વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • યર્મિયાનો વિલાપ ૧
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

યર્મિયાનો વિલાપ મુખ્ય વિચારો

      • યરૂશાલેમનું વિધવા તરીકે વર્ણન

        • તે એકલી બેઠી છે, તેને તરછોડી દેવામાં આવી છે (૧)

        • સિયોનનાં મહાપાપ (૮, ૯)

        • ઈશ્વરે સિયોનનો નકાર કર્યો (૧૨-૧૫)

        • સિયોનને સાંત્વના આપનાર કોઈ નથી (૧૭)

યર્મિયાનો વિલાપ ૧:મથાળું

ફૂટનોટ

  • *

    યવિ ૧-૪ અધ્યાય શોકગીત છે. આ ગીતોની પંક્તિઓની રચના હિબ્રૂ મૂળાક્ષરના ક્રમમાં છે.

યર્મિયાનો વિલાપ ૧:૧

ફૂટનોટ

  • *

    અથવા, “વસ્તીવાળી.”

  • *

    અથવા, “જિલ્લાઓની.”

એને લગતી કલમો

  • +ગી ૧૨૨:૩, ૪
  • +૧રા ૪:૨૦
  • +પુન ૨૮:૧૫, ૪૮; ૨રા ૨૫:૧૧, ૧૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૧૦/૧/૧૯૮૮, પાન ૩૦

યર્મિયાનો વિલાપ ૧:૨

એને લગતી કલમો

  • +યવિ ૧:૧૬
  • +યર્મિ ૪:૩૦; હઝ ૧૬:૩૭
  • +યર્મિ ૩૦:૧૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૧૦/૧/૧૯૮૮, પાન ૩૦

યર્મિયાનો વિલાપ ૧:૩

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિમાં “ગુલામી” જુઓ.

એને લગતી કલમો

  • +લેવી ૨૬:૩૩; ૨રા ૨૪:૧૪, ૧૫; ૨૫:૨૧; યર્મિ ૩૯:૯; ૫૨:૨૭
  • +યર્મિ ૧૭:૪
  • +પુન ૨૮:૬૪

યર્મિયાનો વિલાપ ૧:૪

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

  • *

    એવી સ્ત્રીઓ જેઓએ પુરુષ સાથે જાતીય સંબંધ બાંધ્યો નથી.

એને લગતી કલમો

  • +આમ ૮:૧૦
  • +યશા ૩:૨૬

યર્મિયાનો વિલાપ ૧:૫

ફૂટનોટ

  • *

    વધારે માહિતી ક-૪ જુઓ.

એને લગતી કલમો

  • +ઝખા ૧:૧૫
  • +૨કા ૩૬:૧૫, ૧૬; નહે ૯:૩૩; દા ૯:૭, ૧૬
  • +યર્મિ ૩૯:૯; ૫૨:૩૦

યર્મિયાનો વિલાપ ૧:૬

એને લગતી કલમો

  • +હઝ ૨૪:૨૧

યર્મિયાનો વિલાપ ૧:૭

એને લગતી કલમો

  • +૧રા ૧૦:૨૭
  • +યર્મિ ૫૨:૪
  • +ગી ૧૩૭:૭; યવિ ૨:૧૬

યર્મિયાનો વિલાપ ૧:૮

એને લગતી કલમો

  • +યશા ૧:૪; ૫૯:૨; હઝ ૨૨:૪
  • +યર્મિ ૧૩:૨૨; હઝ ૨૩:૨૯
  • +યર્મિ ૪:૩૧

યર્મિયાનો વિલાપ ૧:૯

ફૂટનોટ

  • *

    અથવા, “તેનો ઘાઘરો.”

એને લગતી કલમો

  • +યર્મિ ૮:૭
  • +યર્મિ ૫૦:૨૯

યર્મિયાનો વિલાપ ૧:૧૦

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +યર્મિ ૫૨:૧૭, ૧૯; દા ૧:૧, ૨
  • +૨કા ૩૬:૧૭, ૧૮; ગી ૭૪:૭; યર્મિ ૫૨:૧૩

યર્મિયાનો વિલાપ ૧:૧૧

ફૂટનોટ

  • *

    અહીં યરૂશાલેમ નગરીને સ્ત્રી તરીકે રજૂ કરવામાં આવી છે.

