથી બહાર નીકળ્યું,
૨ ત્યારે યહૂદા તેમની પવિત્ર જગ્યા*
અને ઇઝરાયેલ તેમનું રાજપાટ બન્યો.+
યર્દન નદી પાછી હટી ગઈ.+
૫ અરે સમુદ્ર, તું કેમ ભાગી ગયો?+
અરે યર્દન, તું કેમ પાછી હટી ગઈ?+
૬ ઓ પર્વતો, તમે કેમ નર ઘેટાની જેમ કૂદાકૂદ કરી મૂકી?
ઓ ટેકરીઓ, તમે કેમ ઘેટાની જેમ કૂદવા લાગી?