યશાયા
૪ એ સમયે સાત સ્ત્રીઓ એક માણસને પકડીને કહેશે:+
“અમે અમારા ઘરનો રોટલો ખાઈશું
અને અમારાં કપડાં પહેરીશું.
૨ એ દિવસે યહોવા જે કંઈ ઉગાડશે, એ સુંદર અને સૌથી સારું હશે. ભૂમિની ઊપજ તો ઇઝરાયેલમાં બચી ગયેલાઓનું ગૌરવ અને શોભા હશે.+ ૩ સિયોનમાં બાકી રહેલા અને યરૂશાલેમમાં બચી ગયેલા લોકો પવિત્ર કહેવાશે. તેઓનાં નામ યરૂશાલેમમાં જીવતા રહેવા માટે લખાયેલાં છે.+
૪ યરૂશાલેમ વિરુદ્ધ યહોવાનો કોપ સળગી ઊઠશે અને તે એનો ન્યાય કરશે.+ આ રીતે તે સિયોનની દીકરીઓની ગંદકી* સાફ કરશે+ અને યરૂશાલેમમાં રેડાયેલું લોહી ધોશે. ૫ યહોવા આખા સિયોન પર્વત પર અને એનાં સંમેલનોની જગ્યા પર દિવસે વાદળ ને ધુમાડો પાથરશે અને રાતે અગ્નિની જ્વાળા ફેલાવશે.+ આખા ગૌરવશાળી દેશનું રક્ષણ થશે. ૬ ત્યાં એક માંડવો હશે, જે દિવસે તાપથી છાયા આપશે,+ તોફાનો અને વરસાદમાં આશરો ને રક્ષણ આપશે.+