વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ગીતશાસ્ત્ર ૩૩
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

ગીતશાસ્ત્ર મુખ્ય વિચારો

      • રચનારની સ્તુતિ થાઓ

        • “તેમના માટે નવું ગીત ગાઓ” (૩)

        • યહોવાના શબ્દો અને મુખના શ્વાસથી સૃષ્ટિની રચના (૬)

        • યહોવાની પ્રજાને ધન્ય (૧૨)

        • યહોવાની રહેમનજર (૧૮)

ગીતશાસ્ત્ર ૩૩:૧

એને લગતી કલમો

  • +ફિલિ ૪:૪

ગીતશાસ્ત્ર ૩૩:૨

ફૂટનોટ

  • *

    અથવા, “સ્તુતિ કરવા સંગીત વગાડો.”

ગીતશાસ્ત્ર ૩૩:૩

એને લગતી કલમો

  • +ગી ૪૦:૩; ૯૮:૧; ૧૪૯:૧; યશા ૪૨:૧૦; પ્રક ૫:૯

ગીતશાસ્ત્ર ૩૩:૪

એને લગતી કલમો

  • +ગી ૧૨:૬

ગીતશાસ્ત્ર ૩૩:૫

એને લગતી કલમો

  • +અયૂ ૩૭:૨૩; ગી ૧૧:૭; ૪૫:૭
  • +ગી ૧૪૫:૧૬; પ્રેકા ૧૪:૧૭

ગીતશાસ્ત્ર ૩૩:૬

ફૂટનોટ

  • *

    મૂળ, “એમાંનું આખું સૈન્ય.”

એને લગતી કલમો

  • +હિબ્રૂ ૧૧:૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દુઃખ જશે, સુખ આવશે, પાઠ ૭

    ચોકીબુરજ,

    ૬/૧/૨૦૦૬, પાન ૫

    ૯/૧/૧૯૮૬, પાન ૨૮

ગીતશાસ્ત્ર ૩૩:૭

એને લગતી કલમો

  • +ઉત ૧:૯; અયૂ ૩૮:૮-૧૧; ની ૮:૨૯; યર્મિ ૫:૨૨

ગીતશાસ્ત્ર ૩૩:૮

એને લગતી કલમો

  • +પ્રક ૧૪:૭

ગીતશાસ્ત્ર ૩૩:૯

એને લગતી કલમો

  • +ગી ૧૪૮:૪, ૫
  • +ગી ૧૧૯:૯૦

ગીતશાસ્ત્ર ૩૩:૧૦

એને લગતી કલમો

  • +યશા ૮:૧૦; ૧૯:૩
  • +ગી ૨૧:૮, ૧૧

ગીતશાસ્ત્ર ૩૩:૧૧

એને લગતી કલમો

  • +ની ૧૯:૨૧; યશા ૪૬:૧૦

ગીતશાસ્ત્ર ૩૩:૧૨

એને લગતી કલમો

  • +પુન ૩૩:૨૯
  • +ગી ૬૫:૪; ૧૩૫:૪; ૧પિ ૨:૯

ગીતશાસ્ત્ર ૩૩:૧૩

એને લગતી કલમો

  • +ગી ૧૧:૪; ૧૪:૨; ની ૧૫:૩; હિબ્રૂ ૪:૧૩

ગીતશાસ્ત્ર ૩૩:૧૫

એને લગતી કલમો

  • +૧કા ૨૮:૯; અયૂ ૩૪:૨૧; ની ૨૪:૧૨

ગીતશાસ્ત્ર ૩૩:૧૬

એને લગતી કલમો

  • +યહો ૧૧:૬
  • +૨કા ૩૨:૨૧; ગી ૪૪:૪, ૫

ગીતશાસ્ત્ર ૩૩:૧૭

ફૂટનોટ

  • *

    અથવા, “બચવા.”

એને લગતી કલમો

  • +૨રા ૭:૬, ૭; ગી ૨૦:૭; ની ૨૧:૩૧; યશા ૩૧:૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૬/૧/૨૦૦૬, પાન ૫

ગીતશાસ્ત્ર ૩૩:૧૮

એને લગતી કલમો

  • +અયૂ ૩૬:૭; ગી ૩૪:૧૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૬/૧/૨૦૦૬, પાન ૫

ગીતશાસ્ત્ર ૩૩:૧૯

એને લગતી કલમો

  • +યશા ૩૩:૧૫, ૧૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૬/૧/૨૦૦૬, પાન ૫

ગીતશાસ્ત્ર ૩૩:૨૦

એને લગતી કલમો

  • +પુન ૩૩:૨૯

ગીતશાસ્ત્ર ૩૩:૨૧

એને લગતી કલમો

  • +ગી ૨૮:૭; ની ૧૮:૧૦

ગીતશાસ્ત્ર ૩૩:૨૨

એને લગતી કલમો

  • +ગી ૩૨:૧૦
  • +મીખ ૭:૭

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

ગીત. ૩૩:૧ફિલિ ૪:૪
ગીત. ૩૩:૩ગી ૪૦:૩; ૯૮:૧; ૧૪૯:૧; યશા ૪૨:૧૦; પ્રક ૫:૯
ગીત. ૩૩:૪ગી ૧૨:૬
ગીત. ૩૩:૫અયૂ ૩૭:૨૩; ગી ૧૧:૭; ૪૫:૭
ગીત. ૩૩:૫ગી ૧૪૫:૧૬; પ્રેકા ૧૪:૧૭
ગીત. ૩૩:૬હિબ્રૂ ૧૧:૩
ગીત. ૩૩:૭ઉત ૧:૯; અયૂ ૩૮:૮-૧૧; ની ૮:૨૯; યર્મિ ૫:૨૨
ગીત. ૩૩:૮પ્રક ૧૪:૭
ગીત. ૩૩:૯ગી ૧૪૮:૪, ૫
ગીત. ૩૩:૯ગી ૧૧૯:૯૦
ગીત. ૩૩:૧૦યશા ૮:૧૦; ૧૯:૩
ગીત. ૩૩:૧૦ગી ૨૧:૮, ૧૧
ગીત. ૩૩:૧૧ની ૧૯:૨૧; યશા ૪૬:૧૦
ગીત. ૩૩:૧૨પુન ૩૩:૨૯
ગીત. ૩૩:૧૨ગી ૬૫:૪; ૧૩૫:૪; ૧પિ ૨:૯
ગીત. ૩૩:૧૩ગી ૧૧:૪; ૧૪:૨; ની ૧૫:૩; હિબ્રૂ ૪:૧૩
ગીત. ૩૩:૧૫૧કા ૨૮:૯; અયૂ ૩૪:૨૧; ની ૨૪:૧૨
ગીત. ૩૩:૧૬યહો ૧૧:૬
ગીત. ૩૩:૧૬૨કા ૩૨:૨૧; ગી ૪૪:૪, ૫
ગીત. ૩૩:૧૭૨રા ૭:૬, ૭; ગી ૨૦:૭; ની ૨૧:૩૧; યશા ૩૧:૧
ગીત. ૩૩:૧૮અયૂ ૩૬:૭; ગી ૩૪:૧૫
ગીત. ૩૩:૧૯યશા ૩૩:૧૫, ૧૬
ગીત. ૩૩:૨૦પુન ૩૩:૨૯
ગીત. ૩૩:૨૧ગી ૨૮:૭; ની ૧૮:૧૦
ગીત. ૩૩:૨૨ગી ૩૨:૧૦
ગીત. ૩૩:૨૨મીખ ૭:૭
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
  • ૧૫
  • ૧૬
  • ૧૭
  • ૧૮
  • ૧૯
  • ૨૦
  • ૨૧
  • ૨૨
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
ગીતશાસ્ત્ર ૩૩:૧-૨૨

ગીતશાસ્ત્ર

૩૩ હે નેક લોકો, યહોવાને લીધે આનંદથી પોકારો.+

સચ્ચાઈથી ચાલનારા લોકો તેમની સ્તુતિ કરે એ સારું છે.

 ૨ વીણા વગાડીને યહોવાનો આભાર માનો,

દસ તારવાળા વાજિંત્ર સાથે તેમની સ્તુતિનાં ગીતો ગાઓ.*

 ૩ તેમના માટે નવું ગીત ગાઓ.+

આનંદનો પોકાર કરતાં કરતાં પૂરા દિલથી વાજિંત્ર વગાડો.

 ૪ યહોવાના શબ્દો સાચા છે,+

તે જે કંઈ કરે છે એ ભરોસાપાત્ર છે.

 ૫ તે સચ્ચાઈ અને ન્યાય ચાહે છે.+

પૃથ્વી યહોવાના અતૂટ પ્રેમથી ભરપૂર છે.+

 ૬ યહોવા બોલ્યા અને આકાશોની રચના થઈ,+

તેમના મુખના શ્વાસથી એમાંનું બધું* ઉત્પન્‍ન થયું.

 ૭ બંધ બાંધ્યો હોય એમ તેમણે દરિયાનું પાણી રોકી રાખ્યું છે.+

ઊછળતાં મોજાઓને તેમણે કોઠારોમાં ભરી રાખ્યા છે.

 ૮ આખી પૃથ્વી યહોવાનો ડર રાખે.+

ધરતીના બધા લોકો તેમની આરાધના કરે.

 ૯ તે બોલ્યા અને સૃષ્ટિનું સર્જન થયું,+

તેમણે હુકમ કર્યો અને એ બધું કાયમ થયું.+

૧૦ યહોવાએ દેશોના ઇરાદા ઊંધા વાળ્યા છે.+

તેમણે લોકોની યોજનાઓ પર પાણી ફેરવી દીધું છે.+

૧૧ યહોવાના નિર્ણયો સદા ટકી રહે છે.+

તેમના મનના વિચારો પેઢી દર પેઢી રહે છે.

૧૨ ધન્ય છે એ પ્રજાને જેના ઈશ્વર યહોવા છે!+

એ પ્રજાને તેમણે પોતાની અમાનત બનાવી છે.+

૧૩ યહોવા સ્વર્ગમાંથી નીચે જુએ છે.

તેમની નજર બધા મનુષ્યો પર છે.+

૧૪ તે પોતાના રહેઠાણમાંથી પૃથ્વીના રહેવાસીઓને ધ્યાનથી નિહાળે છે.

૧૫ સર્વ દિલોને ઘડનાર તે જ છે.

લોકોનાં કામોની પરખ કરનાર તે છે.+

૧૬ કોઈ રાજા મોટા લશ્કરને લીધે બચી જતો નથી.+

કોઈ શૂરવીર પુષ્કળ તાકાતના જોરે બચતો નથી.+

૧૭ જીતવા* માટે ઘોડા પર આશા રાખવી નકામી છે.+

તેનું મહાબળ કોઈને ઉગારી શકતું નથી.

૧૮ યાદ રાખો, જેઓ યહોવાનો ડર રાખે છે

અને તેમના અતૂટ પ્રેમની રાહ જુએ છે,

તેઓ પર તેમની રહેમનજર છે.+

૧૯ તે તેઓને મોતના પંજામાંથી છોડાવે છે

અને દુકાળના સમયે તેઓને જીવતા રાખે છે.+

૨૦ આપણે યહોવાની રાહ જોઈએ છીએ.

તે આપણને સહાય કરનાર અને આપણી ઢાલ છે.+

૨૧ આપણું દિલ તેમનામાં આનંદ કરે છે,

કેમ કે આપણને તેમના પવિત્ર નામ પર ભરોસો છે.+

૨૨ હે યહોવા, તમારો અતૂટ પ્રેમ અમારા પર રહે,+

અમે તમારી રાહ જોઈએ છીએ.+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો