મંડળની સભામાં અમુક ફેરફાર
સપ્ટેમ્બર ૩ના અઠવાડિયાથી મંડળમાં બાઇબલ અભ્યાસનો સમય ૨૫ને બદલે ૩૦ મિનિટ કરવામાં આવ્યો છે. અભ્યાસ ચલાવનાર ભાઈ અગાઉ શીખી ગયેલા ભાગનું એક મિનિટમાં પુનરાવર્તન કરશે. સેવા સભાનો સમય પણ ૩૫ને બદલે ૩૦ મિનિટ કરવામાં આવ્યો છે. જાહેરાતો માટે અલગથી કોઈ ભાગ લેવામાં આવશે નહિ. કોઈ પણ જાહેરાત હશે તો એ સેવા સભાના પહેલા ભાગની શરૂઆતમાં આવરી લેવામાં આવશે. અમુક ખાસ જાહેરાતો હોય તો એ જણાવવામાં આવશે. સભામાં કયા ભાગ કોણ લેશે એ જણાવવાની જરૂર નથી. પ્રચાર, સફાઈ અને શુભેચ્છાઓને લગતી જાહેરાત કરવી નહિ. (રાજ્ય સેવા ૧૦/૮ પાન ૧, ફકરો ૪) જો કોઈ લાંબી જાહેરાત કરવાની જરૂર પડે, તો સભામાં જેના ભાગ હોય તેઓ પોતાના ભાગ ટૂંકાવી શકે એ માટે પહેલેથી જણાવવું.