ગીતશાસ્ત્ર
સંગીત સંચાલક માટે સૂચન. ગીત.
૬૬ આખી ધરતીના લોકો, ઈશ્વરને આનંદથી પોકારી ઊઠો.+
૨ તેમના ગૌરવશાળી નામનો જયજયકાર કરો.*
તેમને મહિમા આપો અને તેમની સ્તુતિ ગાઓ.+
૩ ઈશ્વરને કહો, “તમારાં કામો કેવાં મહાન છે!+
તમારી પુષ્કળ તાકાતને લીધે,
દુશ્મનો તમારા ભયથી થરથર કાંપશે.+
૪ આખી પૃથ્વીના લોકો તમારી આગળ નમન કરશે.+
તેઓ તમારા ગુણગાન ગાશે,
તેઓ તમારા નામની સ્તુતિ કરશે.”+ (સેલાહ)
૫ આવો અને ઈશ્વરનાં કામો નિહાળો.
મનુષ્યો માટે તેમણે કરેલાં કામો કેવાં જોરદાર છે!+
૬ તેમણે દરિયાને સૂકી ભૂમિમાં ફેરવી નાખ્યો.+
તેમના લોકોએ ચાલીને નદી પાર કરી.+
તેમનાં પરાક્રમોને લીધે અમે ત્યાં ખુશી મનાવી.+
૭ તે પોતાની તાકાતથી સદાને માટે રાજ કરે છે.+
તેમની આંખો પ્રજાઓ પર નજર રાખે છે.+
જેઓ હઠીલા છે તેઓ માથું ઊંચું ન કરે.+ (સેલાહ)
૮ હે લોકો, અમારા ઈશ્વરની સ્તુતિ કરો,+
તેમની સ્તુતિ દૂર દૂર સુધી ગુંજે.
૯ તે અમને જીવતા રાખે છે.+
તે અમારા પગને ઠોકર ખાવા દેતા નથી.+
૧૦ હે ઈશ્વર, તમે અમારી ચકાસણી કરી છે.+
ચાંદી શુદ્ધ કરવામાં આવે તેમ, તમે અમને શુદ્ધ કર્યા છે.
૧૧ તમે અમને શિકારીની જાળમાં પકડી લીધા છે.
તમે કચડી નાખતો બોજ અમારા પર નાખ્યો છે.
૧૨ તમે મામૂલી માણસોને અમારા પર જીતવા દીધા.
અમે આગમાંથી અને પાણીમાંથી પસાર થયા,
પછી તમે અમને રાહત આપતી જગ્યાએ લાવ્યા.
૧૩ હું આખેઆખાં અગ્નિ-અર્પણો લઈને તમારા મંદિરમાં આવીશ.+
હું તમારી આગળ મારી માનતાઓ પૂરી કરીશ,+
૧૪ જેનું મેં વચન આપ્યું હતું+
અને જેના વિશે હું મારી મુસીબતમાં બોલ્યો હતો.
૧૫ હું તમને તાજાં-માજાં પ્રાણીઓનાં અગ્નિ-અર્પણો ચઢાવીશ,
ઘેટાનાં બલિદાનો આગમાં ચઢાવીશ.*
બકરાઓ સાથે આખલાઓનું અર્પણ કરીશ. (સેલાહ)
૧૬ ઈશ્વરનો ડર રાખનારાઓ, તમે બધા આવો અને સાંભળો.
ઈશ્વરે મારા માટે જે કર્યું છે એ હું તમને જણાવું.+
૧૭ મારા મુખે તેમને પોકાર કર્યો
અને મારી જીભે તેમની સ્તુતિ કરી.
૧૮ જો મેં મારા મનમાં ખોટું કરવાનો ઇરાદો રાખ્યો હોત,
તો યહોવાએ મારી અરજો સાંભળી ન હોત.+
૨૦ ઈશ્વરની સ્તુતિ થાઓ, જેમણે મારી પ્રાર્થના સાંભળવાની મના કરી નહિ
કે પોતાનો અતૂટ પ્રેમ મારાથી પાછો રાખ્યો નહિ.