ગીતોનું ગીત
૭ “હે ભોળી યુવતી,
મોજડીમાં તારા પગ કેવા સુંદર દેખાય છે!
તારી સુડોળ જાંઘો ઘરેણાં જેવી છે,
જાણે કોઈ કારીગરના હાથની રચના ન હોય!
૨ તારી નાભિ ગોળ પ્યાલા જેવી છે.
એ દ્રાક્ષદારૂથી* હંમેશાં છલકાતી રહે.
તારું પેટ ઘઉંની ઢગલી જેવું છે,
જેની આજુબાજુ ફૂલો પથરાયેલાં છે.
૩ તારાં બે સ્તન
હરણીનાં જોડિયાં બચ્ચાં જેવાં છે.+
૪ તારું ગળું+ હાથીદાંતના મિનારા જેવું છે.+
તારું નાક લબાનોનના બુરજ જેવું છે,
જે દમસ્કની દિશામાં છે.
તારી લહેરાતી ઝૂલ્ફોએ રાજાને બંદી બનાવ્યો છે.
૬ તું કેટલી સુંદર છે, કેટલી રૂપાળી છે,
હે મારી પ્રેયસી, તારી આગળ બધી ખુશીઓ ઝાંખી પડે છે!
૮ મેં કહ્યું, ‘હું ખજૂરીના ઝાડ પર ચઢીશ,
ફળોથી લચી પડેલી એની ડાળીઓ તોડીશ.’
તારાં સ્તનો દ્રાક્ષોની લૂમો જેવાં થાય,
તારો શ્વાસ સફરજનની જેમ મહેકે.
૯ તારું મોં* ઉત્તમ દ્રાક્ષદારૂ જેવું છે.”
“મારા વાલમના હોઠોને એ ચૂમે,
તેના ગળે ધીમે ધીમે ઊતરીને તેને મીઠી નીંદરમાં નાખે.*
૧૦ હું મારા પ્રિયતમની છું+
અને તે મારા માટે ઝૂરે છે.
૧૨ સવારે વહેલા ઊઠીને દ્રાક્ષાવાડીઓ જોવા જઈએ.
એ જોવા જઈએ કે દ્રાક્ષાવેલા પર કળીઓ આવી છે કે નહિ,
ફૂલો ખીલ્યાં છે કે નહિ,+
દાડમડી પર ફળો લાગ્યાં છે કે નહિ.+
ત્યાં હું તારા પર મારો પ્રેમ વરસાવીશ.+
૧૩ ભોંયરીંગણાં*+ પોતાની મહેક ફેલાવે છે.
આપણા આંગણામાં જાતજાતનાં ઉત્તમ ફળો ઊગ્યાં છે.+
હે મારા વહાલા, મેં તાજાં અને સૂકાં ફળો
તારા માટે રાખી મૂક્યાં છે.