યોહાનને થયેલું પ્રકટીકરણ
૧ આ ઈસુ ખ્રિસ્તનું* પ્રકટીકરણ* છે, જે ઈશ્વરે તેમને આપ્યું.+ એ માટે કે થોડા સમયમાં જે થવાનું છે એ વિશે તે ઈશ્વરના સેવકોને જણાવે.+ ઈસુએ દૂત* મોકલીને ઈશ્વરના* સેવક યોહાનને+ દૃશ્યથી એ પ્રકટીકરણ બતાવ્યું. ૨ ઈશ્વરે આપેલા વચન અને ઈસુ ખ્રિસ્તે આપેલી સાક્ષી વિશે યોહાને જાહેર કર્યું. હા, તેણે જે જોયું એ જાહેર કર્યું. ૩ નક્કી કરેલો સમય પાસે છે. એટલે જેઓ આ ભવિષ્યવાણીનાં વચનો મોટેથી વાંચે છે, સાંભળે છે અને એમાં લખેલી વાતો પાળે છે, તેઓ સુખી છે.+
૪ આસિયા પ્રાંતનાં* સાત મંડળોને+ યોહાન લખે છે:
“ઈશ્વર જે છે, જે હતા અને જે આવનાર છે,”+ તેમની પાસેથી તમારા પર અપાર કૃપા* અને શાંતિ હો! સાત શક્તિઓ*+ પાસેથી પણ, જે તેમના રાજ્યાસન આગળ છે. ૫ ઈસુ ખ્રિસ્ત “વિશ્વાસુ સાક્ષી,”+ “મરણમાંથી પ્રથમ ઉઠાડેલા”*+ અને “પૃથ્વીના રાજાઓના રાજા”+ છે. તેમની પાસેથી પણ અપાર કૃપા અને શાંતિ હો.
ઈસુ આપણને પ્રેમ કરે છે.+ તેમણે પોતાના લોહીથી આપણને પાપમાંથી છોડાવ્યા છે.+ ૬ તેમણે પોતાના ઈશ્વર અને પિતા માટે આપણને રાજાઓ+ અને યાજકો*+ બનાવ્યા છે. હા, તેમનો મહિમા અને શક્તિ હંમેશાં રહો. આમેન.*
૭ જુઓ, તે વાદળો સાથે આવે છે!+ દરેક માણસ તેમને જોશે. જેઓએ તેમને વીંધ્યા હતા તેઓ પણ તેમને જોશે. તેમના લીધે પૃથ્વીનાં બધાં કુળો છાતી કૂટીને વિલાપ કરશે.+ આમેન.
૮ ઈશ્વર યહોવા* કહે છે: “હું આલ્ફા અને ઓમેગા* છું!+ હું સર્વશક્તિમાન છું, જે હતો અને જે છે અને જે આવનાર છે.”+
૯ હું યોહાન તમારો ભાઈ, ઈસુનો શિષ્ય હોવાથી કસોટીમાં,+ રાજ્યમાં+ અને ધીરજ રાખવામાં+ તમારો સાથીદાર છું.+ ઈશ્વર વિશે જણાવવાને લીધે અને ઈસુ વિશે સાક્ષી આપવાને લીધે મને પાત્મસ ટાપુ પર મોકલવામાં આવ્યો. ૧૦ પવિત્ર શક્તિ* મને માલિકના દિવસમાં લઈ આવી. મેં રણશિંગડાના* જેવો એક મોટો અવાજ મારી પાછળથી આમ કહેતા સાંભળ્યો: ૧૧ “તું જે જુએ છે એ વીંટામાં* લખ અને આ સાત મંડળોને મોકલ: એફેસસ,+ સ્મર્ના,+ પેર્ગામમ,+ થુવાતિરા,+ સાર્દિસ,+ ફિલાદેલ્ફિયા+ અને લાવદિકિયા.”+
૧૨ મારી સાથે કોણ વાત કરે છે એ જોવા હું પાછળ ફર્યો. હું ફર્યો ત્યારે મેં સોનાની સાત દીવીઓ જોઈ.+ ૧૩ એ દીવીઓની વચ્ચે માણસના દીકરા*+ જેવા કોઈકને મેં જોયા. તેમણે પગની પાની સુધી પહોંચે એવું વસ્ત્ર પહેર્યું હતું. તેમની છાતી પર સોનાનો પટ્ટો બાંધેલો હતો. ૧૪ તેમના માથાના વાળ ધોળા ઊન જેવા, હા બરફ જેવા સફેદ હતા. તેમની આંખો અગ્નિની જ્વાળા જેવી હતી.+ ૧૫ તેમના પગ ભઠ્ઠીમાં તપાવેલા શુદ્ધ તાંબાની+ જેમ ચળકતા હતા. તેમનો અવાજ ધસમસતા પાણીના ઘુઘવાટ જેવો હતો. ૧૬ તેમના જમણા હાથમાં સાત તારા હતા.+ તેમના મોંમાંથી ધારદાર, લાંબી અને બેધારી તલવાર+ નીકળતી હતી. તેમનો ચહેરો પૂરા તેજથી પ્રકાશતા સૂર્ય જેવો હતો.+ ૧૭ તેમને જોઈને હું મરેલા જેવો થઈ ગયો અને તેમનાં ચરણો આગળ પડ્યો.
તેમણે પોતાનો જમણો હાથ મારા પર મૂકીને કહ્યું: “ગભરાઈશ નહિ. હું જ પહેલો+ અને છેલ્લો+ છું. ૧૮ હું જીવંત છું.+ હું મરણ પામ્યો હતો,+ પણ જુઓ હું સદાને માટે જીવું છું.+ મારી પાસે મરણ અને કબરની* ચાવીઓ છે.+ ૧૯ એટલે તેં જે જોયું, જે બની રહ્યું છે અને એના પછી જે બનવાનું છે એ લખી લે. ૨૦ તેં મારા જમણા હાથમાં જે સાત તારા અને સોનાની સાત દીવીઓ જોઈ, એનું પવિત્ર રહસ્ય આ છે: સાત તારા એટલે સાત મંડળના દૂતો. સાત દીવીઓ એટલે સાત મંડળો.+
૨ “એફેસસ+ મંડળના દૂતને+ લખ: જે પોતાના જમણા હાથમાં સાત તારા રાખે છે અને સોનાની સાત દીવીઓ વચ્ચે ચાલે છે, તે આમ કહે છે:+ ૨ ‘મને તારાં કામો, તારી મહેનત અને ધીરજ વિશે ખબર છે. તું ખરાબ માણસોને ચલાવી લેતો નથી. જેઓ પોતાને પ્રેરિતો* કહેવડાવે છે+ પણ હકીકતમાં નથી, તેઓને તું પારખી લે છે. તેઓ તારી આગળ જૂઠા સાબિત થયા છે, એ હું જાણું છું. ૩ તું ધીરજ પણ બતાવે છે. તેં મારા નામને લીધે સહન કર્યું છે.+ તું નિરાશ થઈ ગયો નથી.+ ૪ પણ તારી વિરુદ્ધ મારે આટલું કહેવું છે કે તારામાં પહેલાં જેવો પ્રેમ નથી.
૫ “‘એટલે વિચાર કર કે તું ક્યાં હતો અને હવે ક્યાં પડ્યો છે. તું પસ્તાવો કર+ અને પહેલાંનાં જેવાં કાર્યો કર. તું એમ નહિ કરે તો હું તારી પાસે આવીશ. તું પસ્તાવો નહિ કરે+ તો તારી દીવી હું એની જગ્યાએથી હટાવી દઈશ.+ ૬ પણ તારામાં આ એક વાત સારી છે: તું પણ મારી જેમ નીકોલાયતી જૂથનાં+ કાર્યોને ધિક્કારે છે. ૭ જેને કાન છે તે ધ્યાનથી સાંભળે કે પવિત્ર શક્તિ મંડળોને શું કહે છે:+ જે જીતે છે+ તેને હું જીવનના ઝાડ+ પરથી ખાવા દઈશ. એ ઝાડ ઈશ્વરના બાગમાં* છે.’
૮ “સ્મર્ના મંડળના દૂતને લખ: જે ‘પહેલો અને છેલ્લો’ છે,+ જે મરણ પામ્યો અને ફરી જીવતો થયો,+ તે આમ કહે છે: ૯ ‘હું તારી કસોટી અને ગરીબી જાણું છું, પણ તું ધનવાન છે.+ હું એવા લોકોને જાણું છું, જેઓ તારી નિંદા કરે છે. તેઓ પોતાને યહૂદી કહેવડાવે છે પણ હકીકતમાં નથી. તેઓ તો શેતાનની* ટોળકીના* છે.+ ૧૦ તારા પર જે આવી પડવાનું છે એનાથી ગભરાઈશ નહિ.+ તમારામાંથી અમુકને શેતાન* કેદમાં નાખશે, જેથી તમારી પૂરેપૂરી કસોટી થાય. તમારા પર દસ દિવસ સંકટ આવશે. તારે મરવું પડે તોપણ પોતાને વિશ્વાસુ સાબિત કર અને હું તને જીવનનું ઇનામ* આપીશ.+ ૧૧ જેને કાન છે તે ધ્યાનથી સાંભળે+ કે પવિત્ર શક્તિ મંડળોને શું કહે છે: જે જીતે છે+ તેનું કદી પણ બીજું મરણ થશે નહિ.’+
૧૨ “પેર્ગામમ મંડળના દૂતને લખ: જેની પાસે ધારદાર, લાંબી અને બેધારી તલવાર છે,+ તે આમ કહે છે: ૧૩ ‘હું જાણું છું કે તું જ્યાં રહે છે, ત્યાં શેતાનનું રાજ્યાસન છે. તોપણ તું મારા નામને વળગી રહ્યો છે.+ શેતાન રહે છે ત્યાં મારા વિશ્વાસુ સાક્ષી+ અંતિપાસને તારી આગળ મારી નાખવામાં આવ્યો હતો.+ એ દિવસોમાં પણ મારા પરની તારી શ્રદ્ધા ડગી નહિ.+
૧૪ “‘પણ તારી વિરુદ્ધ મારે આટલું કહેવું છે કે તારામાં એવા લોકો છે, જેઓ બલામના શિક્ષણને વળગી રહે છે.+ તેણે બાલાકને+ શીખવ્યું કે ઇઝરાયેલના દીકરાઓને લાલચમાં ફસાવે, જેથી તેઓ મૂર્તિઓને અર્પણ કરેલી વસ્તુઓ ખાય અને વ્યભિચાર* કરે.+ ૧૫ તારામાં એવા લોકો પણ છે, જેઓ નીકોલાયતી જૂથના શિક્ષણને વળગી રહે છે.+ ૧૬ એટલે તું પસ્તાવો કર. તું એમ નહિ કરે તો હું તારી પાસે જલદી જ આવું છું. હું મારા મોંમાંથી નીકળતી લાંબી તલવારથી તેઓની સાથે યુદ્ધ કરીશ.+
૧૭ “‘જેને કાન છે તે ધ્યાનથી સાંભળે કે પવિત્ર શક્તિ મંડળોને શું કહે છે:+ જે જીતે છે+ તેને હું સંતાડેલા માન્નામાંથી* થોડું આપીશ.+ હું તેને એક સફેદ પથ્થર આપીશ. એ પથ્થર પર એક નવું નામ લખેલું છે, જે એના મેળવનાર સિવાય બીજું કોઈ જાણતું નથી.’
૧૮ “થુવાતિરા+ મંડળના દૂતને લખ: ઈશ્વરનો દીકરો, જેની આંખો અગ્નિની જ્વાળા જેવી છે+ અને જેના પગ ચોખ્ખા તાંબા જેવા છે,+ તે આમ કહે છે: ૧૯ ‘મને તારાં કામો, તારો પ્રેમ, તારી શ્રદ્ધા, તારી ભક્તિ અને તારી ધીરજ વિશે ખબર છે. તારાં હમણાંનાં કામો અગાઉનાં કરતાં વધારે સારાં છે.
૨૦ “‘પણ તારી વિરુદ્ધ મારે આટલું કહેવું છે કે તું એ સ્ત્રી ઇઝેબેલને+ ચલાવી લે છે, જે પોતાને પ્રબોધિકા ગણાવે છે. તે મારા ભક્તોને વ્યભિચાર* કરવાનું+ અને મૂર્તિઓને અર્પણ કરેલી વસ્તુઓ ખાવાનું શીખવે છે. તે તેઓને ભમાવે છે. ૨૧ મેં તેને પસ્તાવો કરવાનો સમય આપ્યો. પણ તે પોતાના વ્યભિચારનો* પસ્તાવો કરવા તૈયાર નથી. ૨૨ હું તેને એટલી બીમાર કરી નાખીશ કે તે પથારીમાંથી ઊભી નહિ થાય. જેઓ તેની સાથે વ્યભિચાર કરે છે, તેઓ જો તેનાં જેવાં કામો છોડીને પસ્તાવો નહિ કરે, તો હું તેઓ પર મોટી આફત લાવીશ. ૨૩ હું તેનાં બાળકોને ખતરનાક બીમારીથી મારી નાખીશ. પછી બધાં મંડળો જાણશે કે અંતરના વિચારો* અને હૃદયોને પારખનાર હું જ છું. હું દરેકને પોતાનાં કાર્યો પ્રમાણે બદલો આપીશ.+
૨૪ “‘થુવાતિરામાં બાકીના જેઓ ઇઝેબેલના શિક્ષણને પાળતા નથી અને જેઓ “શેતાનના જૂઠા શિક્ષણ”+ વિશે કંઈ જાણતા નથી, તેઓને કહું છું: હું તમારા પર વધારાનો કોઈ બોજો નાખતો નથી. ૨૫ ફક્ત એટલું જ કે હું આવું ત્યાં સુધી, તમારી પાસે જે છે એને વળગી રહેજો.+ ૨૬ જે જીતે છે અને અંત સુધી મારા માર્ગો પ્રમાણે ચાલે છે, તેને હું પ્રજાઓ પર અધિકાર આપીશ,+ ૨૭ જેવો અધિકાર મને મારા પિતાએ આપ્યો છે. તે લોઢાના દંડથી લોકો પર રાજ કરશે,+ જેથી માટીનાં વાસણોની જેમ તેઓના ટુકડે-ટુકડા થઈ જાય. ૨૮ હું તેને સવારનો તારો+ આપીશ. ૨૯ જેને કાન છે તે ધ્યાનથી સાંભળે કે પવિત્ર શક્તિ મંડળોને શું કહે છે.’
૩ “સાર્દિસ મંડળના દૂતને લખ: જેની પાસે ઈશ્વરની સાત શક્તિઓ+ અને સાત તારા+ છે, તે આમ કહે છે: ‘તારાં કામો હું જાણું છું. તું નામ પૂરતો જીવે છે પણ તું મરેલો છે.+ ૨ સાવધ થા!+ જેઓ મરવાની અણીએ છે તેઓને મજબૂત કર. મેં જોયું છે કે મારા ઈશ્વર તારી પાસેથી જે કામોની ઇચ્છા રાખે છે, એ તું કરતો નથી. ૩ એટલે તને જે મળ્યું અને તેં જે સાંભળ્યું, એ હંમેશાં યાદ રાખ. એ પ્રમાણે કરતો રહે અને પસ્તાવો કર.+ જો તું જાગતો નહિ રહે, તો હું ચોરની જેમ આવીશ+ અને હું કઈ ઘડીએ આવીશ એની તને જરાય ખબર નહિ પડે.+
૪ “‘સાર્દિસમાં તારી વચ્ચે એવા અમુક લોકો છે, જેઓએ પોતાનાં કપડાં અશુદ્ધ કર્યાં નથી.+ તેઓ મારી સાથે સફેદ કપડાં પહેરીને ચાલશે,+ કારણ કે તેઓ એ સન્માનને લાયક છે. ૫ જે જીતે છે+ તેને સફેદ કપડાં પહેરાવવામાં આવશે.+ હું તેનું નામ જીવનના પુસ્તકમાંથી+ કદી પણ ભૂંસી નાખીશ નહિ. હું તેનું નામ મારા પિતા આગળ અને તેમના દૂતો આગળ કબૂલ કરીશ.+ ૬ જેને કાન છે તે ધ્યાનથી સાંભળે કે પવિત્ર શક્તિ મંડળોને શું કહે છે.’
૭ “ફિલાદેલ્ફિયા મંડળના દૂતને લખ: જે પવિત્ર છે,+ જે સત્ય છે,+ જેની પાસે દાઉદની ચાવી છે,+ જે ખોલે છે જેથી કોઈ એને બંધ કરશે નહિ અને જે બંધ કરે છે જેથી કોઈ એને ખોલશે નહિ, તે આમ કહે છે: ૮ ‘હું તારાં કાર્યો જાણું છું. મેં તારી આગળ દરવાજો ખુલ્લો મૂક્યો છે,+ જે કોઈ બંધ કરી શકતું નથી. હું જાણું છું કે તારી પાસે થોડી જ તાકાત છે. તેં મારી વાત માની છે અને તું મારા નામને વિશ્વાસુ સાબિત થયો છે. ૯ જેઓ શેતાનની ટોળકીના* છે તેઓ પોતાને યહૂદી ગણાવે છે, પણ હકીકતમાં નથી.+ તેઓ જૂઠું બોલે છે. હું તેઓને તારી પાસે લાવીશ અને તારા પગ આગળ નમન કરાવીશ. તેઓને બતાવીશ કે હું તને પ્રેમ કરું છું. ૧૦ તું મારી ધીરજના દાખલા પ્રમાણે ચાલ્યો છે.+ એટલે કસોટીના સમયે હું તારી સંભાળ રાખીશ.+ એ કસોટી આખી પૃથ્વી પર આવી પડશે, જેથી બધાની કસોટી થાય. ૧૧ હું જલદી જ આવું છું.+ તારી પાસે જે છે એને વળગી રહેજે, જેથી તારું ઇનામ* કોઈ લઈ ન લે.+
૧૨ “‘જે જીતે છે, તેને હું મારા ઈશ્વરના મંદિરમાં સ્તંભ બનાવીશ. કોઈ તેને મંદિરમાંથી બહાર કાઢી શકશે નહિ. હું તેના પર મારા ઈશ્વરનું નામ લખીશ.+ મારા ઈશ્વરના શહેરનું નામ, એટલે કે સ્વર્ગમાંથી મારા ઈશ્વર પાસેથી ઊતરતા નવા યરૂશાલેમનું+ નામ લખીશ. મારું પોતાનું નવું નામ પણ લખીશ.+ ૧૩ જેને કાન છે તે ધ્યાનથી સાંભળે કે પવિત્ર શક્તિ મંડળોને શું કહે છે.’
૧૪ “લાવદિકિયા+ મંડળના દૂતને લખ: જે આમેન,+ વિશ્વાસુ અને ખરો+ સાક્ષી+ છે, જે ઈશ્વરે રચેલી સૃષ્ટિની શરૂઆત છે,+ તે આમ કહે છે: ૧૫ ‘હું તારાં કામ જાણું છું, તું નથી ઠંડો કે નથી ગરમ. તું ઠંડો હોત કે ગરમ હોત તો કેવું સારું! ૧૬ પણ તું હૂંફાળો છે અને નથી ઠંડો+ કે નથી ગરમ.+ એટલે હું તને મારા મોંમાંથી થૂંકી નાખીશ. ૧૭ તું કહે છે કે “હું ધનવાન છું!+ મેં ધનદોલત ભેગી કરી છે અને મને કશાની જરૂર નથી.” પણ તને ખબર નથી કે તું દુઃખી, લાચાર, ગરીબ, આંધળો અને નગ્ન છે. ૧૮ હું તને સલાહ આપું છું કે અગ્નિમાં શુદ્ધ કરેલું સોનું મારી પાસેથી ખરીદ, જેથી તું ધનવાન થાય. તું પહેરવા માટે સફેદ કપડાં ખરીદ, જેથી તારી નગ્નતા ખુલ્લી ન પડે+ અને તારે શરમાવું ન પડે. તારી આંખોમાં લગાવવા અંજન ખરીદ,+ જેથી તું જોઈ શકે.+
૧૯ “‘હું જેઓને પ્રેમ કરું છું તેઓને ઠપકો અને શિસ્ત* આપું છું.+ ઉત્સાહી થા અને પસ્તાવો કર.+ ૨૦ હું દરવાજા પાસે ઊભો રહીને ખખડાવું છું. જે કોઈ મારો અવાજ સાંભળે છે અને દરવાજો ખોલે છે તેના ઘરમાં હું જઈશ. અમે સાથે મળીને સાંજનું ભોજન ખાઈશું. ૨૧ મેં જીત મેળવી છે+ અને હું મારા પિતા સાથે તેમના રાજ્યાસન પર બેઠો છું.+ જે જીતે છે તેને હું મારી સાથે મારા રાજ્યાસન પર બેસવા દઈશ.+ ૨૨ જેને કાન છે તે ધ્યાનથી સાંભળે કે પવિત્ર શક્તિ મંડળોને શું કહે છે.’”
૪ પછી મેં જોયું તો સ્વર્ગમાં એક દરવાજો ખુલ્લો હતો. મારી સાથે વાત કરનાર પહેલો અવાજ મેં સાંભળ્યો, જે રણશિંગડા જેવો હતો. એ અવાજે મને કહ્યું: “અહીં ઉપર આવ. જે બનાવો બનવાના છે એ હું તને બતાવીશ.” ૨ તરત જ ઈશ્વરની શક્તિ મારા પર આવી. જુઓ! સ્વર્ગમાં એક રાજ્યાસન હતું અને રાજ્યાસન પર કોઈ બેઠેલા હતા.+ ૩ એના પર જે બેઠા હતા, તેમનો દેખાવ યાસપિસ રત્ન+ અને લાલ રત્ન જેવો હતો. રાજ્યાસનની ચારે બાજુ મેઘધનુષ્ય હતું, જેનો દેખાવ લીલમ જેવો હતો.+
૪ રાજ્યાસનની ચારે બાજુ ૨૪ રાજ્યાસનો હતાં. એ રાજ્યાસનો પર સફેદ કપડાં પહેરેલા ૨૪ વડીલો+ બેઠેલા મેં જોયા. તેઓનાં માથાં પર સોનાના મુગટ હતા. ૫ રાજ્યાસનમાંથી વીજળીઓ ઝબૂકી,+ અવાજો સંભળાયા અને ગર્જના થઈ.+ રાજ્યાસન આગળ અગ્નિના સાત મોટા દીવા સળગતા હતા, જે ઈશ્વરની સાત શક્તિઓ છે.+ ૬ રાજ્યાસન આગળ સ્ફટિકના જેવો, જાણે કાચનો સમુદ્ર હતો.+
વચમાં રાજ્યાસનની પાસે અને એની આસપાસ ચાર કરૂબો* હતા.+ તેઓનાં શરીરો પર આગળ અને પાછળ બધે આંખો જ આંખો હતી. ૭ પહેલો કરૂબ સિંહ જેવો હતો.+ બીજો કરૂબ આખલા જેવો હતો.+ ત્રીજા કરૂબનો+ ચહેરો માણસ જેવો હતો. ચોથો કરૂબ+ ઊડતા ગરુડ જેવો હતો.+ ૮ એ ચાર કરૂબોને છ છ પાંખો હતી. પાંખો પર આગળ અને પાછળ બધી બાજુ આંખો જ આંખો હતી.+ તેઓ રાત-દિવસ કહેતા હતા: “પવિત્ર, પવિત્ર, પવિત્ર છે સર્વશક્તિમાન ઈશ્વર યહોવા,*+ જે હતા, જે છે અને જે આવે છે.”+
૯ જે રાજ્યાસન પર બેઠા છે અને જે સદાને માટે જીવે છે,+ તેમને કરૂબો માન-મહિમા આપતા અને તેમની આભાર-સ્તુતિ કરતા. ૧૦ તેઓ એમ કરતા ત્યારે રાજ્યાસન પર જે બેઠા છે તેમની આગળ ૨૪ વડીલો+ ઘૂંટણિયે પડતા. જે સદાને માટે જીવે છે તેમની ભક્તિ કરતા. તેઓ રાજ્યાસન આગળ મુગટ ઉતારીને કહેતા: ૧૧ “હે યહોવા* અમારા ભગવાન! મહિમા,+ માન+ અને શક્તિ+ મેળવવા તમે જ યોગ્ય છો. તમે જ બધી વસ્તુઓ બનાવી.+ તમારી ઇચ્છાથી તેઓની રચના થઈ.”
૫ રાજ્યાસન પર જે બેઠા હતા+ તેમના જમણા હાથમાં મેં એક વીંટો જોયો. એની બંને બાજુ* લખાણ હતું. એના પર સાત મહોર* મારવામાં આવી હતી. ૨ મેં જોયું કે એક શક્તિશાળી દૂત મોટા અવાજે આમ કહેતો હતો: “આ વીંટો ખોલવા અને એની મહોર તોડવા કોણ યોગ્ય છે?” ૩ પણ સ્વર્ગમાં, પૃથ્વી પર કે પૃથ્વી નીચે કોઈ પણ એ વીંટો ખોલવા કે એમાં જોવા માટે યોગ્ય ન હતું. ૪ હું ખૂબ રડ્યો, કેમ કે વીંટો ખોલવા અને એમાં જોવા કોઈ યોગ્ય મળ્યું નહિ. ૫ પણ વડીલોમાંના એકે મને કહ્યું: “રડીશ નહિ. યહૂદા કુળના+ સિંહને જો, જે દાઉદના+ કુટુંબના*+ છે. તેમણે જીત મેળવી છે,+ જેથી વીંટો અને એની સાત મહોર ખોલે.”
૬ રાજ્યાસનની પાસે, ચાર કરૂબોની અને વડીલોની વચ્ચે+ મેં એક ઘેટું*+ ઊભેલું જોયું. એ બલિદાન કરેલું હોય એવું લાગતું હતું.+ એને સાત શિંગડાં અને સાત આંખો હતી. એ આંખોનો અર્થ ઈશ્વરની સાત શક્તિઓ થાય છે,+ જે આખી પૃથ્વી પર મોકલવામાં આવી છે. ૭ ઘેટું તરત આગળ આવ્યું અને રાજ્યાસન પર જે બેઠેલા હતા, તેમના જમણા હાથમાંથી તેણે વીંટો લીધો.+ ૮ જ્યારે તેણે વીંટો લીધો, ત્યારે ચાર કરૂબો અને ૨૪ વડીલો+ ઘેટાની આગળ ઘૂંટણિયે પડ્યા. દરેક વડીલ પાસે વીણા હતી અને ધૂપથી* ભરપૂર સોનાના વાટકા હતા. (ધૂપ એટલે પવિત્ર લોકોની પ્રાર્થનાઓ.)+ ૯ તેઓ આ નવું ગીત ગાતા હતા:+ “વીંટો લેવા અને એની મહોર ખોલવા તમે યોગ્ય છો, કેમ કે તમારું બલિદાન ચઢાવવામાં આવ્યું. તમારા લોહીથી તમે ઈશ્વર માટે+ દરેક કુળ, બોલી,* પ્રજા અને દેશોમાંથી+ લોકો ખરીદી લીધા. ૧૦ તમે તેઓને આપણા ઈશ્વરની સેવા કરવા માટે રાજાઓ+ અને યાજકો+ બનાવ્યા. તેઓ પૃથ્વી પર રાજાઓ તરીકે રાજ કરશે.”+
૧૧ મેં રાજ્યાસન, કરૂબો અને વડીલોની આસપાસ ઘણા દૂતો જોયા. મેં તેઓનો અવાજ સાંભળ્યો. તેઓની સંખ્યા લાખોના લાખો અને હજારોના હજારો હતી.+ ૧૨ તેઓ મોટા અવાજે કહેતા હતા: “જે ઘેટાનું બલિદાન ચઢાવવામાં આવ્યું હતું,+ તે શક્તિ, ધનદોલત, બુદ્ધિ, બળ, માન, મહિમા અને સ્તુતિ મેળવવાને યોગ્ય છે.”+
૧૩ સ્વર્ગમાં, પૃથ્વી પર, પૃથ્વી નીચે+ અને સમુદ્ર પર બધાને મેં આમ કહેતા સાંભળ્યા: “રાજ્યાસન પર જે બેઠેલા છે+ તેમને અને ઘેટાને+ સદાને માટે+ સ્તુતિ, મહિમા,+ માન અને બળ મળે.” ૧૪ ચાર કરૂબોએ કહ્યું: “આમેન!” અને વડીલોએ ઘૂંટણિયે પડીને ઈશ્વરની ભક્તિ કરી.
૬ મેં જોયું કે ઘેટાએ+ સાત મહોરમાંથી+ પહેલી ખોલી. મેં ચાર કરૂબોમાંથી+ એકને ગર્જના જેવા અવાજમાં કહેતા સાંભળ્યો: “આવ!” ૨ જુઓ, મેં એક સફેદ ઘોડો+ જોયો. એના પર જે બેઠો હતો તેની પાસે ધનુષ્ય હતું. તેને મુગટ આપવામાં આવ્યો.+ તે દુશ્મનોને હરાવવા અને પૂરેપૂરી જીત મેળવવા નીકળી પડ્યો.+
૩ તેણે બીજી મહોર ખોલી ત્યારે મેં બીજા કરૂબને+ આમ કહેતા સાંભળ્યો: “આવ!” ૪ બીજો એક ઘોડો બહાર આવ્યો, જે લાલ રંગનો હતો. એના પર જે બેઠો હતો તેને એક મોટી તલવાર આપવામાં આવી. તેને પૃથ્વી પરથી શાંતિ લઈ લેવાની રજા આપવામાં આવી, જેથી લોકો એકબીજાની કતલ કરે.+
૫ તેણે ત્રીજી મહોર+ ખોલી ત્યારે મેં ત્રીજા કરૂબને+ આમ કહેતા સાંભળ્યો: “આવ!” જુઓ, મેં એક કાળો ઘોડો જોયો. એના પર જે બેઠો હતો તેના હાથમાં ત્રાજવું હતું. ૬ ચાર કરૂબોની વચ્ચેથી આવતો હોય એવો એક અવાજ મેં સાંભળ્યો: “એક દીનારના*+ એક કિલો ઘઉં. એક દીનારના ત્રણ કિલો જવ. જૈતૂનના તેલ અને દ્રાક્ષદારૂનો બગાડ ન કરો.”+
૭ તેણે ચોથી મહોર ખોલી ત્યારે મેં ચોથા કરૂબને+ આમ કહેતા સાંભળ્યો: “આવ!” ૮ જુઓ, મેં એક ફિક્કા રંગનો ઘોડો જોયો. એના પર જે બેઠો હતો તેનું નામ મરણ હતું. તેની પાછળ પાછળ કબર* આવતી હતી. તેઓને સત્તા આપવામાં આવી કે પૃથ્વીના ચોથા ભાગને લાંબી તલવારથી, દુકાળથી,+ જીવલેણ બીમારીથી અને જંગલી જાનવરોથી મારી નાખે.+
૯ તેણે પાંચમી મહોર ખોલી ત્યારે મેં વેદી* નીચે લોહી જોયું.+ આ એ લોકોનું લોહી*+ હતું, જેઓને ઈશ્વરના સંદેશાને લીધે અને સાક્ષી આપવાને લીધે મારી નાખવામાં આવ્યા હતા.+ ૧૦ તેઓએ મોટા અવાજે પોકાર કર્યો: “હે વિશ્વના માલિક,* પવિત્ર અને સાચા ઈશ્વર,*+ તમે ક્યાં સુધી ન્યાય નહિ કરો? પૃથ્વી પર રહેનારા પાસેથી અમારા લોહીનો બદલો ક્યાં સુધી નહિ લો?”+ ૧૧ એ દરેકને સફેદ ઝભ્ભો આપવામાં આવ્યો+ અને કહેવામાં આવ્યું કે જ્યાં સુધી તેઓના સાથી સેવકો અને ભાઈઓની સંખ્યા પૂરી ન થાય ત્યાં સુધી રાહ જુએ. થોડા જ સમયમાં એ લોકોને પણ તેઓની જેમ મારી નાખવામાં આવશે.+
૧૨ તેણે છઠ્ઠી મહોર ખોલી ત્યારે મેં જોયું તો મોટો ધરતીકંપ થયો. સૂર્ય કાળા કંતાન* જેવો થઈ ગયો. આખો ચંદ્ર લોહી જેવો લાલ થઈ ગયો.+ ૧૩ જેમ ભારે પવનથી અંજીરનું ઝાડ હલે અને કાચાં અંજીર ખરી પડે, એમ આકાશમાંથી તારા પૃથ્વી પર ખરી પડ્યા. ૧૪ વીંટાની જેમ આકાશ વીંટળાઈ ગયું+ અને અદૃશ્ય થઈ ગયું. દરેક પર્વત અને દરેક ટાપુ એની જગ્યાથી ખસી ગયા.+ ૧૫ પૃથ્વીના રાજાઓ, મોટા અધિકારીઓ, સેનાપતિઓ, ધનવાનો, સત્તાધીશો, ગુલામો અને આઝાદ માણસો ગુફાઓ અને પર્વતોના ખડકોમાં સંતાઈ ગયા.+ ૧૬ તેઓ પર્વતોને અને ખડકોને કહેવા લાગ્યા: “અમને ઢાંકી દો.+ રાજ્યાસન પર બેઠા છે+ તેમનાથી અને ઘેટાના કોપથી અમને સંતાડી દો.+ ૧૭ તેઓના કોપનો મહાન દિવસ આવ્યો છે+ અને એનાથી કોણ બચી શકે?”+
૭ એ પછી મેં જોયું તો ચાર દૂતો પૃથ્વીના ચાર ખૂણે ઊભા હતા. તેઓએ પૃથ્વીના ચાર પવનને બરાબર પકડી રાખ્યા હતા, જેથી પૃથ્વી, સમુદ્ર કે કોઈ ઝાડ પર પવન વાય નહિ. ૨ બીજા એક દૂતને મેં પૂર્વ દિશાથી* ઉપર આવતો જોયો. તેની પાસે જીવતા ઈશ્વરની મહોર હતી. જે ચાર દૂતોને પૃથ્વી અને સમુદ્રને નુકસાન કરવાનો અધિકાર અપાયો હતો, તેઓને તેણે મોટા અવાજે કહ્યું: ૩ “આપણા ઈશ્વરના સેવકોના કપાળ પર+ અમે મહોર ન મારીએ+ ત્યાં સુધી પૃથ્વી, સમુદ્ર કે ઝાડને નુકસાન કરતા નહિ.”
૪ મહોર મારવામાં આવેલા લોકોની સંખ્યા મેં સાંભળી, જે ૧,૪૪,૦૦૦+ હતી. તેઓને ઇઝરાયેલના દરેક કુળમાંથી પસંદ કરવામાં આવ્યા હતા:+
૫ યહૂદા કુળમાંથી ૧૨,૦૦૦ પર મહોર મારવામાં આવી,
રૂબેન કુળમાંથી ૧૨,૦૦૦,
ગાદ કુળમાંથી ૧૨,૦૦૦,
૬ આશેર કુળમાંથી ૧૨,૦૦૦,
નફતાલી કુળમાંથી ૧૨,૦૦૦,
મનાશ્શા+ કુળમાંથી ૧૨,૦૦૦,
૭ શિમયોન કુળમાંથી ૧૨,૦૦૦,
લેવી કુળમાંથી ૧૨,૦૦૦,
ઇસ્સાખાર કુળમાંથી ૧૨,૦૦૦,
૮ ઝબુલોન કુળમાંથી ૧૨,૦૦૦,
યૂસફ કુળમાંથી ૧૨,૦૦૦
અને બિન્યામીન કુળમાંથી ૧૨,૦૦૦ પર મહોર મારવામાં આવી.
૯ એ પછી જુઓ, મેં એક મોટું ટોળું જોયું! એ રાજ્યાસન અને ઘેટા સામે ઊભું હતું. એ ટોળામાં દરેક દેશ, કુળ, પ્રજા અને બોલીમાંથી*+ કોઈ ગણી ન શકે એટલા બધા લોકો હતા. તેઓએ સફેદ ઝભ્ભા પહેર્યા હતા.+ તેઓના હાથમાં ખજૂરીની ડાળીઓ હતી.+ ૧૦ તેઓ મોટા અવાજે પોકારતા હતા: “રાજ્યાસન પર બેઠેલા+ આપણા ઈશ્વરે અને ઘેટાએ+ આપણો ઉદ્ધાર કર્યો છે. તેઓનો ખૂબ ખૂબ આભાર!”
૧૧ રાજ્યાસન, વડીલો+ અને ચાર કરૂબોની આસપાસ બધા દૂતો ઊભા હતા. તેઓએ રાજ્યાસન આગળ ઘૂંટણિયે પડીને માથું નમાવીને ઈશ્વરની ભક્તિ કરી. ૧૨ તેઓએ કહ્યું: “આમેન! આપણા ઈશ્વરને સ્તુતિ, મહિમા, બુદ્ધિ, આભાર, માન, શક્તિ અને બળ સદાને માટે મળે.+ આમેન.”
૧૩ વડીલોમાંના એકે મને પૂછ્યું: “જેઓએ સફેદ ઝભ્ભા પહેર્યા છે,+ તેઓ કોણ છે અને ક્યાંથી આવ્યા છે?” ૧૪ મેં તરત જ કહ્યું: “મારા માલિક, એ તો તમે જ જાણો છો.” તેમણે કહ્યું: “તેઓ મોટી વિપત્તિમાંથી* નીકળી આવેલા લોકો છે.+ તેઓએ પોતાના ઝભ્ભા ઘેટાના લોહીમાં ધોઈને સફેદ કર્યા છે.+ ૧૫ એટલે જ તેઓ ઈશ્વરના રાજ્યાસન આગળ છે અને તેમના મંદિરમાં રાત-દિવસ પવિત્ર સેવા કરે છે. રાજ્યાસન પર જે બેઠા છે+ તે તેઓનું રક્ષણ કરશે.*+ ૧૬ તેઓને કદી ભૂખ કે તરસ લાગશે નહિ. સૂર્યનો ધગધગતો તાપ તેઓને દઝાડશે નહિ.+ ૧૭ રાજ્યાસનની પાસે ઊભેલું ઘેટું+ તેઓની સંભાળ રાખશે.+ તે તેઓને જીવનનાં પાણીનાં ઝરણાઓ* સુધી દોરી જશે.+ ઈશ્વર તેઓની આંખોમાંનું દરેક આંસુ લૂછી નાખશે.”+
૮ ઘેટાએ+ સાતમી મહોર+ ખોલી ત્યારે આશરે અડધા કલાક માટે સ્વર્ગમાં શાંતિ છવાઈ ગઈ. ૨ ઈશ્વર આગળ ઊભા રહેલા સાત દૂતોને+ મેં જોયા. તેઓને સાત રણશિંગડાં* આપવામાં આવ્યાં હતાં.
૩ બીજો એક દૂત સોનાની ધૂપદાની લઈને આવ્યો અને વેદી પાસે ઊભો રહ્યો.+ તેને ઘણો ધૂપ+ આપવામાં આવ્યો. એ માટે કે પવિત્ર લોકો પ્રાર્થના કરે ત્યારે, તે રાજ્યાસન સામેની સોનાની વેદી+ પર ધૂપ ચઢાવે. ૪ પવિત્ર લોકોની પ્રાર્થનાઓ સાથે,+ દૂતના હાથમાંથી ધૂપનો ધુમાડો ઈશ્વર પાસે ચઢ્યો. ૫ દૂતે તરત જ ધૂપદાની લીધી અને વેદીની કેટલીક આગ એમાં ભરી. તેણે એ આગ પૃથ્વી પર નાખી. પૃથ્વી પર ગર્જના, અવાજો, વીજળીના ચમકારા+ અને ધરતીકંપ થયાં. ૬ સાત દૂતોએ સાત રણશિંગડાં+ વગાડવાની તૈયારી કરી.
૭ પહેલા દૂતે રણશિંગડું* વગાડ્યું. એટલે લોહીવાળાં કરા અને આગ પૃથ્વી પર વરસાવવામાં આવ્યાં.+ પૃથ્વીનો ત્રીજો ભાગ બળી ગયો, વૃક્ષોનો ત્રીજો ભાગ બળી ગયો અને બધી લીલી વનસ્પતિ બળી ગઈ.+
૮ બીજા દૂતે રણશિંગડું વગાડ્યું. એટલે અગ્નિથી બળતા મોટા પહાડ જેવું કંઈક સમુદ્રમાં નાખવામાં આવ્યું.+ સમુદ્રનો ત્રીજો ભાગ લોહી થઈ ગયો.+ ૯ સમુદ્રના ત્રીજા ભાગનાં પ્રાણીઓ* મરી ગયાં.+ ત્રીજા ભાગનાં વહાણો ભાંગી ગયાં.
૧૦ ત્રીજા દૂતે રણશિંગડું વગાડ્યું. એટલે દીવાની જેમ બળતો એક મોટો તારો આકાશમાંથી નીચે પડ્યો. નદીઓના ત્રીજા ભાગ પર અને પાણીનાં ઝરણાઓના*+ ત્રીજા ભાગ પર એ પડ્યો. ૧૧ એનાથી પાણીનો ત્રીજો ભાગ કડવો થઈ ગયો. એ કડવા પાણીને લીધે ઘણા લોકો મરી ગયા. એ તારાનું નામ કડવો છોડ* છે.+
૧૨ ચોથા દૂતે રણશિંગડું વગાડ્યું. એટલે સૂર્યના ત્રીજા ભાગને,+ ચંદ્રના ત્રીજા ભાગને અને તારાઓના ત્રીજા ભાગને નુકસાન થયું. તેઓ પર અંધારું છવાઈ ગયું. દિવસના ત્રીજા ભાગ પર જરાય પ્રકાશ ન હતો+ અને રાતનું પણ એવું જ થયું.
૧૩ મેં આકાશમાં ગરુડ ઊડતો જોયો. તેને મોટા અવાજે આમ કહેતા સાંભળ્યો: “બીજા ત્રણ દૂતો રણશિંગડાં વગાડવાની તૈયારીમાં છે.+ એ રણશિંગડાંના અવાજને લીધે પૃથ્વી પર રહેનારાઓને અફસોસ, અફસોસ, અફસોસ!”+
૯ પાંચમા દૂતે રણશિંગડું વગાડ્યું.+ એટલે મેં આકાશમાંથી પૃથ્વી પર પડેલો તારો જોયો. તેને અનંત ઊંડાણની*+ ચાવી આપવામાં આવી. ૨ તેણે અનંત ઊંડાણ ખોલ્યું. મોટી ભઠ્ઠીમાંથી ધુમાડો નીકળતો હોય તેમ એમાંથી ધુમાડો ઉપર ચઢ્યો. એ ધુમાડાને લીધે સૂર્ય કાળો થઈ ગયો+ અને હવામાં અંધારું છવાઈ ગયું. ૩ એ ધુમાડામાંથી તીડો નીકળીને પૃથ્વી પર આવ્યા.+ એ તીડોને પૃથ્વી પરના વીંછીઓ પાસે છે એવી શક્તિ આપવામાં આવી. ૪ તેઓને કહેવામાં આવ્યું કે પૃથ્વીની કોઈ પણ વનસ્પતિ, લીલોતરી કે ઝાડને નુકસાન ન કરે. પણ જેઓનાં કપાળ પર ઈશ્વરની મહોર નથી તેઓને જ નુકસાન કરે.+
૫ તીડોને કહેવામાં આવ્યું કે તેઓને મારી ન નાખે, પણ પાંચ મહિના સુધી રિબાવે. જેમ વીંછી ડંખ મારે અને વેદના થાય એવી લોકોની વેદના હતી.+ ૬ એ દિવસોમાં લોકો મોત માંગશે પણ મળશે નહિ. તેઓ મરવા માટે તડપશે, પણ મરણ તેઓથી દૂર ભાગશે.
૭ તીડોનો દેખાવ યુદ્ધ માટે તૈયાર ઘોડાઓના જેવો હતો.+ તેઓનાં માથાં પર સોનાના મુગટો જેવું કંઈક હતું. તેઓના ચહેરા માણસના ચહેરા જેવા હતા. ૮ પણ તેઓના વાળ સ્ત્રીઓના વાળ જેવા હતા. તેઓના દાંત સિંહોના દાંત જેવા હતા.+ ૯ તેઓની છાતીનું બખ્તર લોઢાના બખ્તર જેવું હતું. તેઓની પાંખોનો અવાજ યુદ્ધ માટે ધસમસતા ઘોડાના રથોના અવાજ જેવો હતો.+ ૧૦ તેઓની પૂંછડીઓ અને ડંખ વીંછીઓ જેવાં હતાં. એ પૂંછડીઓમાં એવી શક્તિ હતી કે લોકોને પાંચ મહિના સુધી પીડા આપે.+ ૧૧ અનંત ઊંડાણનો દૂત તેઓનો રાજા છે.+ હિબ્રૂ ભાષામાં તેનું નામ અબદ્દોન* છે. ગ્રીક ભાષામાં તેનું નામ અપોલ્યોન* છે.
૧૨ એક આફત પૂરી થઈ. પછી જુઓ! બીજી બે આફતો+ આવી રહી છે.
૧૩ છઠ્ઠા દૂતે+ રણશિંગડું વગાડ્યું.+ એટલે ઈશ્વર આગળ મૂકેલી સોનાની વેદીનાં+ શિંગડાંમાંથી* મેં અવાજ સાંભળ્યો. ૧૪ એ અવાજે રણશિંગડું વગાડનાર છઠ્ઠા દૂતને કહ્યું: “મોટી નદી યુફ્રેટિસ* પાસે બાંધેલા ચાર દૂતોને છોડી મૂક.”+ ૧૫ એ ચાર દૂતોને છોડી મૂકવામાં આવ્યા. તેઓને આ ઘડી, દિવસ, મહિના અને વર્ષ માટે તૈયાર કરેલા હતા, જેથી તેઓ ત્રીજા ભાગના લોકોને મારી નાખે.
૧૬ મેં સૈન્યોના ઘોડેસવારોની સંખ્યા સાંભળી. તેઓની સંખ્યા વીસ કરોડ હતી. ૧૭ મેં દર્શનમાં જોયેલા ઘોડા અને તેઓના સવારો આવા દેખાતા હતા: તેઓના બખ્તર આગ જેવા લાલ, ઘાટા ભૂરા અને ગંધક જેવા પીળા હતા. ઘોડાઓનાં માથાં સિંહોનાં માથાં જેવાં હતાં.+ તેઓનાં મોંમાંથી આગ, ધુમાડો અને ગંધક નીકળતાં હતાં. ૧૮ આ ત્રણ આફતોથી, એટલે કે તેઓનાં મોંમાંથી નીકળતાં અગ્નિ, ધુમાડા અને ગંધકથી ત્રીજા ભાગના લોકો માર્યા ગયા. ૧૯ ઘોડાઓની શક્તિ તેઓનાં મોંમાં અને તેઓની પૂંછડીઓમાં છે. તેઓની પૂંછડીઓ સાપ જેવી છે, જેને માથાં છે. ઘોડાઓ પોતાની પૂંછડીઓથી લોકોને નુકસાન કરે છે.
૨૦ પણ બાકીના જે લોકો આફતોથી માર્યા ગયા ન હતા, તેઓએ પોતાનાં* કામોનો પસ્તાવો કર્યો નહિ. તેઓએ દુષ્ટ દૂતોને* ભજવાનું છોડ્યું નહિ. તેઓએ સોના, ચાંદી, તાંબા, પથ્થર અને લાકડાની મૂર્તિઓને ભજવાનું છોડ્યું નહિ, જેઓ જોઈ, સાંભળી કે ચાલી શકતી નથી.+ ૨૧ તેઓએ ખૂન, મેલીવિદ્યા, વ્યભિચાર* અને ચોરી કર્યાં હતાં. પણ તેઓએ એ માટે પસ્તાવો કર્યો નહિ.
૧૦ મેં બીજા એક શક્તિશાળી દૂતને સ્વર્ગમાંથી ઊતરતો જોયો. તે વાદળથી ઘેરાયેલો હતો. તેના માથા પર મેઘધનુષ્ય હતું. તેનો ચહેરો સૂર્ય જેવો હતો.+ તેના પગ અગ્નિના સ્તંભ જેવા હતા. ૨ તેના હાથમાં એક નાનો વીંટો હતો, જે ખુલ્લો કરેલો હતો. તેણે પોતાનો જમણો પગ સમુદ્ર પર અને ડાબો પગ પૃથ્વી પર મૂક્યો. ૩ સિંહ ગર્જના કરે તેમ તે મોટા અવાજે પોકારી ઊઠ્યો.+ તેણે પોકાર કર્યો ત્યારે, મેં સાત ગર્જનાઓનો+ અવાજ સાંભળ્યો.
૪ સાત ગર્જનાઓ બોલી એ હું લખવાનો જ હતો. પણ સ્વર્ગમાંથી મેં આવો અવાજ સાંભળ્યો:+ “સાત ગર્જનાઓ જે બોલી એ વાતો પર મહોર માર, એને લખીશ નહિ.” ૫ જે દૂતને મેં સમુદ્ર અને પૃથ્વી પર ઊભેલો જોયો, તેણે પોતાનો જમણો હાથ સ્વર્ગ તરફ ઊંચો કર્યો. ૬ જે સદાને માટે જીવે છે+ અને જેમણે આકાશ, પૃથ્વી, સમુદ્ર અને એમાંની બધી વસ્તુઓ ઉત્પન્ન કરી છે,+ તેમના સમ ખાઈને દૂતે કહ્યું: “હવે જરા પણ મોડું થશે નહિ. ૭ સાતમો દૂત+ રણશિંગડું વગાડવાની તૈયારીમાં હશે+ એ દિવસોમાં ઈશ્વરનું પવિત્ર રહસ્ય+ પૂરું થશે. એ રહસ્ય તેમણે પોતાના સેવકોને, એટલે કે પ્રબોધકોને*+ ખુશખબર તરીકે જણાવ્યું હતું.”
૮ સ્વર્ગમાંથી એક અવાજે+ ફરીથી મારી સાથે વાત કરી અને કહ્યું: “જા, સમુદ્ર અને પૃથ્વી પર ઊભેલા દૂતના હાથમાંથી ખુલ્લો વીંટો લઈ લે.”+ ૯ મેં દૂત પાસે જઈને એ નાનો વીંટો માંગ્યો. તેણે મને કહ્યું: “આ લે અને ખાઈ જા.+ એ તારા પેટમાં કડવો લાગશે, પણ મોંમાં મધ જેવો મીઠો લાગશે.” ૧૦ મેં દૂતના હાથમાંથી એ નાનો વીંટો લઈ લીધો. મેં ખાધો+ ત્યારે મારા મોંમાં એ મધ જેવો મીઠો લાગ્યો.+ પણ ખાધા પછી મારા પેટમાં કડવો લાગ્યો. ૧૧ મને કહેવામાં આવ્યું કે “લોકો, દેશો, બોલીઓ* અને ઘણા રાજાઓ વિશે તું ફરી ભવિષ્યવાણી કર.”
૧૧ મને બરુની* સોટી+ આપવામાં આવી, જે માપવાની લાકડી* જેવી હતી. મને કહેવામાં આવ્યું: “ઊભો થા! ઈશ્વરના મંદિરનું* અને વેદીનું માપ લે. ત્યાં ભક્તિ કરતા લોકોની ગણતરી કર. ૨ મંદિરની બહારના આંગણાને* છોડી દે અને એનું માપ લઈશ નહિ. એ બીજી પ્રજાઓને આપવામાં આવ્યું છે. તેઓ પવિત્ર શહેરને+ ૪૨ મહિનાઓ+ સુધી પગ નીચે ખૂંદશે. ૩ હું મારા બે સાક્ષીઓને મોકલીશ. તેઓ ૧,૨૬૦ દિવસ સુધી કંતાન પહેરીને ભવિષ્યવાણી કરશે.” ૪ તેઓ તો પૃથ્વીના માલિક આગળ ઊભા રહેનાર+ જૈતૂનનાં બે ઝાડ+ અને બે દીવીઓ+ છે.
૫ જો કોઈ તેઓને નુકસાન કરવા ચાહે, તો તેઓનાં મોંમાંથી આગ નીકળીને દુશ્મનોને ભસ્મ કરી નાખશે. જો કોઈ તેઓને નુકસાન કરશે, તો એ રીતે માર્યો જશે. ૬ તેઓ પાસે આકાશ* બંધ કરવાનો અધિકાર છે.+ તેઓ ભવિષ્યવાણી કરે એ દિવસોમાં વરસાદ પડશે નહિ.+ તેઓને અધિકાર છે કે પાણીને લોહીમાં ફેરવી નાખી શકે,+ તેઓ ચાહે એટલી વાર પૃથ્વી પર દરેક પ્રકારની આફત લાવી શકે.
૭ તેઓ સાક્ષી આપવાનું પૂરું કરશે ત્યારે, અનંત ઊંડાણમાંથી* બહાર આવનાર જંગલી જાનવર તેઓ સાથે લડાઈ કરશે. એ તેઓને હરાવશે અને મારી નાખશે.+ ૮ તેઓની લાશો મોટા શહેરના મુખ્ય રસ્તા પર પડી રહેશે. એ શહેર સદોમ અને ઇજિપ્તને* રજૂ કરે છે. ત્યાં તેઓના માલિકને પણ વધસ્તંભ* પર મારી નાખવામાં આવ્યા હતા. ૯ પ્રજાઓ, કુળો, બોલીઓ* અને દેશોના લોકો તેઓની લાશોને સાડા ત્રણ દિવસ સુધી જોશે.+ એ લોકો તેઓની લાશોને કબરમાં મૂકવા નહિ દે. ૧૦ એ બે પ્રબોધકોએ પોતાના સંદેશાથી પૃથ્વી પર રહેનારાઓને ઘણા દુઃખી કર્યા હતા. તેઓનાં મરણને લીધે પૃથ્વી પર રહેનારાઓ આનંદ કરશે. તેઓ ઉજવણી કરશે અને એકબીજાને ભેટો મોકલશે.
૧૧ સાડા ત્રણ દિવસ પછી, એ બે સાક્ષીઓને ઈશ્વર તરફથી જીવન-શક્તિ મળી.+ તેઓ ઊભા થયા અને તેઓને જોનારાઓ પર ભય છવાઈ ગયો. ૧૨ આકાશમાંથી મોટો અવાજ તેઓને આમ કહેતો સંભળાયો: “અહીં ઉપર આવો.” તેઓ વાદળમાં ઉપર આકાશમાં ચઢી ગયા. તેઓના દુશ્મનોએ તેઓને જોયા. ૧૩ એ ઘડીએ મોટો ધરતીકંપ થયો. શહેરનો દસમો ભાગ પડી ગયો અને ૭,૦૦૦ લોકો મરી ગયા. બાકીના લોકો ખૂબ ડરી ગયા અને સ્વર્ગના ઈશ્વરને મહિમા આપવા લાગ્યા.
૧૪ બીજી આફત+ પૂરી થઈ. પછી જુઓ! ત્રીજી આફત જલદી જ આવી રહી છે.
૧૫ સાતમા દૂતે રણશિંગડું વગાડ્યું.+ એટલે સ્વર્ગમાં મોટા અવાજો થયા જે કહેતા હતા: “દુનિયાનું રાજ્ય આપણા ઈશ્વરનું+ અને તેમના ખ્રિસ્તનું+ થયું છે. તે* સદાને માટે રાજા તરીકે રાજ કરશે.”+
૧૬ ઈશ્વર આગળ ૨૪ વડીલો+ પોતાના રાજ્યાસન પર બેઠા હતા. તેઓએ ઘૂંટણિયે પડીને ઈશ્વરની ભક્તિ કરી. ૧૭ તેઓએ કહ્યું: “હે સર્વશક્તિમાન ઈશ્વર યહોવા,* જે હતા અને જે છે,+ અમે તમારો આભાર માનીએ છીએ. તમે તમારી મહાન શક્તિનો ઉપયોગ કર્યો છે. તમે રાજા તરીકે રાજ કરવાનું શરૂ કર્યું છે.+ ૧૮ પણ પ્રજાઓ રોષે ભરાઈ અને તમારો ક્રોધ ભભૂકી ઊઠ્યો. હવે નક્કી કરેલો સમય આવ્યો છે. મરણ પામેલા લોકોનો ન્યાય કરવાનો સમય આવ્યો છે. તમારા સેવકોને, એટલે કે પ્રબોધકોને,+ પવિત્ર લોકોને અને તમારા નામનો ડર રાખનારા નાના-મોટા સર્વને ઇનામ આપવાનો+ સમય આવ્યો છે. જેઓ પૃથ્વીનો નાશ કરે છે તેઓનો નાશ કરવાનો સમય આવ્યો છે.”+
૧૯ સ્વર્ગમાં ઈશ્વરનું મંદિર*+ ખોલવામાં આવ્યું. એમાં તેમનો કરારકોશ* દેખાયો. એની સાથે વીજળીના ચમકારા થયા, અવાજો અને ગર્જનાઓ સંભળાયાં, ધરતીકંપ થયો અને મોટા મોટા કરા પડ્યા.
૧૨ પછી નવાઈ પમાડે એવું દૃશ્ય સ્વર્ગમાં દેખાયું: એક સ્ત્રીએ+ સૂર્ય ઓઢેલો હતો. તેના પગ નીચે ચંદ્ર હતો. તેના માથા ઉપર ૧૨ તારાઓનો મુગટ હતો. ૨ તે ગર્ભવતી હતી. બાળકને જન્મ આપવાની ઘડી આવી હોવાથી તે વેદનાને લીધે ચીસો પાડતી હતી.
૩ સ્વર્ગમાં બીજું એક દૃશ્ય દેખાયું. જુઓ! લાલ રંગનો એક મોટો અજગર!+ તેને સાત માથાં અને દસ શિંગડાં હતાં. તેનાં માથાં પર સાત મુગટ* હતા. ૪ તેની પૂંછડીએ સ્વર્ગના તારાઓનો ત્રીજો ભાગ+ ખેંચીને પૃથ્વી પર નાખી દીધો.+ જે સ્ત્રી બાળકને જન્મ આપવાની તૈયારીમાં હતી તેની સામે અજગર ઊભો રહ્યો.+ એ માટે કે સ્ત્રી બાળકને જન્મ આપે કે તરત જ બાળકને ગળી જાય.
૫ તેણે છોકરાને જન્મ આપ્યો,+ જે બધી પ્રજાઓ પર લોઢાના દંડથી રાજ કરશે.+ એ સ્ત્રીના બાળકને તરત જ ઈશ્વર અને તેમના રાજ્યાસન પાસે લઈ જવામાં આવ્યું. ૬ તે સ્ત્રી વેરાન પ્રદેશમાં નાસી ગઈ. ત્યાં ઈશ્વરે તેના માટે જગ્યા તૈયાર કરી હતી, જેથી ૧,૨૬૦ દિવસ સુધી તેનું પાલન-પોષણ કરવામાં આવે.+
૭ સ્વર્ગમાં યુદ્ધ ફાટી નીકળ્યું: મિખાયેલ*+ અને તેમના દૂતોએ અજગર સામે યુદ્ધ કર્યું. અજગર અને તેના દૂતોએ પણ યુદ્ધ કર્યું. ૮ પણ અજગર અને તેના દૂતો હારી ગયા.* સ્વર્ગમાં તેઓ માટે હવે કોઈ જગ્યા રહી નહિ. ૯ એ મોટો અજગર,+ જૂનો સાપ,+ જે નિંદા કરનાર+ અને શેતાન*+ તરીકે ઓળખાય છે, જે આખી દુનિયાને* ખોટે માર્ગે દોરે છે,+ તેને નીચે નાખી દેવામાં આવ્યો. તેને પૃથ્વી પર નાખી દેવામાં આવ્યો+ અને સાથે સાથે તેના દૂતોને પણ નાખી દેવામાં આવ્યા. ૧૦ સ્વર્ગમાં મેં એક મોટો અવાજ સાંભળ્યો:
“જુઓ! આપણા ભાઈઓ પર આરોપ મૂકનારને નીચે નાખી દેવામાં આવ્યો છે, જે આપણા ઈશ્વર આગળ રાત-દિવસ તેઓ પર આરોપ મૂકે છે.+ હવે લોકોનો ઉદ્ધાર પાસે આવ્યો છે!+ ઈશ્વરની શક્તિ જગજાહેર થઈ છે! તેમનું રાજ્ય આવ્યું છે!+ તેમના ખ્રિસ્તે અધિકાર વાપરવાનું શરૂ કર્યું છે! ૧૧ ઘેટાના લોહીને+ કારણે અને તેઓએ આપેલી સાક્ષીના સંદેશાને+ કારણે તેઓએ અજગરને હરાવ્યો.+ તેઓએ મોતનો સામનો કરતી વખતે પણ પોતાનું જીવન* વહાલું ગણ્યું નહિ.+ ૧૨ એટલે ઓ સ્વર્ગ અને એમાં રહેનારાઓ, તમે આનંદ કરો! પણ પૃથ્વી અને સમુદ્રને અફસોસ!+ શેતાન તમારી પાસે નીચે ઊતરી આવ્યો છે. તે ગુસ્સે ભરાયો છે, કારણ કે તે જાણે છે કે તેની પાસે થોડો જ સમય છે.”+
૧૩ અજગરે જોયું કે તેને નીચે પૃથ્વી પર ફેંકી દેવામાં આવ્યો છે.+ એટલે તેણે છોકરાને જન્મ આપનાર સ્ત્રીની સતાવણી કરી.+ ૧૪ તે સ્ત્રીને મહાન ગરુડની બે પાંખો+ આપવામાં આવી. એ માટે કે તે વેરાન પ્રદેશમાં તેના માટે તૈયાર કરેલી જગ્યાએ ઊડી જઈ શકે. ત્યાં સમય, બે સમય અને અડધા સમય*+ સુધી તેનું પાલન-પોષણ કરવામાં આવશે અને તે સાપથી દૂર રહેશે.+
૧૫ સાપે પોતાના મોંમાંથી નદીના જેવો પાણીનો પ્રવાહ એ સ્ત્રી પર છોડ્યો, જેથી તે નદીમાં ડૂબી જાય. ૧૬ પણ પૃથ્વી તેની મદદે આવી અને પોતાનું મોં ખોલ્યું. અજગરે પોતાના મોંમાંથી જે નદી વહેતી કરી હતી એ પી ગઈ. ૧૭ અજગર એ સ્ત્રી પર ગુસ્સે ભરાયો. સ્ત્રીના બાકીના વંશજ+ સાથે તે યુદ્ધ કરવા નીકળી પડ્યો, જેઓ ઈશ્વરની આજ્ઞા માને છે અને જેઓને ઈસુની સાક્ષી આપવાનું કામ સોંપાયું છે.+
૧૩ એ અજગર સમુદ્રની રેતી પર ઊભો રહ્યો.
મેં એક જંગલી જાનવરને+ સમુદ્રમાંથી બહાર નીકળતું જોયું.+ એને દસ શિંગડાં અને સાત માથાં હતાં. એનાં શિંગડાં પર દસ મુગટ* હતા. પણ એનાં માથાં પર ઈશ્વરની નિંદા કરતા નામો હતાં. ૨ જે જંગલી જાનવર મેં જોયું એ દીપડા જેવું હતું. પણ એના પગ રીંછના પગ જેવા હતા અને મોં સિંહના મોં જેવું હતું. અજગરે+ પોતાની શક્તિ, પોતાનું રાજ્યાસન અને મહાન અધિકાર+ એ જાનવરને આપ્યાં.
૩ મેં જોયું કે એનું એક માથું ખતરનાક રીતે ઘવાયું હતું. પણ એ જીવલેણ ઘા રુઝાયો.+ આખી પૃથ્વીના લોકો એ જંગલી જાનવરની વાહ વાહ કરતા એની પાછળ ચાલ્યા. ૪ તેઓએ અજગરની ઉપાસના કરી, કેમ કે તેણે જંગલી જાનવરને અધિકાર આપ્યો હતો. તેઓએ જંગલી જાનવરની સ્તુતિ કરીને કહ્યું: “જંગલી જાનવર જેવું કોણ છે? એની સામે કોણ યુદ્ધ કરી શકે?” ૫ જંગલી જાનવરને એવું મોં આપવામાં આવ્યું, જે મોટી મોટી વાતો કરે અને ઈશ્વરની નિંદા કરે. એને ૪૨ મહિના+ સુધી મન ફાવે એમ કરવાનો અધિકાર આપવામાં આવ્યો. ૬ એણે ઈશ્વરની નિંદા કરવા પોતાનું મોં ખોલ્યું.+ એણે ઈશ્વરના નામની, તેમના રહેઠાણની અને સ્વર્ગમાં રહેનારાઓની નિંદા કરી.+ ૭ એને પવિત્ર લોકો સામે યુદ્ધ કરવાની અને તેઓને હરાવવાની+ રજા આપવામાં આવી. એને દરેક કુળ, પ્રજા, બોલી* અને દેશ પર અધિકાર આપવામાં આવ્યો. ૮ પૃથ્વી પર રહેનારા બધા લોકો એની ઉપાસના કરશે. દુનિયાનો પાયો નંખાયો* ત્યારથી, તેઓમાંના એકનું પણ નામ જીવનના વીંટામાં+ લખેલું નથી. એ વીંટો બલિદાન કરેલા ઘેટાનો છે.+
૯ જેને કાન છે તે ધ્યાનથી સાંભળે.+ ૧૦ જો કોઈને કેદ થવાની હોય, તો તેને કેદ થશે. જો કોઈ તલવારથી બીજાને મારી નાખે,* તો તેને તલવારથી મારી નાખવામાં આવશે.+ એટલા માટે પવિત્ર લોકોએ+ ધીરજ+ અને શ્રદ્ધા+ બતાવવાની જરૂર પડશે.
૧૧ પછી મેં બીજું એક જંગલી જાનવર પૃથ્વીમાંથી નીકળતું જોયું. એને ઘેટાના જેવા બે શિંગડાં હતાં, પણ એ અજગરની જેમ બોલતું હતું.+ ૧૨ પહેલા જંગલી જાનવરની+ નજર આગળ તેનો બધો અધિકાર બીજું જાનવર ચલાવે છે. બીજું જાનવર પૃથ્વી અને એના રહેવાસીઓ પાસે પહેલા જંગલી જાનવરની ઉપાસના કરાવે છે, જેનો જીવલેણ ઘા રુઝાયો હતો.+ ૧૩ બીજું જાનવર મોટા મોટા ચમત્કારો* કરે છે. એટલે સુધી કે માણસોની નજર સામે આકાશમાંથી પૃથ્વી પર અગ્નિ વરસાવે છે.
૧૪ બીજા જાનવરને જંગલી જાનવરની નજર આગળ ચમત્કારો કરવાની રજા મળી છે. એટલે એ પૃથ્વી પર રહેનારાઓને ખોટા માર્ગે દોરે છે. એ પૃથ્વીના રહેવાસીઓને કહે છે કે જે જંગલી જાનવરને તલવારથી ઘાયલ કરવામાં આવ્યું હતું છતાં બચી ગયું છે,+ એની મૂર્તિ બનાવીને+ ઉપાસના કરો. ૧૫ બીજા જાનવરને પહેલા જંગલી જાનવરની મૂર્તિમાં શ્વાસ ફૂંકવાનો અધિકાર અપાયો. એટલા માટે કે એ મૂર્તિ બોલે અને જે કોઈ મૂર્તિની ઉપાસના કરવાની ના પાડે તેને મારી નાખવાનો હુકમ આપે.
૧૬ એ જાનવર નાના અને મોટા, ગરીબ અને ધનવાન, આઝાદ અને ગુલામ, બધા જ લોકોને દબાણ કરે છે કે તેઓ પોતાના જમણા હાથ પર કે કપાળ પર છાપ લે.+ ૧૭ જંગલી જાનવરની છાપ, એટલે કે એનું નામ+ કે એના નામની સંખ્યા+ જેના પર હોય, તેના સિવાય બીજું કોઈ પણ ખરીદી કે વેચી શકે નહિ. ૧૮ આ સમજવા બુદ્ધિની જરૂર છે: જે સમજદાર હોય તે જંગલી જાનવરની સંખ્યાની ગણતરી કરે, કેમ કે એ સંખ્યા મનુષ્યની સંખ્યા છે અને એની સંખ્યા ૬૬૬+ છે.
૧૪ પછી જુઓ! મેં સિયોન પર્વત*+ પર ઘેટું+ ઊભેલું જોયું. તેની સાથે ૧,૪૪,૦૦૦+ લોકો હતા. તેઓનાં કપાળ પર ઘેટાનું નામ અને તેના પિતાનું નામ+ લખેલું હતું. ૨ મેં સ્વર્ગમાંથી એક અવાજ સાંભળ્યો. એ ધસમસતા પાણી જેવો અને મોટી ગર્જના જેવો હતો. મેં જે અવાજ સાંભળ્યો, એ જાણે ગાયકો ગાતાં ગાતાં વીણા વગાડતા હોય એવો હતો. ૩ તેઓ રાજ્યાસન આગળ, ચાર કરૂબો+ આગળ અને વડીલો+ આગળ જાણે કોઈ નવું ગીત+ ગાય છે. એ ગીત ૧,૪૪,૦૦૦+ સિવાય બીજું કોઈ શીખી શક્યું નહિ. તેઓને પૃથ્વી પરથી ખરીદવામાં આવ્યા છે. ૪ તેઓએ સ્ત્રીઓ સાથે જાતીય સંબંધો બાંધીને પોતાને ભ્રષ્ટ કર્યા નથી. તેઓ તો શુદ્ધ* છે.+ ઘેટું જ્યાં પણ જાય છે, ત્યાં તેઓ તેની પાછળ પાછળ જાય છે.+ તેઓને માણસોમાંથી ખરીદવામાં આવ્યા છે.+ તેઓ ઈશ્વર અને ઘેટા માટે પ્રથમ ફળ* છે.+ ૫ તેઓ કદી જૂઠું બોલ્યા નથી. તેઓ નિર્દોષ છે.+
૬ પછી મેં બીજા એક દૂતને આકાશમાં ઊડતો જોયો. તેની પાસે હંમેશાં ટકનારી ખુશખબર* હતી. તે પૃથ્વી પર રહેનારાઓ, એટલે કે દરેક દેશ, કુળ, બોલી* અને પ્રજાને એ જાહેર કરે છે.+ ૭ તે મોટા અવાજે કહેતો હતો: “ઈશ્વરનો ડર* રાખો! તેમને મહિમા આપો! તે ન્યાય કરે એ સમય આવી ગયો છે.+ એટલે આકાશ, પૃથ્વી, સમુદ્ર+ અને ઝરણાઓના* સર્જનહારની ભક્તિ કરો.”
૮ પછી બીજા દૂતે આવીને કહ્યું: “પડ્યું રે પડ્યું! મહાન બાબેલોન+ પડ્યું!+ એણે પોતાના વ્યભિચારનો,* હા, પોતાની વાસનાનો* દ્રાક્ષદારૂ બધી પ્રજાઓને પિવડાવ્યો છે!”+
૯ તેઓ પછી ત્રીજો દૂત આવ્યો. તેણે મોટા અવાજે કહ્યું: “જો કોઈ જંગલી જાનવર+ અને એની મૂર્તિની ઉપાસના કરે ને કપાળ કે હાથ પર એની છાપ લે,+ ૧૦ તો તે ઈશ્વરના ક્રોધના દ્રાક્ષદારૂમાંથી પીશે. એ દ્રાક્ષદારૂ ભેળસેળ કર્યા વગર તેમના ક્રોધના પ્યાલામાં રેડવામાં આવ્યો છે.+ પવિત્ર દૂતો અને ઘેટાની નજર સામે તેને અગ્નિ ને ગંધકથી રિબાવવામાં આવશે.+ ૧૧ તેઓને પીડા આપતો અગ્નિનો ધુમાડો સદાને માટે ઉપર ચઢ્યા કરે છે.+ જેઓ જંગલી જાનવર અને એની મૂર્તિની ઉપાસના કરે છે ને એના નામની છાપ લે છે, તેઓને રાત-દિવસ પીડા આપવામાં આવે છે.+ ૧૨ એટલા માટે પવિત્ર લોકોએ+ ધીરજ અને શ્રદ્ધા બતાવવાની છે. એ પવિત્ર લોકો ઈશ્વરની આજ્ઞાઓ માને છે અને ઈસુમાં શ્રદ્ધા મૂકીને+ એને વળગી રહે છે.”
૧૩ મેં સ્વર્ગમાંથી એક અવાજ સાંભળ્યો, “આમ લખ: હવેથી જેઓ માલિકને લીધે મોતને ભેટે છે+ તેઓ સુખી છે. પવિત્ર શક્તિ કહે છે કે તેઓની સખત મહેનત પછી તેઓને આરામ કરવા દો. ઈશ્વર તેઓનાં બધાં સારાં કામો યાદ રાખે છે.”
૧૪ પછી જુઓ! મેં એક સફેદ વાદળ જોયું. વાદળ પર જે બેઠા હતા, એ માણસના દીકરા જેવા હતા.+ તેમના માથા પર સોનાનો મુગટ હતો. તેમના હાથમાં ધારવાળું દાતરડું હતું.
૧૫ બીજો એક દૂત મંદિરમાંથી* આવ્યો. વાદળ પર જે બેઠા હતા, તેમને મોટા અવાજે બૂમ પાડીને તેણે કહ્યું: “તમારું દાતરડું ચલાવો! કાપણી કરો! પૃથ્વીની ફસલ પાકી ચૂકી છે. કાપણીનો સમય આવી ગયો છે.”+ ૧૬ વાદળ પર જે બેઠા હતા, તેમણે પોતાનું દાતરડું પૃથ્વી પર ચલાવ્યું અને પૃથ્વીની ફસલ કાપવામાં આવી.
૧૭ સ્વર્ગના મંદિરમાંથી હજુ એક દૂત બહાર આવ્યો. તેની પાસે પણ ધારવાળું દાતરડું હતું.
૧૮ બીજો એક દૂત વેદી પાસેથી આવ્યો. તેને અગ્નિ પર અધિકાર હતો. જે દૂત પાસે ધારવાળું દાતરડું હતું, તેને તેણે મોટા અવાજે કહ્યું: “તારું ધારવાળું દાતરડું ચલાવ! પૃથ્વીના દ્રાક્ષાવેલાનાં ઝૂમખાં ભેગાં કર, કેમ કે એની દ્રાક્ષો પાકી ચૂકી છે.”+ ૧૯ તે દૂતે પોતાનું દાતરડું પૃથ્વી પર ચલાવ્યું અને દ્રાક્ષોનાં ઝૂમખાં ભેગાં કર્યાં. દૂતે એને ઈશ્વરના ક્રોધના મહાન દ્રાક્ષાકુંડમાં નાખ્યાં.+ ૨૦ એને શહેરની બહાર દ્રાક્ષાકુંડમાં ખૂંદવામાં આવ્યાં. દ્રાક્ષાકુંડમાંથી એટલું લોહી નીકળ્યું કે એ ઘોડાઓની લગામ સુધી પહોંચ્યું અને આશરે ૨૯૬ કિલોમીટર* સુધી ફેલાયું.
૧૫ પછી મેં સ્વર્ગમાં બીજું એક દૃશ્ય જોયું. એ મહાન અને અદ્ભુત હતું: સાત દૂતો+ પાસે સાત આફતો હતી. આ આફતો છેલ્લી છે, કેમ કે એનાથી ઈશ્વરના કોપનો અંત આવશે.+
૨ મેં કાચના સમુદ્ર+ જેવું કંઈક જોયું, જેમાં અગ્નિ ભળેલો હતો. જેઓએ જંગલી જાનવર, એની મૂર્તિ+ અને એના નામની સંખ્યા+ પર જીત મેળવી હતી+ તેઓને મેં જોયા. તેઓ કાચના સમુદ્ર પાસે ઈશ્વરની વીણા લઈને ઊભા હતા. ૩ તેઓ ઈશ્વરના દાસ મૂસાનું ગીત+ અને ઘેટાનું ગીત+ ગાતા હતા:
“હે સર્વશક્તિમાન+ યહોવા* ઈશ્વર, તમારાં કાર્યો મહાન અને અદ્ભુત છે.+ હે સનાતન યુગોના રાજા,+ તમારા માર્ગો ખરા અને સત્ય છે.+ ૪ હે યહોવા,* તમે એકલા જ વફાદાર ઈશ્વર છો. કોણ એવું છે જે તમારાથી નહિ ડરે અને તમારા નામને મહિમા નહિ આપે?+ બધી પ્રજાઓ આવશે અને તમારી આગળ ભક્તિ કરશે,+ કેમ કે તમે સચ્ચાઈથી ન્યાય કરો છો એ જાહેર થયું છે.”
૫ પછી મેં જોયું તો સ્વર્ગમાં આવેલા મંદિરનો* સાક્ષીનો મંડપ+ ખોલવામાં આવ્યો.+ ૬ સાત દૂતો સાત આફતો+ સાથે મંદિરમાંથી બહાર આવ્યા. તેઓએ ચોખ્ખાં અને ઊજળાં કીમતી* કપડાં પહેર્યાં હતાં. તેઓની છાતી પર સોનાના પટ્ટા બાંધેલા હતા. ૭ ચાર કરૂબોમાંના એકે સાત દૂતોને સોનાના સાત વાટકા આપ્યા. એ વાટકા સદાને માટે જીવનાર ઈશ્વરના કોપથી ભરપૂર હતા.+ ૮ ઈશ્વરના ગૌરવ અને તેમની શક્તિને લીધે મંદિર ધુમાડાથી ભરાઈ ગયું.+ સાત દૂતોની સાત આફતો+ પૂરી થાય ત્યાં સુધી મંદિરમાં કોઈ જઈ શક્યું નહિ.
૧૬ મેં મંદિરમાંથી*+ એક અવાજ સાત દૂતોને આમ કહેતા સાંભળ્યો: “જાઓ અને ઈશ્વરના કોપના સાત વાટકા પૃથ્વી પર રેડો.”+
૨ પહેલો દૂત ગયો અને પોતાનો વાટકો પૃથ્વી પર રેડ્યો.+ જે લોકો પર જંગલી જાનવરની છાપ હતી+ અને જેઓ તેની મૂર્તિની ઉપાસના કરતા હતા,+ તેઓને ભયંકર અને પીડા આપે એવાં ગૂમડાં થયાં.+
૩ બીજા દૂતે પોતાનો વાટકો સમુદ્ર પર રેડ્યો.+ સમુદ્ર મરી ગયેલા માણસના લોહી જેવો થઈ ગયો.+ એમાં રહેનાર દરેક પ્રાણી* મરી ગયું.+
૪ ત્રીજા દૂતે પોતાનો વાટકો નદીઓ અને ઝરણાઓ* પર રેડ્યો.+ એ લોહી બની ગયાં.+ ૫ પાણી ઉપર જે દૂત હતો તેને મેં આમ કહેતા સાંભળ્યો: “હે ઈશ્વર, તમે હતા અને તમે છો.+ તમે વફાદાર+ અને ન્યાયી છો, કેમ કે તમે આ ન્યાયચુકાદો આપ્યો છે.+ ૬ તેઓએ પવિત્ર લોકોનું અને પ્રબોધકોનું લોહી વહેવડાવ્યું છે.+ તમે તેઓને પીવા માટે લોહી આપ્યું છે.+ તેઓ એને જ લાયક છે.”+ ૭ મેં વેદીને આમ કહેતા સાંભળી: “હે સર્વશક્તિમાન+ ઈશ્વર યહોવા,* તમારા ન્યાયચુકાદા ભરોસાપાત્ર અને ખરા છે.”+
૮ ચોથા દૂતે પોતાનો વાટકો સૂર્ય પર રેડ્યો.+ લોકોને અગ્નિથી દઝાડવાની સૂર્યને છૂટ આપવામાં આવી. ૯ લોકો ભયંકર ગરમીથી દાઝી ગયા. તોપણ તેઓએ પસ્તાવો કર્યો નહિ અને ઈશ્વરના નામની નિંદા કરી. તેઓએ ઈશ્વરને મહિમા આપ્યો નહિ, જેમને એ આફતો પર અધિકાર છે.
૧૦ પાંચમા દૂતે પોતાનો વાટકો જંગલી જાનવરના રાજ્યાસન પર રેડ્યો. એના રાજ્યમાં અંધારું છવાઈ ગયું.+ લોકો વેદનાને લીધે પોતાની જીભ કચડવા લાગ્યા. ૧૧ તેઓએ પોતાની વેદના અને ગૂમડાંને લીધે સ્વર્ગના ઈશ્વરની નિંદા કરી. તેઓએ પોતાનાં કાર્યો માટે પસ્તાવો કર્યો નહિ.
૧૨ છઠ્ઠા દૂતે પોતાનો વાટકો મોટી નદી યુફ્રેટિસ પર રેડ્યો.+ પૂર્વથી* આવતા રાજાઓ માટે માર્ગ તૈયાર કરવા+ એનું પાણી સુકાઈ ગયું.+
૧૩ મેં જોયું કે અજગર, જંગલી જાનવર+ અને જૂઠા પ્રબોધકનાં મોંમાંથી ત્રણ અશુદ્ધ સંદેશા નીકળતા હતા. એ સંદેશા દેડકા જેવા દેખાતા હતા. ૧૪ એ સંદેશા તો દુષ્ટ દૂતોની પ્રેરણાથી છે અને એ ચમત્કાર કરે છે.+ તેઓ આખી પૃથ્વીના રાજાઓ પાસે જાય છે. તેઓને સર્વશક્તિમાન ઈશ્વરના મહાન દિવસની+ લડાઈ માટે ભેગા કરે છે.+
૧૫ પછી એક અવાજ સંભળાયો: “જુઓ, હું ચોરની જેમ આવું છું.+ ધન્ય છે તેને જે જાગતો રહે છે.+ ધન્ય છે તેને જે પોતાનાં કપડાં સાચવી રાખે છે, જેથી તેણે નગ્ન ચાલવું ન પડે અને લોકો તેની નગ્નતા ન જુએ.”+
૧૬ હિબ્રૂ ભાષામાં જેને આર્માગેદન*+ કહેવાય છે, ત્યાં તેઓએ રાજાઓને ભેગા કર્યા.
૧૭ સાતમા દૂતે પોતાનો વાટકો હવા પર રેડ્યો. એ સમયે મંદિરના*+ રાજ્યાસન પરથી મોટો અવાજ આમ કહેતા સંભળાયો: “એ પૂરું થયું!” ૧૮ પછી વીજળીના ચમકારા, અવાજો અને ગર્જનાઓ થયાં. મોટો ધરતીકંપ થયો. એના જેવો ભયંકર અને મોટો ધરતીકંપ માણસને બનાવવામાં આવ્યો ત્યારથી થયો ન હતો.+ ૧૯ મોટા શહેરના+ ત્રણ ભાગ થઈ ગયા. દુનિયાનાં શહેરો પડ્યાં. ઈશ્વરે મહાન બાબેલોનને+ યાદ કર્યું, જેથી તેને ઈશ્વરના ક્રોધ અને કોપના દ્રાક્ષદારૂનો પ્યાલો આપવામાં આવે.+ ૨૦ બધા ટાપુઓ ભાગી ગયા અને પર્વતો અદૃશ્ય થઈ ગયા.+ ૨૧ પછી સ્વર્ગમાંથી લોકો પર મોટા મોટા કરા પડ્યા.+ દરેક કરાનું વજન આશરે એક તાલંત* હતું. કરાની આફતને લીધે+ લોકોએ ઈશ્વરની નિંદા કરી, કેમ કે એ આફત એકદમ ભયંકર હતી.
૧૭ જે સાત દૂતો પાસે સાત વાટકા+ હતા, એમાંના એક દૂતે આવીને મને કહ્યું: “આવ, હું તને જાણીતી વેશ્યા બતાવું. તે ઘણા પાણી પર બેઠેલી છે અને તેને સજા થવાની છે.+ ૨ એ વેશ્યા સાથે પૃથ્વીના રાજાઓએ વ્યભિચાર* કર્યો છે.+ પૃથ્વીના રહેવાસીઓ તેના વ્યભિચારનો* દ્રાક્ષદારૂ પીને ચકચૂર થયા છે.”+
૩ દૂત મને પવિત્ર શક્તિની મદદથી વેરાન જગ્યાએ લઈ ગયો. મેં એક સ્ત્રીને લાલ રંગના જંગલી જાનવર પર બેઠેલી જોઈ. એ જાનવર ઈશ્વરની નિંદા કરતા નામોથી ભરેલું હતું. એને સાત માથાં અને દસ શિંગડાં હતાં. ૪ એ સ્ત્રીએ જાંબુડિયા+ અને લાલ રંગનાં વસ્ત્ર પહેર્યાં હતાં. તેણે સોનું, કીમતી રત્નો અને મોતીનો શણગાર કર્યો હતો.+ તેના હાથમાં સોનાનો પ્યાલો હતો. એ ધિક્કારપાત્ર વસ્તુઓથી અને તેના વ્યભિચારની* અશુદ્ધ વસ્તુઓથી ભરપૂર હતો. ૫ તેના કપાળ પર લખેલું આ નામ એક રહસ્ય હતું: “મહાન બાબેલોન, વેશ્યાઓની+ અને પૃથ્વીની ધિક્કારપાત્ર વસ્તુઓની+ માતા.” ૬ મેં જોયું કે એ સ્ત્રી પવિત્ર લોકોનું લોહી અને ઈસુના સાક્ષીઓનું લોહી પીને ચકચૂર થઈ હતી.+
તેને જોઈને મને બહુ નવાઈ લાગી. ૭ દૂતે મને કહ્યું: “તને કેમ નવાઈ લાગે છે? એ સ્ત્રીનું અને તે જેના પર બેઠી છે, એ સાત માથાં અને દસ શિંગડાંવાળા જંગલી જાનવરનું+ રહસ્ય+ હું તને જણાવું: ૮ જે જંગલી જાનવર તેં જોયું એ અગાઉ હતું, પણ હવે નથી. એ અનંત ઊંડાણમાંથી*+ બહાર આવવાની તૈયારીમાં છે અને એનો નાશ થવાનો છે. પૃથ્વીના જે રહેવાસીઓનાં નામ દુનિયાનો પાયો નંખાયો* ત્યારથી જીવનના વીંટામાં લખેલાં નથી,+ તેઓ જંગલી જાનવર જોઈને નવાઈ પામશે. એ જાનવર અગાઉ હતું, હવે નથી અને હજુ આવશે.
૯ “આ સમજવા બુદ્ધિશાળી મન જોઈએ: સાત માથાં+ એટલે સાત પર્વતો. તેઓની ટોચ પર એ સ્ત્રી બેઠેલી છે. ૧૦ તેઓનો અર્થ સાત રાજાઓ થાય: પાંચ પડ્યા છે, એક છે અને એક હજુ આવ્યો નથી. પણ જ્યારે તે આવશે, ત્યારે તે થોડા સમય માટે જ હશે. ૧૧ જે જંગલી જાનવર હતું, પણ નથી,+ એ આઠમો રાજા પણ છે. એ સાત રાજાઓમાંથી આવે છે અને એ નાશમાં જાય છે.
૧૨ “તેં જે દસ શિંગડાં જોયાં એ દસ રાજાઓ છે. તેઓને હજુ રાજ્ય મળ્યું નથી. પણ જંગલી જાનવર સાથે તેઓને ઘડીભર* રાજાઓ તરીકે અધિકાર મળવાનો છે. ૧૩ તેઓ એકવિચારના છે. તેઓ પોતાની શક્તિ અને અધિકાર જંગલી જાનવરને આપે છે. ૧૪ તેઓ ઘેટા સામે યુદ્ધ કરશે.+ પણ તે માલિકોના માલિક અને રાજાઓના રાજા+ હોવાથી, તેઓ પર જીત મેળવશે.+ જેઓ તેમની સાથે છે, જેઓને ઈશ્વરે બોલાવ્યા છે ને પસંદ કર્યા છે અને જેઓ વિશ્વાસુ છે, તેઓ પણ જીત મેળવશે.”+
૧૫ દૂતે મને કહ્યું: “તેં વેશ્યાને જે પાણી પર બેઠેલી જોઈ, એ પાણી પ્રજાઓ, ટોળાઓ, દેશો અને બોલીઓ* છે.+ ૧૬ તેં જે દસ શિંગડાં+ અને જંગલી જાનવર જોયું,+ તેઓ વેશ્યાનો+ ધિક્કાર કરશે. તેઓ તેને બરબાદ કરશે, નગ્ન કરશે, તેનું માંસ ખાશે અને તેને અગ્નિથી પૂરેપૂરી બાળી નાખશે.+ ૧૭ એ માટે કે ઈશ્વરે પોતાનો હેતુ પૂરો કરવા તેઓનાં મનમાં એક વિચાર મૂક્યો છે.+ ઈશ્વરનો હેતુ પૂરો ન થાય ત્યાં સુધી તેઓ સર્વ એકમતના થઈને જંગલી જાનવરને પોતાનું રાજ્ય આપશે.+ ૧૮ તેં જે સ્ત્રીને+ જોઈ તે તો મોટું શહેર છે, જે પૃથ્વીના રાજાઓ પર રાજ કરે છે.”
૧૮ એ પછી મેં બીજા એક દૂતને સ્વર્ગમાંથી ઊતરતા જોયો. તેની પાસે ઘણો અધિકાર હતો. તેના મહિમાને લીધે પૃથ્વી ઝળહળી ઊઠી. ૨ તેણે મોટા અવાજે પોકારીને કહ્યું: “પડ્યું રે પડ્યું! મહાન બાબેલોન પડ્યું!+ એ દુષ્ટ દૂતોનું રહેઠાણ બન્યું છે. એ એવી જગ્યા બન્યું છે જ્યાં દુષ્ટ દૂતો,* અશુદ્ધ અને ધિક્કારપાત્ર પક્ષીઓ સંતાઈ રહે છે.+ ૩ બધી જ પ્રજાઓ તેના વ્યભિચારનો,* હા, તેની વાસનાના* દ્રાક્ષદારૂનો ભોગ બની છે.+ પૃથ્વીના રાજાઓએ તેની સાથે વ્યભિચાર* કર્યો છે.+ તે બેશરમ બનીને મોજશોખમાં ડૂબેલી રહે છે. એના લીધે પૃથ્વીના વેપારીઓ ધનવાન થયા છે.”
૪ મેં સ્વર્ગમાંથી બીજો એક અવાજ સાંભળ્યો: “ઓ મારા લોકો, તેનામાંથી બહાર નીકળી આવો,+ જેથી તમે તેનાં પાપના ભાગીદાર ન થાઓ અને તેના પર આવનાર આફતોમાંની કોઈ તમારા પર ન આવે.+ ૫ તેનાં પાપનો ઢગલો છેક આકાશ સુધી પહોંચ્યો છે.+ તેનાં દુષ્ટ કામોને* લીધે ઈશ્વર તેનો ન્યાય કરશે.+ ૬ તેણે બીજાઓ સાથે જે રીતે વર્તન કર્યું એવું તેને ભરી આપો.+ હા, તેનાં ખરાબ કામોનો બમણો બદલો આપો.+ તેણે પ્યાલામાં+ જે તૈયાર કર્યું છે, એનો બમણો ભાગ તૈયાર કરીને તેને આપો.+ ૭ તેણે જેટલી કીર્તિ મેળવી અને બેશરમ બનીને જેટલો મોજશોખ કર્યો, એટલી પીડા અને વેદના તેને આપો. તે પોતાના મનમાં કહે છે: ‘હું રાણી થઈને બેઠી છું. હું વિધવા નથી, હું કદી શોક કરવાની નથી.’+ ૮ એટલે એક જ દિવસમાં તેના પર આફતો આવી પડશે. તેના પર મરણ, શોક અને દુકાળ આવી પડશે. તેને આગમાં બાળી નાખવામાં આવશે,+ કેમ કે તેનો ન્યાય કરનાર ઈશ્વર યહોવા* શક્તિશાળી છે.+
૯ “પૃથ્વીના રાજાઓ તેના બળવાનો ધુમાડો જોઈને તેના માટે રડશે અને છાતી કૂટીને વિલાપ કરશે. એ રાજાઓએ તેની સાથે વ્યભિચાર* કર્યો હતો અને બેશરમ બનીને મોજશોખમાં ડૂબી ગયા હતા. ૧૦ હવે રાજાઓને બીક લાગશે કે પોતાની હાલત પણ તેના જેવી ન થાય. તેઓ દૂર ઊભા રહીને કહેશે: ‘અરેરે! અરેરે! ઓ મોટા શહેર,+ ઓ શક્તિશાળી શહેર બાબેલોન, એક ઘડીમાં તને કેવી સજા થઈ છે!’
૧૧ “પૃથ્વીના વેપારીઓ તેના માટે રડે છે અને વિલાપ કરે છે. તેઓનો બધો માલ-સામાન લેનાર હવે કોઈ નથી. ૧૨ બધો માલ-સામાન એટલે કે સોનું, ચાંદી, કીમતી રત્નો, મોતી, બારીક શણનાં અને જાંબુડિયા રંગનાં કપડાં, રેશમી અને લાલ રંગનાં કપડાં; સુગંધી લાકડાંથી બનાવેલી વસ્તુઓ; હાથીદાંત, મૂલ્યવાન લાકડાં, તાંબા, લોઢા અને આરસપહાણથી બનાવેલી બધી વસ્તુઓ; ૧૩ તજ, મરી-મસાલા, ધૂપ, સુગંધી તેલ, લોબાન,* દ્રાક્ષદારૂ, જૈતૂનનું તેલ, મેંદો, ઘઉં, ઢોર, ઘેટાં, ઘોડા, ઘોડાગાડીઓ, ગુલામો અને માણસો.* ૧૪ તેં* જે સારા ફળની ઇચ્છા રાખી, એ તારી પાસેથી દૂર થઈ ગયું છે. બધી જ મનપસંદ અને ભવ્ય ચીજો તારી પાસેથી જતી રહી છે. તને એ ફરી કદી મળશે નહિ.
૧૫ “જે વેપારીઓએ એ વસ્તુઓ વેચી અને જેઓ તેનાથી ધનવાન થયા, તેઓને બીક લાગશે કે પોતાની હાલત પણ તેના જેવી ન થાય. તેઓ દૂર ઊભા રહીને રડશે અને વિલાપ કરશે. ૧૬ તેઓ કહેશે: ‘ઓ મોટા શહેર! બારીક શણનાં, જાંબુડિયા અને લાલ રંગનાં કપડાં પહેરેલા શહેર! સોનાનાં ઘરેણાં, કીમતી રત્નો અને મોતીથી ભપકાદાર રીતે શણગારેલા શહેર! તને હાય હાય!+ ૧૭ એક જ ઘડીમાં એ જાહોજલાલી ધૂળમાં મળી ગઈ છે!’
“દરેક વહાણનો કપ્તાન, દરિયાનો દરેક મુસાફર, નાવિકો અને દરિયાથી રોજી-રોટી મેળવનારા બધા જ દૂર ઊભા રહ્યા. ૧૮ તેના બળવાનો ધુમાડો જોઈને તેઓ પોકારી ઊઠ્યા: ‘આ મોટા શહેર જેવું બીજું કયું શહેર છે?’ ૧૯ તેઓએ પોતાનાં માથાં પર ધૂળ નાખી. તેઓએ રડતા અને વિલાપ કરતા કહ્યું: ‘ઓ મોટા શહેર! તારી માલ-મિલકતથી સમુદ્રનાં વહાણોના બધા માલિકો ધનવાન બન્યા. તને હાય હાય! તું એક ઘડીમાં બરબાદ થયું છે!’+
૨૦ “હે સ્વર્ગ,+ હે પવિત્ર લોકો,+ પ્રેરિતો અને પ્રબોધકો! તેને જે થયું એ માટે આનંદ કરો, કેમ કે તમારો બદલો લેવા ઈશ્વર તેના પર ન્યાયચુકાદો લાવ્યા છે!”+
૨૧ એક શક્તિશાળી દૂતે ઘંટીના પથ્થર જેવો પથ્થર ઊંચકીને સમુદ્રમાં નાખ્યો અને કહ્યું: “આવી જ રીતે મોટા શહેર બાબેલોનને ઝપાટાથી નાખી દેવામાં આવશે. એ ફરી કદી દેખાશે નહિ.+ ૨૨ ગીત ગાનારાઓ, વીણા વગાડનારાઓ, સંગીતકારો, વાંસળી વગાડનારાઓ અને રણશિંગડું વગાડનારાઓનો અવાજ ફરી કદી તારામાં સંભળાશે નહિ. વેપાર-ધંધો કરનાર કોઈ કારીગર ફરી કદી તારામાં મળશે નહિ. ઘંટીનો અવાજ ફરી કદી તારામાં સંભળાશે નહિ. ૨૩ તારામાં દીવાનું અજવાળું ફરી કદી ફેલાશે નહિ. વરરાજા કે કન્યાનો અવાજ તારામાં ફરી કદી સંભળાશે નહિ. તારા વેપારીઓ પૃથ્વીના જાણીતા માણસો હતા. તારી મેલીવિદ્યાથી+ બધા દેશો છેતરાયા હતા. ૨૪ પ્રબોધકો, પવિત્ર લોકો અને પૃથ્વી પર જેઓને મારી નાખવામાં આવ્યા હતા,+ તે બધાનું લોહી આ શહેરમાં મળી આવ્યું.”+
૧૯ એ પછી મેં સ્વર્ગમાં મોટા ટોળાના અવાજ જેવો અવાજ સાંભળ્યો, જે કહેતો હતો: “યાહનો જયજયકાર કરો!*+ ઉદ્ધાર, મહિમા અને શક્તિ આપણા ઈશ્વરનાં છે. ૨ તેમના ચુકાદા ખરા અને ન્યાયી છે.+ તેમણે જાણીતી વેશ્યાને સજા કરી છે, જેણે પોતાના વ્યભિચારથી* પૃથ્વીને ભ્રષ્ટ કરી છે. તેમણે તેની પાસેથી પોતાના દાસોના લોહીનો બદલો લીધો છે, જેઓના લોહીથી તેના હાથ રંગાયેલા છે.”+ ૩ તેઓએ તરત જ બીજી વાર કહ્યું: “યાહનો જયજયકાર કરો!*+ બાબેલોનમાંથી નીકળતો ધુમાડો સદાને માટે ઉપર ચઢે છે.”+
૪ રાજ્યાસન પર બેસનાર ઈશ્વર આગળ ૨૪ વડીલો+ અને ચાર કરૂબો+ ઘૂંટણિયે પડ્યા. તેઓએ તેમની ભક્તિ કરી અને કહ્યું: “આમેન! યાહનો જયજયકાર કરો!”*+
૫ રાજ્યાસનમાંથી અવાજ આવ્યો: “ઈશ્વરનો ડર રાખનારા તેમના નાના-મોટા દાસો, તમે બધા આપણા ઈશ્વરની સ્તુતિ કરો.”+
૬ મેં મોટા ટોળા, ધસમસતા પાણી અને મોટી ગર્જના જેવો અવાજ સાંભળ્યો. એ કહેતો હતો: “યાહનો જયજયકાર કરો!*+ આપણા સર્વશક્તિમાન+ ઈશ્વર યહોવા* હવે રાજા તરીકે રાજ કરે છે!+ ૭ ચાલો આનંદ કરીએ, ખુશીથી ઝૂમીએ અને તેમને મહિમા આપીએ. ઘેટાનું લગ્ન આવી પહોંચ્યું છે અને કન્યાએ પોતાને તૈયાર કરી છે. ૮ તેને પહેરવા માટે ઊજળાં, શુદ્ધ, બારીક શણનાં કપડાં આપવામાં આવ્યાં. બારીક શણનાં કપડાં પવિત્ર લોકોનાં નેક કાર્યોને રજૂ કરે છે.”+
૯ દૂતે મને કહ્યું, “આ લખ: જેઓને ઘેટાના લગ્નમાં સાંજના જમણવારમાં બોલાવ્યા છે તેઓ સુખી છે.”+ તેણે એમ પણ કહ્યું: “ઈશ્વરનાં આ વચનો ખરાં છે.” ૧૦ એ સાંભળીને હું તેની ભક્તિ કરવા ઘૂંટણિયે પડ્યો. પણ તેણે મને કહ્યું: “જોજે, એવું ન કરતો!+ ઈશ્વરની ભક્તિ કર!+ હું પણ તારી જેમ અને તારા ભાઈઓની જેમ એક દાસ છું, જેઓ ઈસુ વિશે સાક્ષી આપે છે.+ ભવિષ્યવાણીનો હેતુ ઈસુ વિશે સાક્ષી આપવાનો છે.”+
૧૧ મેં સ્વર્ગ ખુલ્લું થયેલું જોયું. જુઓ, એક સફેદ ઘોડો!+ એના પર જે બેઠા છે, તે વિશ્વાસુ+ અને સાચા+ કહેવાય છે. તે સચ્ચાઈથી* ન્યાય કરે છે અને યુદ્ધ લડે છે.+ ૧૨ તેમની આંખો સળગતી જ્વાળા છે.+ તેમના માથા પર ઘણા મુગટ* છે. તેમના પર એક નામ લખેલું છે. એ તેમના સિવાય બીજું કોઈ જાણતું નથી. ૧૩ તેમણે પહેરેલાં કપડાં પર લોહીના ડાઘ છે. તેમનું નામ ઈશ્વરનો શબ્દ+ છે. ૧૪ સ્વર્ગનાં સૈન્યો સફેદ ઘોડાઓ પર તેમની પાછળ પાછળ આવતાં હતાં. તેઓએ સફેદ, શુદ્ધ, બારીક શણનાં કપડાં પહેર્યાં હતાં. ૧૫ ઘોડેસવારના મોંમાંથી ધારદાર અને લાંબી તલવાર+ નીકળે છે. એ તલવાર પ્રજાઓને મારી નાખવા માટે છે. તે લોઢાના દંડથી તેઓ પર રાજ કરશે.+ સર્વશક્તિમાન ઈશ્વરના ક્રોધ અને કોપના દ્રાક્ષાકુંડને તે ખૂંદે છે.+ ૧૬ તેમના ઝભ્ભા પર અને તેમની જાંઘ પર એક નામ લખેલું છે, રાજાઓના રાજા અને માલિકોના માલિક!+
૧૭ મેં એક દૂતને સૂર્યની આગળ ઊભેલો જોયો. તેણે આકાશમાં ઊડતાં બધાં પક્ષીઓને મોટા અવાજે કહ્યું: “અહીં આવો! ઈશ્વરના સાંજના મોટા જમણવાર માટે ભેગા થાઓ.+ ૧૮ તમે રાજાઓનું, સેનાપતિઓનું, શક્તિશાળી માણસોનું,+ ઘોડાઓનું અને એના સવારોનું માંસ ખાઓ.+ આઝાદ અને દાસ, નાના-મોટા સર્વનું માંસ ખાઓ.”
૧૯ મેં જંગલી જાનવરને, પૃથ્વીના રાજાઓને અને તેઓનાં સૈન્યોને ભેગાં થયેલાં જોયાં. ઘોડા પર જે બેઠા છે, તેમની સામે અને તેમના સૈન્ય સામે તેઓ યુદ્ધ કરવા ભેગાં થયાં હતાં.+ ૨૦ જંગલી જાનવરને અને એની સાથે જૂઠા પ્રબોધકને+ પકડવામાં આવ્યો. તેણે જંગલી જાનવર આગળ ચમત્કારો કરીને લોકોને ભમાવ્યા હતા. આ એ લોકો છે, જેઓએ જંગલી જાનવરની છાપ લીધી હતી+ અને એની મૂર્તિની ઉપાસના કરી હતી.+ તેઓ બંનેને ગંધકથી બળતા આગના સરોવરમાં જીવતા નાખી દેવામાં આવ્યા.+ ૨૧ બાકીના એ લાંબી તલવારથી માર્યા ગયા, જે ઘોડેસવારના મોંમાંથી નીકળતી હતી.+ બધાં પક્ષીઓ તેઓનું માંસ ખાઈ ખાઈને ધરાઈ ગયાં.+
૨૦ મેં એક દૂતને સ્વર્ગમાંથી ઊતરતો જોયો. તેની પાસે અનંત ઊંડાણની*+ ચાવી હતી. તેના હાથમાં મોટી સાંકળ હતી. ૨ તેણે અજગરને,+ જૂના સાપને,+ જે નિંદા કરનાર+ અને શેતાન*+ તરીકે ઓળખાય છે, તેને ૧,૦૦૦ વર્ષ માટે બાંધી દીધો. ૩ દૂતે તેને અનંત ઊંડાણમાં નાખ્યો+ અને એ બંધ કર્યું. તેણે એના પર મહોર મારી, જેથી ૧,૦૦૦ વર્ષ પૂરાં ન થાય ત્યાં સુધી તે પ્રજાઓને ખોટે માર્ગે દોરે નહિ. એ પછી થોડા સમય માટે તેને છોડવામાં આવશે.+
૪ મેં રાજ્યાસનો જોયાં. જેઓ એના પર બેઠા હતા, તેઓને ન્યાય કરવાનો અધિકાર આપવામાં આવ્યો. ઈસુ વિશે સાક્ષી આપવાને લીધે અને ઈશ્વર વિશે વાત કરવાને લીધે જેઓને મારી નાખવામાં* આવ્યા હતા, તેઓને* મેં જોયા. તેઓએ જંગલી જાનવરની કે એની મૂર્તિની ઉપાસના કરી ન હતી. તેઓએ પોતાનાં કપાળ પર કે હાથ પર એની છાપ લીધી ન હતી.+ તેઓ જીવતા થયા અને ખ્રિસ્ત સાથે ૧,૦૦૦ વર્ષ સુધી રાજાઓ તરીકે રાજ કર્યું.+ ૫ મરણમાંથી તેઓને પહેલા જીવતા કરવામાં* આવ્યા.+ (ગુજરી ગયેલા બાકીના લોકો+ ૧,૦૦૦ વર્ષ પૂરાં થતા સુધી જીવતા ન થયા.) ૬ મરણમાંથી જીવતા થવામાં જેઓ પહેલા છે, તેઓ સુખી અને પવિત્ર છે.+ તેઓ પર બીજા મરણનો+ કોઈ અધિકાર નથી.+ તેઓ ઈશ્વરના અને ખ્રિસ્તના યાજકો+ બનશે. તેઓ ૧,૦૦૦ વર્ષ સુધી તેમની સાથે રાજાઓ તરીકે રાજ કરશે.+
૭ પછી ૧,૦૦૦ વર્ષ પૂરાં થતાની સાથે જ શેતાનને કેદમાંથી છોડવામાં આવશે. ૮ તે પૃથ્વીના ચારેય ખૂણાના દેશોને, એટલે કે ગોગ અને માગોગને ખોટા માર્ગે દોરવા બહાર આવશે. તે તેઓને યુદ્ધ માટે ભેગા કરશે, જેઓની સંખ્યા સમુદ્રની રેતી જેટલી છે. ૯ તેઓ આખી પૃથ્વી પર ફેલાઈ ગયા. પવિત્ર લોકોની છાવણીને અને વહાલા શહેરને ઘેરી વળ્યા. પણ સ્વર્ગમાંથી આગ ઊતરી આવી અને તેઓને ભસ્મ કરી નાખ્યા.+ ૧૦ તેઓને ખોટા માર્ગે દોરનાર શેતાનને આગ અને ગંધકના સરોવરમાં* નાખી દેવામાં આવ્યો. ત્યાં જંગલી જાનવર+ અને જૂઠો પ્રબોધક પહેલેથી જ હતાં.+ તેઓને રાત-દિવસ સદાને માટે રિબાવવામાં* આવશે.
૧૧ મેં એક મોટું સફેદ રાજ્યાસન જોયું અને એના પર જે બેઠા હતા+ તેમને જોયા. તેમની આગળથી પૃથ્વી અને આકાશ નાસી ગયાં.+ હવે તેઓ માટે કોઈ સ્થાન રહ્યું નહિ. ૧૨ મેં મરણ પામેલા લોકોને, નાના-મોટા લોકોને રાજ્યાસન આગળ ઊભેલા જોયા. વીંટાઓ ખોલવામાં આવ્યા. બીજો એક વીંટો ખોલવામાં આવ્યો, જે જીવનનો વીંટો હતો.+ વીંટાઓમાં જે લખ્યું હતું એના આધારે, એ મરણ પામેલા લોકોનાં કાર્યો મુજબ તેઓનો ન્યાય કરવામાં આવ્યો.+ ૧૩ સમુદ્રે પોતાનામાંથી મરેલાને પાછા આપ્યા. મરણે અને કબરે* પોતાનામાંથી મરેલાને પાછા આપ્યા. દરેકનો ન્યાય તેનાં કાર્યો પ્રમાણે કરવામાં આવ્યો.+ ૧૪ મરણ અને કબરને* આગના સરોવરમાં નાખી દેવામાં આવ્યાં.+ આગનું સરોવર+ એ જ બીજું મરણ છે.+ ૧૫ જેનું નામ જીવનના પુસ્તકમાં લખેલું ન હતું,+ તે દરેકને આગના સરોવરમાં નાખી દેવામાં આવ્યા.+
૨૧ પછી મેં નવું આકાશ અને નવી પૃથ્વી જોયાં.+ જૂનું આકાશ અને જૂની પૃથ્વી જતાં રહ્યાં છે.+ સમુદ્ર+ હવે રહ્યો નથી. ૨ મેં સ્વર્ગમાંથી ઈશ્વર પાસેથી પવિત્ર શહેર, નવું યરૂશાલેમ ઊતરતું જોયું.+ જાણે કન્યા પોતાના પતિ માટે શણગાર કરે, એમ એ શહેર તૈયાર થયેલું હતું.+ ૩ મેં રાજ્યાસનમાંથી મોટો અવાજ સાંભળ્યો: “જુઓ! ઈશ્વરનો મંડપ માણસોની સાથે છે. ઈશ્વર તેઓની સાથે રહેશે. તેઓ તેમના લોકો થશે અને ઈશ્વર પોતે તેઓ સાથે હશે.+ ૪ ઈશ્વર તેઓની આંખોમાંનું એકેએક આંસુ લૂછી નાખશે.+ શોક કે વિલાપ કે દુઃખ રહેશે નહિ.+ અરે, મરણ પણ રહેશે નહિ!+ ઈશ્વર આપણાં બધાં દુઃખો દૂર કરશે!”*
૫ રાજ્યાસન પર જે બેઠા હતા,+ તેમણે કહ્યું: “જુઓ! હું બધું નવું બનાવું છું.”+ તે કહે છે: “તું લખી લે, કેમ કે એ શબ્દો ભરોસાપાત્ર અને સાચા છે.” ૬ પછી તેમણે મને કહ્યું: “એ શબ્દો પૂરા થઈ ગયા છે! હું આલ્ફા અને ઓમેગા* છું, શરૂઆત અને અંત છું.+ જે કોઈ તરસ્યો છે, તેને હું જીવનના પાણીના ઝરણામાંથી* મફત આપીશ.+ ૭ જે કોઈ જીત મેળવશે, તેને એ બધાનો વારસો મળશે. હું તેનો ઈશ્વર થઈશ અને તે મારો દીકરો થશે. ૮ પણ બીકણો, શ્રદ્ધા વગરનાઓ,+ નીચ કામ કરનારાઓ અને અશુદ્ધ લોકો, ખૂનીઓ,+ વ્યભિચારીઓ,*+ મેલીવિદ્યા કરનારાઓ, મૂર્તિપૂજકો અને જૂઠું બોલનારા+ સર્વ લોકોને આગ અને ગંધકથી બળતા સરોવરમાં* નાખવામાં આવશે.+ એ જ બીજું મરણ છે.”+
૯ જે સાત દૂતો પાસે છેલ્લી સાત આફતોથી+ ભરપૂર સાત વાટકા હતા, તેઓમાંના એકે આવીને મને કહ્યું: “આવ, હું તને કન્યા, એટલે કે ઘેટાની પત્ની બતાવું.”+ ૧૦ તે મને પવિત્ર શક્તિની દોરવણીથી મોટા અને ઊંચા પહાડ પર લઈ ગયો. તેણે મને સ્વર્ગમાંથી ઈશ્વર પાસેથી ઊતરી આવતું પવિત્ર શહેર યરૂશાલેમ બતાવ્યું.+ ૧૧ એના પર ઈશ્વરનું ગૌરવ હતું.+ એની ચમક સૌથી કીમતી રત્ન જેવી હતી, જાણે ઝગમગતું યાસપિસનું રત્ન હોય.+ ૧૨ એની દીવાલો મોટી અને ઊંચી હતી. એને ૧૨ દરવાજા હતા, જ્યાં ૧૨ દૂતો ઊભા હતા. દરવાજાઓ પર ઇઝરાયેલના દીકરાઓનાં ૧૨ કુળોનાં નામ કોતરેલાં હતાં. ૧૩ પૂર્વમાં ત્રણ દરવાજા, ઉત્તરમાં ત્રણ દરવાજા, દક્ષિણમાં ત્રણ દરવાજા અને પશ્ચિમમાં ત્રણ દરવાજા હતા.+ ૧૪ શહેરની દીવાલમાં પાયાના ૧૨ પથ્થરો પણ હતા. એ ૧૨ પથ્થરો પર ઘેટાના ૧૨ પ્રેરિતોનાં+ નામ હતાં.
૧૫ જે દૂત મારી સાથે વાત કરતો હતો, તેણે શહેર, એના દરવાજા અને દીવાલ માપવા માટે સોનાની લાકડી પકડી હતી.+ ૧૬ શહેરનો આકાર ચોરસ હતો. એની પહોળાઈ જેટલી જ એની લંબાઈ હતી. તેણે શહેરને લાકડીથી માપ્યું. એ આશરે ૨,૨૨૦ કિલોમીટર* હતું. એની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ એકસરખી હતી. ૧૭ તેણે એની દીવાલ પણ માપી. માણસના માપ અને દૂતના માપ પ્રમાણે એ ૧૪૪ હાથ* હતી. ૧૮ એ દીવાલ યાસપિસની+ બનેલી હતી. એ શહેર ચોખ્ખા કાચ જેવા શુદ્ધ સોનાનું હતું. ૧૯ શહેરનો પાયો દરેક જાતનાં કીમતી રત્નોથી શણગારેલો હતો: પાયાનો પહેલો પથ્થર યાસપિસ, બીજો નીલમ, ત્રીજો પાનું, ચોથો લીલમ, ૨૦ પાંચમો ગોમેદ,* છઠ્ઠો લાલ રત્ન, સાતમો તૃણમણિ, આઠમો પીરોજ, નવમો પોખરાજ, દસમો લસણિયો, અગિયારમો ભૂરો રત્ન અને બારમો યાકૂત. ૨૧ એના ૧૨ દરવાજા ૧૨ મોતી હતા. દરેક દરવાજો એક મોતીનો બનેલો હતો. શહેરના મુખ્ય રસ્તા ચોખ્ખા કાચ જેવા શુદ્ધ સોનાના હતા.
૨૨ મેં એ શહેરમાં મંદિર જોયું નહિ, કેમ કે સર્વશક્તિમાન+ ઈશ્વર યહોવા* શહેરનું મંદિર છે અને ઘેટું પણ એનું મંદિર છે. ૨૩ શહેરને પ્રકાશ માટે સૂર્ય કે ચંદ્રની જરૂર નથી. ઈશ્વરનું ગૌરવ એમાં અજવાળું ફેલાવે છે+ અને એ શહેરનો દીવો ઘેટું છે.+ ૨૪ પ્રજાઓ એના પ્રકાશમાં ચાલશે+ અને પૃથ્વીના રાજાઓ એમાં પોતાનું ગૌરવ લાવશે. ૨૫ એ શહેરના દરવાજા આખો દિવસ બંધ કરવામાં આવશે નહિ અને ત્યાં રાત હશે જ નહિ.+ ૨૬ પ્રજાઓનું ગૌરવ અને માન એનામાં લાવવામાં આવશે.+ ૨૭ પણ કોઈ ભ્રષ્ટ વસ્તુ અને ધિક્કારપાત્ર અને કપટી કામો કરનાર એમાં જઈ શકશે નહિ.+ જેઓનાં નામ જીવનના વીંટામાં, એટલે કે ઘેટાના વીંટામાં છે તેઓ જ એમાં જઈ શકશે.+
૨૨ દૂતે મને જીવનના પાણીની નદી બતાવી.+ એ હીરા જેવી ચોખ્ખી અને ચમકતી હતી. એ નદી ઈશ્વરના અને ઘેટાના રાજ્યાસનમાંથી નીકળીને વહેતી હતી.+ ૨ એ નદી શહેરના મુખ્ય રસ્તા વચ્ચેથી વહેતી હતી. નદીના બંને કિનારે જીવનનાં ઝાડ હતાં. એ ૧૨ વખત, એટલે કે દર મહિને એક વખત ફળ આપતાં હતાં. એ ઝાડનાં પાંદડાં પ્રજાના લોકોને સાજા કરવા માટે હતાં.+
૩ ઈશ્વર એ શહેરને કોઈ શ્રાપ આપશે નહિ. એ શહેરમાં ઈશ્વરનું અને ઘેટાનું રાજ્યાસન હશે.+ ઈશ્વરના દાસો તેમની પવિત્ર સેવા કરશે. ૪ તેઓ તેમનું મુખ જોશે+ અને તેમનું નામ તેઓનાં કપાળ પર લખેલું હશે.+ ૫ હવેથી રાત થશે નહિ.+ તેઓને દીવા કે સૂર્યના પ્રકાશની જરૂર પડશે નહિ. યહોવા* ઈશ્વર તેઓ પર પ્રકાશ ફેલાવશે.+ તેઓ સદાને માટે રાજાઓ તરીકે રાજ કરશે.+
૬ દૂતે મને કહ્યું: “આ શબ્દો ભરોસાપાત્ર અને સત્ય છે.+ પ્રબોધકોને પ્રેરનાર યહોવા* ઈશ્વરે પોતાના દૂતને મોકલ્યો.+ એ માટે કે થોડા જ સમયમાં જે બનવાનું છે, એ પોતાના ચાકરોને બતાવે. ૭ ‘જુઓ! હું જલદી જ આવું છું.’+ આ વીંટાની ભવિષ્યવાણીના શબ્દો જે કોઈ પાળે છે તેને ધન્ય છે.”+
૮ હું યોહાન આ બધું જોનાર અને સાંભળનાર છું. દૂત મને એ બધું બતાવી રહ્યો હતો. એ બધું જોઈને અને સાંભળીને હું તેની ભક્તિ કરવા તેના પગ આગળ ઘૂંટણિયે પડ્યો. ૯ પણ તેણે મને કહ્યું: “જોજે, એવું ન કરતો! ઈશ્વરની ભક્તિ કર!+ હું પણ તારી જેમ અને તારા ભાઈઓની જેમ એક દાસ છું, જેઓ પ્રબોધકો છે અને જેઓ આ વીંટાના શબ્દો પાળે છે.”
૧૦ પછી તેણે મને કહ્યું: “આ વીંટાની ભવિષ્યવાણીના શબ્દો પર મહોર ન માર, કેમ કે નક્કી કરેલો સમય પાસે છે. ૧૧ જે ખોટું કરે છે, તેને ખોટું કરવા દો. જે ગંદાં કામો કરે છે, તેને ગંદાં કામો કરવા દો. પણ જે નેક છે, તે નેક કામો કરતો રહે. જે પવિત્ર છે, તે પવિત્ર કામો કરતો રહે.
૧૨ “‘જુઓ! હું જલદી જ આવું છું. હું દરેકને તેનાં કાર્યો પ્રમાણે બદલો આપીશ.+ ૧૩ હું આલ્ફા અને ઓમેગા* છું,+ પહેલો અને છેલ્લો, શરૂઆત અને અંત. ૧૪ જેઓએ પોતાના ઝભ્ભા ધોયા છે તેઓને ધન્ય છે!+ તેઓને જીવનનાં ઝાડ પરથી ફળ ખાવાનો અધિકાર મળશે.+ તેઓ એ શહેરના દરવાજાઓમાં થઈને અંદર જશે.+ ૧૫ કૂતરાની જેમ વર્તનારાઓ,* મેલીવિદ્યા કરનારાઓ, વ્યભિચારીઓ,* ખૂનીઓ, મૂર્તિપૂજકો અને જેનાં વાણી-વર્તન કપટથી ભરપૂર હોય, એવો દરેક માણસ એ શહેરની બહાર છે.’+
૧૬ “‘મેં ઈસુએ, આ વાતોની સાક્ષી આપવા તારી પાસે દૂતને મોકલ્યો, જેથી મંડળોને લાભ થાય. હું દાઉદના કુટુંબનો છું અને તેમનો વંશજ છું.+ હું સવારનો ચમકતો તારો છું.’”+
૧૭ પવિત્ર શક્તિ અને કન્યા+ કહે છે, “આવ!” જે કોઈ સાંભળે એ કહે, “આવ!” જે કોઈ તરસ્યો છે એ આવે.+ જે કોઈ ચાહે એ જીવનનું પાણી મફત લે.+
૧૮ “આ વીંટાની ભવિષ્યવાણીના શબ્દો સાંભળનાર દરેકને હું સાક્ષી આપું છું: જો કોઈ આ વાતોમાં ઉમેરો કરે,+ તો ઈશ્વર તેના પર આ વીંટામાં લખેલી આફતો લાવશે.+ ૧૯ જો કોઈ આ ભવિષ્યવાણીના વીંટાના શબ્દોમાંથી કંઈ કાઢી નાખે, તો એ વીંટામાં જે કંઈ લખેલું છે એમાંથી ઈશ્વર તેનો હિસ્સો લઈ લેશે.+ એટલે કે ઈશ્વર તેને જીવનનાં ઝાડ પરથી ફળ ખાવા દેશે નહિ અને પવિત્ર શહેરમાં+ જવા દેશે નહિ.
૨૦ “આ વાતો વિશે જે સાક્ષી આપે છે તે કહે છે, ‘હું જલદી જ આવું છું.’”+
“આમેન! માલિક ઈસુ આવો!”
૨૧ માલિક ઈસુની અપાર કૃપા પવિત્ર લોકો પર રહે!
શબ્દસૂચિ જુઓ.
અથવા, “પ્રગટ થયેલું; ઉઘાડું પાડેલું.”
શબ્દસૂચિ જુઓ.
અથવા કદાચ, “ઈસુના.”
અથવા, “જિલ્લાનાં.”
શબ્દસૂચિ જુઓ.
અથવા, “સાત ગણું કામ કરતી શક્તિઓ.”
અથવા, “પ્રથમ જન્મેલા.” શબ્દસૂચિમાં “પ્રથમ જન્મેલો” જુઓ.
શબ્દસૂચિ જુઓ.
શબ્દસૂચિ જુઓ.
વધારે માહિતી ક-૫ જુઓ.
એટલે કે, શરૂઆત અને અંત. ગ્રીક મૂળાક્ષરોમાં “આલ્ફા” પહેલો અને “ઓમેગા” છેલ્લો અક્ષર છે. શબ્દસૂચિ જુઓ.
શબ્દસૂચિ જુઓ.
મૂળ, “તુરાઈ.” શબ્દસૂચિમાં “તુરાઈ” જુઓ.
શબ્દસૂચિ જુઓ.
શબ્દસૂચિ જુઓ.
શબ્દસૂચિ જુઓ.
શબ્દસૂચિ જુઓ.
અથવા, “જીવનના બાગમાં.” શબ્દસૂચિમાં “જીવનનો બાગ” જુઓ.
શબ્દસૂચિ જુઓ.
મૂળ, “સભાસ્થાનના.”
શબ્દસૂચિમાં “ડીઆબોલોસ” જુઓ.
મૂળ, “મુગટ.”
શબ્દસૂચિ જુઓ.
શબ્દસૂચિ જુઓ.
શબ્દસૂચિ જુઓ.
શબ્દસૂચિ જુઓ.
અથવા, “ઊંડી લાગણીઓ.” મૂળ, “મૂત્રપિંડો.”
મૂળ, “સભાસ્થાનના.”
મૂળ, “મુગટ.”
શબ્દસૂચિ જુઓ.
શબ્દસૂચિ જુઓ.
વધારે માહિતી ક-૫ જુઓ.
વધારે માહિતી ક-૫ જુઓ.
મૂળ, “આગળ-પાછળ.”
શબ્દસૂચિ જુઓ.
મૂળ, “દાઉદનું મૂળ.”
અથવા, “હલવાન.” મૂળ, “ઘેટાનું બચ્ચું.”
શબ્દસૂચિ જુઓ.
અથવા, “ભાષા.”
વધારે માહિતી ખ-૧૪ જુઓ.
શબ્દસૂચિ જુઓ.
શબ્દસૂચિ જુઓ.
શબ્દસૂચિમાં “નેફેશ; સાઈકી” જુઓ.
શબ્દસૂચિ જુઓ.
શબ્દસૂચિ જુઓ.
એટલે કે, કોથળા બનાવવા વપરાતું જાનવરના વાળનું કાળું કંતાન.
અથવા, “સૂર્યોદયની દિશાથી.”
અથવા, “ભાષામાંથી.”
શબ્દસૂચિ જુઓ.
અથવા, “તેઓ પર પોતાનો તંબુ ફેલાવશે.”
અથવા, “ઝરાઓ.”
મૂળ, “તુરાઈ.” શબ્દસૂચિમાં “તુરાઈ” જુઓ.
મૂળ, “તુરાઈ.” શબ્દસૂચિમાં “તુરાઈ” જુઓ.
શબ્દસૂચિમાં “નેફેશ; સાઈકી” જુઓ.
અથવા, “ઝરાઓના.”
શબ્દસૂચિ જુઓ.
શબ્દસૂચિ જુઓ.
અર્થ, “વિનાશ.” શબ્દસૂચિ જુઓ.
અર્થ, “વિનાશ કરનાર.”
શબ્દસૂચિ જુઓ.
અથવા, “ફ્રાત.”
મૂળ, “પોતાના હાથનાં.”
શબ્દસૂચિ જુઓ.
શબ્દસૂચિ જુઓ.
શબ્દસૂચિ જુઓ.
અથવા, “ભાષાઓ.”
શબ્દસૂચિ જુઓ.
શબ્દસૂચિ જુઓ.
એટલે કે, મંદિરની વચ્ચેની ઇમારત, જેમાં પવિત્ર અને પરમ પવિત્ર સ્થાનનો સમાવેશ થાય છે. શબ્દસૂચિમાં “પવિત્ર જગ્યા” જુઓ.
શબ્દસૂચિ જુઓ.
અથવા, “સ્વર્ગ.”
શબ્દસૂચિ જુઓ.
અથવા, “મિસરને.”
શબ્દસૂચિ જુઓ.
અથવા, “ભાષાઓ.”
કદાચ ઈશ્વરને રજૂ કરે છે.
વધારે માહિતી ક-૫ જુઓ.
એટલે કે, મંદિરનું પરમ પવિત્ર સ્થાન. શબ્દસૂચિમાં “પરમ પવિત્ર સ્થાન” જુઓ.
શબ્દસૂચિ જુઓ.
અથવા, “માથે પહેરાતા રાજવી પટ્ટા.”
અર્થ, “ઈશ્વર જેવું કોણ છે?”
અથવા કદાચ, “પણ એને [એટલે કે, અજગરને] હરાવવામાં આવ્યો.”
શબ્દસૂચિમાં “ડીઆબોલોસ” જુઓ.
અથવા, “વસ્તીવાળી આખી પૃથ્વીને.”
શબ્દસૂચિમાં “નેફેશ; સાઈકી” જુઓ.
એટલે કે, સાડા ત્રણ સમય.
અથવા, “માથે પહેરાતા રાજવી પટ્ટા.”
અથવા, “ભાષા.”
આ આદમ અને હવાનાં બાળકોને બતાવે છે.
અથવા કદાચ, “જો કોઈ તલવારથી માર્યો જવાનો હોય.”
મૂળ, “નિશાનીઓ.”
શબ્દસૂચિમાં “સિયોન” જુઓ.
મૂળ, “કુંવારા.”
શબ્દસૂચિ જુઓ.
શબ્દસૂચિ જુઓ.
અથવા, “ભાષા.”
શબ્દસૂચિ જુઓ.
અથવા, “ઝરાઓના.”
શબ્દસૂચિ જુઓ.
અથવા, “ક્રોધનો.”
એટલે કે, મંદિરનું પરમ પવિત્ર સ્થાન.
મૂળ, “૧,૬૦૦ સ્ટેડિયમ.” એક સ્ટેડિયમ ૧૮૫ મી. (૬૦૬.૯૫ ફૂટ) જેટલું થાય. વધારે માહિતી ખ-૧૪ જુઓ.
વધારે માહિતી ક-૫ જુઓ.
વધારે માહિતી ક-૫ જુઓ.
એટલે કે, મંદિરનું પરમ પવિત્ર સ્થાન.
મૂળ, “શણનાં.”
એટલે કે, મંદિરનું પરમ પવિત્ર સ્થાન.
શબ્દસૂચિમાં “નેફેશ; સાઈકી” જુઓ.
અથવા, “ઝરાઓ.”
વધારે માહિતી ક-૫ જુઓ.
અથવા, “સૂર્યોદયથી.”
ગ્રીક, હાર-માગેદોન. એ હિબ્રૂ શબ્દ પરથી આવ્યો છે, જેનો અર્થ થાય, “મગિદ્દોનો પર્વત.” શબ્દસૂચિ જુઓ.
એટલે કે, મંદિરનું પરમ પવિત્ર સ્થાન.
એક ગ્રીક તાલંત એટલે ૨૦.૪ કિ.ગ્રા. વધારે માહિતી ખ-૧૪ જુઓ.
શબ્દસૂચિ જુઓ.
શબ્દસૂચિ જુઓ.
શબ્દસૂચિ જુઓ.
શબ્દસૂચિ જુઓ.
આ આદમ અને હવાનાં બાળકોને બતાવે છે.
મૂળ, “એક કલાક માટે.”
અથવા, “ભાષાઓ.”
અથવા કદાચ, “શ્વાસ.”
શબ્દસૂચિ જુઓ.
અથવા, “ક્રોધના.”
શબ્દસૂચિ જુઓ.
અથવા, “તેના ગુનાઓને.”
વધારે માહિતી ક-૫ જુઓ.
શબ્દસૂચિ જુઓ.
શબ્દસૂચિ જુઓ.
શબ્દસૂચિમાં “નેફેશ; સાઈકી” જુઓ.
શબ્દસૂચિમાં “નેફેશ; સાઈકી” જુઓ.
અથવા, “હાલેલુયાહ!” યહોવા નામનું ટૂંકું રૂપ “યાહ” છે.
શબ્દસૂચિ જુઓ.
અથવા, “હાલેલુયાહ!” યહોવા નામનું ટૂંકું રૂપ “યાહ” છે.
અથવા, “હાલેલુયાહ!” યહોવા નામનું ટૂંકું રૂપ “યાહ” છે.
અથવા, “હાલેલુયાહ!” યહોવા નામનું ટૂંકું રૂપ “યાહ” છે.
વધારે માહિતી ક-૫ જુઓ.
અથવા, “ન્યાયથી.” શબ્દસૂચિમાં “ન્યાયી” જુઓ.
અથવા, “માથે પહેરાતા રાજવી પટ્ટા.”
શબ્દસૂચિ જુઓ.
શબ્દસૂચિમાં “ડીઆબોલોસ” જુઓ.
મૂળ, “કુહાડીથી મારી નાખવામાં.”
શબ્દસૂચિમાં “નેફેશ; સાઈકી” જુઓ.
શબ્દસૂચિ જુઓ.
શબ્દસૂચિમાં “આગનું સરોવર” જુઓ.
અથવા, “રોકી રાખવામાં; કેદ કરવામાં.”
શબ્દસૂચિ જુઓ.
શબ્દસૂચિ જુઓ.
મૂળ, “અગાઉની વાતો જતી રહી છે.”
એટલે કે, શરૂઆત અને અંત. ગ્રીક મૂળાક્ષરોમાં “આલ્ફા” પહેલો અને “ઓમેગા” છેલ્લો અક્ષર છે. શબ્દસૂચિ જુઓ.
અથવા, “ઝરામાંથી.”
શબ્દસૂચિમાં “વ્યભિચાર” જુઓ.
શબ્દસૂચિમાં “આગનું સરોવર” જુઓ.
મૂળ, “૧૨,૦૦૦ સ્ટેડિયમ.” એક સ્ટેડિયમ ૧૮૫ મી. (૬૦૬.૯૫ ફૂટ) જેટલું થાય. વધારે માહિતી ખ-૧૪ જુઓ.
આશરે ૬૪ મી. (૨૧૦ ફૂટ). વધારે માહિતી ખ-૧૪ જુઓ.
શબ્દસૂચિ જુઓ.
વધારે માહિતી ક-૫ જુઓ.
વધારે માહિતી ક-૫ જુઓ.
વધારે માહિતી ક-૫ જુઓ.
એટલે કે, શરૂઆત અને અંત. ગ્રીક મૂળાક્ષરોમાં “આલ્ફા” પહેલો અને “ઓમેગા” છેલ્લો અક્ષર છે. શબ્દસૂચિ જુઓ.
એટલે કે, ઈશ્વરની નજરમાં જેઓનાં કાર્યો ધિક્કારપાત્ર છે તેઓ.
શબ્દસૂચિમાં “વ્યભિચાર” જુઓ.