એને લગતી કલમો

  • +યર્મિ ૩૮:૯; ૫૨:૬; યવિ ૨:૧૨; ૪:૪

યર્મિયાનો વિલાપ ૧:૧૨

એને લગતી કલમો

  • +યર્મિ ૨૧:૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૬/૧/૨૦૦૭, પાન ૮

    ૧૦/૧/૧૯૮૮, પાન ૩૦

યર્મિયાનો વિલાપ ૧:૧૩

એને લગતી કલમો

  • +ગી ૧૦૨:૩

યર્મિયાનો વિલાપ ૧:૧૪

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +લેવી ૨૬:૩૭; હઝ ૧૧:૯

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૧૦/૧/૧૯૮૮, પાન ૩૦

યર્મિયાનો વિલાપ ૧:૧૫

એને લગતી કલમો

  • +૨રા ૨૪:૧૪, ૧૫
  • +૨કા ૩૬:૧૭
  • +પ્રક ૧૪:૧૯; ૧૯:૧૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૬/૧/૨૦૦૭, પાન ૮

    ૧૦/૧/૧૯૮૮, પાન ૩૦-૩૧

યર્મિયાનો વિલાપ ૧:૧૬

એને લગતી કલમો

  • +યર્મિ ૩૧:૧૫

યર્મિયાનો વિલાપ ૧:૧૭

એને લગતી કલમો

  • +યર્મિ ૪:૩૧
  • +પુન ૨૮:૪૯; ૨રા ૨૪:૧, ૨; ૨૫:૧
  • +યવિ ૧:૮

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૧૦/૧/૧૯૮૮, પાન ૩૦

યર્મિયાનો વિલાપ ૧:૧૮

ફૂટનોટ

  • *

    અથવા, “ન્યાયી.” શબ્દસૂચિમાં “ન્યાયી” જુઓ.

  • *

    એવી સ્ત્રીઓ જેઓએ પુરુષ સાથે જાતીય સંબંધ બાંધ્યો નથી.

એને લગતી કલમો

  • +નહે ૯:૩૩; દા ૯:૭
  • +૧શ ૧૨:૧૪, ૧૫
  • +પુન ૨૮:૩૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૧૦/૧/૧૯૮૮, પાન ૩૦

યર્મિયાનો વિલાપ ૧:૧૯

એને લગતી કલમો

  • +યર્મિ ૩૦:૧૪
  • +૨રા ૨૫:૩; યર્મિ ૩૮:૯

યર્મિયાનો વિલાપ ૧:૨૦

એને લગતી કલમો

  • +ગી ૧૦૭:૧૧; યશા ૧:૨; ૬૩:૧૦
  • +પુન ૩૨:૨૫; યર્મિ ૧૫:૨

યર્મિયાનો વિલાપ ૧:૨૧

એને લગતી કલમો

  • +હઝ ૨૫:૬, ૭; ઓબા ૧૨
  • +યશા ૧૩:૧૯; યર્મિ ૨૫:૧૨-૧૪; યોએ ૩:૧૯
  • +ગી ૧૩૭:૮, ૯; યશા ૫૧:૨૨, ૨૩

યર્મિયાનો વિલાપ ૧:૨૨

એને લગતી કલમો

  • +યર્મિ ૫૧:૩૫

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

ય.વિ. ૧:૧ગી ૧૨૨:૩, ૪
ય.વિ. ૧:૧૧રા ૪:૨૦
ય.વિ. ૧:૧પુન ૨૮:૧૫, ૪૮; ૨રા ૨૫:૧૧, ૧૨
ય.વિ. ૧:૨યવિ ૧:૧૬
ય.વિ. ૧:૨યર્મિ ૪:૩૦; હઝ ૧૬:૩૭
ય.વિ. ૧:૨યર્મિ ૩૦:૧૪
ય.વિ. ૧:૩લેવી ૨૬:૩૩; ૨રા ૨૪:૧૪, ૧૫; ૨૫:૨૧; યર્મિ ૩૯:૯; ૫૨:૨૭
ય.વિ. ૧:૩યર્મિ ૧૭:૪
ય.વિ. ૧:૩પુન ૨૮:૬૪
ય.વિ. ૧:૪યશા ૩:૨૬
ય.વિ. ૧:૪આમ ૮:૧૦
ય.વિ. ૧:૫ઝખા ૧:૧૫
ય.વિ. ૧:૫૨કા ૩૬:૧૫, ૧૬; નહે ૯:૩૩; દા ૯:૭, ૧૬
ય.વિ. ૧:૫યર્મિ ૩૯:૯; ૫૨:૩૦
ય.વિ. ૧:૬હઝ ૨૪:૨૧
ય.વિ. ૧:૭૧રા ૧૦:૨૭
ય.વિ. ૧:૭યર્મિ ૫૨:૪
ય.વિ. ૧:૭ગી ૧૩૭:૭; યવિ ૨:૧૬
ય.વિ. ૧:૮યશા ૧:૪; ૫૯:૨; હઝ ૨૨:૪
ય.વિ. ૧:૮યર્મિ ૧૩:૨૨; હઝ ૨૩:૨૯
ય.વિ. ૧:૮યર્મિ ૪:૩૧
ય.વિ. ૧:૯યર્મિ ૮:૭
ય.વિ. ૧:૯યર્મિ ૫૦:૨૯
ય.વિ. ૧:૧૦યર્મિ ૫૨:૧૭, ૧૯; દા ૧:૧, ૨
ય.વિ. ૧:૧૦૨કા ૩૬:૧૭, ૧૮; ગી ૭૪:૭; યર્મિ ૫૨:૧૩
ય.વિ. ૧:૧૧યર્મિ ૩૮:૯; ૫૨:૬; યવિ ૨:૧૨; ૪:૪
ય.વિ. ૧:૧૨યર્મિ ૨૧:૭
ય.વિ. ૧:૧૩ગી ૧૦૨:૩
ય.વિ. ૧:૧૪લેવી ૨૬:૩૭; હઝ ૧૧:૯
ય.વિ. ૧:૧૫૨રા ૨૪:૧૪, ૧૫
ય.વિ. ૧:૧૫૨કા ૩૬:૧૭
ય.વિ. ૧:૧૫પ્રક ૧૪:૧૯; ૧૯:૧૫
ય.વિ. ૧:૧૬યર્મિ ૩૧:૧૫
ય.વિ. ૧:૧૭યર્મિ ૪:૩૧
ય.વિ. ૧:૧૭પુન ૨૮:૪૯; ૨રા ૨૪:૧, ૨; ૨૫:૧
ય.વિ. ૧:૧૭યવિ ૧:૮
ય.વિ. ૧:૧૮નહે ૯:૩૩; દા ૯:૭
ય.વિ. ૧:૧૮૧શ ૧૨:૧૪, ૧૫
ય.વિ. ૧:૧૮પુન ૨૮:૩૨
ય.વિ. ૧:૧૯યર્મિ ૩૦:૧૪
ય.વિ. ૧:૧૯૨રા ૨૫:૩; યર્મિ ૩૮:૯
ય.વિ. ૧:૨૦ગી ૧૦૭:૧૧; યશા ૧:૨; ૬૩:૧૦
ય.વિ. ૧:૨૦પુન ૩૨:૨૫; યર્મિ ૧૫:૨
ય.વિ. ૧:૨૧હઝ ૨૫:૬, ૭; ઓબા ૧૨
ય.વિ. ૧:૨૧યશા ૧૩:૧૯; યર્મિ ૨૫:૧૨-૧૪; યોએ ૩:૧૯
ય.વિ. ૧:૨૧ગી ૧૩૭:૮, ૯; યશા ૫૧:૨૨, ૨૩
ય.વિ. ૧:૨૨યર્મિ ૫૧:૩૫
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
  • ૧૫
  • ૧૬
  • ૧૭
  • ૧૮
  • ૧૯
  • ૨૦
  • ૨૧
  • ૨૨
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
યર્મિયાનો વિલાપ ૧:૧-૨૨

યર્મિયાનો વિલાપ

א [આલેફ]*

૧ યરૂશાલેમ નગરી લોકોથી આબાદ હતી,+ પણ હવે તે એકલી બેઠી છે!

તે પ્રજાઓમાં મુખ્ય* હતી,+ પણ હવે તે વિધવા થઈ ગઈ છે!

તે પ્રાંતોની* રાણી હતી, પણ હવે તે ગુલામ બની ગઈ છે!+

ב [બેથ]

 ૨ તે આખી રાત પોક મૂકીને રડે છે,+ તેના ગાલ પર આંસુની ધારા વહે છે.

તેનો એકેય પ્રેમી તેને દિલાસો આપતો નથી.+

તેના દોસ્તોએ તેને દગો દીધો છે,+ તેઓ તેના દુશ્મનો બની બેઠા છે.

ג [ગિમેલ]

 ૩ યહૂદાને પકડીને લઈ જવામાં આવી છે.*+

તે ભારે ત્રાસ અને સખત ગુલામી વેઠી રહી છે.+

તેણે બીજી પ્રજાઓમાં રહેવું પડે છે,+ તેને ક્યાંય ચેન પડતું નથી.

આફતના સમયે જુલમી માણસો તેના પર ચઢી આવ્યા છે.

ד [દાલેથ]

 ૪ સિયોન તરફ જતા રસ્તા વિલાપ કરે છે, કેમ કે તહેવાર ઊજવવા કોઈ આવતું નથી.+

તેના બધા દરવાજા ઉજ્જડ થઈ ગયા છે,+ તેના યાજકો* નિસાસા નાખે છે.

તેની કુંવારી છોકરીઓ* દુઃખી દુઃખી છે, તે નગરીની વેદનાનો કોઈ પાર નથી.

ה [હે]

 ૫ તેના દુશ્મનો તેના માલિક બની બેઠા છે. તેના વેરીઓને નિરાંત થઈ ગઈ છે.+

તેના અપરાધોને લીધે યહોવાએ* તેને દુઃખમાં ધકેલી છે.+

દુશ્મનો તેનાં બાળકોને પકડીને લઈ ગયા છે.+

ו [વાવ]

 ૬ સિયોનની દીકરીનો બધો વૈભવ છીનવાઈ ગયો છે.+

તેના શાસકો ચારા વગરના હરણ જેવા થઈ ગયા છે.

તેઓનો પીછો કરવામાં આવે છે, પણ તેઓ થાકેલા-પાકેલા આગળ ચાલ્યા જાય છે.

ז [ઝાયિન]

 ૭ જ્યારે મુસીબતના દિવસોમાં યરૂશાલેમ ઘરબાર વિનાની થઈ,

ત્યારે તેણે પોતાની જાહોજલાલીના દિવસો યાદ કર્યા.+

તેના લોકો દુશ્મનોના તાબે થયા અને કોઈ તેની મદદે ન આવ્યું,+

એ જોઈને તેના વેરીઓ તેની બરબાદી પર હસ્યા.+

ח [હેથ]

 ૮ યરૂશાલેમે મહાપાપ કર્યું છે.+

એટલે તે અશુદ્ધ થઈ છે.

જેઓ તેનું સન્માન કરતા હતા, તેઓ હવે તેને તુચ્છ ગણે છે, કેમ કે તેઓએ તેની નગ્‍નતા જોઈ છે.+

તે નિસાસા નાખે છે+ અને શરમથી મોં છુપાવે છે.

ט [ટેથ]

 ૯ ડાઘને લીધે તેનાં કપડાં* અશુદ્ધ થયાં છે.

તેણે પોતાના ભાવિનો જરાય વિચાર ન કર્યો.+

તેની પડતી જોઈને લોકો ચોંકી ગયા છે.

તેને આશ્વાસન આપનાર કોઈ નથી.

હે યહોવા, મારું દુઃખ જુઓ, કેમ કે મારો દુશ્મન બડાઈ હાંકે છે.+

י [યોદ]

૧૦ દુશ્મને તેના ખજાના પર હાથ નાખ્યો છે.+

યરૂશાલેમે એ પ્રજાઓને પવિત્ર જગ્યામાં* આવતા જોઈ છે,+

જેઓને તમે તમારા મંડળમાં આવવાની ના પાડી હતી.

כ [કાફ]

૧૧ લોકો રડારોળ કરે છે, રોટલી માટે ફાંફાં મારે છે.+

એક ટંક ખાવાનું મેળવવા તેઓ કીમતી વસ્તુઓ આપે છે, જેથી જીવતા રહી શકે.

હે યહોવા, જુઓ, હું તુચ્છ સ્ત્રી* જેવી થઈ ગઈ છું.

ל [લામેદ]

૧૨ હે મુસાફરો, શું તમને કંઈ ફરક પડતો નથી?

જુઓ, જરા નજર કરો!

યહોવાના કોપના દિવસે તેમણે મને જે દુઃખ આપ્યું,+

શું એવું દુઃખ ક્યારેય કોઈના પર આવી પડ્યું છે?

מ [મેમ]

૧૩ તેમણે આકાશમાંથી મારાં હાડકાં પર અગ્‍નિ મોકલ્યો છે.+

તેમણે મારાં હાડકાં પર પકડ જમાવી છે.

તેમણે મારા પગ માટે જાળ બિછાવી છે, મને પાછી ફરવા મજબૂર કરી છે.

તેમણે મને એકલી-અટૂલી છોડી દીધી છે.

આખો દિવસ હું બીમાર પડી રહું છું.

נ [નૂન]

૧૪ તેમણે પોતાના હાથથી મારા અપરાધોને ઝૂંસરીની* જેમ બાંધ્યા છે.

એ અપરાધોને મારી ગરદન પર મૂકવામાં આવ્યા છે, મારી તાકાત ખૂટી ગઈ છે.

યહોવાએ મને એવા લોકોના હાથમાં સોંપી છે, જેઓ સામે હું લાચાર છું.+

ס [સામેખ]

૧૫ યહોવાએ મારી વચ્ચેથી બધા શક્તિશાળી માણસોને ફંગોળી દીધા છે.+

મારા જુવાન માણસોને કચડી નાખવા તેમણે ટોળું ભેગું કર્યું છે.+

યહોવાએ યહૂદાની કુંવારી દીકરીને દ્રાક્ષાકુંડમાં ખૂંદી નાખી છે.+

ע [આયિન]

૧૬ એ બધાને લીધે હું રડું છું,+ મારી આંખોમાંથી આંસુની નદીઓ વહે છે.

મને રાહત કે તાજગી આપનાર મારાથી ઘણે દૂર છે.

દુશ્મન જીતી ગયો છે, મારા દીકરાઓ પાસે કોઈ આશા નથી.

פ [પે]

૧૭ સિયોને હાથ ફેલાવ્યા છે,+ પણ તેને સાંત્વના આપનાર કોઈ નથી.

યહોવાએ યાકૂબની આસપાસના દુશ્મનોને તેની વિરુદ્ધ બોલાવ્યા છે.+

યરૂશાલેમ તેઓ માટે અશુદ્ધ બની ગઈ છે.+

צ [સાદે]

૧૮ યહોવા તો નેક* છે,+ પણ મેં તેમની આજ્ઞા તોડીને બળવો કર્યો છે.+

હે લોકો, સાંભળો, મારું દુઃખ જુઓ!

મારી કુંવારી છોકરીઓ* અને જુવાન છોકરાઓ ગુલામીમાં ગયાં છે.+

ק [કોફ]

૧૯ મેં મારા પ્રેમીઓને બોલાવ્યા, પણ તેઓએ મને દગો દીધો.+

જીવતા રહેવા માટે મારા યાજકો અને વડીલો ખોરાક શોધતા હતા,

પણ તેઓ ફાંફાં મારતા રહ્યા અને શહેરમાં જ મોતનો કોળિયો બની ગયા.+

ר [રેશ]

૨૦ હે યહોવા, જુઓ, હું ભારે વેદનામાં છું.

મારી આંતરડી કકળી ઊઠી છે.

મારું હૈયું દર્દથી ભરાઈ ગયું છે, કેમ કે મેં બળવો કર્યો છે.+

બહાર તલવાર મારાં બાળકોને છીનવે છે+ અને ઘરની અંદર મોત ઝઝૂમે છે.

ש [શીન]

૨૧ લોકોએ મારું રુદન સાંભળ્યું છે, પણ મારાં આંસુ લૂછવા કોઈ આવતું નથી.

મારી આફત વિશે મારા દુશ્મનોએ સાંભળ્યું છે,

તેઓ હરખાય છે, કેમ કે એ આફત તમે મારા પર લાવ્યા છો.+

પણ એવો દિવસ જરૂર આવશે, જ્યારે તમે પોતાનું વચન પૂરું કરશો.+

એ દિવસે તેઓના હાલ પણ મારા જેવા જ થશે.+

ת [તાવ]

૨૨ તેઓનાં દુષ્ટ કામો પર ધ્યાન આપો, તેઓને સજા કરો.+

જેમ મારા અપરાધોને લીધે તમે મને સજા કરી,

તેમ તેઓને પણ સજા કરો.

હું નિસાસા પર નિસાસા નાખું છું, મારું દિલ રિબાય છે.

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો