ગણના
૧ અને તેઓ ઇજિપ્તથી* નીકળ્યા, એના બીજા વર્ષના બીજા મહિનાના પહેલા દિવસે+ યહોવાએ* સિનાઈના વેરાન પ્રદેશમાં મૂસા સાથે વાત કરી.+ તેમણે મુલાકાતમંડપમાં*+ તેને કહ્યું: ૨ “તું અને હારુન ઇઝરાયેલીઓની* આખી પ્રજાની વસ્તી-ગણતરી કરો.+ એકેએક પુરુષની નોંધણી તેનાં નામ, કુટુંબ અને પિતાનાં કુટુંબો* પ્રમાણે કરો. ૩ તું અને હારુન એવા પુરુષોનાં નામ લખો, જે ૨૦ વર્ષ કે એથી વધુ ઉંમરના હોય+ અને ઇઝરાયેલના લશ્કરમાં જોડાવા લાયક હોય. દરેક પુરુષનું નામ તેની ટુકડી* પ્રમાણે લખો.
૪ “તમારી સાથે દરેક કુળમાંથી એક પુરુષ લો, જે તેના પિતાના કુટુંબનો વડો હોય.+ ૫ તમને મદદ કરનાર પુરુષોનાં નામ આ છે: રૂબેન કુળના શદેઉરનો દીકરો અલીસૂર;+ ૬ શિમયોન કુળના સૂરીશાદ્દાયનો દીકરો શલુમીએલ;+ ૭ યહૂદા કુળના અમિનાદાબનો દીકરો નાહશોન;+ ૮ ઇસ્સાખાર કુળના સૂઆરનો દીકરો નથાનએલ;+ ૯ ઝબુલોન કુળના હેલોનનો દીકરો અલીઆબ;+ ૧૦ યૂસફના દીકરા એફ્રાઈમના કુળના+ આમ્મીહૂદનો દીકરો અલિશામા અને મનાશ્શા કુળના પદાહસૂરનો દીકરો ગમાલિયેલ; ૧૧ બિન્યામીન કુળના ગિદિયોનીનો દીકરો અબીદાન;+ ૧૨ દાન કુળના આમ્મીશાદ્દાયનો દીકરો અહીએઝેર;+ ૧૩ આશેર કુળના ઓક્રાનનો દીકરો પાગીએલ;+ ૧૪ ગાદ કુળના દેઉએલનો દીકરો એલ્યાસાફ;+ ૧૫ નફતાલી કુળના એનાનનો દીકરો અહીરા.+ ૧૬ ઇઝરાયેલીઓમાંથી એ પુરુષોને પસંદ કરવામાં આવ્યા છે. તેઓ પોતાના પિતાના કુળના મુખીઓ,+ એટલે કે ઇઝરાયેલના હજારો લોકોથી બનેલા સમૂહના વડા છે.”+
૧૭ ઈશ્વરે જે પુરુષોને પસંદ કર્યા હતા, તેઓને મૂસા અને હારુને પોતાની સાથે લીધા. ૧૮ તેઓએ બીજા મહિનાના પહેલા દિવસે બધા ઇઝરાયેલીઓને ભેગા કર્યા, જેથી ૨૦ વર્ષ કે એથી વધુ ઉંમરના+ એકેએક પુરુષની નોંધણી તેનાં નામ, કુટુંબ અને પિતાનાં કુટુંબો પ્રમાણે થઈ શકે. ૧૯ યહોવાએ મૂસાને આજ્ઞા આપી હતી, એ પ્રમાણે જ તેઓએ કર્યું. આમ મૂસાએ સિનાઈના વેરાન પ્રદેશમાં એ બધાનાં નામ નોંધ્યાં.+
૨૦ ઇઝરાયેલના પ્રથમ જન્મેલા* દીકરા રૂબેનના+ એકેએક વંશજની નોંધણી તેનાં નામ, કુટુંબ અને પિતાનાં કુટુંબો પ્રમાણે કરવામાં આવી. એવા દરેક પુરુષની ગણતરી કરવામાં આવી, જેની ઉંમર ૨૦ વર્ષ કે એથી વધુ હતી અને જે લશ્કરમાં જોડાવા લાયક હતો. ૨૧ રૂબેન કુળના પુરુષોની કુલ સંખ્યા ૪૬,૫૦૦ થઈ.
૨૨ શિમયોનના એકેએક વંશજની+ નોંધણી તેનાં નામ, કુટુંબ અને પિતાનાં કુટુંબો પ્રમાણે કરવામાં આવી. એવા દરેક પુરુષની ગણતરી કરવામાં આવી, જેની ઉંમર ૨૦ વર્ષ કે એથી વધુ હતી અને જે લશ્કરમાં જોડાવા લાયક હતો. ૨૩ શિમયોન કુળના પુરુષોની કુલ સંખ્યા ૫૯,૩૦૦ થઈ.
૨૪ ગાદના એકેએક વંશજની+ નોંધણી તેનાં નામ, કુટુંબ અને પિતાનાં કુટુંબો પ્રમાણે કરવામાં આવી. એવા દરેક પુરુષની ગણતરી કરવામાં આવી, જેની ઉંમર ૨૦ વર્ષ કે એથી વધુ હતી અને જે લશ્કરમાં જોડાવા લાયક હતો. ૨૫ ગાદ કુળના પુરુષોની કુલ સંખ્યા ૪૫,૬૫૦ થઈ.
૨૬ યહૂદાના એકેએક વંશજની+ નોંધણી તેનાં નામ, કુટુંબ અને પિતાનાં કુટુંબો પ્રમાણે કરવામાં આવી. એવા દરેક પુરુષની ગણતરી કરવામાં આવી, જેની ઉંમર ૨૦ વર્ષ કે એથી વધુ હતી અને જે લશ્કરમાં જોડાવા લાયક હતો. ૨૭ યહૂદા કુળના પુરુષોની કુલ સંખ્યા ૭૪,૬૦૦ થઈ.
૨૮ ઇસ્સાખારના એકેએક વંશજની+ નોંધણી તેનાં નામ, કુટુંબ અને પિતાનાં કુટુંબો પ્રમાણે કરવામાં આવી. એવા દરેક પુરુષની ગણતરી કરવામાં આવી, જેની ઉંમર ૨૦ વર્ષ કે એથી વધુ હતી અને જે લશ્કરમાં જોડાવા લાયક હતો. ૨૯ ઇસ્સાખાર કુળના પુરુષોની કુલ સંખ્યા ૫૪,૪૦૦ થઈ.
૩૦ ઝબુલોનના એકેએક વંશજની+ નોંધણી તેનાં નામ, કુટુંબ અને પિતાનાં કુટુંબો પ્રમાણે કરવામાં આવી. એવા દરેક પુરુષની ગણતરી કરવામાં આવી, જેની ઉંમર ૨૦ વર્ષ કે એથી વધુ હતી અને જે લશ્કરમાં જોડાવા લાયક હતો. ૩૧ ઝબુલોન કુળના પુરુષોની કુલ સંખ્યા ૫૭,૪૦૦ થઈ.
૩૨ યૂસફના દીકરા એફ્રાઈમના એકેએક વંશજની+ નોંધણી તેનાં નામ, કુટુંબ અને પિતાનાં કુટુંબો પ્રમાણે કરવામાં આવી. એવા દરેક પુરુષની ગણતરી કરવામાં આવી, જેની ઉંમર ૨૦ વર્ષ કે એથી વધુ હતી અને જે લશ્કરમાં જોડાવા લાયક હતો. ૩૩ એફ્રાઈમ કુળના પુરુષોની કુલ સંખ્યા ૪૦,૫૦૦ થઈ.
૩૪ મનાશ્શાના એકેએક વંશજની+ નોંધણી તેનાં નામ, કુટુંબ અને પિતાનાં કુટુંબો પ્રમાણે કરવામાં આવી. એવા દરેક પુરુષની ગણતરી કરવામાં આવી, જેની ઉંમર ૨૦ વર્ષ કે એથી વધુ હતી અને જે લશ્કરમાં જોડાવા લાયક હતો. ૩૫ મનાશ્શા કુળના પુરુષોની કુલ સંખ્યા ૩૨,૨૦૦ થઈ.
૩૬ બિન્યામીનના એકેએક વંશજની+ નોંધણી તેનાં નામ, કુટુંબ અને પિતાનાં કુટુંબો પ્રમાણે કરવામાં આવી. એવા દરેક પુરુષની ગણતરી કરવામાં આવી, જેની ઉંમર ૨૦ વર્ષ કે એથી વધુ હતી અને જે લશ્કરમાં જોડાવા લાયક હતો. ૩૭ બિન્યામીન કુળના પુરુષોની કુલ સંખ્યા ૩૫,૪૦૦ થઈ.
૩૮ દાનના એકેએક વંશજની+ નોંધણી તેનાં નામ, કુટુંબ અને પિતાનાં કુટુંબો પ્રમાણે કરવામાં આવી. એવા દરેક પુરુષની ગણતરી કરવામાં આવી, જેની ઉંમર ૨૦ વર્ષ કે એથી વધુ હતી અને જે લશ્કરમાં જોડાવા લાયક હતો. ૩૯ દાન કુળના પુરુષોની કુલ સંખ્યા ૬૨,૭૦૦ થઈ.
૪૦ આશેરના એકેએક વંશજની+ નોંધણી તેનાં નામ, કુટુંબ અને પિતાનાં કુટુંબો પ્રમાણે કરવામાં આવી. એવા દરેક પુરુષની ગણતરી કરવામાં આવી, જેની ઉંમર ૨૦ વર્ષ કે એથી વધુ હતી અને જે લશ્કરમાં જોડાવા લાયક હતો. ૪૧ આશેર કુળના પુરુષોની કુલ સંખ્યા ૪૧,૫૦૦ થઈ.
૪૨ નફતાલીના એકેએક વંશજની+ નોંધણી તેનાં નામ, કુટુંબ અને પિતાનાં કુટુંબો પ્રમાણે કરવામાં આવી. એવા દરેક પુરુષની ગણતરી કરવામાં આવી, જેની ઉંમર ૨૦ વર્ષ કે એથી વધુ હતી અને જે લશ્કરમાં જોડાવા લાયક હતો. ૪૩ નફતાલી કુળના પુરુષોની કુલ સંખ્યા ૫૩,૪૦૦ થઈ.
૪૪ મૂસાએ હારુન અને ઇઝરાયેલના ૧૨ મુખીઓ સાથે મળીને એ નોંધણી કરી. એ દરેક મુખી પોતપોતાના પિતાના કુટુંબને રજૂ કરતો હતો. ૪૫ જે પુરુષની ઉંમર ૨૦ વર્ષ કે એથી વધુ હતી અને જે ઇઝરાયેલના લશ્કરમાં જોડાઈ શકતો હતો, એવા દરેક ઇઝરાયેલીનું નામ તેના પિતાના કુટુંબ પ્રમાણે નોંધવામાં આવ્યું. ૪૬ પુરુષોની કુલ સંખ્યા ૬,૦૩,૫૫૦ થઈ.+
૪૭ પણ બીજાં કુળો સાથે લેવીઓની*+ નોંધણી તેઓના પિતાનાં કુળ પ્રમાણે કરવામાં આવી નહિ.+ ૪૮ યહોવાએ મૂસાને કહ્યું: ૪૯ “તું લેવી કુળના પુરુષોની નોંધણી ન કર. બીજા ઇઝરાયેલીઓ સાથે તું તેઓની ગણતરી ન કર.+ ૫૦ તું લેવીઓને સાક્ષીલેખના* મંડપની,*+ એનાં બધાં વાસણોની અને મંડપની સર્વ વસ્તુઓની જવાબદારી સોંપ.+ તેઓ મંડપને અને એનાં બધાં વાસણોને ઊંચકશે.+ તેઓ મંડપમાં સેવા કરશે+ અને મંડપની ચારે બાજુ પોતાના તંબુ નાખશે.+ ૫૧ મંડપને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવાનો થાય ત્યારે, લેવીઓ મંડપના ભાગો છૂટા પાડશે.+ મંડપને પાછો ગોઠવવાનો થાય ત્યારે, લેવીઓ એને ઊભો કરશે. લેવી સિવાય બીજો કોઈ પણ માણસ* મંડપની નજીક આવે તો, તેને મારી નાખવો.+
૫૨ “દરેક ઇઝરાયેલી પોતપોતાની છાવણી પ્રમાણે પોતાનો તંબુ નાખે. ત્રણ ત્રણ કુળના બનેલા સમૂહ માટે ઠરાવેલી જગ્યા પ્રમાણે,*+ પોતપોતાની ટુકડી પ્રમાણે પોતાનો તંબુ નાખે. ૫૩ લેવીઓએ સાક્ષીલેખના મંડપની ચારે બાજુ પોતાના તંબુ નાખવા, જેથી ઇઝરાયેલીઓ પર મારો ક્રોધ સળગી ન ઊઠે.+ સાક્ષીલેખના મંડપની સંભાળ રાખવાની* જવાબદારી લેવીઓની છે.”+
૫૪ યહોવાએ મૂસાને જે બધી આજ્ઞાઓ આપી હતી, એ પ્રમાણે ઇઝરાયેલીઓએ કર્યું. તેઓએ એમ જ કર્યું.
૨ હવે યહોવાએ મૂસા અને હારુનને કહ્યું: ૨ “ત્રણ કુળના બનેલા સમૂહ માટે+ જે જગ્યા ઠરાવવામાં આવી છે, એ પ્રમાણે ઇઝરાયેલીઓ છાવણી નાખે. તેઓ મુલાકાતમંડપની ચારે બાજુ પોતપોતાના પિતાના કુટુંબની નિશાની* નજીક તંબુ નાખે.
૩ “મુલાકાતમંડપની પૂર્વ તરફ* ત્રણ કુળનો બનેલો પહેલો સમૂહ પોતપોતાની ટુકડી* પ્રમાણે છાવણી નાખે. એ સમૂહની આગેવાની યહૂદા કુળ લે. યહૂદાના દીકરાઓનો મુખી નાહશોન છે,+ જે અમિનાદાબનો દીકરો છે. ૪ તેના લશ્કરમાં નોંધવામાં આવેલા પુરુષોની સંખ્યા ૭૪,૬૦૦ છે.+ ૫ યહૂદા કુળની બાજુમાં ઇસ્સાખાર કુળ છાવણી નાખે. ઇસ્સાખારના દીકરાઓનો મુખી નથાનએલ છે,+ જે સૂઆરનો દીકરો છે. ૬ તેના લશ્કરમાં નોંધવામાં આવેલા પુરુષોની સંખ્યા ૫૪,૪૦૦ છે.+ ૭ એ પછી ઝબુલોન કુળ છાવણી નાખે. ઝબુલોનના દીકરાઓનો મુખી અલીઆબ છે,+ જે હેલોનનો દીકરો છે. ૮ તેના લશ્કરમાં નોંધવામાં આવેલા પુરુષોની સંખ્યા ૫૭,૪૦૦ છે.+
૯ “યહૂદા કુળની આગેવાની હેઠળ લશ્કરમાં કુલ ૧,૮૬,૪૦૦ પુરુષો છે. યહૂદાની છાવણી સૌથી પહેલા ઉઠાવવામાં આવે.+
૧૦ “મુલાકાતમંડપની દક્ષિણ તરફ ત્રણ કુળનો બનેલો બીજો સમૂહ પોતપોતાની ટુકડી પ્રમાણે છાવણી નાખે. એની આગેવાની રૂબેન કુળ લે.+ રૂબેનના દીકરાઓનો મુખી અલીસૂર છે,+ જે શદેઉરનો દીકરો છે. ૧૧ તેના લશ્કરમાં નોંધવામાં આવેલા પુરુષોની સંખ્યા ૪૬,૫૦૦ છે.+ ૧૨ એ પછી શિમયોન કુળ છાવણી નાખે. શિમયોનના દીકરાઓનો મુખી શલુમીએલ છે,+ જે સૂરીશાદ્દાયનો દીકરો છે. ૧૩ તેના લશ્કરમાં નોંધવામાં આવેલા પુરુષોની સંખ્યા ૫૯,૩૦૦ છે.+ ૧૪ એ પછી ગાદ કુળ છાવણી નાખે. ગાદના દીકરાઓનો મુખી એલ્યાસાફ છે,+ જે રેઉએલનો દીકરો છે. ૧૫ તેના લશ્કરમાં નોંધવામાં આવેલા પુરુષોની સંખ્યા ૪૫,૬૫૦ છે.+
૧૬ “રૂબેન કુળની આગેવાની હેઠળ લશ્કરમાં કુલ ૧,૫૧,૪૫૦ પુરુષો છે. રૂબેનની છાવણી બીજા ક્રમે ઉઠાવવામાં આવે.+
૧૭ “મુલાકાતમંડપને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવામાં આવે ત્યારે,+ લેવી કુળ બીજાં કુળોની વચ્ચે રહે.
“ત્રણ ત્રણ કુળના બનેલા સમૂહો જે ક્રમમાં છાવણી નાખે, એ જ ક્રમમાં તેઓ આગળ વધે.+
૧૮ “મુલાકાતમંડપની પશ્ચિમ તરફ ત્રણ કુળનો બનેલો ત્રીજો સમૂહ પોતપોતાની ટુકડી પ્રમાણે છાવણી નાખે. એની આગેવાની એફ્રાઈમ કુળ લે. એફ્રાઈમના દીકરાઓનો મુખી અલિશામા છે,+ જે આમ્મીહૂદનો દીકરો છે. ૧૯ તેના લશ્કરમાં નોંધવામાં આવેલા પુરુષોની સંખ્યા ૪૦,૫૦૦ છે.+ ૨૦ એ પછી મનાશ્શા કુળ+ છાવણી નાખે. મનાશ્શાના દીકરાઓનો મુખી ગમાલિયેલ છે,+ જે પદાહસૂરનો દીકરો છે. ૨૧ તેના લશ્કરમાં નોંધવામાં આવેલા પુરુષોની સંખ્યા ૩૨,૨૦૦ છે.+ ૨૨ એ પછી બિન્યામીન કુળ છાવણી નાખે. બિન્યામીનના દીકરાઓનો મુખી અબીદાન છે,+ જે ગિદિયોનીનો દીકરો છે. ૨૩ તેના લશ્કરમાં નોંધવામાં આવેલા પુરુષોની સંખ્યા ૩૫,૪૦૦ છે.+
૨૪ “એફ્રાઈમ કુળની આગેવાની હેઠળ લશ્કરમાં કુલ ૧,૦૮,૧૦૦ પુરુષો છે. એફ્રાઈમની છાવણી ત્રીજા ક્રમે ઉઠાવવામાં આવે.+
૨૫ “મુલાકાતમંડપની ઉત્તર તરફ ત્રણ કુળનો બનેલો ચોથો સમૂહ પોતપોતાની ટુકડી પ્રમાણે છાવણી નાખે. એની આગેવાની દાન કુળ લે. દાનના દીકરાઓનો મુખી અહીએઝેર છે,+ જે આમ્મીશાદ્દાયનો દીકરો છે. ૨૬ તેના લશ્કરમાં નોંધવામાં આવેલા પુરુષોની સંખ્યા ૬૨,૭૦૦ છે.+ ૨૭ એ પછી આશેર કુળ છાવણી નાખે. આશેરના દીકરાઓનો મુખી પાગીએલ છે,+ જે ઓક્રાનનો દીકરો છે. ૨૮ તેના લશ્કરમાં નોંધવામાં આવેલા પુરુષોની સંખ્યા ૪૧,૫૦૦ છે.+ ૨૯ એ પછી નફતાલી કુળ છાવણી નાખે. નફતાલીના દીકરાઓનો મુખી અહીરા છે,+ જે એનાનનો દીકરો છે. ૩૦ તેના લશ્કરમાં નોંધવામાં આવેલા પુરુષોની સંખ્યા ૫૩,૪૦૦ છે.+
૩૧ “દાન કુળની આગેવાની હેઠળ લશ્કરમાં કુલ ૧,૫૭,૬૦૦ પુરુષો છે. સૌથી છેલ્લે દાન કુળની છાવણી ઉઠાવવામાં આવે.”+
૩૨ આ રીતે ઇઝરાયેલીઓનાં નામ તેઓના પિતાનાં કુટુંબો પ્રમાણે નોંધવામાં આવ્યાં. બધી છાવણીઓમાંથી લશ્કર માટે પુરુષોની કુલ સંખ્યા ૬,૦૩,૫૫૦ થઈ.+ ૩૩ જેમ યહોવાએ મૂસાને આજ્ઞા આપી હતી, તેમ બીજા ઇઝરાયેલીઓ સાથે+ લેવીઓની નોંધણી કરવામાં આવી નહિ.+ ૩૪ યહોવાએ મૂસાને આજ્ઞા આપી હતી, એ પ્રમાણે જ ઇઝરાયેલીઓએ કર્યું. તેઓ ત્રણ ત્રણ કુળના સમૂહ પ્રમાણે+ તેમજ પોતાના કુટુંબ અને પિતાનાં કુટુંબો પ્રમાણે છાવણી નાખતા હતા અને ઉઠાવતા હતા.+
૩ હવે યહોવાએ મૂસા સાથે સિનાઈ પર્વત પર વાત કરી+ એ સમયે હારુન અને મૂસાની વંશાવળી* આ મુજબ હતી. ૨ હારુનના દીકરાઓનાં નામ આ હતાં: પ્રથમ જન્મેલો નાદાબ, એ પછી અબીહૂ,+ એલઆઝાર+ અને ઇથામાર.+ ૩ હારુનના એ દીકરાઓનો અભિષેક* કરવામાં આવ્યો હતો અને તેઓને યાજકો* તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.*+ ૪ પણ યહોવા આગળ નિયમ વિરુદ્ધ અગ્નિ ચઢાવવાને લીધે નાદાબ અને અબીહૂ સિનાઈના વેરાન પ્રદેશમાં યહોવા આગળ માર્યા ગયા હતા+ અને તેઓને કોઈ દીકરાઓ ન હતા. જોકે, એલઆઝાર+ અને ઇથામાર+ પોતાના પિતા હારુન સાથે યાજકો તરીકે સેવા આપતા રહ્યા.
૫ યહોવાએ મૂસાને કહ્યું: ૬ “લેવી કુળના લોકોને આગળ લાવ+ અને હારુન યાજક સામે ઊભા કર. તેઓ હારુનની સેવા કરે.+ ૭ તેઓ મુલાકાતમંડપને લગતાં કામો કરે અને મંડપ આગળ હારુન પ્રત્યે અને આખા ઇઝરાયેલ પ્રત્યે પોતાની જવાબદારી નિભાવે. ૮ તેઓ મુલાકાતમંડપના બધા સામાનની સંભાળ રાખે.+ તેઓ મંડપને લગતાં બધાં કામો કરીને ઇઝરાયેલીઓ પ્રત્યે પોતાની જવાબદારી નિભાવે.+ ૯ હારુન અને તેના દીકરાઓની સેવા માટે તું લેવીઓને અલગ કર. ઇઝરાયેલીઓમાંથી લેવીઓ હારુનને ભેટ તરીકે આપવામાં આવ્યા છે.+ ૧૦ તું હારુન અને તેના દીકરાઓને યાજકો તરીકે નિયુક્ત કર અને તેઓ યાજકો તરીકેની પોતાની જવાબદારી નિભાવે.+ યાજક ન હોય એવો કોઈ પણ માણસ* પવિત્ર જગ્યાની નજીક આવે તો, તેને મારી નાખવો.”+
૧૧ યહોવાએ મૂસાને આગળ કહ્યું: ૧૨ “જો! ઇઝરાયેલીઓના બધા પ્રથમ જન્મેલાઓને બદલે હું લેવીઓને લઉં છું.+ લેવીઓ મારા ગણાશે, ૧૩ કેમ કે દરેક પ્રથમ જન્મેલો મારો છે.+ જે દિવસે મેં ઇજિપ્તના બધા પ્રથમ જન્મેલાઓને મારી નાખ્યા,+ એ દિવસે મેં ઇઝરાયેલીઓના બધા પ્રથમ જન્મેલાઓને મારા માટે પવિત્ર ઠરાવ્યા હતા. માણસોના અને પ્રાણીઓના બધા પ્રથમ જન્મેલા મારા ગણાશે.+ હું યહોવા છું.”
૧૪ યહોવાએ સિનાઈના વેરાન પ્રદેશમાં+ મૂસાને આગળ જણાવ્યું: ૧૫ “તું લેવીઓના દીકરાઓની તેઓનાં નામ, કુટુંબ અને પિતાનાં કુટુંબો પ્રમાણે નોંધણી કર. એક મહિનાના કે એથી વધુ ઉંમરના દરેક પુરુષની નોંધણી કર.”+ ૧૬ મૂસાએ યહોવાના હુકમ પ્રમાણે નોંધણી કરી. તેણે એ પ્રમાણે જ કર્યું. ૧૭ લેવીના દીકરાઓનાં નામ આ હતાં: ગેર્શોન, કહાથ અને મરારી.+
૧૮ કુટુંબો પ્રમાણે ગેર્શોનના દીકરાઓનાં નામ આ હતાં: લિબ્ની અને શિમઈ.+
૧૯ કુટુંબો પ્રમાણે કહાથના દીકરાઓનાં નામ આ હતાં: આમ્રામ, યિસ્હાર, હેબ્રોન અને ઉઝ્ઝિએલ.+
૨૦ કુટુંબો પ્રમાણે મરારીના દીકરાઓનાં નામ આ હતાં: માહલી+ અને મૂશી.+
પિતાનાં કુટુંબો પ્રમાણે એ લેવીઓનાં કુટુંબો હતાં.
૨૧ ગેર્શોનથી લિબ્નીઓનું કુટુંબ+ અને શિમઈઓનું કુટુંબ આવ્યાં. એ ગેર્શોનીઓનાં કુટુંબો હતાં. ૨૨ તેઓમાં એક મહિનાના કે એથી વધુ ઉંમરના જે પુરુષોની નોંધણી થઈ, તેઓની કુલ સંખ્યા ૭,૫૦૦ હતી.+ ૨૩ ગેર્શોનીઓનાં કુટુંબોએ મંડપની પાછળની બાજુ,+ એટલે કે પશ્ચિમ તરફ પોતાની છાવણી નાખવાની હતી. ૨૪ ગેર્શોનીઓના પિતાના કુટુંબનો મુખી એલ્યાસાફ હતો, જે લાએલનો દીકરો હતો. ૨૫ ગેર્શોનના દીકરાઓએ આ વસ્તુઓની સંભાળ રાખવાની હતી:+ મુલાકાતમંડપ,+ એની ઉપરના પડદા,+ મુલાકાતમંડપના પ્રવેશદ્વારના પડદા,+ ૨૬ આંગણાના* પડદા,+ મંડપ અને વેદીની* ફરતે જે આંગણું હતું એના પ્રવેશદ્વારના પડદા+ અને આંગણાનાં દોરડાં. એ બધી વસ્તુઓને લગતી સેવાઓ તેઓએ કરવાની હતી.
૨૭ કહાથથી આમ્રામીઓનું કુટુંબ, યિસ્હારીઓનું કુટુંબ, હેબ્રોનીઓનું કુટુંબ અને ઉઝ્ઝિએલીઓનું કુટુંબ આવ્યાં. એ કહાથીઓનાં કુટુંબો હતાં.+ ૨૮ તેઓમાં એક મહિનાના કે એથી વધુ ઉંમરના પુરુષોની કુલ સંખ્યા ૮,૬૦૦ હતી. તેઓને પવિત્ર જગ્યાની સંભાળ રાખવાની જવાબદારી સોંપવામાં આવી.+ ૨૯ કહાથના દીકરાઓનાં કુટુંબોએ મંડપની દક્ષિણ તરફ પોતાની છાવણી નાખવાની હતી.+ ૩૦ કહાથીઓના પિતાના કુટુંબનો* મુખી અલીસાફાન હતો, જે ઉઝ્ઝિએલનો દીકરો હતો.+ ૩૧ તેઓએ આ વસ્તુઓની સંભાળ રાખવાની હતી: કોશ,*+ મેજ,+ દીવી,+ વેદીઓ,+ પવિત્ર જગ્યામાં વપરાતાં વાસણો+ અને પવિત્ર સ્થાનની* અંદરના પડદા.+ એ બધી વસ્તુઓને લગતી સેવાઓ તેઓએ કરવાની હતી.+
૩૨ લેવીઓના મુખીઓનો આગેવાન એલઆઝાર હતો,+ જે હારુન યાજકનો દીકરો હતો. પવિત્ર જગ્યાની સંભાળ રાખતા પુરુષોની દેખરેખ રાખવાની જવાબદારી એલઆઝારની હતી.
૩૩ મરારીથી માહલીઓનું કુટુંબ અને મૂશીઓનું કુટુંબ આવ્યાં. એ મરારીનાં કુટુંબો હતાં.+ ૩૪ તેઓમાં એક મહિનાના કે એથી વધુ ઉંમરના પુરુષોની કુલ સંખ્યા ૬,૨૦૦ હતી.+ ૩૫ મરારીના પિતાના કુટુંબનો મુખી સૂરીએલ હતો, જે અબીહાઈલનો દીકરો હતો. તેઓએ મંડપની ઉત્તર તરફ પોતાની છાવણી નાખવાની હતી.+ ૩૬ મરારીના દીકરાઓએ આ વસ્તુઓની સંભાળ રાખવાની હતી: મંડપનાં ચોકઠાં,+ એના દાંડા,+ એના થાંભલા,+ એની કૂંભીઓ અને એનાં વાસણો.+ એ બધી વસ્તુઓને લગતી સેવાઓ તેઓએ કરવાની હતી.+ ૩૭ તેઓએ આંગણાને ફરતે આવેલી થાંભલીઓ, એની કૂંભીઓ,+ એના ખીલા અને એનાં દોરડાંની પણ સંભાળ રાખવાની હતી.
૩૮ મંડપની સામે, એટલે કે મુલાકાતમંડપની પૂર્વ તરફ* મૂસા તથા હારુન અને તેના દીકરાઓએ છાવણી નાખવાની હતી. તેઓએ પવિત્ર જગ્યાની* સંભાળ રાખીને ઇઝરાયેલીઓ પ્રત્યે પોતાની જવાબદારી નિભાવવાની હતી. લેવી ન હોય એવો કોઈ પણ માણસ* મુલાકાતમંડપની નજીક આવે તો, તેને મારી નાખવાનો હતો.+
૩૯ યહોવાની આજ્ઞા મુજબ મૂસા અને હારુને લેવીઓની નોંધણી તેઓનાં કુટુંબો પ્રમાણે કરી. એક મહિનાના કે એથી વધુ ઉંમરના પુરુષોની કુલ સંખ્યા ૨૨,૦૦૦ હતી.
૪૦ પછી યહોવાએ મૂસાને કહ્યું: “એક મહિનાના કે એથી વધુ ઉંમરના દરેક પ્રથમ જન્મેલા ઇઝરાયેલી પુરુષની ગણતરી કર.+ તેઓનાં નામની યાદી બનાવ. ૪૧ તું મારા માટે ઇઝરાયેલીઓના પ્રથમ જન્મેલા પુરુષોને બદલે લેવીઓને લે.+ ઇઝરાયેલીઓના પ્રથમ જન્મેલાં પાલતુ પ્રાણીઓને બદલે લેવીઓનાં પાલતુ પ્રાણીઓને લે.+ હું યહોવા છું.” ૪૨ યહોવાએ આજ્ઞા આપી હતી એ પ્રમાણે મૂસાએ ઇઝરાયેલીઓના બધા પ્રથમ જન્મેલાઓની નોંધણી કરી. ૪૩ એક મહિનાના કે એથી વધુ ઉંમરના પ્રથમ જન્મેલા પુરુષોનાં નામ નોંધવામાં આવ્યાં. તેઓની કુલ સંખ્યા ૨૨,૨૭૩ હતી.
૪૪ યહોવાએ મૂસાને આગળ કહ્યું: ૪૫ “ઇઝરાયેલીઓના પ્રથમ જન્મેલા પુરુષોને બદલે લેવીઓને લે. ઇઝરાયેલીઓના પ્રથમ જન્મેલાં પાલતુ પ્રાણીઓને બદલે લેવીઓનાં પાલતુ પ્રાણીઓને લે. લેવીઓ મારા ગણાશે. હું યહોવા છું. ૪૬ લેવીઓની સરખામણીમાં ઇઝરાયેલીઓના પ્રથમ જન્મેલા પુરુષોની સંખ્યા ૨૭૩ વધારે છે.+ એ પુરુષોને છોડાવવા તું છુટકારાની કિંમત* લે.+ ૪૭ દરેક પુરુષ માટે તું પવિત્ર જગ્યાના શેકેલના તોલમાપ* પ્રમાણે પાંચ શેકેલ* લે.+ એક શેકેલ એટલે ૨૦ ગેરાહ* થાય.+ ૪૮ એ વધારાના પુરુષોના છુટકારાની કિંમત તું હારુન અને તેના દીકરાઓને આપ.” ૪૯ તેથી લેવીઓની સરખામણીમાં જે પુરુષો વધારાના હતા, તેઓને છોડાવવા મૂસાએ છુટકારાની કિંમત લીધી. ૫૦ તેણે ઇઝરાયેલીઓના એ પ્રથમ જન્મેલાઓ પાસેથી પવિત્ર જગ્યાના શેકેલના તોલમાપ પ્રમાણે ૧,૩૬૫ શેકેલ લીધા. ૫૧ પછી યહોવાના કહ્યા પ્રમાણે મૂસાએ એ છુટકારાની કિંમત હારુન અને તેના દીકરાઓને આપી. યહોવાની આજ્ઞા પ્રમાણે જ મૂસાએ કર્યું.
૪ હવે યહોવાએ મૂસા અને હારુનને કહ્યું: ૨ “લેવીના દીકરાઓમાંથી કહાથના દીકરાઓની ગણતરી તેઓનાં કુટુંબો અને પિતાનાં કુટુંબો પ્રમાણે કરો.+ ૩ તમે ૩૦થી+ ૫૦ વર્ષના+ એવા પુરુષોની ગણતરી કરો, જેઓને મુલાકાતમંડપમાં સેવા કરવાની સોંપણી મળી છે.+
૪ “કહાથના દીકરાઓ મુલાકાતમંડપમાં જે સેવા કરવાના છે,+ એ ખૂબ પવિત્ર વસ્તુઓને લગતી છે. ૫ જ્યારે બીજી જગ્યાએ છાવણી લઈ જવામાં આવે, ત્યારે હારુન અને તેના દીકરાઓ મંડપની અંદર જાય. તેઓ કરારકોશ* સામેનો પડદો+ ઉતારે અને એનાથી કરારકોશને+ ઢાંકે. ૬ તેઓ એના પર સીલ માછલીનું ચામડું નાખે અને એના પર ભૂરા રંગનું કપડું પાથરે. પછી કોશને ઊંચકવાના દાંડા+ એની જગ્યાએ પરોવે.
૭ “તેઓ અર્પણની રોટલીની* મેજ+ ઉપર પણ ભૂરા રંગનું કપડું પાથરે. એના પર થાળીઓ, પ્યાલા, વાટકા અને દ્રાક્ષદારૂ-અર્પણો*+ માટેના કુંજા મૂકે. પછી નિયમિત અર્પણ કરવામાં આવતી રોટલી+ મેજ ઉપર જ રાખવામાં આવે. ૮ તેઓ એના પર લાલ કપડું પાથરે અને એને સીલ માછલીના ચામડાથી ઢાંકે. પછી મેજને ઊંચકવાના દાંડા+ એની જગ્યાએ પરોવે. ૯ ત્યાર બાદ તેઓ ભૂરા રંગનું બીજું એક કપડું લે અને એનાથી અજવાળા માટેની દીવી,+ એના દીવાઓ,+ એના ચીપિયા,* એનાં અગ્નિપાત્રો*+ અને દીવામાં તેલ પૂરવા વપરાતાં બધાં વાસણો ઢાંકે. ૧૦ પછી દીવી અને એનાં બધાં વાસણોને સીલ માછલીના ચામડાથી વીંટે અને એને ઊંચકીને લઈ જવા પાટિયા પર મૂકે. ૧૧ તેઓ સોનાની વેદી+ પર ભૂરા રંગનું કપડું પાથરે અને એને સીલ માછલીના ચામડાથી ઢાંકે. પછી એના દાંડા+ એની જગ્યાએ પરોવે. ૧૨ પવિત્ર જગ્યાએ સેવા કરવા જે વાસણો+ નિયમિત રીતે વપરાય છે, એ લઈને તેઓ ભૂરા રંગના કપડામાં મૂકે અને એને સીલ માછલીના ચામડાથી ઢાંકે. પછી એને ઊંચકીને લઈ જવા પાટિયા પર મૂકે.
૧૩ “તેઓ વેદીમાંથી+ બધી રાખ* કાઢી નાખે અને વેદી પર જાંબુડિયા રંગના ઊનનું કપડું પાથરે. ૧૪ તેઓ એના ઉપર વેદીએ સેવા કરવા વપરાતાં આ બધાં વાસણો મૂકે: અગ્નિપાત્રો, કાંટા,* પાવડા અને વાટકા.+ પછી તેઓ એને સીલ માછલીના ચામડાથી ઢાંકે અને વેદીને ઊંચકવાના દાંડા+ એની જગ્યાએ પરોવે.
૧૫ “જ્યારે છાવણીને બીજી જગ્યાએ લઈ જવામાં આવે, ત્યારે હારુન અને તેના દીકરાઓ પવિત્ર જગ્યાનો બધો સામાન પહેલા ઢાંકી દે.+ પછી કહાથના દીકરાઓ અંદર જાય અને એને ઊંચકે.+ પણ તેઓ પવિત્ર જગ્યાનો સામાન અડકે નહિ, નહિતર તેઓ માર્યા જશે.+ મુલાકાતમંડપની એ બધી વસ્તુઓની જવાબદારી* કહાથના દીકરાઓની છે.
૧૬ “હારુન યાજકના દીકરા એલઆઝારની+ જવાબદારી આ વસ્તુઓની દેખરેખ રાખવાની છે: અજવાળા માટે તેલ,+ સુગંધી ધૂપ,*+ નિયમિત ચઢાવવાનાં અનાજ-અર્પણો* અને અભિષેક* કરવાનું તેલ.+ તેણે મંડપ અને એમાંની બધી વસ્તુઓની, એટલે કે પવિત્ર જગ્યા અને એમાંનાં બધાં વાસણોની દેખરેખ રાખવાની છે.”
૧૭ યહોવાએ વધુમાં મૂસા અને હારુનને કહ્યું: ૧૮ “લેવીઓના કુળમાંથી કહાથીઓનાં કુટુંબોનો+ કદી નાશ થવા ન દો. ૧૯ તમે તમારી જવાબદારી બરાબર નિભાવજો, જેથી તેઓ જીવતા રહે અને ખૂબ પવિત્ર વસ્તુઓની+ પાસે જવાથી માર્યા ન જાય. હારુન અને તેના દીકરાઓ મુલાકાતમંડપની અંદર જાય અને કહાથના દીકરાઓને જણાવે કે તેઓએ કયું કામ કરવાનું છે અને કઈ વસ્તુ ઊંચકવાની છે. ૨૦ કહાથના દીકરાઓ અંદર આવીને એક પળ માટે પણ પવિત્ર વસ્તુઓને ન જુએ, નહિતર તેઓ માર્યા જશે.”+
૨૧ પછી યહોવાએ મૂસાને કહ્યું: ૨૨ “ગેર્શોનના દીકરાઓની+ ગણતરી તેઓનાં કુટુંબો અને પિતાનાં કુટુંબો પ્રમાણે કર. ૨૩ તું ૩૦થી ૫૦ વર્ષના એવા પુરુષોની ગણતરી કર, જેઓને મુલાકાતમંડપમાં સેવા કરવાની સોંપણી મળી છે. ૨૪ ગેર્શોનીઓનાં કુટુંબોએ આ વસ્તુઓની કાળજી લેવાની છે અને એને ઊંચકવાની છે:+ ૨૫ મંડપના પડદા,+ મુલાકાતમંડપ, એના પર નાખવાનો પડદો અને એની ઉપરનો સીલ માછલીના ચામડાનો પડદો,+ મુલાકાતમંડપના પ્રવેશદ્વારનો પડદો,+ ૨૬ આંગણાના પડદા,+ મંડપ અને વેદીની ફરતે જે આંગણું છે એના પ્રવેશદ્વારના પડદા,+ આંગણાનાં દોરડાં અને એની બધી સાધન-સામગ્રી તેમજ મંડપમાં સેવામાં વપરાતી બધી વસ્તુઓ. એ તેઓની જવાબદારી છે. ૨૭ ગેર્શોનીઓની+ બધી સેવાઓ અને તેઓએ જે વસ્તુઓ ઊંચકવાની છે, એની દેખરેખ હારુન અને તેના દીકરાઓ રાખશે. તમે એ બધું ગેર્શોનીઓને જવાબદારી તરીકે સોંપો. ૨૮ મુલાકાતમંડપની એ બધી વસ્તુઓ ઊંચકવાની જવાબદારી ગેર્શોનીઓનાં કુટુંબોની છે.+ હારુન યાજકના દીકરા ઇથામારના માર્ગદર્શન હેઠળ તેઓ એ જવાબદારી ઉપાડે.+
૨૯ “મરારીના દીકરાઓની+ ગણતરી તેઓના કુટુંબ અને પિતાના કુટુંબ પ્રમાણે કર. ૩૦ તું ૩૦થી ૫૦ વર્ષના એવા પુરુષોની ગણતરી કર, જેઓને મુલાકાતમંડપમાં સેવા કરવા સોંપણી મળી છે. ૩૧ મુલાકાતમંડપની આ બધી વસ્તુઓ ઊંચકવાની જવાબદારી તેઓની છે:+ મંડપનાં ચોકઠાં,+ એના દાંડા,+ એના થાંભલા+ અને એની કૂંભીઓ;+ ૩૨ આંગણાને ફરતે આવેલી થાંભલીઓ,+ એની કૂંભીઓ,+ એના ખીલા,+ એનાં દોરડાં, બધો સામાન અને ત્યાં સેવામાં વપરાતી બધી વસ્તુઓ. તું દરેકને જણાવ કે તેણે કયો સામાન ઊંચકવાનો છે. ૩૩ એ રીતે મરારીના દીકરાઓનાં કુટુંબો+ મુલાકાતમંડપમાં કામ કરે. તેઓ હારુન યાજકના દીકરા ઇથામારના માર્ગદર્શન હેઠળ કામ કરે.”+
૩૪ પછી મૂસા, હારુન અને ઇઝરાયેલીઓના મુખીઓએ+ કહાથના દીકરાઓની+ નોંધણી તેઓનાં કુટુંબો અને પિતાના કુટુંબ પ્રમાણે કરી. ૩૫ તેઓએ ૩૦થી ૫૦ વર્ષના એવા પુરુષોની ગણતરી કરી, જેઓને મુલાકાતમંડપમાં સેવા કરવા સોંપણી મળી હતી.+ ૩૬ કુટુંબો પ્રમાણે તેઓની કુલ સંખ્યા ૨,૭૫૦ હતી.+ ૩૭ કહાથીઓનાં કુટુંબોમાંથી એ બધાની નોંધણી થઈ, જેઓ મુલાકાતમંડપમાં સેવા આપતા હતા. યહોવાએ મૂસાને આજ્ઞા આપી હતી, એ પ્રમાણે જ મૂસા અને હારુને તેઓની નોંધણી કરી.+
૩૮ ગેર્શોનના દીકરાઓની+ નોંધણી તેઓનાં કુટુંબો અને પિતાના કુટુંબ પ્રમાણે થઈ. ૩૯ ૩૦થી ૫૦ વર્ષના એવા પુરુષોની ગણતરી થઈ, જેઓને મુલાકાતમંડપમાં સેવા કરવા સોંપણી મળી હતી. ૪૦ કુટુંબો અને પિતાના કુટુંબ પ્રમાણે તેઓની કુલ સંખ્યા ૨,૬૩૦ હતી.+ ૪૧ ગેર્શોનીઓનાં કુટુંબોમાંથી એ બધાની નોંધણી થઈ, જેઓ મુલાકાતમંડપમાં સેવા આપતા હતા. યહોવાની આજ્ઞા પ્રમાણે મૂસા અને હારુને તેઓની નોંધણી કરી.+
૪૨ મરારીના દીકરાઓની નોંધણી તેઓનાં કુટુંબો અને પિતાના કુટુંબ પ્રમાણે થઈ. ૪૩ ૩૦થી ૫૦ વર્ષના એવા પુરુષોની ગણતરી થઈ, જેઓને મુલાકાતમંડપમાં સેવા કરવા સોંપણી મળી હતી.+ ૪૪ કુટુંબો પ્રમાણે તેઓની કુલ સંખ્યા ૩,૨૦૦ હતી.+ ૪૫ મરારીનાં કુટુંબોમાંથી એ બધાની નોંધણી થઈ, જેઓ મુલાકાતમંડપમાં સેવા આપતા હતા. યહોવાએ મૂસાને આજ્ઞા આપી હતી, એ પ્રમાણે જ મૂસા અને હારુને તેઓની નોંધણી કરી.+
૪૬ મૂસા, હારુન અને ઇઝરાયેલીઓના મુખીઓએ લેવીઓની નોંધણી તેઓનાં કુટુંબો અને પિતાનાં કુટુંબો પ્રમાણે કરી. ૪૭ તેઓ ૩૦થી ૫૦ વર્ષના હતા. તેઓ બધાને મુલાકાતમંડપમાં સેવા કરવાની અને એને લગતી વસ્તુઓ ઊંચકવાની સોંપણી મળી હતી.+ ૪૮ તેઓની કુલ સંખ્યા ૮,૫૮૦ હતી.+ ૪૯ યહોવાએ મૂસાને જે આજ્ઞા આપી હતી એ પ્રમાણે જ તેઓની નોંધણી થઈ. તેઓએ જે કામ કરવાનું હતું અને જે વસ્તુઓ ઊંચકવાની હતી, એ પ્રમાણે તેઓની નોંધણી થઈ. યહોવાએ મૂસાને આપેલી આજ્ઞા પ્રમાણે જ તેઓની નોંધણી થઈ.
૫ યહોવાએ મૂસાને આગળ કહ્યું: ૨ “ઇઝરાયેલીઓને આજ્ઞા કર કે, તેઓ એવી દરેક વ્યક્તિને છાવણી બહાર મોકલી દે, જેને રક્તપિત્ત* થયો હોય,+ જેને સ્રાવ વહેતો હોય+ અને જે શબને અડકવાથી અશુદ્ધ હોય.+ ૩ ભલે સ્ત્રી હોય કે પુરુષ, તમે તેને છાવણી બહાર મોકલી દો, જેથી જે છાવણીમાં હું તમારી વચ્ચે રહું છું+ એને તેઓ અશુદ્ધ ન કરે.”+ ૪ તેથી ઇઝરાયેલીઓએ એવી બધી વ્યક્તિઓને છાવણી બહાર મોકલી દીધી. યહોવાએ મૂસાને કહ્યું હતું, એવું જ ઇઝરાયેલીઓએ કર્યું.
૫ યહોવાએ મૂસાને આમ પણ કહ્યું: ૬ “ઇઝરાયેલીઓને કહે, ‘જો કોઈ પુરુષ કે સ્ત્રી પાપ કરે અને યહોવા પ્રત્યે બેવફા બને, તો તે વ્યક્તિ દોષિત છે.+ ૭ તે* પોતાનું પાપ કબૂલ કરે+ અને પોતાના અપરાધ માટે કિંમત ચૂકવી આપે. તેણે* જેનું નુકસાન કર્યું છે તેને પૂરેપૂરી નુકસાની ચૂકવી આપે. એ ઉપરાંત તે કિંમતનો પાંચમો ભાગ વધારે ચૂકવે.+ ૮ પણ જો એ વ્યક્તિ મરણ પામી હોય અને એ કિંમત મેળવવા તેનું કોઈ નજીકનું સગું ન હોય, તો એ કિંમત યહોવાને આપે. એ કિંમત યાજકની થાય. પોતાના પ્રાયશ્ચિત્ત* માટે તે જે નર ઘેટો ચઢાવે, એ પણ યાજકનો થાય.+
૯ “‘ઇઝરાયેલીઓ જે પવિત્ર દાનો+ યાજક પાસે લાવે, એ યાજકનાં થાય.+ ૧૦ દાનમાં આપેલી બધી પવિત્ર વસ્તુઓ યાજકની થાય. દરેક વ્યક્તિ જે કંઈ યાજક પાસે લાવે, એ યાજકનું થાય.’”
૧૧ પછી યહોવાએ મૂસાને કહ્યું: ૧૨ “ઇઝરાયેલીઓને કહે: ‘બની શકે કે, કોઈ માણસની પત્ની આડે રસ્તે ચઢી ગઈ હોય અને તેને બેવફા બની હોય ૧૩ અને બીજા પુરુષે એ સ્ત્રી સાથે જાતીય સંબંધ બાંધ્યો હોય,+ પણ તેનો પતિ એનાથી અજાણ હોય અને એ વાત તેનાથી છૂપી રહી હોય; તેમજ એ સ્ત્રીએ પોતાને ભ્રષ્ટ કરી હોવા છતાં તેની વિરુદ્ધ કોઈ સાક્ષી ન હોય અને તે પકડાઈ ગઈ ન હોય. ૧૪ ભલે તે સ્ત્રીએ પોતાને ભ્રષ્ટ કરી હોય કે ન કરી હોય, પણ જો પતિને પત્ની પર ઈર્ષા જાગે અને તેની વફાદારી પર શંકા ઊઠે, ૧૫ તો એ કિસ્સામાં, પતિ પોતાની પત્નીને યાજક પાસે લાવે. તે પોતાની સાથે એફાહનો દસમો ભાગ* જવનો લોટ પણ લાવે, જે પત્ની તરફથી આપેલું અર્પણ ગણાશે. પતિએ એ અર્પણ પર તેલ રેડવું નહિ કે લોબાન* મૂકવો નહિ, કેમ કે એ ઈર્ષાને લીધે ચઢાવવામાં આવતું અનાજ-અર્પણ છે. એ અર્પણથી સ્ત્રીનો અપરાધ યાદ કરવામાં આવશે અને જો તે દોષિત હોય તો તેને સજા ફટકારવામાં આવશે.
૧૬ “‘યાજક તે સ્ત્રીને આગળ લાવે અને તેને યહોવા સામે ઊભી રાખે.+ ૧૭ પછી યાજક માટીના વાસણમાં પવિત્ર પાણી લે અને મંડપની જમીન પરથી થોડી ધૂળ લઈને એમાં નાખે. ૧૮ યાજક તે સ્ત્રીને યહોવા સામે ઊભી રાખે, તેના વાળ છોડી નાખે અને તેના હાથમાં યાદગીરીનું અનાજ-અર્પણ, એટલે કે ઈર્ષાને લીધે ચઢાવવામાં આવતું અનાજ-અર્પણ મૂકે.+ યાજક પોતાના હાથમાં કડવું પાણી રાખે, જે શ્રાપ લાવે છે.+
૧૯ “‘પછી યાજક તે સ્ત્રીને સમ ખવડાવતા કહે, “તું તારા પતિના અધિકાર નીચે હતી ત્યારે,+ જો બીજા કોઈ પુરુષે તારી સાથે જાતીય સંબંધ બાંધ્યો ન હોય અને તું આડે રસ્તે ચઢી ગઈ ન હોય અને તેં પોતાને ભ્રષ્ટ કરી ન હોય, તો આ કડવું પાણી તને કોઈ નુકસાન નહિ પહોંચાડે. ૨૦ પણ તું તારા પતિના અધિકાર નીચે હતી ત્યારે, જો તેં પોતાને ભ્રષ્ટ કરી હોય અને પતિ સિવાય બીજા કોઈ પુરુષ સાથે જાતીય સંબંધ બાંધ્યો હોય, તો—”+ ૨૧ પછી યાજક તે સ્ત્રીને શ્રાપ લાવનાર સમ ખવડાવે અને તેને કહે: “યહોવા તારું ગર્ભાશય સંકોચી દે* અને તારું પેટ સુજાવી દે. યહોવા એવું થવા દે કે તારા લોકો સમ ખાતી વખતે અને શ્રાપ આપતી વખતે તારું નામ લે. ૨૨ શ્રાપવાળું આ પાણી તારાં આંતરડાંમાં જશે અને તારા પેટને સુજાવી દેશે અને તારું ગર્ભાશય સંકોચી દેશે.” ત્યારે તે સ્ત્રી કહે: “આમેન! આમેન!”*
૨૩ “‘પછી યાજક એક પુસ્તકમાં એ બધા શ્રાપ લખે અને કડવા પાણીમાં એ શ્રાપ ધોઈ નાખે. ૨૪ ત્યાર બાદ, યાજક તે સ્ત્રીને શ્રાપવાળું કડવું પાણી પિવડાવે. એ પાણી તેના શરીરમાં જશે અને એનું પરિણામ પીડા આપનારું હશે. ૨૫ યાજક તે સ્ત્રીના હાથમાંથી ઈર્ષાને લીધે ચઢાવવામાં આવતું અનાજ-અર્પણ લે+ અને એને યહોવા સામે આગળ-પાછળ હલાવે અને વેદી પાસે લાવે. ૨૬ યાજક એ અનાજ-અર્પણમાંથી મુઠ્ઠીભર લઈને એને વેદી પર યાદગીરી* તરીકે આગમાં ચઢાવે.*+ ત્યાર બાદ, યાજક તે સ્ત્રીને એ પાણી પિવડાવે. ૨૭ જો સ્ત્રીએ પોતાને ભ્રષ્ટ કરી હશે અને પોતાના પતિને બેવફા બની હશે, તો યાજક તેને પાણી પિવડાવશે ત્યારે, એ પાણી તેના શરીરમાં જશે અને કડવું થઈ જશે. તેનું પેટ સૂજી જશે અને તેનું ગર્ભાશય સંકોચાઈ જશે અને તેના લોકો શ્રાપ આપતી વખતે તેનું નામ લેશે. ૨૮ પણ જો એ સ્ત્રીએ પોતાને ભ્રષ્ટ નહિ કરી હોય અને તે શુદ્ધ હશે, તો તે એ સજામાંથી બચી જશે. તે ગર્ભ ધરી શકશે અને બાળકો પેદા કરી શકશે.
૨૯ “‘ઈર્ષા વિશેનો નિયમ આ કિસ્સામાં લાગુ પડે છે:+ કોઈ સ્ત્રી પોતાના પતિના અધિકાર નીચે હોય ત્યારે આડે રસ્તે ચઢી ગઈ હોય અને તેણે પોતાને ભ્રષ્ટ કરી હોય ૩૦ અથવા પતિને પોતાની પત્ની પર ઈર્ષા જાગી હોય અને તેની વફાદારી પર શંકા થઈ હોય. એવા કિસ્સામાં, પતિ પોતાની પત્નીને યહોવા સામે ઊભી રાખે અને યાજક એ નિયમ પ્રમાણે એ સ્ત્રી માટે બધું કરે. ૩૧ તે પતિ નિર્દોષ ગણાશે, પણ જો પત્ની દોષિત ઠરે, તો પત્નીએ પોતાના અપરાધની સજા ભોગવવી પડશે.’”
૬ યહોવાએ મૂસાને આગળ કહ્યું: ૨ “ઇઝરાયેલીઓ સાથે વાત કર અને તેઓને કહે, ‘જો કોઈ પુરુષે કે સ્ત્રીએ યહોવા માટે નાઝીરી* તરીકે જીવવાની ખાસ માનતા લીધી હોય,+ ૩ તો તે દ્રાક્ષદારૂ અને કોઈ પણ પ્રકારના શરાબથી દૂર રહે. તે દ્રાક્ષદારૂનો સરકો* અથવા બીજા કોઈ શરાબનો પણ સરકો ન પીએ.+ તે દ્રાક્ષમાંથી બનાવેલું કોઈ પીણું ન પીએ તેમજ લીલી કે સૂકી દ્રાક્ષ ન ખાય.૪ તે જેટલા દિવસ સુધી નાઝીરી હોય, એટલા દિવસ દ્રાક્ષાવેલાની ઊપજમાંથી બનેલું કંઈ ન ખાય. તે ન તો કાચી દ્રાક્ષ ખાય, ન એની છાલ ખાય.
૫ “‘તેણે જેટલા દિવસ માટે નાઝીરીવ્રત લીધું હોય, એટલા દિવસ તેના માથા પર અસ્ત્રો ન ફરે.+ યહોવા માટે અલગ થવાના તેના દિવસો પૂરા થાય ત્યાં સુધી તે પોતાના માથાના વાળ વધવા દે અને આ રીતે પવિત્ર બની રહે. ૬ તે યહોવા માટે પોતાને જેટલા દિવસો અલગ રાખે, એટલા દિવસો તે કોઈ શબ* પાસે ન જાય. ૭ તેના પિતા કે માતા કે ભાઈ કે બહેન મરણ પામે તોપણ, એ શબને અડકીને તે પોતાને અશુદ્ધ ન કરે,+ કેમ કે તેના લાંબા વાળ એ વાતની નિશાની છે કે તે ઈશ્વર માટે નાઝીરી છે.
૮ “‘તેણે જેટલા દિવસ માટે નાઝીરીવ્રત લીધું હોય, એટલા દિવસ તે યહોવા માટે પવિત્ર છે. ૯ પણ જો કોઈ વ્યક્તિ અચાનક તેની પડખે મરણ પામે+ અને તેના વાળ અશુદ્ધ થઈ જાય, જે ઈશ્વર માટે અલગ થવાની નિશાની છે,* તો તેના શુદ્ધિકરણના દિવસે, એટલે કે સાતમા દિવસે તે માથું મૂંડાવે.+ ૧૦ આઠમા દિવસે તે બે હોલા અથવા કબૂતરનાં બે બચ્ચાં મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ યાજક પાસે લાવે. ૧૧ યાજક એકને પાપ-અર્પણ* તરીકે અને બીજાને અગ્નિ-અર્પણ* તરીકે ચઢાવે અને મરેલી વ્યક્તિને લીધે થયેલા પાપનું પ્રાયશ્ચિત્ત કરે.+ પછી માનતા લેનાર વ્યક્તિ એ જ દિવસે પોતાનું માથું પવિત્ર કરે.* ૧૨ તેણે પહેલાં જેટલા દિવસ માટે નાઝીરીવ્રત લીધું હતું, એટલા દિવસ માટે તે ફરીથી પોતાને યહોવા માટે અલગ કરે. પણ તેના અગાઉના દિવસો રદ ગણાય. તેનું નાઝીરીપણું ભ્રષ્ટ થયું હોવાથી, તે દોષ-અર્પણ* માટે એક વર્ષનો નર ઘેટો લાવે.
૧૩ “‘નાઝીરીવ્રત લેનાર વિશે આ નિયમ છે: જ્યારે તેના નાઝીરીવ્રતના દિવસો પૂરા થાય,+ ત્યારે તેને મુલાકાતમંડપ આગળ રજૂ કરવામાં આવે. ૧૪ ત્યાં તે યહોવાને આ અર્પણો રજૂ કરે: અગ્નિ-અર્પણ માટે ખોડખાંપણ વગરનો એક વર્ષનો ઘેટો,+ પાપ-અર્પણ માટે ખોડખાંપણ વગરની એક વર્ષની ઘેટી,+ શાંતિ-અર્પણ* માટે ખોડખાંપણ વગરનો એક ઘેટો,+ ૧૫ ટોપલીમાં મૂકેલી મેંદાની રોટલી,* જે તેલ નાખીને બનાવેલી હોય, તેલ ચોપડેલા બેખમીર* પાપડ અને એની સાથે અનાજ-અર્પણ+ અને દ્રાક્ષદારૂ-અર્પણો.+ ૧૬ પછી યાજક એ બધું યહોવા આગળ રજૂ કરે અને તે વ્યક્તિનાં પાપ-અર્પણ તથા અગ્નિ-અર્પણ ચઢાવે. ૧૭ તે શાંતિ-અર્પણ તરીકે નર ઘેટાને યહોવા આગળ ચઢાવે અને એની સાથે ટોપલીમાં મૂકેલી બેખમીર રોટલી ચઢાવે. ઘેટા સાથે તે અનાજ-અર્પણ+ અને દ્રાક્ષદારૂ-અર્પણ પણ ચઢાવે.
૧૮ “‘પછી નાઝીરીવ્રત લીધેલી વ્યક્તિ મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ પોતાના લાંબા વાળ કાપીને માથું મૂંડાવે,*+ જે તેના વ્રતના દિવસો દરમિયાન વધ્યા હતા. તે પોતાના કાપેલા વાળ લઈને શાંતિ-અર્પણ નીચે સળગતા અગ્નિમાં બાળી દે. ૧૯ પછી યાજક નર ઘેટાનો એક બાફેલો+ ખભો લે. એની સાથે તે ટોપલીમાંથી એક બેખમીર રોટલી* અને એક બેખમીર પાપડ લે. નાઝીરીવ્રત લેનાર પોતાનું માથું મૂંડાવે પછી યાજક એ બધી વસ્તુઓ તેના હાથમાં મૂકે. ૨૦ યાજક એ બધાને હલાવવાના અર્પણ* તરીકે યહોવા સામે આગળ-પાછળ હલાવે.+ હલાવવાના અર્પણના પ્રાણીની છાતીના ભાગ અને પવિત્ર હિસ્સાના પગના ભાગની+ જેમ એ વસ્તુઓ યાજકને આપવી. ત્યાર બાદ, નાઝીરીવ્રત લેનાર વ્યક્તિ દ્રાક્ષદારૂ પી શકે.
૨૧ “‘નાઝીરીવ્રત લેનાર વ્યક્તિ વિશે આ નિયમ છે:+ જો તે નાઝીરીવ્રત માટે જરૂરી હોય એનાથી વધારે અર્પણો યહોવાને ચઢાવી શકતી હોય અને એ આપવાની તેણે માનતા લીધી હોય, તો તેણે કોઈ પણ સંજોગોમાં પોતાની એ માનતા પૂરી કરવી.’”
૨૨ પછી યહોવાએ મૂસાને કહ્યું: ૨૩ “હારુન અને તેના દીકરાઓને કહે, ‘તમે આમ કહીને ઇઝરાયેલીઓને આશીર્વાદ આપો:+
૨૪ “યહોવા તમને આશીર્વાદ આપે+ અને તમારું રક્ષણ કરે.
૨૫ યહોવાના મુખનો પ્રકાશ તમારા પર રહે+ અને તે તમને કૃપા બતાવે.
૨૬ યહોવા પોતાનું મોં તમારા તરફ રાખે અને તમને શાંતિ આપે.”’+
૨૭ તેઓ મારું નામ લઈને+ ઇઝરાયેલીઓને આશીર્વાદ આપે, જેથી હું તેઓને આશીર્વાદ આપું.”+
૭ મૂસાએ મંડપ ઊભો કરવાનું કામ પૂરું કર્યું એ જ દિવસે,+ તેણે મંડપ, એની બધી સાધન-સામગ્રી, વેદી અને એનાં બધાં વાસણોનો અભિષેક કર્યો+ અને તેઓને પવિત્ર ઠરાવ્યાં. જ્યારે તેણે એ બધી વસ્તુઓનો અભિષેક કર્યો અને તેઓને પવિત્ર ઠરાવ્યાં,+ ૨ ત્યારે ઇઝરાયેલના મુખીઓ,+ જેઓ પોતપોતાના પિતાનાં કુટુંબોના વડા હતા, તેઓ અર્પણો લાવ્યા. કુળોના એ મુખીઓની દેખરેખ નીચે જ નોંધણીનું કામ થયું હતું. ૩ તેઓ યહોવા આગળ આ અર્પણો લાવ્યા: છાપરાવાળાં છ ગાડાં અને ૧૨ આખલા.* દર બે મુખી તરફથી એક ગાડું અને દરેક મુખી તરફથી એક આખલો. તેઓએ મંડપ આગળ એ બધું રજૂ કર્યું. ૪ યહોવાએ મૂસાને કહ્યું: ૫ “તેઓ પાસેથી એ બધી વસ્તુઓ લે, કેમ કે મુલાકાતમંડપમાં સેવા માટે એ બધું કામ લાગશે. તું એ બધું લઈને લેવીઓને આપ, દરેકને સેવા માટે જરૂરી હોય એ પ્રમાણે આપ.”
૬ તેથી મૂસાએ એ ગાડાં અને આખલા લઈને લેવીઓને આપ્યાં. ૭ મૂસાએ ગેર્શોનના દીકરાઓને તેઓની સેવાની+ જરૂરિયાત મુજબ બે ગાડાં અને ચાર આખલા આપ્યાં. ૮ તેણે મરારીના દીકરાઓને તેઓની સેવાની જરૂરિયાત મુજબ ચાર ગાડાં અને આઠ આખલા આપ્યાં. એ બધું તેણે હારુન યાજકના દીકરા ઇથામારની દેખરેખ નીચે સોંપ્યું.+ ૯ પણ તેણે કહાથના દીકરાઓને કંઈ જ આપ્યું નહિ, કેમ કે તેઓની સેવા પવિત્ર જગ્યાને લગતી હતી+ અને પવિત્ર વસ્તુઓને તેઓએ પોતાના ખભા પર ઊંચકવાની હતી.+
૧૦ જ્યારે વેદીનો અભિષેક કરવામાં આવ્યો, ત્યારે વેદીનું સમર્પણ* પણ કરવામાં આવ્યું.+ એ જ સમયે મુખીઓ પોતપોતાનાં અર્પણો લાવ્યા. જ્યારે મુખીઓએ પોતાનાં અર્પણો વેદી આગળ રજૂ કર્યાં, ૧૧ ત્યારે યહોવાએ મૂસાને કહ્યું: “વેદીના સમર્પણ માટે દરેક દિવસે એક એક મુખી પોતાનું અર્પણ રજૂ કરે.”
૧૨ પહેલા દિવસે યહૂદા કુળનો નાહશોન+ પોતાનું અર્પણ લાવ્યો, જે અમિનાદાબનો દીકરો હતો. ૧૩ તેનું અર્પણ આ હતું: પવિત્ર જગ્યાના શેકેલના તોલમાપ* પ્રમાણે+ ૧૩૦ શેકેલ* વજનની ચાંદીની એક થાળી અને ૭૦ શેકેલ વજનનો ચાંદીનો એક વાટકો. એ બંને વાસણોમાં અનાજ-અર્પણ માટે તેલ ઉમેરેલો મેંદો ભરેલો હતો;+ ૧૪ ૧૦ શેકેલ વજનનો સોનાનો એક પ્યાલો,* જે ધૂપથી ભરેલો હતો; ૧૫ અગ્નિ-અર્પણ માટે+ એક આખલો, એક ઘેટો અને ઘેટાનું એક વર્ષનું નર બચ્ચું; ૧૬ પાપ-અર્પણ માટે એક બકરો;+ ૧૭ શાંતિ-અર્પણ માટે+ બે આખલા, પાંચ નર ઘેટા, પાંચ નર બકરા અને એક વર્ષના પાંચ નર ઘેટા. અમિનાદાબના દીકરા નાહશોનનું એ અર્પણ હતું.+
૧૮ બીજા દિવસે ઇસ્સાખાર કુળનો મુખી નથાનએલ+ પોતાનું અર્પણ લાવ્યો, જે સૂઆરનો દીકરો હતો. ૧૯ તેનું અર્પણ આ હતું: પવિત્ર જગ્યાના શેકેલના તોલમાપ પ્રમાણે+ ૧૩૦ શેકેલ વજનની ચાંદીની એક થાળી અને ૭૦ શેકેલ વજનનો ચાંદીનો એક વાટકો. એ બંને વાસણોમાં અનાજ-અર્પણ માટે તેલ ઉમેરેલો મેંદો ભરેલો હતો;+ ૨૦ ૧૦ શેકેલ વજનનો સોનાનો એક પ્યાલો, જે ધૂપથી ભરેલો હતો; ૨૧ અગ્નિ-અર્પણ માટે+ એક આખલો, એક ઘેટો અને ઘેટાનું એક વર્ષનું નર બચ્ચું; ૨૨ પાપ-અર્પણ માટે એક બકરો;+ ૨૩ શાંતિ-અર્પણ માટે+ બે આખલા, પાંચ નર ઘેટા, પાંચ નર બકરા અને એક વર્ષના પાંચ નર ઘેટા. સૂઆરના દીકરા નથાનએલનું એ અર્પણ હતું.
૨૪ ત્રીજા દિવસે અલીઆબ,+ જે હેલોનનો દીકરો અને ઝબુલોનના દીકરાઓનો મુખી હતો, ૨૫ તે આ અર્પણ લાવ્યો: પવિત્ર જગ્યાના શેકેલના તોલમાપ પ્રમાણે+ ૧૩૦ શેકેલ વજનની ચાંદીની એક થાળી અને ૭૦ શેકેલ વજનનો ચાંદીનો એક વાટકો. એ બંને વાસણોમાં અનાજ-અર્પણ માટે તેલ ઉમેરેલો મેંદો ભરેલો હતો;+ ૨૬ ૧૦ શેકેલ વજનનો સોનાનો એક પ્યાલો, જે ધૂપથી ભરેલો હતો; ૨૭ અગ્નિ-અર્પણ માટે+ એક આખલો, એક ઘેટો અને ઘેટાનું એક વર્ષનું નર બચ્ચું; ૨૮ પાપ-અર્પણ માટે એક બકરો;+ ૨૯ શાંતિ-અર્પણ માટે+ બે આખલા, પાંચ નર ઘેટા, પાંચ નર બકરા અને એક વર્ષના પાંચ નર ઘેટા. હેલોનના દીકરા અલીઆબનું+ એ અર્પણ હતું.
૩૦ ચોથા દિવસે અલીસૂર,+ જે શદેઉરનો દીકરો અને રૂબેનના દીકરાઓનો મુખી હતો, ૩૧ તે આ અર્પણ લાવ્યો: પવિત્ર જગ્યાના શેકેલના તોલમાપ પ્રમાણે+ ૧૩૦ શેકેલ વજનની ચાંદીની એક થાળી અને ૭૦ શેકેલ વજનનો ચાંદીનો એક વાટકો. એ બંને વાસણોમાં અનાજ-અર્પણ માટે તેલ ઉમેરેલો મેંદો ભરેલો હતો;+ ૩૨ ૧૦ શેકેલ વજનનો સોનાનો એક પ્યાલો, જે ધૂપથી ભરેલો હતો; ૩૩ અગ્નિ-અર્પણ માટે+ એક આખલો, એક ઘેટો અને ઘેટાનું એક વર્ષનું નર બચ્ચું; ૩૪ પાપ-અર્પણ માટે એક બકરો;+ ૩૫ શાંતિ-અર્પણ માટે+ બે આખલા, પાંચ નર ઘેટા, પાંચ નર બકરા અને એક વર્ષના પાંચ નર ઘેટા. શદેઉરના દીકરા અલીસૂરનું+ એ અર્પણ હતું.
૩૬ પાંચમા દિવસે શલુમીએલ,+ જે સૂરીશાદ્દાયનો દીકરો અને શિમયોનના દીકરાઓનો મુખી હતો, ૩૭ તે આ અર્પણ લાવ્યો: પવિત્ર જગ્યાના શેકેલના તોલમાપ પ્રમાણે+ ૧૩૦ શેકેલ વજનની ચાંદીની એક થાળી અને ૭૦ શેકેલ વજનનો ચાંદીનો એક વાટકો. એ બંને વાસણોમાં અનાજ-અર્પણ માટે તેલ ઉમેરેલો મેંદો ભરેલો હતો;+ ૩૮ ૧૦ શેકેલ વજનનો સોનાનો એક પ્યાલો, જે ધૂપથી ભરેલો હતો; ૩૯ અગ્નિ-અર્પણ માટે+ એક આખલો, એક ઘેટો અને ઘેટાનું એક વર્ષનું નર બચ્ચું; ૪૦ પાપ-અર્પણ માટે એક બકરો;+ ૪૧ શાંતિ-અર્પણ માટે+ બે આખલા, પાંચ નર ઘેટા, પાંચ નર બકરા અને એક વર્ષના પાંચ નર ઘેટા. સૂરીશાદ્દાયના દીકરા શલુમીએલનું+ એ અર્પણ હતું.
૪૨ છઠ્ઠા દિવસે એલ્યાસાફ,+ જે દેઉએલનો દીકરો અને ગાદના દીકરાઓનો મુખી હતો, ૪૩ તે આ અર્પણ લાવ્યો: પવિત્ર જગ્યાના શેકેલના તોલમાપ પ્રમાણે+ ૧૩૦ શેકેલ વજનની ચાંદીની એક થાળી અને ૭૦ શેકેલ વજનનો ચાંદીનો એક વાટકો. એ બંને વાસણોમાં અનાજ-અર્પણ માટે તેલ ઉમેરેલો મેંદો ભરેલો હતો;+ ૪૪ ૧૦ શેકેલ વજનનો સોનાનો એક પ્યાલો, જે ધૂપથી ભરેલો હતો; ૪૫ અગ્નિ-અર્પણ માટે+ એક આખલો, એક ઘેટો અને ઘેટાનું એક વર્ષનું નર બચ્ચું; ૪૬ પાપ-અર્પણ માટે એક બકરો;+ ૪૭ શાંતિ-અર્પણ માટે+ બે આખલા, પાંચ નર ઘેટા, પાંચ નર બકરા અને એક વર્ષના પાંચ નર ઘેટા. દેઉએલના દીકરા એલ્યાસાફનું+ એ અર્પણ હતું.
૪૮ સાતમા દિવસે અલિશામા,+ જે આમ્મીહૂદનો દીકરો અને એફ્રાઈમના દીકરાઓનો મુખી હતો, ૪૯ તે આ અર્પણ લાવ્યો: પવિત્ર જગ્યાના શેકેલના તોલમાપ પ્રમાણે+ ૧૩૦ શેકેલ વજનની ચાંદીની એક થાળી અને ૭૦ શેકેલ વજનનો ચાંદીનો એક વાટકો. એ બંને વાસણોમાં અનાજ-અર્પણ માટે તેલ ઉમેરેલો મેંદો ભરેલો હતો;+ ૫૦ ૧૦ શેકેલ વજનનો સોનાનો એક પ્યાલો, જે ધૂપથી ભરેલો હતો; ૫૧ અગ્નિ-અર્પણ માટે+ એક આખલો, એક ઘેટો અને ઘેટાનું એક વર્ષનું નર બચ્ચું; ૫૨ પાપ-અર્પણ માટે એક બકરો;+ ૫૩ શાંતિ-અર્પણ માટે+ બે આખલા, પાંચ નર ઘેટા, પાંચ નર બકરા અને એક વર્ષના પાંચ નર ઘેટા. આમ્મીહૂદના દીકરા અલિશામાનું+ એ અર્પણ હતું.
૫૪ આઠમા દિવસે ગમાલિયેલ,+ જે પદાહસૂરનો દીકરો અને મનાશ્શાના દીકરાઓનો મુખી હતો, ૫૫ તે આ અર્પણ લાવ્યો: પવિત્ર જગ્યાના શેકેલના તોલમાપ પ્રમાણે+ ૧૩૦ શેકેલ વજનની ચાંદીની એક થાળી અને ૭૦ શેકેલ વજનનો ચાંદીનો એક વાટકો. એ બંને વાસણોમાં અનાજ-અર્પણ માટે તેલ ઉમેરેલો મેંદો ભરેલો હતો;+ ૫૬ ૧૦ શેકેલ વજનનો સોનાનો એક પ્યાલો, જે ધૂપથી ભરેલો હતો; ૫૭ અગ્નિ-અર્પણ માટે+ એક આખલો, એક ઘેટો અને ઘેટાનું એક વર્ષનું નર બચ્ચું; ૫૮ પાપ-અર્પણ માટે એક બકરો;+ ૫૯ શાંતિ-અર્પણ માટે+ બે આખલા, પાંચ નર ઘેટા, પાંચ નર બકરા અને એક વર્ષના પાંચ નર ઘેટા. પદાહસૂરના દીકરા ગમાલિયેલનું+ એ અર્પણ હતું.
૬૦ નવમા દિવસે અબીદાન,+ જે ગિદિયોનીનો દીકરો અને બિન્યામીનના દીકરાઓનો મુખી+ હતો, ૬૧ તે આ અર્પણ લાવ્યો: પવિત્ર જગ્યાના શેકેલના તોલમાપ પ્રમાણે+ ૧૩૦ શેકેલ વજનની ચાંદીની એક થાળી અને ૭૦ શેકેલ વજનનો ચાંદીનો એક વાટકો. એ બંને વાસણોમાં અનાજ-અર્પણ માટે તેલ ઉમેરેલો મેંદો ભરેલો હતો;+ ૬૨ ૧૦ શેકેલ વજનનો સોનાનો એક પ્યાલો, જે ધૂપથી ભરેલો હતો; ૬૩ અગ્નિ-અર્પણ માટે+ એક આખલો, એક ઘેટો અને ઘેટાનું એક વર્ષનું નર બચ્ચું; ૬૪ પાપ-અર્પણ માટે એક બકરો;+ ૬૫ શાંતિ-અર્પણ માટે+ બે આખલા, પાંચ નર ઘેટા, પાંચ નર બકરા અને એક વર્ષના પાંચ નર ઘેટા. ગિદિયોનીના દીકરા અબીદાનનું+ એ અર્પણ હતું.
૬૬ દસમા દિવસે અહીએઝેર,+ જે આમ્મીશાદ્દાયનો દીકરો અને દાનના દીકરાઓનો મુખી હતો, ૬૭ તે આ અર્પણ લાવ્યો: પવિત્ર જગ્યાના શેકેલના તોલમાપ પ્રમાણે+ ૧૩૦ શેકેલ વજનની ચાંદીની એક થાળી અને ૭૦ શેકેલ વજનનો ચાંદીનો એક વાટકો. એ બંને વાસણોમાં અનાજ-અર્પણ માટે તેલ ઉમેરેલો મેંદો ભરેલો હતો;+ ૬૮ ૧૦ શેકેલ વજનનો સોનાનો એક પ્યાલો, જે ધૂપથી ભરેલો હતો; ૬૯ અગ્નિ-અર્પણ માટે+ એક આખલો, એક ઘેટો અને ઘેટાનું એક વર્ષનું નર બચ્ચું; ૭૦ પાપ-અર્પણ માટે એક બકરો;+ ૭૧ શાંતિ-અર્પણ માટે+ બે આખલા, પાંચ નર ઘેટા, પાંચ નર બકરા અને એક વર્ષના પાંચ નર ઘેટા. આમ્મીશાદ્દાયના દીકરા અહીએઝેરનું+ એ અર્પણ હતું.
૭૨ ૧૧મા દિવસે પાગીએલ,+ જે ઓક્રાનનો દીકરો અને આશેરના દીકરાઓનો મુખી હતો, ૭૩ તે આ અર્પણ લાવ્યો: પવિત્ર જગ્યાના શેકેલના તોલમાપ પ્રમાણે+ ૧૩૦ શેકેલ વજનની ચાંદીની એક થાળી અને ૭૦ શેકેલ વજનનો ચાંદીનો એક વાટકો. એ બંને વાસણોમાં અનાજ-અર્પણ માટે તેલ ઉમેરેલો મેંદો ભરેલો હતો;+ ૭૪ ૧૦ શેકેલ વજનનો સોનાનો એક પ્યાલો, જે ધૂપથી ભરેલો હતો; ૭૫ અગ્નિ-અર્પણ માટે+ એક આખલો, એક ઘેટો અને ઘેટાનું એક વર્ષનું નર બચ્ચું; ૭૬ પાપ-અર્પણ માટે એક બકરો;+ ૭૭ શાંતિ-અર્પણ માટે+ બે આખલા, પાંચ નર ઘેટા, પાંચ નર બકરા અને એક વર્ષના પાંચ નર ઘેટા. ઓક્રાનના દીકરા પાગીએલનું+ એ અર્પણ હતું.
૭૮ ૧૨મા દિવસે અહીરા,+ જે એનાનનો દીકરો અને નફતાલીના દીકરાઓનો મુખી હતો, ૭૯ તે આ અર્પણ લાવ્યો: પવિત્ર જગ્યાના શેકેલના તોલમાપ પ્રમાણે+ ૧૩૦ શેકેલ વજનની ચાંદીની એક થાળી અને ૭૦ શેકેલ વજનનો ચાંદીનો એક વાટકો. એ બંને વાસણોમાં અનાજ-અર્પણ માટે તેલ ઉમેરેલો મેંદો ભરેલો હતો;+ ૮૦ ૧૦ શેકેલ વજનનો સોનાનો એક પ્યાલો, જે ધૂપથી ભરેલો હતો; ૮૧ અગ્નિ-અર્પણ માટે+ એક આખલો, એક ઘેટો અને ઘેટાનું એક વર્ષનું નર બચ્ચું; ૮૨ પાપ-અર્પણ માટે એક બકરો;+ ૮૩ શાંતિ-અર્પણ માટે+ બે આખલા, પાંચ નર ઘેટા, પાંચ નર બકરા અને એક વર્ષના પાંચ નર ઘેટા. એનાનના દીકરા અહીરાનું+ એ અર્પણ હતું.
૮૪ જ્યારે વેદીનો અભિષેક કરવામાં આવ્યો, ત્યારે એનું સમર્પણ પણ કરવામાં આવ્યું.+ એ જ સમયે મુખીઓ આ અર્પણો લાવ્યા હતા: ચાંદીની ૧૨ થાળીઓ, ચાંદીના ૧૨ વાટકા, સોનાના ૧૨ પ્યાલા;+ ૮૫ ચાંદીની દરેક થાળી ૧૩૦ શેકેલ વજનની અને દરેક વાટકો ૭૦ શેકેલ વજનનો હતો. આમ, ચાંદીનાં બધાં વાસણોનું કુલ વજન પવિત્ર જગ્યાના શેકેલના તોલમાપ પ્રમાણે+ ૨,૪૦૦ શેકેલ હતું. ૮૬ ધૂપથી ભરેલા સોનાના ૧૨ પ્યાલા, જે દરેકનું વજન પવિત્ર જગ્યાના શેકેલના તોલમાપ પ્રમાણે ૧૦ શેકેલ હતું. આમ, બધા પ્યાલાનું કુલ વજન ૧૨૦ શેકેલ હતું. ૮૭ અગ્નિ-અર્પણ માટે ૧૨ આખલા, ૧૨ નર ઘેટા, એક વર્ષના ૧૨ નર ઘેટા અને એનાં અનાજ-અર્પણો; પાપ-અર્પણ માટે ૧૨ બકરા; ૮૮ શાંતિ-અર્પણ માટે ૨૪ આખલા, ૬૦ નર ઘેટા, ૬૦ નર બકરા અને એક વર્ષના ૬૦ નર ઘેટા. વેદીનો અભિષેક કરવામાં આવ્યો પછી+ એના સમર્પણ વખતે એ અર્પણો ચઢાવવામાં આવ્યાં.+
૮૯ ઈશ્વર સાથે વાત કરવા મૂસા જ્યારે પણ મુલાકાતમંડપમાં જતો,+ ત્યારે સાક્ષીકોશના* ઢાંકણ ઉપરથી તેને ઈશ્વરની વાણી સંભળાતી.+ ઈશ્વર બે કરૂબો* વચ્ચેથી+ મૂસા સાથે વાત કરતા.
૮ યહોવાએ મૂસાને કહ્યું: ૨ “હારુનને કહે, ‘તું દીવાઓ સળગાવે ત્યારે, એ સાતેય દીવાઓનો પ્રકાશ દીવીના સામેના ભાગમાં પડે એનું ધ્યાન રાખજે.’”+ ૩ તેથી હારુને દીવીના સામેના ભાગમાં પ્રકાશ ફેલાય એ રીતે દીવા સળગાવ્યા.+ યહોવાએ મૂસાને આજ્ઞા આપી હતી, એ પ્રમાણે જ હારુને કર્યું. ૪ દીવીને સોનાના ટુકડામાંથી હથોડીથી ટીપીને બનાવી હતી. એની દાંડીથી લઈને એની પાંખડીઓને હથોડીથી ટીપીને બનાવી હતી.+ યહોવાએ મૂસાને દર્શનમાં જે નમૂનો બતાવ્યો હતો,+ એ પ્રમાણે જ દીવી બનાવવામાં આવી હતી.
૫ યહોવાએ ફરીથી મૂસાને કહ્યું: ૬ “ઇઝરાયેલીઓમાંથી લેવીઓને લે અને તેઓને શુદ્ધ કર.+ ૭ તું તેઓને આ રીતે શુદ્ધ કર: તું તેઓ પર પાપથી શુદ્ધ કરનાર પાણી છાંટ. તેઓ અસ્ત્રાથી પોતાના આખા શરીરના વાળ ઉતારે, પોતાનાં કપડાં ધૂએ અને પોતાને શુદ્ધ કરે.+ ૮ પછી તેઓ એક આખલો લે+ અને એના અનાજ-અર્પણ માટે+ તેલ ઉમેરેલો મેંદો લે. તું પાપ-અર્પણ માટે+ બીજો એક આખલો લે. ૯ તું બધા લેવીઓને મુલાકાતમંડપ આગળ રજૂ કર અને બધા ઇઝરાયેલીઓને ભેગા કર.+ ૧૦ તું જ્યારે લેવીઓને યહોવા આગળ રજૂ કરે, ત્યારે ઇઝરાયેલીઓ તેઓ પર પોતાના હાથ મૂકે.*+ ૧૧ હારુન લેવીઓને યહોવા આગળ હલાવવાના અર્પણ તરીકે અર્પિત કરે.*+ એ ઇઝરાયેલીઓ તરફથી અર્પણ ગણાશે. ત્યાર બાદ, લેવીઓ યહોવાની સેવા કરે.+
૧૨ “લેવીઓ આખલાનાં માથાં પર પોતાના હાથ મૂકે.+ પછી લેવીઓના પ્રાયશ્ચિત્ત માટે+ એમાંનો એક આખલો પાપ-અર્પણ તરીકે અને બીજો આખલો અગ્નિ-અર્પણ તરીકે યહોવાને ચઢાવવામાં આવે. ૧૩ તું લેવીઓને હારુન અને તેના દીકરાઓ સામે ઊભા રાખ અને તેઓને યહોવા આગળ હલાવવાના અર્પણ તરીકે અર્પિત કર.* ૧૪ તું લેવીઓને ઇઝરાયેલીઓ મધ્યેથી અલગ કર, તેઓ મારા ગણાશે.+ ૧૫ લેવીઓ સેવા કરવા મુલાકાતમંડપમાં આવે. એ રીતે, તું તેઓને શુદ્ધ કર અને હલાવવાના અર્પણ તરીકે તેઓને અર્પિત કર.* ૧૬ કેમ કે ઇઝરાયેલીઓમાંથી તેઓ મને ભેટ તરીકે આપવામાં આવ્યા છે. ઇઝરાયેલીઓના બધા પ્રથમ જન્મેલાઓને બદલે+ હું મારા માટે તેઓને લઉં છું. ૧૭ ઇઝરાયેલનો દરેક પ્રથમ જન્મેલો મારો છે, પછી ભલે એ મનુષ્ય હોય કે પ્રાણી.+ જે દિવસે મેં ઇજિપ્ત દેશના બધા પ્રથમ જન્મેલાને મારી નાખ્યા હતા,+ એ જ દિવસે મેં ઇઝરાયેલના બધા પ્રથમ જન્મેલાને મારા માટે પવિત્ર ઠરાવ્યા હતા. ૧૮ ઇઝરાયેલીઓના દરેક પ્રથમ જન્મેલાને બદલે હું લેવીઓને લઈશ. ૧૯ હું ઇઝરાયેલીઓમાંથી લેવીઓને લઈશ અને તેઓને ભેટ તરીકે હારુન અને તેના દીકરાઓને આપીશ. આમ, તેઓ ઇઝરાયેલીઓ વતી મુલાકાતમંડપમાં સેવા કરી શકશે+ અને ઇઝરાયેલીઓના પ્રાયશ્ચિત્ત માટે મદદ કરી શકશે. આ રીતે, ઇઝરાયેલીઓ પવિત્ર જગ્યાની નજીક નહિ આવે અને તેઓ પર કોઈ આફત નહિ આવે.”+
૨૦ મૂસા, હારુન અને બધા ઇઝરાયેલીઓએ લેવીઓ સાથે એ પ્રમાણે જ કર્યું. યહોવાએ લેવીઓ માટે મૂસાને જે આજ્ઞા આપી હતી, એવું જ ઇઝરાયેલીઓએ કર્યું. ૨૧ લેવીઓએ પોતાને શુદ્ધ કર્યા અને પોતાનાં કપડાં ધોયાં.+ પછી હારુને તેઓને યહોવા આગળ હલાવવાના અર્પણ તરીકે અર્પિત કર્યા.*+ ત્યાર બાદ, હારુને તેઓને શુદ્ધ કરવા તેઓ માટે પ્રાયશ્ચિત્ત કર્યું.+ ૨૨ એ પછી લેવીઓ મુલાકાતમંડપમાં જઈને હારુન અને તેના દીકરાઓની દેખરેખ નીચે સેવા કરવા લાગ્યા. યહોવાએ લેવીઓ વિશે મૂસાને જે આજ્ઞા આપી હતી, એ પ્રમાણે જ લોકોએ કર્યું.
૨૩ હવે યહોવાએ મૂસાને કહ્યું: ૨૪ “લેવીઓ માટે આ નિયમ છે: જે લેવીની ઉંમર ૨૫ વર્ષ કે એથી વધારે હોય, તે મુલાકાતમંડપમાં સેવા કરતા લોકો સાથે જોડાઈ શકે છે. ૨૫ પણ ૫૦ વર્ષની ઉંમર પછી તે સેવામાંથી નિવૃત્ત થઈ જશે અને મંડપમાં કામ કરશે નહિ. ૨૬ તે ચાહે તો પોતાના એ ભાઈઓને મદદ કરી શકે, જેઓ મુલાકાતમંડપની જવાબદારીઓ સંભાળે છે, પણ તે મંડપમાં સેવાનું કોઈ કામ કરશે નહિ. તું લેવીઓ અને તેઓની જવાબદારીઓ વિશેના એ નિયમનું પાલન કર.”+
૯ ઇઝરાયેલીઓ ઇજિપ્તમાંથી નીકળ્યા એના બીજા વર્ષના પહેલા મહિને+ યહોવાએ સિનાઈના વેરાન પ્રદેશમાં મૂસાને કહ્યું: ૨ “ઠરાવેલા સમયે+ ઇઝરાયેલીઓ પાસ્ખાનું* બલિદાન તૈયાર કરે.+ ૩ આ મહિનાના ૧૪મા દિવસે સાંજના સમયે* તમે એને તૈયાર કરો. એને ઠરાવેલા સમયે તથા નિયમો અને વિધિઓ પ્રમાણે તૈયાર કરો.”+
૪ તેથી મૂસાએ ઇઝરાયેલીઓને પાસ્ખાનું બલિદાન તૈયાર કરવાનું કહ્યું. ૫ પછી તેઓએ સિનાઈના વેરાન પ્રદેશમાં પહેલા મહિનાના ૧૪મા દિવસે સાંજના સમયે પાસ્ખાનું બલિદાન તૈયાર કર્યું. યહોવાએ મૂસાને જે બધી આજ્ઞાઓ આપી હતી, એ પ્રમાણે જ ઇઝરાયેલીઓએ કર્યું.
૬ હવે ત્યાં કેટલાક એવા માણસો હતા, જેઓ શબને અડવાથી અશુદ્ધ થયા હતા+ અને તેઓ એ દિવસે પાસ્ખાનું બલિદાન તૈયાર કરી શકે એમ ન હતા. એટલે તેઓ એ જ દિવસે મૂસા અને હારુન આગળ હાજર થયા.+ ૭ તેઓએ મૂસાને કહ્યું: “ખરું કે, શબને અડવાને લીધે અમે અશુદ્ધ થયા છીએ. પણ ઇઝરાયેલીઓ સાથે ઠરાવેલા સમયે યહોવાને અર્પણ ચઢાવવાથી અમને શા માટે રોકવામાં આવે છે?”+ ૮ ત્યારે મૂસાએ તેઓને કહ્યું: “યહોવા તમારા માટે જે આજ્ઞા આપે, એ સાંભળીને હું તમને જણાવું ત્યાં સુધી રાહ જુઓ.”+
૯ પછી યહોવાએ મૂસાને કહ્યું: ૧૦ “ઇઝરાયેલીઓને કહે, ‘ભલે તમારામાંથી કે તમારી આવનાર પેઢીઓમાંથી કોઈ માણસ શબને અડવાથી અશુદ્ધ થયો હોય+ અથવા લાંબી મુસાફરીએ ગયો હોય, તોપણ તે યહોવા માટે પાસ્ખાનું બલિદાન તૈયાર કરે. ૧૧ તેઓ બીજા મહિનાના ૧૪મા દિવસે, સાંજના સમયે એને તૈયાર કરે+ અને બેખમીર રોટલી અને કડવી ભાજી સાથે ખાય.+ ૧૨ એમાંનું કંઈ પણ સવાર સુધી બાકી ન રાખે+ અને એનું એકેય હાડકું ન ભાંગે.+ તેઓ એને પાસ્ખાના નિયમ પ્રમાણે જ તૈયાર કરે. ૧૩ પણ જો કોઈ માણસ શુદ્ધ હોય અથવા મુસાફરીમાં ન હોય, છતાં પાસ્ખાનું બલિદાન તૈયાર ન કરે, તો તેને મારી નાખો,*+ કેમ કે તેણે ઠરાવેલા સમયે યહોવા માટે બલિદાન ચઢાવ્યું નથી. એ માણસે પોતાના પાપની સજા ભોગવવી પડશે.
૧૪ “‘તમારી વચ્ચે રહેતો પરદેશી પણ યહોવા માટે પાસ્ખાનું બલિદાન તૈયાર કરે.+ પાસ્ખાના નિયમ અને વિધિ પ્રમાણે તે એને તૈયાર કરે.+ ઇઝરાયેલીઓ માટે અને તમારી વચ્ચે રહેતા પરદેશીઓ માટે એક જ નિયમ છે.’”+
૧૫ હવે મંડપ ઊભો કરવામાં આવ્યો, એ જ દિવસે+ વાદળે આવીને મંડપને, એટલે કે સાક્ષીકોશના મંડપને ઢાંકી દીધો. પણ સાંજથી સવાર સુધી એ વાદળ અગ્નિ જેવું લાગતું હતું.+ ૧૬ દરરોજ આવું થતું: દિવસે વાદળ એને ઢાંકી દેતું અને રાતે એ અગ્નિ જેવું થઈ જતું.+ ૧૭ જ્યારે પણ મંડપ પરથી વાદળ ઊઠતું, ત્યારે ઇઝરાયેલીઓ તરત જ છાવણી ઉઠાવીને નીકળતા+ અને જ્યાં વાદળ થોભતું, ત્યાં ઇઝરાયેલીઓ છાવણી નાખતા.+ ૧૮ યહોવાના હુકમ પ્રમાણે ઇઝરાયેલીઓ છાવણી ઉઠાવતા અને યહોવાના હુકમ પ્રમાણે તેઓ છાવણી નાખતા.+ વાદળ જ્યાં સુધી મંડપ પર રહેતું, ત્યાં સુધી તેઓ પડાવ નાખેલો જ રાખતા. ૧૯ જો વાદળ બહુ દિવસો સુધી મંડપ પર રહેતું, તો ઇઝરાયેલીઓ યહોવાની આજ્ઞા પાળીને આગળ ન વધતા.+ ૨૦ અમુક વખતે મંડપ પર વાદળ થોડા દિવસો માટે જ રહેતું. યહોવાના હુકમ પ્રમાણે ઇઝરાયેલીઓ ત્યાં જ રહેતા અને યહોવાના હુકમ પ્રમાણે તેઓ ત્યાંથી આગળ વધતા. ૨૧ અમુક વખતે વાદળ ફક્ત સાંજથી સવાર સુધી જ મંડપ પર રહેતું. જ્યારે સવારમાં મંડપ પરથી વાદળ ઊઠતું, ત્યારે તેઓ ત્યાંથી નીકળતા. દિવસ હોય કે રાત, જ્યારે પણ મંડપ પરથી વાદળ ઊઠતું, ત્યારે તેઓ ત્યાંથી નીકળતા.+ ૨૨ ભલે મંડપ પર વાદળ બે દિવસ માટે કે મહિના માટે કે એથી વધારે વખત માટે રહેતું, પણ જ્યાં સુધી વાદળ રહેતું ત્યાં સુધી ઇઝરાયેલીઓ પડાવ ઉઠાવતા નહિ અને આગળ વધતા નહિ. પણ જ્યારે વાદળ ઊઠતું ત્યારે તેઓ ત્યાંથી નીકળતા. ૨૩ યહોવાના હુકમ પ્રમાણે ઇઝરાયેલીઓ છાવણી નાખતા અને યહોવાના હુકમ પ્રમાણે તેઓ આગળ વધતા. યહોવાએ મૂસા દ્વારા જે આજ્ઞાઓ આપી હતી, એ પ્રમાણે ઇઝરાયેલીઓએ યહોવાની આજ્ઞાઓ પાળી.
૧૦ પછી યહોવાએ મૂસાને કહ્યું: ૨ “તું ચાંદીને હથોડીથી ટીપીને પોતાના માટે બે રણશિંગડાં* બનાવ.+ લોકોને ભેગા કરવા અને છાવણી ઉઠાવવા સંકેત આપવો હોય ત્યારે એનો ઉપયોગ કર. ૩ જ્યારે બંને રણશિંગડાં વગાડવામાં આવે, ત્યારે બધા લોકો મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ તારી સામે હાજર થાય.+ ૪ જો એક જ રણશિંગડું વગાડવામાં આવે, તો ફક્ત મુખીઓ, એટલે કે ઇઝરાયેલના હજારો લોકોથી બનેલા સમૂહના વડા તારી સામે ભેગા થાય.+
૫ “જ્યારે તમે ઊંચા-નીચા સૂરમાં રણશિંગડાં વગાડો, ત્યારે પૂર્વ બાજુની છાવણીઓ+ આગળ વધે. ૬ જ્યારે તમે બીજી વાર ઊંચા-નીચા સૂરમાં રણશિંગડાં વગાડો, ત્યારે દક્ષિણ બાજુની છાવણીઓ+ આગળ વધે. છાવણી ઉઠાવવા માટે તેઓ દરેક વખતે એ રીતે ઊંચા-નીચા સૂરમાં રણશિંગડાં વગાડે.
૭ “જ્યારે બધા લોકોને* એકસાથે બોલાવવાના હોય, ત્યારે તમે રણશિંગડાં વગાડો,+ પણ ઊંચા-નીચા સૂરમાં નહિ. ૮ હારુનના દીકરાઓ, એટલે કે યાજકો રણશિંગડાં વગાડે.+ રણશિંગડાંના ઉપયોગ વિશે એ નિયમ તમને અને તમારી પેઢીઓને હંમેશ માટે લાગુ પડે છે.
૯ “જો તમારા પર જુલમ કરનાર કોઈ દુશ્મન તમારા દેશ પર ચઢી આવે, તો તમે યુદ્ધનો સંકેત આપવા રણશિંગડાં વગાડો.+ એમ કરવાથી, તમારા ઈશ્વર યહોવા તમારા પર ધ્યાન આપશે અને દુશ્મનોના પંજામાંથી તમને છોડાવશે.
૧૦ “તમે આનંદના પ્રસંગોએ+ પણ રણશિંગડાં વગાડો. તહેવારોના સમયે+ અને મહિનાની શરૂઆતમાં જ્યારે તમે અગ્નિ-અર્પણો+ અને શાંતિ-અર્પણો+ ચઢાવો, ત્યારે પણ રણશિંગડાં વગાડો. એનાથી તમારા ઈશ્વર તમારા પર ધ્યાન આપશે. હું યહોવા તમારો ઈશ્વર છું.”+
૧૧ હવે બીજા વર્ષના બીજા મહિનાના ૨૦મા દિવસે,+ સાક્ષીકોશના મંડપ પરથી વાદળ ઊઠ્યું.+ ૧૨ તેથી ઇઝરાયેલીઓએ સિનાઈના વેરાન પ્રદેશમાંથી છાવણી ઉઠાવી અને પોતપોતાના ક્રમ પ્રમાણે ત્યાંથી ચાલી નીકળ્યા.+ વાદળ પારાનના વેરાન પ્રદેશમાં+ જઈને થોભ્યું. ૧૩ આ રીતે યહોવાએ મૂસાને આપેલા હુકમ પ્રમાણે+ ઇઝરાયેલીઓ પહેલી વખત નીકળ્યા.
૧૪ ત્રણ કુળનો બનેલો પહેલો સમૂહ પોતપોતાની ટુકડી* પ્રમાણે સૌથી પહેલા નીકળ્યો, જેની આગેવાની યહૂદાના દીકરાઓ લેતા હતા. એ સમૂહનો આગેવાન અમિનાદાબનો દીકરો નાહશોન હતો.+ ૧૫ ઇસ્સાખાર કુળનો આગેવાન સૂઆરનો દીકરો નથાનએલ હતો.+ ૧૬ ઝબુલોન કુળનો આગેવાન હેલોનનો દીકરો અલીઆબ હતો.+
૧૭ મંડપના ભાગો છૂટા કરવામાં આવ્યા ત્યારે,+ ગેર્શોનના દીકરાઓ+ અને મરારીના દીકરાઓ+ મંડપ ઊંચકીને આગળ વધ્યા.
૧૮ પછી ત્રણ કુળનો બનેલો બીજો સમૂહ પોતપોતાની ટુકડી પ્રમાણે નીકળ્યો, જેની આગેવાની રૂબેન કુળ લેતું હતું. એ સમૂહનો આગેવાન શદેઉરનો દીકરો અલીસૂર હતો.+ ૧૯ શિમયોન કુળનો આગેવાન સૂરીશાદ્દાયનો દીકરો શલુમીએલ હતો.+ ૨૦ ગાદ કુળનો આગેવાન દેઉએલનો દીકરો એલ્યાસાફ હતો.+
૨૧ ત્યાર બાદ, કહાથીઓ પવિત્ર જગ્યાની વસ્તુઓ ઊંચકીને નીકળ્યા.+ તેઓ ઠરાવેલી જગ્યાએ પહોંચે એ પહેલાં મંડપ ઊભો કરવામાં આવતો હતો.
૨૨ પછી ત્રણ કુળનો બનેલો ત્રીજો સમૂહ પોતપોતાની ટુકડી પ્રમાણે નીકળ્યો, જેની આગેવાની એફ્રાઈમના દીકરાઓ લેતા હતા. એ સમૂહનો આગેવાન આમ્મીહૂદનો દીકરો અલિશામા હતો.+ ૨૩ મનાશ્શા કુળનો આગેવાન પદાહસૂરનો દીકરો ગમાલિયેલ હતો.+ ૨૪ બિન્યામીન કુળનો આગેવાન ગિદિયોનીનો દીકરો અબીદાન હતો.+
૨૫ પછી ત્રણ કુળનો બનેલો ચોથો સમૂહ પોતપોતાની ટુકડી પ્રમાણે નીકળ્યો, જેની આગેવાની દાન કુળ લેતું હતું. એ સમૂહ બાકીના બધા કુળનું રક્ષણ કરવા સૌથી છેલ્લે ચાલતો હતો, જેથી પાછળથી કોઈ હુમલો ન કરે. એ સમૂહનો આગેવાન આમ્મીશાદ્દાયનો દીકરો અહીએઝેર હતો.+ ૨૬ આશેર કુળનો આગેવાન ઓક્રાનનો દીકરો પાગીએલ હતો.+ ૨૭ નફતાલી કુળનો આગેવાન એનાનનો દીકરો અહીરા હતો.+ ૨૮ જ્યારે પણ ઇઝરાયેલીઓ પોતપોતાની ટુકડી પ્રમાણે નીકળતા, ત્યારે તેઓ એ ક્રમમાં નીકળતા.+
૨૯ પછી મૂસાએ પોતાના સસરા મિદ્યાની રેઉએલના*+ દીકરા હોબાબને કહ્યું: “અમે એ જગ્યાએ જઈ રહ્યા છીએ, જેના વિશે યહોવાએ કહ્યું છે, ‘હું એ તમને આપીશ.’+ તું પણ અમારી સાથે ચાલ.+ અમે તારું ભલું કરીશું, કેમ કે યહોવાએ ઇઝરાયેલીઓને ઉત્તમ બાબતો આપવાનું વચન આપ્યું છે.”+ ૩૦ પણ તેણે મૂસાને કહ્યું: “ના, હું તમારી સાથે નહિ આવું. હું તો મારા દેશ અને મારાં સગાઓ પાસે પાછો જઈશ.” ૩૧ ત્યારે મૂસાએ કહ્યું: “કૃપા કરીને અમને છોડીને ન જા, કેમ કે વેરાન પ્રદેશમાં અમારે ક્યાં મુકામ કરવો એ તું સારી રીતે જાણે છે અને તું અમને માર્ગદર્શન આપી શકે છે.* ૩૨ જો તું અમારી સાથે આવીશ,+ તો યહોવા અમને જે આશીર્વાદો આપશે, એમાં અમે તને પણ ભાગ આપીશું.”
૩૩ તેથી તેઓએ યહોવાના પર્વતથી+ શરૂઆત કરી અને ત્રણ દિવસ જેટલી મુસાફરી કરી. એ ત્રણ દિવસની મુસાફરીમાં યહોવાનો કરારકોશ+ ઇઝરાયેલીઓની આગળ આગળ રહ્યો, જેથી તેઓ માટે આરામ કરવાની જગ્યા શોધી શકે.+ ૩૪ જ્યારે પણ તેઓ પોતાની છાવણી ઉઠાવીને ચાલતા, ત્યારે દિવસે યહોવાનું વાદળ+ તેઓ પર રહેતું.
૩૫ જ્યારે પણ કરારકોશ ઊંચકવામાં આવતો, ત્યારે મૂસા કહેતો: “હે યહોવા, ઊઠો.+ તમારા દુશ્મનોને વેરવિખેર કરી નાખો અને તમને નફરત કરનારાઓને તમારી આગળથી ભગાડી મૂકો.” ૩૬ જ્યારે કરારકોશ નીચે મૂકવામાં આવતો, ત્યારે મૂસા કહેતો: “હે યહોવા, પાછા આવો. લાખો ને લાખો* ઇઝરાયેલીઓ પાસે પાછા આવો.”+
૧૧ હવે લોકો યહોવા આગળ ઘણી કચકચ કરવા લાગ્યા. યહોવાએ એ સાંભળ્યું ત્યારે, તેમનો ગુસ્સો સળગી ઊઠ્યો. યહોવાએ તેઓ પર અગ્નિ મોકલ્યો અને એ અગ્નિ છાવણીના છેડાના ભાગના અમુક લોકોને ભસ્મ કરવા લાગ્યો. ૨ જ્યારે લોકો મદદ માટે મૂસાને પોકારવા લાગ્યા, ત્યારે મૂસાએ યહોવાને કાલાવાલા કર્યા+ અને અગ્નિ હોલવાઈ ગયો. ૩ એટલે એ જગ્યાનું નામ તાબએરાહ* પાડવામાં આવ્યું, કેમ કે એ જગ્યાએ યહોવાએ લોકો પર અગ્નિ વરસાવ્યો હતો.+
૪ હવે ઇઝરાયેલીઓની સાથે બીજા લોકોનું* મોટું ટોળું+ પણ હતું. તેઓ સારું સારું ખાવાની લાલસા કરવા લાગ્યા+ અને ઇઝરાયેલીઓ પણ તેઓ સાથે જોડાઈને રોદણાં રડવા લાગ્યા: “અમને ખાવા માટે માંસ કોણ આપશે?+ ૫ અમને હજી યાદ છે કે, ઇજિપ્તમાં અમને મફતમાં માછલી ખાવા મળતી હતી! કાકડી, તડબૂચ, લીલી ડુંગળી, ડુંગળી અને લસણ પણ ખાવા મળતાં હતાં.+ ૬ પણ હવે અમે સુકાતા જઈએ છીએ અને આ માન્ના* સિવાય અમારી નજરે કંઈ પડતું નથી.”+
૭ હવે માન્ના+ તો ધાણાના દાણા જેવું હતું+ અને ગૂગળ* જેવું દેખાતું હતું. ૮ લોકો અહીંતહીં ફરીને એને ભેગું કરતા, એને ઘંટીમાં દળતા અથવા ખાંડણીમાં ખાંડતા. પછી એને હાંડલામાં બાફતા અથવા એની ગોળ રોટલીઓ બનાવતા.+ એનો સ્વાદ તેલ નાખીને બનાવેલી પોળી જેવો મીઠો હતો. ૯ રાતે છાવણી પર ઝાકળ પડતું ત્યારે, એની સાથે માન્ના પણ પડતું.+
૧૦ મૂસાએ સાંભળ્યું કે દરેક કુટુંબના લોકો પોતપોતાના તંબુ આગળ ઊભા રહીને વિલાપ કરે છે. એનાથી યહોવા ખૂબ ગુસ્સે ભરાયા+ અને મૂસા પણ ઘણો નારાજ થયો. ૧૧ મૂસાએ યહોવાને કહ્યું: “તમે શા માટે તમારા સેવક પર આફત લાવ્યા છો? મેં એવું તો શું કર્યું છે કે હું તમારી નજરમાં કૃપા પામ્યો નથી? તમે શા માટે આ લોકોનો ભાર મારા માથે નાખ્યો છે?+ ૧૨ શું મેં આ લોકોનો ગર્ભ ધર્યો હતો? શું મેં તેઓને જન્મ આપ્યો હતો કે તમે કહો છો, ‘જેમ એક સેવક પોતાની ગોદમાં ધાવણા બાળકને ઊંચકે છે, તેમ તું આ લોકોને ઊંચક,’ જેથી જે જગ્યા આપવાના તમે તેઓના બાપદાદાઓ આગળ સમ ખાધા છે,+ ત્યાં હું તેઓને લઈ જાઉં? ૧૩ આ લોકોને ખાવા હું માંસ ક્યાંથી લાવું? તેઓ મારી આગળ રડી રડીને કહે છે, ‘અમને ખાવા માંસ આપો!’ ૧૪ હું એકલો એ લોકોનો ભાર ઊંચકી શકતો નથી. એ મારા ગજા બહાર છે.+ ૧૫ જો તમે મારી સાથે આવી જ રીતે વર્તવાના હો, તો મને હમણાં જ મારી નાખો.+ પણ જો હું તમારી નજરમાં કૃપા પામ્યો હોઉં, તો મારા પર વધારે મુસીબતો આવવા ન દો.”
૧૬ યહોવાએ મૂસાને જવાબમાં કહ્યું: “ઇઝરાયેલના વડીલોમાંથી તું એવા ૭૦ માણસોને મારા માટે ભેગા કર, જેઓને તું લોકોના વડીલો અને અધિકારીઓ તરીકે ઓળખે છે.+ તેઓને મુલાકાતમંડપ પાસે લાવ અને ત્યાં તારી સાથે ઊભા રાખ. ૧૭ હું ત્યાં નીચે આવીશ+ અને તારી સાથે વાત કરીશ.+ હું તારા પરથી થોડી પવિત્ર શક્તિ* લઈને+ તેઓના પર મૂકીશ અને લોકોનો ભાર ઊંચકવા તેઓ તને મદદ કરશે, જેથી તારે એકલાએ બધું કરવું ન પડે.+ ૧૮ તું લોકોને કહે, ‘આવતી કાલ માટે પોતાને તૈયાર કરો.+ કાલે તમને જરૂર માંસ ખાવા મળશે, કેમ કે તમે યહોવાના સાંભળતા વિલાપ કર્યો છે+ અને કહ્યું છે: “અમને ખાવા માંસ કોણ આપશે? આના કરતાં તો ઇજિપ્તમાં વધારે સારું હતું.”+ એટલે યહોવા તમને ચોક્કસ માંસ આપશે અને તમે એ ખાશો.+ ૧૯ હા, તમે જરૂર એ ખાશો, એક દિવસ નહિ, ૨ દિવસ નહિ, ૫ દિવસ નહિ, ૧૦ દિવસ નહિ, ૨૦ દિવસ નહિ, ૨૦ પણ આખા મહિના સુધી ખાશો! જ્યાં સુધી એ તમારાં નસકોરાંમાંથી બહાર નહિ આવે અને તમને એનાથી ધિક્કાર નહિ થાય, ત્યાં સુધી તમે એ ખાશો,+ કેમ કે તમે યહોવાનો નકાર કર્યો છે જે તમારી મધ્યે છે. તમે તેમની આગળ રડતાં રડતાં કહેતા હતા: “અમે શા માટે ઇજિપ્તમાંથી બહાર નીકળી આવ્યા?”’”+
૨૧ પછી મૂસાએ કહ્યું: “હું જે લોકો મધ્યે છું, તેઓમાં ૬,૦૦,૦૦૦ પુરુષો છે+ અને તમે તો કહો છો, ‘હું તેઓને માંસ આપીશ. તેઓ એને આખો મહિનો ખાય એટલું બધું આપીશ’! ૨૨ જો બધાં ઘેટાં-બકરાં અને ઢોરઢાંકને કાપવામાં આવે, તોપણ શું એ બધા લોકો માટે પૂરતાં થશે? અથવા જો સમુદ્રની બધી માછલીઓને પકડવામાં આવે, તોપણ શું તેઓને થઈ રહેશે?”
૨૩ ત્યારે યહોવાએ મૂસાને કહ્યું: “શું યહોવાનો હાથ ટૂંકો થઈ ગયો છે?+ હવે તું જોઈશ કે હું જે કહું છું એ પ્રમાણે થાય છે કે નહિ.”
૨૪ મૂસાએ બહાર જઈને યહોવાએ જે કહ્યું હતું એ લોકોને જણાવ્યું. તેણે ઇઝરાયેલના વડીલોમાંથી ૭૦ માણસોને ભેગા કર્યા અને તેઓને મંડપની આજુબાજુ ઊભા રાખ્યા.+ ૨૫ પછી યહોવા વાદળમાં નીચે આવ્યા+ અને મૂસા સાથે વાત કરી.+ તેમણે મૂસા પરથી થોડી પવિત્ર શક્તિ લઈને+ ૭૦ વડીલો પર મૂકી. તેઓ પર પવિત્ર શક્તિ આવી કે તરત જ તેઓ પ્રબોધકો* તરીકે વર્તવા લાગ્યા,*+ પણ ત્યાર બાદ તેઓ ફરીથી એ રીતે વર્ત્યા નહિ.
૨૬ હવે એલ્દાદ અને મેદાદ નામના બે માણસો છાવણીમાં જ હતા. તેઓ મુલાકાતમંડપમાં આવ્યા ન હતા. તેઓના ઉપર પણ પવિત્ર શક્તિ આવી હતી, કેમ કે તેઓનાં નામ પણ નોંધાયેલા લોકોમાં હતા. તેઓ છાવણીમાં પ્રબોધકો તરીકે વર્તવા લાગ્યા. ૨૭ એ જોઈને એક યુવાન દોડીને મૂસાને ખબર આપવા ગયો. તેણે મૂસાને કહ્યું: “એલ્દાદ અને મેદાદ છાવણીમાં પ્રબોધકો તરીકે વર્તી રહ્યા છે!” ૨૮ ત્યારે નૂનનો દીકરો યહોશુઆ,+ જે યુવાનીથી જ મૂસાનો સેવક હતો, તેણે મૂસાને કહ્યું: “મારા માલિક મૂસા, તેઓને રોકો!”+ ૨૯ પણ મૂસાએ તેને કહ્યું: “શું તને મારા લીધે તેઓની અદેખાઈ આવે છે? હું તો ચાહું છું કે યહોવાના બધા લોકો પ્રબોધકો બને અને યહોવા તેઓ બધાને પોતાની પવિત્ર શક્તિ આપે.” ૩૦ પછી મૂસા ઇઝરાયેલના વડીલો સાથે છાવણીમાં પાછો ફર્યો.
૩૧ એવામાં યહોવા પાસેથી પવન ફૂંકાયો અને એ પવન સમુદ્ર પરથી લાવરીઓ ઘસડી લાવ્યો. તેઓની સંખ્યા એટલી બધી હતી કે, તેઓ છાવણીની બંને બાજુએ,+ આખી છાવણીની આસપાસ આશરે એક દિવસની મુસાફરીના અંતર સુધી ફેલાઈ ગઈ. તેઓ જમીન પર આશરે બે હાથની* ઊંચાઈ સુધી છવાઈ ગઈ. ૩૨ લોકોએ એ આખો દિવસ, આખી રાત અને બીજો આખો દિવસ જાગીને લાવરીઓ ભેગી કરી. કોઈએ પણ દસ હોમેર* કરતાં ઓછી ભેગી કરી ન હતી. તેઓ પોતાના માટે લાવરીઓને છાવણીની આજુબાજુ પાથરતા રહ્યા.* ૩૩ પણ હજી તો માંસ તેઓનાં મોંમાં હતું, એવામાં યહોવાનો ગુસ્સો લોકો પર સળગી ઊઠ્યો. યહોવા તેઓ પર એવો ભારે રોગચાળો લાવ્યા કે, મોટી સંખ્યામાં લોકો માર્યા ગયા.+
૩૪ તેથી તેઓએ એ જગ્યાનું નામ કિબ્રોથ-હાત્તાવાહ*+ પાડ્યું, કેમ કે ત્યાં તેઓએ એ લોકોને દફનાવ્યા હતા, જેઓ ખોરાક માટે લાલચુ બન્યા હતા.+ ૩૫ કિબ્રોથ-હાત્તાવાહથી લોકો હસેરોથ જવા રવાના થયા અને હસેરોથમાં રહ્યા.+
૧૨ હવે મરિયમ અને હારુન મૂસા વિરુદ્ધ બોલવા લાગ્યાં, કેમ કે મૂસા કૂશ દેશની એક સ્ત્રીને પરણ્યો હતો.+ ૨ તેઓ કહેતાં હતાં: “શું યહોવાએ ફક્ત મૂસા દ્વારા જ વાત કરી છે? શું તેમણે અમારા દ્વારા પણ વાત નથી કરી?”+ યહોવા એ બધું સાંભળતા હતા.+ ૩ હવે આખી પૃથ્વીના બધા લોકોમાં મૂસા સૌથી નમ્ર હતો.*+
૪ યહોવાએ તરત જ મૂસા, હારુન અને મરિયમને કહ્યું: “તમે ત્રણે જણ મુલાકાતમંડપ પાસે જાઓ.” તેઓ ત્રણે ત્યાં ગયાં. ૫ પછી યહોવા વાદળના સ્તંભમાં નીચે ઊતર્યા+ અને મંડપના પ્રવેશદ્વાર આગળ ઊભા રહ્યા. તેમણે હારુન અને મરિયમને બોલાવ્યાં. તેઓ બંને આગળ આવ્યાં. ૬ ઈશ્વરે તેઓને કહ્યું: “મારું સાંભળો. જો તમારી મધ્યે યહોવાનો કોઈ પ્રબોધક હોત, તો હું દર્શનમાં તેની આગળ પ્રગટ થયો હોત+ અને તેની સાથે મેં સપનામાં વાત કરી હોત.+ ૭ પણ મારા સેવક મૂસા સાથે મેં એવું કર્યું નથી! મેં મારા આખા ઘર પર તેને અધિકાર સોંપ્યો છે.*+ ૮ હું તેની સાથે મોઢામોઢ વાત કરું છું.+ હું તેની સાથે ઉખાણા દ્વારા નહિ, પણ સાફ સાફ વાત કરું છું. તે યહોવાની હાજરી જુએ છે. તો પછી મારા સેવક મૂસા વિરુદ્ધ બોલતા તમે કેમ ડર્યાં નહિ?”
૯ યહોવાનો ક્રોધ તેઓ પર સળગી ઊઠ્યો અને તે તેઓ પાસેથી ચાલ્યા ગયા. ૧૦ મંડપ પરથી વાદળ ઊઠી ગયું. અને જુઓ! મરિયમને રક્તપિત્ત* થઈ ગયો હતો અને તે બરફ જેવી સફેદ થઈ ગઈ હતી.+ પછી હારુને પાછા વળીને મરિયમ તરફ જોયું તો તેને રક્તપિત્ત થયો હતો.+ ૧૧ હારુને તરત જ મૂસાને કહ્યું: “મારા માલિક, હું વિનંતી કરું છું. કૃપા કરીને આ પાપની સજા અમારા પર આવવા ન દે! અમે બહુ મોટી મૂર્ખાઈ કરી છે. ૧૨ મરિયમને એવા મરેલા બાળક જેવી રહેવા ન દે, જેનું શરીર માના ગર્ભમાંથી નીકળતી વખતે જ અડધું ખવાઈ ગયું હોય.” ૧૩ ત્યારે મૂસાએ યહોવાને પોકાર કરીને કહ્યું: “હે ઈશ્વર, કૃપા કરીને તેને સાજી કરી દો!”+
૧૪ યહોવાએ મૂસાને કહ્યું: “જો તેનો પિતા તેના મોં પર થૂંક્યો હોત, તો શું તેણે સાત દિવસ સુધી અપમાન સહ્યું ન હોત? તો હવે સાત દિવસ તેને છાવણીની બહાર અલગ રાખ.+ પછી તે છાવણીમાં પાછી આવી શકે.” ૧૫ તેથી સાત દિવસ માટે મરિયમને છાવણી બહાર અલગ રાખવામાં આવી.+ જ્યાં સુધી તે છાવણીમાં પાછી ન આવી, ત્યાં સુધી લોકોએ પોતાનો પડાવ ઉઠાવ્યો નહિ. ૧૬ પછી લોકો હસેરોથથી નીકળ્યા+ અને તેઓએ પારાનના વેરાન પ્રદેશમાં છાવણી નાખી.+
૧૩ યહોવાએ મૂસાને કહ્યું: ૨ “જે કનાન દેશ હું ઇઝરાયેલીઓને આપવાનો છું, એની જાસૂસી કરવા અમુક માણસો મોકલ. તું દરેક કુળમાંથી એક એક માણસ મોકલ, જે એ કુળનો મુખી હોય.”+
૩ તેથી મૂસાએ યહોવાની આજ્ઞા પ્રમાણે પારાનના વેરાન પ્રદેશમાંથી તેઓને મોકલ્યા.+ એ દરેક માણસ ઇઝરાયેલીઓનો વડો હતો. ૪ તેઓનાં નામ આ છે: રૂબેનના કુળમાંથી ઝાક્કૂરનો દીકરો શામ્મૂઆ; ૫ શિમયોનના કુળમાંથી હોરીનો દીકરો શાફાટ; ૬ યહૂદાના કુળમાંથી યફૂન્નેહનો દીકરો કાલેબ;+ ૭ ઇસ્સાખારના કુળમાંથી યૂસફનો દીકરો ઇગાલ; ૮ એફ્રાઈમના કુળમાંથી નૂનનો દીકરો હોશીઆ;+ ૯ બિન્યામીનના કુળમાંથી રાફુનો દીકરો પાલ્ટી; ૧૦ ઝબુલોનના કુળમાંથી સોદીનો દીકરો ગાદ્દીએલ; ૧૧ યૂસફના કુળમાંથી+ મનાશ્શાના કુળ માટે+ સૂસીનો દીકરો ગાદ્દી; ૧૨ દાનના કુળમાંથી ગમાલ્લીનો દીકરો આમ્મીએલ; ૧૩ આશેરના કુળમાંથી મિખાયેલનો દીકરો સથૂર; ૧૪ નફતાલીના કુળમાંથી વોફસીનો દીકરો નાહબી; ૧૫ ગાદના કુળમાંથી માખીનો દીકરો ગેઉએલ. ૧૬ એ માણસોને મૂસાએ દેશની જાસૂસી કરવા મોકલ્યા હતા. મૂસાએ નૂનના દીકરા હોશીઆનું નામ યહોશુઆ*+ પાડ્યું હતું.
૧૭ જ્યારે મૂસાએ તેઓને કનાન દેશની જાસૂસી કરવા મોકલ્યા, ત્યારે તેઓને કહ્યું: “તમે આ રસ્તેથી નેગેબ જજો અને પછી પહાડી વિસ્તારમાં જજો.+ ૧૮ તમે તપાસ કરજો કે એ દેશ કેવો છે;+ ત્યાંના લોકો શક્તિશાળી છે કે કમજોર; તેઓની વસ્તી વધારે છે કે ઓછી; ૧૯ દેશની હાલત સારી છે કે ખરાબ; તેઓ કેવાં શહેરોમાં રહે છે, કોટ વગરનાં કે કિલ્લાવાળાં. ૨૦ એ પણ તપાસ કરજો કે ત્યાંની જમીન ફળદ્રુપ છે કે ઉજ્જડ+ અને ત્યાં વૃક્ષો છે કે નહિ. તમે હિંમત બતાવજો+ અને એ દેશનાં થોડાં ફળો લઈ આવજો.” હવે એ તો પહેલી દ્રાક્ષો પાકવાની મોસમ હતી.+
૨૧ તેથી તેઓએ જઈને ઝીનના વેરાન પ્રદેશથી+ લીબો-હમાથ* પાસેના+ રહોબ સુધી+ આખા દેશની જાસૂસી કરી. ૨૨ તેઓ નેગેબ થઈને હેબ્રોન પહોંચ્યા,+ જ્યાં અહીમાન, શેશાય અને તાલ્માય+ નામના અનાકીઓ*+ વસતા હતા. ઇજિપ્તનું સોઆન શહેર બંધાયું એના સાત વર્ષ પહેલાં હેબ્રોન બંધાયું હતું. ૨૩ તેઓ એશ્કોલની ખીણ+ પાસે આવ્યા ત્યારે, તેઓએ દ્રાક્ષની ઝૂમખાવાળી એક ડાળી કાપી, જેને બે માણસોએ દાંડા ઉપર લટકાવીને ઊંચકવી પડી. તેઓએ થોડાં દાડમ અને અંજીર પણ લીધાં.+ ૨૪ તેઓએ એ જગ્યાનું નામ એશ્કોલની* ખીણ+ પાડ્યું, કેમ કે ઇઝરાયેલીઓએ ત્યાંથી દ્રાક્ષનું ઝૂમખું કાપ્યું હતું.
૨૫ તેઓ ૪૦ દિવસ+ દેશની જાસૂસી કરીને પાછા ફર્યા. ૨૬ તેઓ પારાનના વેરાન પ્રદેશના કાદેશમાં+ મૂસા, હારુન અને ઇઝરાયેલીઓ પાસે પાછા આવ્યા. તેઓએ બધા લોકોને એ દેશનો અહેવાલ આપ્યો અને તેઓને ત્યાંનાં ફળ બતાવ્યાં. ૨૭ તેઓએ મૂસાને આ અહેવાલ આપ્યો: “તમે જે દેશમાં અમને મોકલ્યા હતા, એ સાચે જ દૂધ-મધની રેલમછેલવાળો દેશ છે+ અને આ ત્યાંનાં ફળ છે.+ ૨૮ પણ ત્યાં રહેતા લોકો બહુ શક્તિશાળી છે. તેઓનાં કોટવાળાં શહેરો બહુ મોટાં છે. અમે ત્યાં અનાકીઓને પણ જોયા.+ ૨૯ નેગેબ+ પ્રદેશમાં અમાલેકીઓ+ વસે છે; પહાડી પ્રદેશોમાં હિત્તીઓ, યબૂસીઓ+ અને અમોરીઓ+ વસે છે; તેમજ સમુદ્રની પાસે+ અને યર્દનને કિનારે કનાનીઓ+ વસે છે.”
૩૦ પછી કાલેબે મૂસાની બાજુમાં ઊભેલા લોકોને શાંત પાડવાની કોશિશ કરતા કહ્યું: “ચાલો, આપણે હમણાં જ તેઓ પર હુમલો કરીએ, કેમ કે આપણે એ દેશને હરાવીને એના પર ચોક્કસ કબજો કરી શકીશું.”+ ૩૧ પણ કાલેબ સાથે ગયેલા બીજા જાસૂસોએ કહ્યું: “આપણે એ લોકો પર ચઢાઈ કરી શકતા નથી, કેમ કે તેઓ આપણા કરતાં વધારે શક્તિશાળી છે.”+ ૩૨ તેઓએ જે દેશની જાસૂસી કરી હતી, એ વિશે તેઓ ખરાબ અહેવાલ આપતા રહ્યા.+ તેઓએ કહ્યું: “જે દેશની અમે જાસૂસી કરી, એ દેશ તો એના જ રહેવાસીઓને મારી નાખે છે. જે લોકોને અમે જોયા એ બધા તો રાક્ષસી કદના છે.+ ૩૩ ત્યાં અમે અનાકના દીકરાઓને,+ હા, કદાવર લોકોને* પણ જોયા. તેઓની સામે તો અમે તીતીઘોડા સમાન હતા અને તેઓને પણ અમે એવા જ લાગ્યા હોઈશું.”
૧૪ ત્યારે બધા લોકોએ મોટેથી પોકાર કર્યો અને આખી રાત રડીને વિલાપ કર્યો.+ ૨ બધા ઇઝરાયેલીઓ મૂસા અને હારુન વિરુદ્ધ કચકચ કરવા લાગ્યા.+ તેઓ કહેવા લાગ્યા: “કાશ, અમે ઇજિપ્તમાં જ મરી ગયા હોત! અથવા આ વેરાન પ્રદેશમાં મરી ગયા હોત! ૩ યહોવા અમને તલવારથી મારવા એ દેશમાં કેમ લઈ જાય છે?+ હવે અમારી સ્ત્રીઓ અને બાળકોને લૂંટી લેવામાં આવશે.+ અમે ઇજિપ્ત પાછા જતા રહીએ+ એમાં જ શું અમારું ભલું નથી?” ૪ તેઓ એકબીજાને આમ પણ કહેવા લાગ્યા: “ચાલો, આપણે એક આગેવાન પસંદ કરીએ અને ઇજિપ્ત પાછા જઈએ!”+
૫ ત્યારે મૂસા અને હારુન બધા ઇઝરાયેલીઓ* સામે ઘૂંટણિયે પડ્યા અને જમીન સુધી માથું નમાવ્યું. ૬ દેશની જાસૂસી કરવા ગયા હતા એમાંના બે માણસોએ, એટલે કે નૂનના દીકરા યહોશુઆએ+ અને યફૂન્નેહના દીકરા કાલેબે+ પોતાનાં કપડાં ફાડ્યાં ૭ અને બધા ઇઝરાયેલીઓને કહ્યું: “જે દેશની જાસૂસી કરવા અમે ગયા હતા, એ ખરેખર અતિ ઉત્તમ દેશ છે.+ ૮ જો યહોવા આપણાથી ખુશ હશે, તો તે ચોક્કસ આપણને દૂધ-મધની રેલમછેલવાળા દેશમાં લઈ જશે.+ ૯ પણ તમે યહોવા વિરુદ્ધ બંડ ન પોકારો અને એ દેશના લોકોથી ન ડરો,+ કેમ કે આપણે તેઓને ભરખી જઈશું.* તેઓનું રક્ષણ કરનાર હવે કોઈ રહ્યું નથી, પણ યહોવા આપણી સાથે છે.+ તેઓથી ગભરાશો નહિ.”
૧૦ પણ આખું ટોળું તેઓને પથ્થરે મારવાની વાત કરવા લાગ્યું.+ એવામાં, યહોવાનું ગૌરવ બધા ઇઝરાયેલીઓ સામે+ મુલાકાતમંડપ પર પ્રગટ થયું.
૧૧ પછી યહોવાએ મૂસાને કહ્યું: “ક્યાં સુધી આ લોકો મારું અપમાન કરશે?+ મેં તેઓ વચ્ચે આટલા બધા ચમત્કારો* કર્યા છે, છતાં ક્યાં સુધી તેઓ મારામાં શ્રદ્ધા નહિ મૂકે?+ ૧૨ હવે હું તેઓ પર ભારે રોગચાળો લાવીશ અને જડમૂળથી તેઓનો નાશ કરી દઈશ. હું તારામાંથી એક મોટી પ્રજા બનાવીશ, જે તેઓ કરતાં મહાન અને બળવાન હશે.”+
૧૩ પણ મૂસાએ યહોવાને કહ્યું: “તમે તમારા સામર્થ્યથી આ લોકોને ઇજિપ્તમાંથી બહાર કાઢી લાવ્યા છો. હવે જો તમે તેઓનો નાશ કરશો, તો ઇજિપ્તના લોકો એ વિશે સાંભળશે+ ૧૪ અને આ દેશના રહેવાસીઓને પણ જણાવશે. એ રહેવાસીઓ તો પહેલેથી જાણે છે કે, આ લોકો મધ્યે યહોવા છે+ અને તેઓ સામે તે મોઢામોઢ પ્રગટ થાય છે.+ તમે યહોવા છો અને તમારું વાદળ તમારા લોકો પર થોભે છે. દિવસે વાદળના સ્તંભમાં અને રાતે અગ્નિના સ્તંભમાં તમે તેઓની આગળ આગળ ચાલો છો.+ ૧૫ જો તમે એક જ વારમાં* આ લોકોને મારી નાખશો, તો જે પ્રજાઓએ તમારી કીર્તિ વિશે સાંભળ્યું છે, તેઓ કહેશે: ૧૬ ‘આ લોકોને જે દેશ આપવાના યહોવાએ સમ ખાધા હતા, એમાં તે તેઓને લઈ જઈ શકતા ન હતા, એટલે તેમણે તેઓને વેરાન પ્રદેશમાં જ મારી નાખ્યા.’+ ૧૭ હે યહોવા, તમારું સામર્થ્ય મોટું મનાવો, જેમ તમે વચન આપ્યું હતું. તમે કહ્યું હતું: ૧૮ ‘યહોવા, જલદી ગુસ્સે ન થનાર અને અતૂટ પ્રેમના* સાગર,+ ભૂલો અને અપરાધોને માફ કરનાર, પણ દુષ્ટોને સજા કર્યા વગર ન છોડનાર; પિતાનાં પાપોની સજા દીકરાઓ પર અને ત્રીજી ચોથી પેઢી પર લાવનાર ઈશ્વર.’+ ૧૯ મહેરબાની કરીને તમારા મહાન અને અતૂટ પ્રેમને લીધે આ લોકોનો અપરાધ માફ કરો. જેમ ઇજિપ્તથી લઈને હમણાં સુધી તમે તેઓને માફ કર્યા છે, તેમ હમણાં પણ તેઓને માફ કરો.”+
૨૦ પછી યહોવાએ કહ્યું: “સારું, તારા કહેવા પ્રમાણે હું તેઓને માફ કરું છું.+ ૨૧ પણ મારા સમ* કે આખી પૃથ્વી યહોવાના ગૌરવથી ભરાઈ જશે,+ ૨૨ પણ જે લોકોએ મારું ગૌરવ જોયું છે તેમજ ઇજિપ્ત અને વેરાન પ્રદેશમાં મેં કરેલા ચમત્કારો જોયા છે,+ છતાં દસ વખત* મારી પરીક્ષા કરી છે+ અને મારું સાંભળ્યું નથી,+ તેઓમાંથી એક પણ માણસ ૨૩ એ દેશ ક્યારેય જોઈ નહિ શકે, જે વિશે મેં તેઓના પિતાઓ આગળ સમ ખાધા હતા. હા, જેઓ મારું અપમાન કરે છે તેઓમાંથી એક પણ માણસ એ દેશ જોઈ નહિ શકે.+ ૨૪ પણ મારો સેવક કાલેબ+ તેઓ કરતાં એકદમ અલગ છે અને તે પૂરા દિલથી મારી પાછળ ચાલતો રહ્યો છે. તે જે દેશમાં ગયો હતો, એ દેશમાં હું તેને ચોક્કસ લઈ જઈશ અને તેનો વંશજ એનો વારસો પામશે.+ ૨૫ એ દેશની ખીણમાં* અમાલેકીઓ અને કનાનીઓ+ વસે છે, માટે તમે આવતી કાલે પાછા ફરો અને લાલ સમુદ્રને રસ્તે વેરાન પ્રદેશમાં જાઓ.”+
૨૬ પછી યહોવાએ મૂસા અને હારુનને કહ્યું: ૨૭ “આ દુષ્ટ લોકો ક્યાં સુધી મારી વિરુદ્ધ કચકચ કર્યા કરશે?+ ઇઝરાયેલીઓ મારી વિરુદ્ધ જે કચકચ કરે છે,+ એ મેં સાંભળી છે. ૨૮ તેઓને જણાવ, ‘યહોવા કહે છે, “મારા સમ,* તમે જે બોલ્યા છો, એ જ હું તમારી સાથે કરીશ!+ ૨૯ આ વેરાન પ્રદેશમાં તમારી લાશો પડશે.+ જેઓની ઉંમર ૨૦ વર્ષ કે એથી વધુ છે અને જેઓની નોંધણી કરવામાં આવી હતી એ બધા, હા, મારી વિરુદ્ધ કચકચ કરનારા બધા માર્યા જશે.+ ૩૦ યફૂન્નેહના દીકરા કાલેબ અને નૂનના દીકરા યહોશુઆ+ સિવાય કોઈ પણ એ દેશમાં પ્રવેશી નહિ શકે,+ જેમાં તમને વસાવવાના મેં સમ ખાધા હતા.
૩૧ “‘“પણ જે બાળકો વિશે તમે કહ્યું હતું કે તેઓને લૂંટી લેવામાં આવશે,+ એ બાળકોને હું એ દેશમાં લઈ જઈશ. તમે જે દેશનો નકાર કર્યો છે,+ એ દેશમાં તેઓ વસશે.* ૩૨ પણ આ વેરાન પ્રદેશમાં તમારી લાશો પડશે. ૩૩ હવે તમારા દીકરાઓ ૪૦ વર્ષ સુધી+ વેરાન પ્રદેશમાં ઘેટાં-બકરાં ચરાવશે. વેરાન પ્રદેશમાં તમારામાંના છેલ્લા માણસની લાશ નહિ પડે ત્યાં સુધી+ તેઓ તમારી બેવફાઈની* સજા ભોગવશે. ૩૪ તમે ૪૦ દિવસ+ ફરીને એ દેશની જાસૂસી કરી હતી; તેથી એક દિવસ માટે એક વર્ષને હિસાબે ૪૦ વર્ષ સુધી+ તમે તમારા અપરાધની સજા ભોગવશો. ત્યારે તમને ખબર પડશે કે, મારી વિરુદ્ધ જવાનું* કેવું પરિણામ આવે છે!
૩૫ “‘“હું યહોવા એ બોલ્યો છું. આ દુષ્ટ લોકો, એટલે કે જે લોકો મારી વિરુદ્ધ થયા છે તેઓના હું આવા હાલ કરીશ: આ વેરાન પ્રદેશમાં તેઓનો અંત આવશે, તેઓ અહીં જ મરણ પામશે.+ ૩૬ જે માણસોને મૂસાએ દેશની જાસૂસી માટે મોકલ્યા હતા અને જેઓએ પાછા આવીને ખરાબ અહેવાલ આપ્યો હતો+ અને લોકોને મૂસા વિરુદ્ધ કચકચ કરવા ઉશ્કેર્યા હતા, ૩૭ હા, જે માણસોએ એ દેશ વિશે ખરાબ અહેવાલ આપ્યો હતો, તેઓને સજા મળશે અને તેઓ યહોવા આગળ માર્યા જશે.+ ૩૮ પણ દેશની જાસૂસી કરવા ગયા હતા, તેઓમાંથી ફક્ત નૂનનો દીકરો યહોશુઆ અને યફૂન્નેહનો દીકરો કાલેબ ચોક્કસ જીવતા રહેશે.”’”+
૩૯ જ્યારે મૂસાએ સર્વ ઇઝરાયેલીઓને એ જણાવ્યું, ત્યારે તેઓએ ભારે શોક કર્યો. ૪૦ એટલું જ નહિ, તેઓ સવારે વહેલા ઊઠ્યા અને પર્વતના શિખર પર જવા લાગ્યા. તેઓએ એકબીજાને કહ્યું: “આપણે પાપ કર્યું છે.+ પણ હવે આપણે એ દેશમાં જવા તૈયાર છીએ, જે વિશે યહોવાએ કહ્યું છે.” ૪૧ પણ મૂસાએ કહ્યું: “તમે યહોવાના હુકમની ઉપરવટ કેમ જાઓ છો? તમે સફળ નહિ થાઓ. ૪૨ યહોવા તમારી સાથે નથી, એટલે પર્વત પર ન જાઓ. તમે તમારા દુશ્મનો સામે હારી જશો.+ ૪૩ ત્યાં તમારે અમાલેકીઓ અને કનાનીઓનો સામનો કરવો પડશે+ અને તમે તલવારથી માર્યા જશો. તમે યહોવાના માર્ગે ચાલવાનું છોડી દીધું છે, એટલે યહોવા પણ તમને સાથ નહિ આપે.”+
૪૪ તેમ છતાં, લોકો ઘમંડી બનીને પર્વતના શિખર તરફ ગયા.+ પણ યહોવાનો કરારકોશ છાવણીની વચ્ચે જ રહ્યો અને મૂસા પણ ત્યાંથી હઠ્યો નહિ.+ ૪૫ પછી એ પર્વત પર રહેતા અમાલેકીઓ અને કનાનીઓ નીચે આવ્યા અને ઇઝરાયેલીઓ પર તૂટી પડ્યા. તેઓએ ઇઝરાયેલીઓને છેક હોર્માહ સુધી નસાડી મૂક્યા.+
૧૫ યહોવાએ વધુમાં મૂસાને કહ્યું: ૨ “ઇઝરાયેલીઓને કહે: ‘જે દેશ હું તમને વસવા માટે આપું છું,+ એ દેશમાં જ્યારે તમે જાઓ ૩ અને તમારાં ઘેટાં-બકરાં કે ઢોરઢાંકમાંથી કોઈ પ્રાણીને આગમાં બાળીને યહોવા માટે અર્પણ ચઢાવો, જેથી એની સુવાસથી યહોવા ખુશ* થાય,+ પછી ભલે એ અગ્નિ-અર્પણ+ કે ખાસ માનતા માટેનું અર્પણ કે સ્વેચ્છા-અર્પણ+ કે તહેવાર વખતે ચઢાવવાનું અર્પણ+ હોય, ૪ ત્યારે પ્રાણીના અર્પણ સાથે તમે યહોવાને અનાજ-અર્પણ પણ ચઢાવો. અનાજ-અર્પણ તરીકે તમે એક ઓમેર* મેંદો આપો,+ જેમાં પા હીન* તેલ મેળવેલું હોય. ૫ જ્યારે પણ તમે અગ્નિ-અર્પણ ચઢાવો+ અથવા ઘેટાના નર બચ્ચાનું અર્પણ ચઢાવો, ત્યારે એની સાથે તમે દ્રાક્ષદારૂ-અર્પણ તરીકે પા હીન દ્રાક્ષદારૂ પણ ચઢાવો. ૬ અથવા જો તમે નર ઘેટો ચઢાવો, તો એની સાથે અનાજ-અર્પણ માટે બે ઓમેર* મેંદો ચઢાવો, જેમાં પોણો હીન તેલ મેળવેલું હોય. ૭ એની સાથે તમે દ્રાક્ષદારૂ-અર્પણ તરીકે પોણો હીન દ્રાક્ષદારૂ પણ ચઢાવો, જેથી એની સુવાસથી યહોવા ખુશ થાય.
૮ “‘પણ જો તમે અગ્નિ-અર્પણ માટે+ કે ખાસ માનતા પૂરી કરવા માટે+ અથવા શાંતિ-અર્પણ માટે યહોવાને નર પ્રાણી ચઢાવો,+ ૯ તો પ્રાણીના અર્પણ સાથે તમે અનાજ-અર્પણ પણ ચઢાવો.+ અનાજ-અર્પણ તરીકે તમે ત્રણ ઓમેર* મેંદો આપો, જેમાં અડધો હીન તેલ મેળવેલું હોય. ૧૦ એની સાથે તમે દ્રાક્ષદારૂ-અર્પણ તરીકે+ અડધો હીન દ્રાક્ષદારૂ પણ ચઢાવો. એને આગમાં ચઢાવવાના અર્પણ તરીકે રજૂ કરો, જેથી એની સુવાસથી યહોવા ખુશ થાય. ૧૧ જ્યારે પણ તમે આખલો કે નર ઘેટો કે ઘેટાનું નર બચ્ચું કે બકરો ચઢાવો, ત્યારે એમ જ કરો. ૧૨ ભલે તમે ગમે તેટલાં પ્રાણીઓ ચઢાવો, પણ એની સંખ્યા પ્રમાણે તમે અનાજ-અર્પણ અને દ્રાક્ષદારૂ-અર્પણ ચઢાવો. ૧૩ દરેક ઇઝરાયેલીએ એ પ્રમાણે આગમાં ચઢાવવાનું અર્પણ આપવું, જેથી એની સુવાસથી યહોવા ખુશ થાય.
૧૪ “‘તમારી વચ્ચે રહેનાર કોઈ પરદેશી અથવા પેઢીઓથી તમારી સાથે રહેતો કોઈ માણસ જો આગમાં ચઢાવવાનું અર્પણ ઈશ્વરને આપે, તો તેણે ઇઝરાયેલીઓની જેમ જ અર્પણ ચઢાવવું,+ જેથી એની સુવાસથી યહોવા ખુશ થાય. ૧૫ તમારા માટે અને તમારી વચ્ચે રહેતા પરદેશીઓ માટે એક જ નિયમ છે. તમને અને તમારા વંશજોને એ નિયમ હંમેશ માટે લાગુ પડે છે. યહોવા આગળ તમે અને પરદેશી બંને સરખા જ છો.+ ૧૬ તમારા માટે અને તમારી વચ્ચે રહેતા પરદેશી માટે એક જ નિયમ અને એક જ કાયદા-કાનૂન છે.’”
૧૭ યહોવાએ મૂસાને આગળ કહ્યું: ૧૮ “ઇઝરાયેલીઓને કહે, ‘જે દેશમાં હું તમને લઈ જાઉં છું, એમાં જ્યારે તમે જાઓ ૧૯ અને એ દેશની ઊપજ ખાઓ,+ ત્યારે તમે યહોવાને અર્પણ ચઢાવો. ૨૦ તમારી પ્રથમ ઊપજના*+ કકરા દળેલા લોટમાંથી રોટલી* બનાવીને અર્પણ તરીકે ચઢાવો. જેવી રીતે તમે ખળીના* અનાજનું અર્પણ ચઢાવો છો, એવી જ રીતે તમે આ રોટલીનું અર્પણ કરો. ૨૧ આમ, તમારી પ્રથમ ઊપજના અમુક અનાજને કકરું દળો અને એને પેઢી દર પેઢી યહોવાને અર્પણ કરો.
૨૨ “‘હવે જો તમે ભૂલ કરો અને યહોવાએ મૂસા દ્વારા આપેલી બધી આજ્ઞાઓ પાળવાનું ચૂકી જાઓ, ૨૩ હા, એ સર્વ આજ્ઞાઓ જે યહોવાએ મૂસા દ્વારા આપી છે અને યહોવાએ આપી એ દિવસથી જ તમને અને તમારી આવનારી પેઢીઓને લાગુ પડે છે, તો આમ કરજો: ૨૪ જો વ્યક્તિથી થયેલી ભૂલ વિશે મંડળ કંઈ જાણતું ન હોય, પણ પછી એ વિશે જાણ થાય, તો આખું મંડળ અગ્નિ-અર્પણ તરીકે એક આખલો ચઢાવે, જેથી એની સુવાસથી યહોવા ખુશ થાય. મંડળ એની સાથે નિયમ પ્રમાણે અનાજ-અર્પણ અને દ્રાક્ષદારૂ-અર્પણ પણ ચઢાવે.+ તેમ જ, પાપ-અર્પણ માટે એક બકરો ચઢાવે.+ ૨૫ આ રીતે, યાજક ઇઝરાયેલીઓના આખા મંડળ માટે પ્રાયશ્ચિત્ત કરે અને તેઓની ભૂલ માફ કરવામાં આવશે,+ કેમ કે એ અજાણતાં થઈ હતી. તેમ જ, તેઓએ યહોવા માટે આગમાં ચઢાવવાનું અર્પણ અને પોતાની ભૂલ માટે યહોવા આગળ પાપ-અર્પણ રજૂ કર્યાં છે. ૨૬ ઇઝરાયેલીઓના આખા મંડળને અને તેઓ વચ્ચે રહેતા પરદેશીઓને માફ કરવામાં આવશે, કેમ કે તેઓથી એ ભૂલ અજાણતાં થઈ હતી.
૨૭ “‘જો કોઈ વ્યક્તિ ભૂલથી કોઈ પાપ કરી બેસે, તો તે પાપ-અર્પણ માટે એક વર્ષની બકરી ચઢાવે.+ ૨૮ પછી તે વ્યક્તિએ યહોવા સામે અજાણતાં કરેલા પાપ માટે યાજક પ્રાયશ્ચિત્ત કરશે અને તેનું પાપ માફ કરવામાં આવશે.+ ૨૯ અજાણતાં પાપ થયું હોય એ કિસ્સામાં ઇઝરાયેલી માટે અને તમારી વચ્ચે રહેતા પરદેશી માટે એક જ નિયમ છે.+
૩૦ “‘પણ જો કોઈ ઇઝરાયેલી કે પરદેશી જાણીજોઈને પાપ કરે,+ તો તે યહોવાની નિંદા કરે છે. તે માણસને તમે ચોક્કસ મારી નાખો. ૩૧ તેણે યહોવાના વચનને તુચ્છ ગણ્યું છે અને તેમનો નિયમ તોડ્યો છે. એટલે તેને ચોક્કસ મારી નાખો.+ તેણે પોતાના પાપની સજા ભોગવવી પડશે.’”+
૩૨ ઇઝરાયેલીઓ વેરાન પ્રદેશમાં હતા ત્યારે, તેઓએ એક માણસને સાબ્બાથના* દિવસે+ લાકડાં વીણતો જોયો. ૩૩ જેઓએ તેને લાકડાં વીણતાં જોયો હતો, તેઓ તેને મૂસા, હારુન અને આખા મંડળ પાસે લઈ આવ્યા. ૩૪ તેઓએ તેને પહેરા હેઠળ રાખ્યો,+ કેમ કે તેની સાથે શું કરવું એ વિશે નિયમમાં સાફ સાફ જણાવ્યું ન હતું.
૩૫ યહોવાએ મૂસાને કહ્યું: “એ માણસ ચોક્કસ માર્યો જાય.+ બધા લોકો તેને છાવણીની બહાર પથ્થરે મારી નાખે.”+ ૩૬ તેથી બધા લોકો તેને છાવણીની બહાર લઈ ગયા અને તેને પથ્થરે મારી નાખ્યો. યહોવાએ મૂસાને આજ્ઞા આપી હતી એ પ્રમાણે જ તેઓએ કર્યું.
૩૭ યહોવાએ વધુમાં મૂસાને કહ્યું: ૩૮ “ઇઝરાયેલીઓને કહે કે, તેઓ પેઢી દર પેઢી પોતાનાં વસ્ત્રોની કિનારીએ ઝાલર લગાવે અને એ ઝાલરની ઉપર ભૂરા રંગનો દોરો ગૂંથે.+ ૩૯ ‘તમે એ ઝાલર જરૂર લગાવો, જેથી તમે એને જુઓ ત્યારે યહોવાની બધી આજ્ઞાઓ યાદ કરો અને એને પાળો.+ તમે તમારાં હૃદયો અને આંખોની ઇચ્છા પ્રમાણે ન ચાલો, કેમ કે એ તમને બેવફા બનવા* તરફ દોરી જશે.+ ૪૦ મેં તમને એ આજ્ઞા આપી છે, જેથી તમે મારા નિયમો યાદ રાખી શકો અને એને પાળી શકો તેમજ તમારા ઈશ્વર માટે પોતાને પવિત્ર રાખી શકો.+ ૪૧ હું યહોવા તમારો ઈશ્વર છું. હું તમને ઇજિપ્ત દેશમાંથી બહાર લાવ્યો છું, જેથી સાબિત કરું કે હું તમારો ઈશ્વર છું.+ હું યહોવા તમારો ઈશ્વર છું.’”+
૧૬ પછી કોરાહ, દાથાન, અબીરામ અને ઓન ભેગા મળ્યા. કોરાહ+ યિસ્હારનો દીકરો+ હતો, જે કહાથનો દીકરો,+ જે લેવીનો દીકરો+ હતો. દાથાન અને અબીરામ અલીઆબના દીકરાઓ+ હતા. ઓન પેલેથનો દીકરો હતો, જે રૂબેનના દીકરાઓમાંથી+ હતો. ૨ તેઓ બીજા ૨૫૦ ઇઝરાયેલી પુરુષો સાથે મળીને મૂસા વિરુદ્ધ થયા. એ પુરુષો ઇઝરાયેલના મુખીઓ, મંડળના નિયુક્ત કરાયેલા લોકો અને આગેવાનો હતા. ૩ તેઓ ભેગા મળીને મૂસા અને હારુનની વિરુદ્ધ થયા+ અને તેઓને કહ્યું: “બસ, હવે બહુ થયું! આખું મંડળ, હા, બધા લોકો પવિત્ર છે+ અને યહોવા તેઓની મધ્યે છે.+ તો પછી, તમે યહોવાના મંડળ કરતાં પોતાને કેમ મહાન ગણો છો?”
૪ એ સાંભળ્યું ત્યારે મૂસાએ તરત જ ઘૂંટણિયે પડીને જમીન સુધી માથું નમાવ્યું. ૫ પછી મૂસાએ કોરાહ અને તેના સાથીઓને કહ્યું: “સવારે યહોવા જાહેર કરશે કે, કોણ તેમનું છે,+ કોણ પવિત્ર છે અને કોણે તેમની નજીક જવું જોઈએ.+ તે જેને પણ પસંદ કરશે,+ તે તેમની નજીક જશે. ૬ કોરાહ, તારે અને તારા બધા સાથીઓએ+ આમ કરવું: તમે અગ્નિપાત્રો લો+ ૭ અને આવતી કાલે સવારે યહોવા આગળ એમાં અગ્નિ મૂકો અને એના પર ધૂપ મૂકો. યહોવા જે માણસને પસંદ કરશે,+ એ પવિત્ર ઠરશે. હે લેવીના દીકરાઓ,+ તમે તો હદ કરી દીધી છે!”
૮ પછી મૂસાએ કોરાહને કહ્યું: “લેવીના દીકરાઓ, મારું સાંભળો. ૯ ઇઝરાયેલના ઈશ્વરે તમને ઇઝરાયેલીઓ મધ્યેથી અલગ કર્યા છે+ અને યહોવાના મંડપ આગળ સેવા કરવા તમને નજીક બોલાવ્યા છે. તેમણે તમને બધા ઇઝરાયેલીઓની સેવા કરવા પણ ઊભા કર્યા છે.+ તો શું તમારા માટે એ નાનીસૂની વાત છે? ૧૦ ઈશ્વરે તને અને તારા ભાઈઓને, એટલે કે લેવીના દીકરાઓને પોતાની નજીક બોલાવ્યા છે, શું એ નજીવી વાત છે? હવે શું તમે યાજકપદ પણ છીનવી લેવા માંગો છો?+ ૧૧ એ જ કારણે, તું અને તારા સાથીઓ ભેગા મળીને યહોવાની વિરુદ્ધ થયા છો. અને હારુન કોણ કે તમે તેની વિરુદ્ધ કચકચ કરો છો?”+
૧૨ પછી મૂસાએ અલીઆબના દીકરાઓ દાથાન અને અબીરામને+ બોલાવ્યા. પણ તેઓએ કહ્યું: “અમે નહિ આવીએ! ૧૩ અહીં વેરાન પ્રદેશમાં મારી નાખવા માટે+ તું અમને દૂધ-મધની રેલમછેલવાળા દેશમાંથી બહાર લઈ આવ્યો, શું એ પૂરતું નથી? હવે શું તું એકલો જ અમારા પર રાજ કરવા* માંગે છે? ૧૪ તું હજી સુધી અમને દૂધ-મધની રેલમછેલવાળા કોઈ દેશમાં લઈ ગયો નથી+ અથવા તેં અમને ખેતરો અને દ્રાક્ષાવાડીઓનો વારસો પણ આપ્યો નથી. અને શું તું એમ ચાહે છે કે લોકો આંધળાની જેમ તારી પાછળ પાછળ ચાલે?* અમે તારી પાસે નથી આવવાના!”
૧૫ એ સાંભળીને મૂસા ખૂબ ગુસ્સે ભરાયો. તેણે યહોવાને કહ્યું: “તેઓનાં અનાજ-અર્પણ સ્વીકારશો નહિ. મેં તેઓનું એક પણ ગધેડું લીધું નથી કે પછી તેઓમાંના એક પણ માણસને નુકસાન પહોંચાડ્યું નથી.”+
૧૬ પછી મૂસાએ કોરાહને કહ્યું: “આવતી કાલે તું અને તારા સાથીઓ યહોવા આગળ હાજર થાઓ. તું, તારા સાથીઓ અને હારુન તમે બધા હાજર થાઓ. ૧૭ તમે દરેક પોતપોતાનું અગ્નિપાત્ર લો અને એમાં ધૂપ મૂકો. પછી યહોવા સામે ૨૫૦ પુરુષો પોતપોતાનું અગ્નિપાત્ર રજૂ કરે. તું અને હારુન પણ પોતપોતાનું અગ્નિપાત્ર લો.” ૧૮ તેથી એ દરેકે પોતપોતાનું અગ્નિપાત્ર લીધું, એમાં અગ્નિ લીધો અને એના પર ધૂપ મૂક્યો. પછી મૂસા અને હારુન સાથે તેઓ મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ ઊભા રહ્યા. ૧૯ કોરાહે પોતાના સાથીઓને+ મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ મૂસા અને હારુન વિરુદ્ધ ભેગા કર્યા ત્યારે, આખા મંડળ આગળ યહોવાનું ગૌરવ પ્રગટ થયું.+
૨૦ પછી યહોવાએ મૂસા અને હારુનને કહ્યું: ૨૧ “એ ટોળામાંથી તમે પોતાને અલગ કરો, જેથી એક પળમાં હું તેઓનો વિનાશ કરી નાખું.”+ ૨૨ ત્યારે તેઓએ પોતાનાં માથાં જમીન સુધી નમાવ્યાં અને કહ્યું: “હે ઈશ્વર, બધા લોકોને જીવન* આપનાર ઈશ્વર,+ શું એક માણસના પાપને લીધે તમે આખા મંડળ પર ગુસ્સે ભરાશો?”+
૨૩ યહોવાએ મૂસાને કહ્યું: ૨૪ “ઇઝરાયેલીઓને કહે, ‘કોરાહ, દાથાન અને અબીરામના+ તંબુ પાસેથી દૂર જતા રહો!’”
૨૫ મૂસા પછી દાથાન અને અબીરામ પાસે ગયો. ઇઝરાયેલના વડીલો+ પણ મૂસા સાથે ગયા. ૨૬ મૂસાએ ઇઝરાયેલીઓને કહ્યું: “આ દુષ્ટ માણસોના તંબુ પાસેથી દૂર ખસી જાઓ અને તેઓની એક પણ વસ્તુને અડકશો નહિ. નહિતર, તેઓનાં પાપને લીધે તમારો પણ નાશ થઈ જશે.” ૨૭ તેઓ તરત જ કોરાહ, દાથાન અને અબીરામના તંબુની ચારે બાજુથી દૂર ખસી ગયા. પછી દાથાન અને અબીરામ પોતપોતાની પત્નીઓ, દીકરાઓ અને તેઓનાં નાનાં બાળકો સાથે તંબુમાંથી બહાર નીકળીને એના બારણે ઊભા રહ્યા.
૨૮ પછી મૂસાએ કહ્યું: “આજે તમે જાણશો કે, આ બધું હું મારી મરજીથી* નથી કરતો, પણ એ કરવા યહોવાએ મને મોકલ્યો છે. ૨૯ જો આ માણસો બીજા માણસોની જેમ જ કુદરતી રીતે મરે અને તેઓને એ જ સજા મળે જે બીજા મનુષ્યોને મળે છે, તો જાણજો કે યહોવાએ મને નથી મોકલ્યો.+ ૩૦ પણ જો યહોવા કંઈક આશ્ચર્યજનક કામ કરે અને ધરતી પોતાનું મોં ઉઘાડીને તેઓને અને તેઓની બધી વસ્તુઓને ગળી જાય અને તેઓ પોતે જીવતેજીવ કબરમાં* ઊતરી જાય, તો તમે ચોક્કસ જાણજો કે આ પુરુષોએ યહોવાનું અપમાન કર્યું છે.”
૩૧ મૂસાએ બોલવાનું પૂરું કર્યું કે તરત જ એ માણસોના પગ નીચે ધરતી ફાટી ગઈ.+ ૩૨ ધરતી પોતાનું મોં ઉઘાડીને તેઓને, તેઓનાં કુટુંબોને, કોરાહનાં કુટુંબોને+ અને તેઓની બધી માલ-મિલકતને ગળી ગઈ. ૩૩ તેઓ અને તેઓની સાથેના લોકો જીવતેજીવ કબરમાં* ઊતરી ગયાં અને ધરતીએ તેઓને ઢાંકી દીધાં. આમ સમાજમાંથી* તેઓનું નામનિશાન ભૂંસાઈ ગયું.+ ૩૪ તેઓની ચીસો સાંભળીને આજુબાજુ ઊભેલા ઇઝરાયેલીઓ નાસી છૂટ્યા. તેઓ કહેવા લાગ્યા: “અમને ડર છે કે, ધરતી અમને પણ ગળી જશે!” ૩૫ પછી યહોવા પાસેથી અગ્નિ આવ્યો+ અને ધૂપ ચઢાવતા ૨૫૦ પુરુષોને ભરખી ગયો.+
૩૬ યહોવાએ મૂસાને કહ્યું: ૩૭ “હારુન યાજકના દીકરા એલઆઝારને કહે કે અગ્નિમાંથી અગ્નિપાત્રો લઈ લે,+ કેમ કે એ પવિત્ર છે. તેને એમ પણ કહે કે, તે અંગારાને કોઈ દૂર જગ્યાએ આમતેમ વિખેરી નાખે. ૩૮ જે પુરુષોએ પાપ કરીને પોતાનો જીવ ગુમાવ્યો હતો,* તેઓનાં અગ્નિપાત્રોમાંથી ધાતુનાં પતરાં બનાવ અને એનાથી વેદીને મઢ.+ તેઓએ એ અગ્નિપાત્રો યહોવા આગળ રજૂ કર્યાં હતાં, એટલે એ પવિત્ર છે. એ ઇઝરાયેલીઓ માટે નિશાની થશે.”+ ૩૯ જે માણસો અગ્નિથી ભસ્મ થઈ ગયા હતા, તેઓએ રજૂ કરેલાં તાંબાનાં અગ્નિપાત્રો એલઆઝાર યાજકે લીધાં અને એને ટીપીને એનાથી વેદી મઢી. ૪૦ એ ઇઝરાયેલીઓને યાદ અપાવતું કે, હારુનનો વંશજ ન હોય એવો કોઈ પણ અજાણ્યો માણસ યહોવા આગળ ધૂપ ચઢાવવા ન આવે+ અને કોઈ પણ માણસ કોરાહ અને તેના સાથીઓ જેવો ન બને.+ યહોવાએ મૂસા દ્વારા જે કહ્યું હતું એ પ્રમાણે જ એલઆઝારે કર્યું.
૪૧ બીજે જ દિવસે, બધા ઇઝરાયેલીઓ મૂસા અને હારુન વિરુદ્ધ કચકચ કરવા લાગ્યા.+ તેઓ કહેવા લાગ્યા: “તમે બંનેએ યહોવાના લોકોને મોતને ઘાટ ઉતાર્યા છે.” ૪૨ બધા ઇઝરાયેલીઓ મૂસા અને હારુન વિરુદ્ધ ભેગા થયા ત્યારે, તેઓએ મુલાકાતમંડપ તરફ જોયું અને જુઓ! વાદળ એના પર છવાઈ ગયું હતું અને યહોવાનું ગૌરવ પ્રગટ થવા લાગ્યું હતું.+
૪૩ મૂસા અને હારુન મુલાકાતમંડપ આગળ ગયા.+ ૪૪ યહોવાએ મૂસાને કહ્યું: ૪૫ “તમે બંને એ ટોળામાંથી પોતાને અલગ કરો, જેથી એક પળમાં હું તેઓનો વિનાશ કરી નાખું.”+ ત્યારે તેઓએ પોતાનાં માથાં જમીન સુધી નમાવ્યાં.+ ૪૬ મૂસાએ હારુનને કહ્યું: “અગ્નિપાત્ર લે અને વેદીમાંથી અગ્નિ લઈને એમાં મૂક+ અને એના પર ધૂપ મૂક. જલદી જ ટોળામાં જા અને તેઓ માટે પ્રાયશ્ચિત્ત કર,+ કેમ કે યહોવાનો ક્રોધ ભભૂકી ઊઠ્યો છે. જો! રોગચાળો શરૂ થઈ ગયો છે!” ૪૭ મૂસાના કહ્યા પ્રમાણે તરત જ હારુને અગ્નિપાત્ર લીધું અને લોકો વચ્ચે દોડી ગયો. અને જુઓ! લોકો પર આફત શરૂ થઈ ગઈ હતી. તેથી તેણે અગ્નિપાત્રમાં ધૂપ મૂક્યો અને લોકો માટે પ્રાયશ્ચિત્ત કરવા લાગ્યો. ૪૮ તે મરેલાઓ અને જીવતાઓની વચ્ચે ઊભો રહ્યો અને ધીરે ધીરે રોગચાળો બંધ થયો. ૪૯ કોરાહને લીધે મરણ પામ્યા હતા એ ઉપરાંત આ રોગચાળાને લીધે ૧૪,૭૦૦ લોકો મરી ગયા. ૫૦ રોગચાળો બંધ થઈ ગયો પછી, હારુન મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ મૂસા પાસે પાછો આવ્યો.
૧૭ હવે યહોવાએ મૂસાને કહ્યું:૨ “ઇઝરાયેલીઓ સાથે વાત કર અને તેઓના દરેક કુળ માટે,* એટલે કે દરેક કુળના મુખી માટે એક એક લાકડી લે.+ આમ, તું ૧૨ લાકડીઓ લે અને દરેક મુખીનું નામ એની લાકડી પર લખ. ૩ તું લેવીની લાકડી પર હારુનનું નામ લખ, કેમ કે દરેક કુળના મુખી માટે એક લાકડી છે. ૪ એ બધી લાકડીઓને મુલાકાતમંડપમાં સાક્ષીકોશ આગળ મૂક,+ જ્યાં હું નિયમિત તમારા બધા સામે પ્રગટ થાઉં છું.+ ૫ જે માણસને હું પસંદ કરીશ+ એની લાકડી પર કળીઓ આવશે. આમ, હું ઇઝરાયેલીઓની કચકચ બંધ કરીશ, જે તેઓ મારી+ અને તારી વિરુદ્ધ કરે છે.”+
૬ તેથી મૂસાએ ઇઝરાયેલીઓ સાથે વાત કરી અને તેઓના બધા મુખીઓએ તેને લાકડીઓ આપી. દરેક કુળના મુખી માટે એક, એમ તેઓએ ૧૨ લાકડીઓ તેને આપી. હારુનની લાકડી પણ એમાં હતી. ૭ પછી મૂસાએ એ બધી લાકડીઓ સાક્ષીકોશના મંડપમાં યહોવા આગળ મૂકી.
૮ બીજે દિવસે, મૂસા સાક્ષીકોશના મંડપમાં ગયો ત્યારે, જુઓ! હારુનની લાકડીને, જે લેવીના કુટુંબ માટે હતી, એને કળીઓ આવી હતી, ફૂલો ખીલ્યાં હતાં અને પાકી બદામો લાગી હતી. ૯ પછી મૂસાએ યહોવા આગળથી બધી લાકડીઓ લીધી અને બધા ઇઝરાયેલીઓ પાસે એ લાવ્યો. બધા લોકોએ એ લાકડીઓ જોઈ અને દરેક માણસે પોતાની લાકડી લીધી.
૧૦ પછી યહોવાએ મૂસાને કહ્યું: “હારુનની લાકડી+ સાક્ષીકોશ આગળ પાછી મૂક. એ લાકડી બળવાખોર લોકો માટે+ નિશાની થશે,+ જેથી તેઓ મારી વિરુદ્ધ કચકચ કરવાનું બંધ કરે અને માર્યા ન જાય.” ૧૧ મૂસાએ તરત જ યહોવાની આજ્ઞા પ્રમાણે કર્યું. તેણે એમ જ કર્યું.
૧૨ પછી ઇઝરાયેલીઓએ મૂસાને કહ્યું: “હવે અમે માર્યા જઈશું, અમારું ચોક્કસ આવી બન્યું, અમે બધા નાશ પામીશું! ૧૩ જે કોઈ યહોવાના મંડપની નજીક જશે, તે માર્યો જશે!+ શું અમે બધા આમ જ માર્યા જઈશું?”+
૧૮ પછી યહોવાએ હારુનને કહ્યું: “પવિત્ર જગ્યા+ વિશેનો કોઈ નિયમ તૂટે તો એ માટે તું, તારા દીકરાઓ અને તારા પિતાનું કુટુંબ જવાબદાર ગણાશો. તમારા યાજકપદ વિશેનો કોઈ નિયમ તૂટે તો એ માટે તું અને તારા દીકરાઓ જવાબદાર ગણાશો.+ ૨ તારા પિતાના કુળના, એટલે કે લેવી કુળના તારા ભાઈઓને તારી નજીક લાવ, જેથી તેઓ તારી સાથે જોડાઈને સાક્ષીકોશના મંડપ આગળ+ તારી અને તારા દીકરાઓની સેવા કરી શકે.+ ૩ તું તેઓને જે કંઈ કામ સોંપશે, એ બધાં કામ તેઓ કરશે. તેમ જ, મંડપને લગતાં બધાં કામ તેઓ કરશે.+ પણ તેઓ પવિત્ર જગ્યાનાં વાસણોની અને વેદીની નજીક ન આવે, નહિતર તું અને તેઓ માર્યા જશો.+ ૪ તેઓ તારી સાથે જોડાશે અને મુલાકાતમંડપ તથા મંડપને લગતી બધી સેવાઓ વિશેની પોતાની જવાબદારીઓ નિભાવશે. યાજક ન હોય એવો કોઈ પણ માણસ* તમારી નજીક ન આવે.+ ૫ તમે પવિત્ર જગ્યા+ અને વેદી+ વિશેની તમારી જવાબદારીઓ નિભાવો, જેથી ઇઝરાયેલીઓ વિરુદ્ધ મારો કોપ ફરી ભડકી ન ઊઠે.+ ૬ ઇઝરાયેલીઓમાંથી હું તમારા ભાઈઓ, એટલે કે લેવીઓ તમને ભેટ તરીકે આપું છું.+ તેઓ યહોવાના છે અને મુલાકાતમંડપ આગળ સેવા કરશે.+ ૭ વેદીને લગતી અને પડદાની અંદરની વસ્તુઓને લગતી યાજકપદની સેવા માટે તું અને તારા દીકરાઓ જવાબદાર છો.+ એ સેવા તમારે કરવી.+ મેં તમને યાજકપદ ભેટ તરીકે આપ્યું છે. જો યાજક ન હોય એવો કોઈ પણ માણસ* નજીક આવે, તો તેને મારી નાખો.”+
૮ વધુમાં, યહોવાએ હારુનને કહ્યું: “જે દાનો મને આપવામાં આવે છે,+ એનો અધિકાર હું તારા હાથમાં સોંપું છું. ઇઝરાયેલીઓ જે પવિત્ર વસ્તુઓ મને દાનમાં આપે છે, એમાંથી અમુક હિસ્સો હું તને અને તારા દીકરાઓને હંમેશ માટે આપું છું.+ ૯ જે અતિ પવિત્ર અર્પણો આગમાં ચઢાવવામાં આવે છે એમાંથી અમુક હિસ્સો તારો થશે. એ અર્પણો આ છે: લોકો મને ચઢાવે છે એ દરેક અર્પણ તેમજ તેઓનાં અનાજ-અર્પણો,+ પાપ-અર્પણો+ અને દોષ-અર્પણો.+ એ હિસ્સો તારા અને તારા દીકરાઓ માટે ખૂબ પવિત્ર છે. ૧૦ તું એને સૌથી પવિત્ર જગ્યાએ ખા.+ દરેક પુરુષ એ ખાઈ શકે. એ તારા માટે પવિત્ર છે.+ ૧૧ ઇઝરાયેલીઓ દાનમાં આપે છે એ ભેટો+ અને તેઓનાં બધાં હલાવવાનાં અર્પણો+ પણ તારાં થશે. એ હિસ્સો હું તને, તારા દીકરાઓને અને તારી દીકરીઓને હંમેશ માટે આપું છું.+ તારા ઘરમાંની દરેક શુદ્ધ વ્યક્તિ એ ખાય.+
૧૨ “ઇઝરાયેલીઓ પ્રથમ ફળ*+ તરીકે જે ઉત્તમ તેલ, ઉત્તમ નવો દ્રાક્ષદારૂ અને અનાજ યહોવાને આપે છે, એ બધું હું તને આપું છું.+ ૧૩ તેઓ પોતાની જમીનની પેદાશનાં જે પ્રથમ ફળ યહોવા આગળ લાવે છે, એ તારાં થશે.+ તારા ઘરમાંની દરેક શુદ્ધ વ્યક્તિ એ ખાય.
૧૪ “ઇઝરાયેલીઓની દરેક સમર્પિત વસ્તુ* તારી થશે.+
૧૫ “ઇઝરાયેલીઓ જેને યહોવા આગળ રજૂ કરે છે, એ દરેક પ્રથમ જન્મેલો+ તારો થશે, પછી ભલે એ માણસ હોય કે પ્રાણી. પણ તું દરેક પ્રથમ જન્મેલા દીકરાને+ અને દરેક પ્રથમ જન્મેલા અશુદ્ધ પ્રાણીને* જરૂર છોડાવ.+ ૧૬ પ્રથમ જન્મેલો દીકરો એક મહિનાનો કે એનાથી મોટો થાય ત્યારે, તું છુટકારાની કિંમતથી એને છોડાવ. એ માટે તું ઠરાવેલી કિંમત પ્રમાણે પાંચ શેકેલ* ચાંદી લે,+ જે પવિત્ર જગ્યાના શેકેલના તોલમાપ* પ્રમાણે હોય. એક શેકેલ એટલે ૨૦ ગેરાહ* થાય. ૧૭ તું ફક્ત પ્રથમ જન્મેલા આખલાને કે ઘેટાના પ્રથમ જન્મેલા નર બચ્ચાને કે પ્રથમ જન્મેલા બકરાને ન છોડાવ.+ તેઓ પવિત્ર છે. તું તેઓનું લોહી વેદી પર છાંટ+ અને તેઓની ચરબી આગમાં ચઢાવવાના અર્પણ તરીકે ચઢાવ, જેથી એની સુવાસથી યહોવા ખુશ* થાય.+ ૧૮ તેઓનું માંસ તને મળશે. હલાવવાના અર્પણના પ્રાણીના છાતીના ભાગની જેમ અને જમણા પગની જેમ એ માંસ તને મળશે.+ ૧૯ ઇઝરાયેલીઓ યહોવાને જે દાન આપે છે, એ બધાં પવિત્ર દાનો+ હું તને, તારા દીકરાઓને અને તારી દીકરીઓને હંમેશ માટે આપું છું.+ એ મીઠાનો કરાર* છે, જે યહોવાએ તારી સાથે અને તારા વંશજ સાથે કાયમ માટે કર્યો છે.”
૨૦ પછી યહોવાએ હારુનને કહ્યું: “ઇઝરાયેલીઓના દેશમાં તને કોઈ વારસો નહિ મળે. તેઓ વચ્ચે તને જમીનનો કોઈ હિસ્સો નહિ મળે.+ ઇઝરાયેલીઓ મધ્યે હું તારો હિસ્સો અને તારો વારસો છું.+
૨૧ “લેવીના દીકરાઓ મુલાકાતમંડપમાં જે સેવા કરે છે, એના બદલામાં મેં તેઓને ઇઝરાયેલની દરેક વસ્તુનો દસમો ભાગ+ વારસા તરીકે આપ્યો છે. ૨૨ હવેથી ઇઝરાયેલીઓએ મુલાકાતમંડપની નજીક આવવું નહિ, નહિતર તેઓને માથે પાપનો દોષ આવશે અને તેઓ માર્યા જશે. ૨૩ લેવીઓ મુલાકાતમંડપમાં સેવા કરશે અને ઇઝરાયેલીઓના અપરાધ માટે લેવીઓએ જવાબ આપવો પડશે.+ ઇઝરાયેલીઓ મધ્યે લેવીઓ વારસો ન મેળવે,+ એ નિયમ તમારી પેઢી દર પેઢી હંમેશ માટે છે. ૨૪ કેમ કે ઇઝરાયેલીઓ દાનમાં જે દસમો ભાગ* યહોવાને આપે છે, એ મેં લેવીઓને વારસા તરીકે આપ્યો છે. એટલે જ મેં તેઓને કહ્યું છે, ‘ઇઝરાયેલીઓ મધ્યે તેઓ કોઈ વારસો ન મેળવે.’”+
૨૫ પછી યહોવાએ મૂસાને કહ્યું: ૨૬ “તું લેવીઓને કહે, ‘ઇઝરાયેલીઓ જે દસમો ભાગ આપે છે, એ મેં તમને વારસા તરીકે આપ્યો છે.+ એ દસમા ભાગનો દસમો ભાગ તમે યહોવાને દાન તરીકે આપો.+ ૨૭ એ દાન તમારા તરફથી ગણાશે, જાણે તમે પોતે તમારી ખળીના અનાજનું અર્પણ કર્યું હોય+ અથવા પુષ્કળ પ્રમાણમાં પાકેલી ઊપજમાંથી દ્રાક્ષદારૂ કે તેલનું અર્પણ કર્યું હોય એવું ગણાશે. ૨૮ આ રીતે, તમે પણ ઇઝરાયેલીઓ પાસેથી મળતા દસમા ભાગમાંથી યહોવાને દાન આપશો. યહોવાનો એ હિસ્સો તમે હારુન યાજકને આપો. ૨૯ તમને જે ભેટો મળી છે+ એમાંથી સૌથી ઉત્તમ તમે યહોવાને દાન તરીકે આપો, જે પવિત્ર ગણાશે.’
૩૦ “તું લેવીઓને આ પણ કહે, ‘તમને મળેલી વસ્તુઓમાંથી જ્યારે તમે સૌથી ઉત્તમ વસ્તુઓ દાનમાં આપશો, ત્યારે બાકીની વસ્તુઓ તમારી લેવીઓની ગણાશે. એ જાણે તમારી પોતાની ખળીનું અનાજ હોય અથવા તમારી જ પેદાશનો દ્રાક્ષદારૂ કે તેલ હોય એમ ગણાશે. ૩૧ તમારો એ હિસ્સો તમે અને તમારા કુટુંબીજનો ગમે એ જગ્યાએ ખાઈ શકો, કેમ કે મુલાકાતમંડપમાં તમે જે સેવા કરો છો એનું એ વેતન છે.+ ૩૨ જ્યાં સુધી તમને મળેલી વસ્તુઓમાંથી ઉત્તમ વસ્તુઓ તમે દાનમાં આપતા રહેશો, ત્યાં સુધી તમારા માથે પાપનો દોષ નહિ આવે. ઇઝરાયેલીઓની પવિત્ર વસ્તુઓને તમે ભ્રષ્ટ ન કરો, નહિતર તમે માર્યા જશો.’”+
૧૯ યહોવાએ ફરીથી મૂસા અને હારુન સાથે વાત કરતા કહ્યું: ૨ “આ નિયમ યહોવાએ આપ્યો છે, ‘ઇઝરાયેલીઓને કહો કે, તમારા માટે તેઓ ખોડખાંપણ વગરની+ એક લાલ ગાય* લે, જેના પર કદી ઝૂંસરી* મૂકવામાં આવી ન હોય. ૩ તમે એ ગાય એલઆઝાર યાજકને આપો. તે એને છાવણી બહાર લઈ જાય અને એ ગાય તેની આગળ કાપવામાં આવે. ૪ પછી એલઆઝાર યાજક એનું થોડું લોહી પોતાની આંગળી પર લે અને એને મુલાકાતમંડપના પ્રવેશદ્વાર તરફ સાત વાર છાંટે.+ ૫ તેના દેખતાં ગાયને બાળવામાં આવે. એનું ચામડું, માંસ, લોહી અને છાણ પણ બાળવામાં આવે.+ ૬ પછી યાજક દેવદારનું લાકડું, મરવો છોડની* ડાળી+ અને લાલ કપડું લઈને એ આગમાં નાખે, જેમાં ગાયને બાળવામાં આવી રહી છે. ૭ પછી યાજક પોતાનાં કપડાં ધૂએ અને સ્નાન કરે. ત્યાર બાદ, તે છાવણીમાં આવી શકે; પણ તે સાંજ સુધી અશુદ્ધ ગણાય.
૮ “‘જે માણસ ગાયને બાળે, તે પોતાનાં કપડાં ધૂએ અને સ્નાન કરે. તે સાંજ સુધી અશુદ્ધ ગણાય.
૯ “‘શુદ્ધ માણસ ગાયની રાખ+ ભેગી કરે અને છાવણી બહાર શુદ્ધ જગ્યાએ એનો ઢગલો કરે. એ રાખ સાચવી મૂકવી, જેથી ઇઝરાયેલીઓ માટે શુદ્ધિકરણનું પાણી બનાવવા એનો ઉપયોગ થાય.+ એ ગાય પાપ-અર્પણ છે. ૧૦ જે માણસ ગાયની રાખ ભેગી કરે, તે પોતાનાં કપડાં ધૂએ અને સાંજ સુધી અશુદ્ધ ગણાય.
“‘ઇઝરાયેલીઓ અને તેઓ મધ્યે રહેતા પરદેશીઓ માટે આ નિયમ હંમેશ માટે છે:+ ૧૧ શબને અડકનાર માણસ સાત દિવસ સુધી અશુદ્ધ ગણાય.+ ૧૨ એવા માણસે ત્રીજા દિવસે પાણીથી શુદ્ધિકરણ કરવું અને સાતમા દિવસે તે શુદ્ધ ગણાશે. જો તે ત્રીજા દિવસે શુદ્ધિકરણ ન કરે, તો તે સાતમા દિવસે શુદ્ધ ગણાશે નહિ. ૧૩ જો કોઈ માણસ કોઈ શબને અડકે અને પોતાને શુદ્ધ ન કરે, તો તે યહોવાના મંડપને ભ્રષ્ટ કરે છે.+ એવા માણસને મારી નાખો.+ તે અશુદ્ધ છે, કેમ કે શુદ્ધિકરણનું પાણી+ તેના પર છાંટવામાં આવ્યું નથી. તે અશુદ્ધ જ રહેશે.
૧૪ “‘જો કોઈ માણસ તંબુમાં મરણ પામે, તો એ માટે આ નિયમ છે: તંબુમાં જનાર અને તંબુમાં પહેલેથી જ હાજર હોય, એ બધા લોકો સાત દિવસ સુધી અશુદ્ધ ગણાય. ૧૫ એવું દરેક ખુલ્લું વાસણ જેના પર ઢાંકણ* ઢાંક્યું ન હોય એ અશુદ્ધ ગણાય.+ ૧૬ જો ખુલ્લી જગ્યામાં કોઈ માણસ કોઈ શબને કે તલવારથી માર્યા ગયેલા માણસને કે માણસના હાડકાને કે કબરને અડકે, તો તે સાત દિવસ સુધી અશુદ્ધ ગણાય.+ ૧૭ અશુદ્ધ માણસ માટે તેઓ પાપ-અર્પણ તરીકે બાળવામાં આવેલી ગાયની થોડી રાખ લે, એને એક વાસણમાં મૂકે અને એના પર ઝરાનું તાજું પાણી રેડે. ૧૮ પછી એક શુદ્ધ માણસ+ મરવો છોડની ડાળી લે+ અને એને પાણીમાં બોળે. એનાથી તે તંબુ પર, તંબુની અંદરનાં બધાં વાસણો પર અને તંબુની અંદરના બધા લોકો પર પાણી છાંટે. તે એવા માણસ ઉપર પણ પાણી છાંટે, જે હાડકાને કે માર્યા ગયેલા માણસને કે શબને કે કબરને અડક્યો હોય. ૧૯ શુદ્ધ માણસ ત્રીજા અને સાતમા દિવસે અશુદ્ધ માણસ પર પાણી છાંટે. તે અશુદ્ધ માણસને સાતમા દિવસે તેના પાપથી શુદ્ધ કરે.+ પછી અશુદ્ધ માણસ પોતાનાં કપડાં ધૂએ, સ્નાન કરે અને સાંજે તે શુદ્ધ થશે.
૨૦ “‘પણ જો અશુદ્ધ માણસ પોતાને શુદ્ધ ન કરે, તો તેને મારી નાખો,+ કેમ કે તેણે યહોવાની પવિત્ર જગ્યાને ભ્રષ્ટ કરી છે. શુદ્ધિકરણનું પાણી તેના પર છાંટવામાં આવ્યું નથી, માટે તે અશુદ્ધ છે.
૨૧ “‘આ નિયમ હંમેશ માટે લાગુ પડે છે: શુદ્ધિકરણનું પાણી+ છાંટનાર માણસ પોતાનાં કપડાં ધૂએ. શુદ્ધિકરણના પાણીને અડકનાર દરેક માણસ સાંજ સુધી અશુદ્ધ ગણાય. ૨૨ અશુદ્ધ માણસ જે કંઈ વસ્તુને અડકે, એ અશુદ્ધ ગણાય. બીજો કોઈ માણસ એ વસ્તુને અડકે તો, તે પણ સાંજ સુધી અશુદ્ધ ગણાય.’”+
૨૦ પહેલા મહિને બધા ઇઝરાયેલીઓ ઝીનના વેરાન પ્રદેશમાં આવ્યા અને કાદેશમાં રહેવા લાગ્યા.+ ત્યાં મરિયમ+ મરણ પામી અને તેને દફનાવવામાં આવી.
૨ હવે ત્યાં પાણી ન હતું,+ એટલે લોકો મૂસા અને હારુન વિરુદ્ધ ભેગા થયા. ૩ લોકો મૂસા જોડે ઝઘડવા લાગ્યા+ અને કહેવા લાગ્યા: “કાશ! અમે અમારા ભાઈઓ સાથે જ યહોવા આગળ મરી ગયા હોત! ૪ તમે યહોવાના લોકોને* આ વેરાન પ્રદેશમાં કેમ લઈ આવ્યા? શું અમે અને અમારાં ઢોરઢાંક અહીં મરી જઈએ એ માટે?+ ૫ તમે શા માટે અમને ઇજિપ્તમાંથી કાઢીને આ નકામી જગ્યાએ લઈ આવ્યા?+ આ જગ્યાએ તો બી વાવી શકાય એમ નથી. અંજીર, દ્રાક્ષ અને દાડમ પણ ઊગતાં નથી. અરે, પીવા માટે પાણી પણ નથી.”+ ૬ પછી મૂસા અને હારુન લોકો પાસેથી નીકળીને મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ ગયા અને તેઓએ જમીન સુધી પોતાનું માથું નમાવ્યું. ત્યાર બાદ, યહોવાનું ગૌરવ તેઓ આગળ પ્રગટ થયું.+
૭ પછી યહોવાએ મૂસાને કહ્યું: ૮ “લાકડી લે અને બધા ઇઝરાયેલીઓને ભેગા કર. તું અને તારો ભાઈ હારુન લોકોના દેખતાં ખડકને કહો કે એ તમને પાણી આપે. આમ, તું તેઓ માટે ખડકમાંથી પાણી બહાર કાઢીશ અને સર્વ લોકો અને તેઓનાં ઢોરઢાંકને પીવા માટે આપીશ.”+
૯ તેથી મૂસાએ યહોવા આગળથી લાકડી લીધી.+ તેમના કહ્યા પ્રમાણે જ મૂસાએ કર્યું. ૧૦ મૂસા અને હારુને બધા લોકોને ખડક આગળ ભેગા કર્યા. પછી મૂસાએ લોકોને કહ્યું: “હે બળવાખોરો! શું અમે તમારા માટે આ ખડકમાંથી પાણી કાઢીએ?”+ ૧૧ એટલું કહીને મૂસાએ પોતાનો હાથ ઊંચો કર્યો અને ખડકને બે વાર પોતાની લાકડી મારી. તરત જ પુષ્કળ પાણી વહેવા લાગ્યું અને એમાંથી લોકો અને તેઓનાં ઢોરઢાંક પીવા લાગ્યાં.+
૧૨ પછી યહોવાએ મૂસા અને હારુનને કહ્યું: “તમે મારામાં શ્રદ્ધા ન રાખી અને આ ઇઝરાયેલીઓ આગળ મને પવિત્ર ન મનાવ્યો, એટલે આ લોકોને જે દેશ હું આપવાનો છું, એમાં તમે તેઓને લઈ જઈ શકશો નહિ.”+ ૧૩ એ મરીબાહનું* પાણી છે,+ જ્યાં ઇઝરાયેલીઓએ યહોવા સાથે ઝઘડો કર્યો હતો અને તેમણે તેઓ મધ્યે પોતાને પવિત્ર મનાવ્યા હતા.
૧૪ પછી મૂસાએ કાદેશથી સંદેશવાહકો મોકલીને અદોમના રાજાને કહેવડાવ્યું:+ “તમારો ભાઈ ઇઝરાયેલ કહે છે,+ ‘અમે જે બધી મુસીબતો વેઠી, એ તમે સારી રીતે જાણો છો. ૧૫ અમારા બાપદાદાઓ ઇજિપ્ત ગયા હતા+ અને અમે ઇજિપ્તમાં ઘણાં વર્ષો* રહ્યા.+ ઇજિપ્તના લોકોએ અમારા પર અને અમારા બાપદાદાઓ પર ખૂબ જુલમ ગુજાર્યો.+ ૧૬ આખરે અમે યહોવાને પોકાર કર્યો+ અને તેમણે અમારું સાંભળ્યું. તેમણે એક દૂત* મોકલ્યો+ અને અમને ઇજિપ્તમાંથી બહાર કાઢ્યા. હવે અમે કાદેશ શહેરમાં છીએ, જે તમારા વિસ્તારની સરહદે છે. ૧૭ કૃપા કરીને અમને તમારા દેશમાંથી પસાર થવા દો. અમે તમારાં ખેતરો કે દ્રાક્ષાવાડીઓ વચ્ચેથી પસાર થઈશું નહિ કે તમારા કૂવાનું પાણી પીશું નહિ. અમે તમારો વિસ્તાર પસાર કરીએ+ ત્યાં સુધી ફક્ત મુખ્ય રસ્તા* ઉપર જ ચાલીશું, ડાબે કે જમણે વળીશું નહિ.’”
૧૮ પણ અદોમે મૂસાને કહ્યું: “તારે મારા વિસ્તારમાં થઈને જવું નહિ. જો તું એમ કરીશ, તો હું તલવાર લઈને તારી સામે આવીશ.” ૧૯ ત્યારે ઇઝરાયેલીઓએ અદોમને કહ્યું: “અમે ફક્ત મુખ્ય રસ્તા ઉપર જ ચાલીશું. જો અમે અને અમારાં ઢોરઢાંક તમારું પાણી પીશું, તો એની કિંમત ભરપાઈ કરી આપીશું.+ અમને ફક્ત પગપાળા તમારા વિસ્તારમાંથી પસાર થવા દો.”+ ૨૦ તોપણ અદોમે* કહ્યું: “તારે મારા વિસ્તારમાં થઈને જવું નહિ.”+ પછી અદોમ ઘણા લોકો અને શક્તિશાળી સૈન્ય* લઈને તેઓ સામે આવ્યો. ૨૧ અદોમે ઇઝરાયેલીઓને પોતાના વિસ્તારમાંથી પસાર થવા દીધા નહિ. તેથી ઇઝરાયેલીઓ તેની પાસેથી ફરીને બીજે રસ્તે ગયા.+
૨૨ ઇઝરાયેલના સર્વ લોકો કાદેશથી નીકળીને હોર પર્વત+ પાસે આવ્યા, ૨૩ જે અદોમની સરહદે હતો. ત્યાં યહોવાએ મૂસા અને હારુનને કહ્યું: ૨૪ “હારુન અહીં મરણ પામશે+ અને તેને તેના બાપદાદાઓની જેમ દફનાવવામાં આવશે.* જે દેશ હું ઇઝરાયેલીઓને આપવાનો છું એમાં તે પ્રવેશી શકશે નહિ, કેમ કે મરીબાહના પાણી વિશે આપેલી મારી આજ્ઞા વિરુદ્ધ જઈને તમે બંનેએ બળવો કર્યો હતો.+ ૨૫ હવે હારુન અને તેના દીકરા એલઆઝારને હોર પર્વત ઉપર લઈ આવ. ૨૬ હારુને પહેરેલાં યાજકનાં કપડાં+ ઉતારીને તું તેના દીકરા એલઆઝારને+ પહેરાવ. એ પર્વત ઉપર હારુન મરણ પામશે.”*
૨૭ મૂસાએ યહોવાની આજ્ઞા પ્રમાણે જ કર્યું. બધા ઇઝરાયેલીઓના દેખતાં તેઓ હોર પર્વત પર ગયા. ૨૮ હારુને પહેરેલાં યાજકનાં કપડાં ઉતારીને મૂસાએ તેના દીકરા એલઆઝારને પહેરાવ્યાં. પર્વતના શિખર પર હારુન મરણ પામ્યો.+ પછી મૂસા અને એલઆઝાર પર્વત પરથી નીચે ઊતર્યા. ૨૯ જ્યારે બધા ઇઝરાયેલીઓએ જોયું કે હારુન મરણ પામ્યો છે, ત્યારે તેઓએ તેના માટે ૩૦ દિવસ સુધી શોક પાળ્યો.+
૨૧ હવે નેગેબમાં રહેતા અરાદના કનાની રાજાએ+ સાંભળ્યું કે ઇઝરાયેલીઓ અથારીમના માર્ગે આવી રહ્યા છે. ત્યારે તેણે તેઓ પર હુમલો કર્યો અને અમુકને બંદી બનાવીને લઈ ગયો. ૨ તેથી ઇઝરાયેલીઓએ યહોવા આગળ આ માનતા લીધી: “જો તમે આ લોકોને અમારા હાથમાં સોંપશો, તો અમે તેઓનાં શહેરોનો ચોક્કસ નાશ કરી દઈશું.” ૩ યહોવાએ ઇઝરાયેલીઓનું સાંભળ્યું અને કનાનીઓને તેઓના હાથમાં સોંપી દીધા. ઇઝરાયેલીઓએ તેઓનો અને તેઓનાં શહેરોનો નાશ કરી દીધો અને એ જગ્યાનું નામ હોર્માહ*+ પાડ્યું.
૪ તેઓએ હોર પર્વતથી+ લાલ સમુદ્રને માર્ગે પોતાની મુસાફરી આગળ ધપાવી, જેથી અદોમમાંથી+ પસાર થવું ન પડે. પણ મુસાફરીથી તેઓ ખૂબ થાકી ગયા. ૫ લોકો ઈશ્વર અને મૂસા વિરુદ્ધ કચકચ કરતા કહેવા લાગ્યા:+ “તમે શા માટે અમને ઇજિપ્તમાંથી બહાર લઈ આવ્યા? શું આ વેરાન પ્રદેશમાં અમને મારી નાખવા? અહીં તો ન ખોરાક છે, ન પાણી.+ આ રોટલીથી તો અમે કંટાળી ગયા છીએ.”*+ ૬ તેથી યહોવાએ લોકોમાં ઝેરી સાપો મોકલ્યા અને એ લોકોને કરડવા લાગ્યા. એનાથી ઘણા ઇઝરાયેલીઓ માર્યા ગયા.+
૭ લોકોએ મૂસા પાસે આવીને કહ્યું: “અમે યહોવા વિરુદ્ધ અને તમારી વિરુદ્ધ કચકચ કરીને પાપ કર્યું છે.+ હવે કૃપા કરીને, અમારા વતી યહોવાને પ્રાર્થના કરો કે તે અમારી મધ્યેથી સાપોને દૂર કરે.” તેથી મૂસાએ લોકો વતી પ્રાર્થના કરી.+ ૮ યહોવાએ મૂસાને કહ્યું: “તું એ ઝેરી સાપના આકારનો એક સાપ બનાવ અને એને થાંભલા પર મૂક. જેને સાપ કરડે, તેણે થાંભલા પરના સાપને જોવો, જેથી તે જીવતો રહે.” ૯ મૂસાએ તરત જ તાંબાનો સાપ બનાવ્યો+ અને એને થાંભલા પર મૂક્યો.+ જ્યારે કોઈ માણસને સાપ કરડતો, ત્યારે તે તાંબાના સાપને જોતો અને જીવતો રહેતો.+
૧૦ પછી ઇઝરાયેલીઓ ત્યાંથી નીકળ્યા અને તેઓએ ઓબોથમાં છાવણી નાખી.+ ૧૧ ઓબોથથી નીકળીને તેઓએ મોઆબની પૂર્વ તરફ આવેલા વેરાન પ્રદેશમાં ઈયેઅબારીમમાં છાવણી નાખી.+ ૧૨ ત્યાંથી નીકળીને તેઓએ ઝેરેદની ખીણ પાસે છાવણી નાખી.+ ૧૩ તેઓ ત્યાંથી નીકળ્યા અને આર્નોનના વિસ્તારમાં છાવણી નાખી.+ એ વિસ્તાર એ વેરાન પ્રદેશમાં છે, જે અમોરીઓની સરહદથી શરૂ થાય છે. આર્નોન તો મોઆબની સરહદ છે તેમજ મોઆબ અને અમોરીઓના દેશની વચ્ચે આવેલું છે. ૧૪ એટલે જ, યહોવાનાં યુદ્ધોના પુસ્તકમાં આ જગ્યાઓનો ઉલ્લેખ જોવા મળે છે: “સૂફાહમાં વાહેબ અને આર્નોનની ખીણો ૧૫ તેમજ ખીણોનો ઢોળાવ, જે આરના વિસ્તાર સુધી ફેલાયેલો છે અને મોઆબની સરહદને અડીને છે.”
૧૬ પછી તેઓ બએર પહોંચ્યા. આ એ જ કૂવો છે, જેના વિશે યહોવાએ મૂસાને કહ્યું હતું: “લોકોને ભેગા કર અને હું તેઓને પાણી આપીશ.”
૧૭ એ સમયે ઇઝરાયેલીઓએ આ ગીત ગાયું હતું:
“હે કૂવા, તારા પાણીનાં ઝરણાં ફૂટી નીકળો! (કૂવાને જવાબ આપો!)
૧૮ એ કૂવો અધિકારીઓએ, હા, લોકોના આગેવાનોએ ખોદ્યો હતો,
તેઓએ શાસકની છડીથી* અને પોતાની છડીથી ખોદ્યો હતો.”
પછી તેઓ વેરાન પ્રદેશથી નીકળીને માત્તાનાહ ગયા. ૧૯ માત્તાનાહથી નાહલીએલ અને નાહલીએલથી બામોથ+ ગયા. ૨૦ બામોથથી નીકળીને તેઓ મોઆબના વિસ્તારમાં*+ આવેલી ખીણમાં ગયા, પિસ્ગાહની એ ટોચ સુધી+ ગયા જ્યાંથી યશીમોન* દેખાય છે.+
૨૧ પછી ઇઝરાયેલે સંદેશવાહકો મોકલીને અમોરીઓના રાજા સીહોનને કહેવડાવ્યું:+ ૨૨ “કૃપા કરીને અમને તમારા દેશમાંથી પસાર થવા દો. અમે તમારાં ખેતરો કે દ્રાક્ષાવાડીઓ વચ્ચેથી પસાર થઈશું નહિ કે તમારા કૂવાનું પાણી પીશું નહિ. અમે તમારો વિસ્તાર પસાર કરીએ ત્યાં સુધી ફક્ત મુખ્ય રસ્તા* ઉપર જ ચાલીશું.”+ ૨૩ પણ સીહોને ઇઝરાયેલીઓને પોતાના વિસ્તારમાંથી પસાર થવા દીધા નહિ. તેણે તો તેના બધા લોકોને ભેગા કર્યા અને વેરાન પ્રદેશમાં ઇઝરાયેલ વિરુદ્ધ લડવા નીકળી પડ્યો. તે યાહાસ આવ્યો અને ઇઝરાયેલ સામે લડ્યો.+ ૨૪ પણ ઇઝરાયેલીઓએ તેને તલવારથી હરાવ્યો.+ તેઓએ આર્નોનથી લઈને+ આમ્મોનીઓના વિસ્તાર પાસેના યાબ્બોક સુધી+ તેનો પ્રદેશ કબજે કર્યો.+ જોકે, ઇઝરાયેલીઓ યાઝેરથી+ આગળ ગયા નહિ, કેમ કે યાઝેર આમ્મોનીઓના વિસ્તારની સરહદ છે.+
૨૫ ઇઝરાયેલીઓએ એ બધાં શહેરો જીતી લીધાં. તેઓ અમોરીઓનાં+ બધાં શહેરોમાં રહેવા લાગ્યા, જેમાં હેશ્બોન અને એની આસપાસનાં નગરોનો પણ સમાવેશ થાય છે. ૨૬ હવે હેશ્બોન તો અમોરીઓના રાજા સીહોનનું શહેર હતું. સીહોને મોઆબના રાજા સામે લડીને આર્નોન સુધી તેનો આખો પ્રદેશ કબજે કર્યો હતો. ૨૭ એટલે જ મહેણાં મારવા આ કહેવતની શરૂઆત થઈ હતી:
“હેશ્બોન આવો.
સીહોનનું શહેર બંધાય અને દૃઢ સ્થપાય.
૨૮ હેશ્બોનથી આગ નીકળી, સીહોનના નગરમાંથી જ્વાળા પ્રગટી.
એણે મોઆબના આરને, હા, આર્નોનની ઊંચી જગ્યાઓના માલિકોને ભસ્મ કરી દીધા.
૨૯ હે મોઆબ, તને અફસોસ! હે કમોશની*+ પ્રજા, તારો વિનાશ થશે!
કમોશ તો પોતાના દીકરાઓને શરણાર્થીઓ બનાવે છે, પોતાની દીકરીઓને અમોરીઓના રાજા સીહોનની ગુલામડીઓ બનાવે છે.
૩૦ ચાલો, તેઓ પર હુમલો કરીએ;
છેક દીબોન+ સુધી હેશ્બોનનો વિનાશ થશે;
દૂર નોફાહ સુધી એને ઉજ્જડ કરી નાખીએ;
છેક મેદબા+ સુધી આગ ફેલાઈ જશે.”
૩૧ આ રીતે, ઇઝરાયેલીઓ અમોરીઓના વિસ્તારમાં રહેવા લાગ્યા. ૩૨ મૂસાએ અમુક માણસોને યાઝેરની+ જાસૂસી કરવા મોકલ્યા. પછી ઇઝરાયેલીઓએ યાઝેરની આસપાસનાં* નગરો કબજે કર્યાં અને ત્યાં રહેતા અમોરીઓને હાંકી કાઢ્યા. ૩૩ ત્યાર બાદ તેઓ ફરીને બાશાનને માર્ગે ગયા. બાશાનનો રાજા ઓગ+ તેઓ સામે લડવા પોતાના લોકો સાથે એડ્રેઈમાં+ આવ્યો. ૩૪ યહોવાએ મૂસાને કહ્યું: “તેનાથી ડરીશ નહિ,+ કેમ કે તેને, તેની પ્રજાને અને તેના દેશને હું તારા હાથમાં સોંપીશ.+ હેશ્બોનમાં રહેતા અમોરીઓના રાજા સીહોનના તેં જેવા હાલ કર્યા હતા, એવા જ હાલ તેના પણ કરજે.”+ ૩૫ તેથી ઇઝરાયેલીઓએ રાજાને, તેના દીકરાઓને અને તેના લોકોને મારી નાખ્યા. તેના લોકોમાંથી કોઈ બચ્યું નહિ.+ તેઓએ તેનો દેશ પણ કબજે કરી લીધો.+
૨૨ પછી ઇઝરાયેલીઓ આગળ વધ્યા અને તેઓએ મોઆબના ઉજ્જડ પ્રદેશમાં છાવણી નાખી, જે યર્દનની પાસે યરીખો સામે આવેલો છે.+ ૨ હવે સિપ્પોરના દીકરા બાલાકે+ જોયું કે, ઇઝરાયેલીઓએ અમોરીઓના કેવા હાલ કર્યા છે. ૩ ઇઝરાયેલીઓની સંખ્યા પુષ્કળ હોવાથી મોઆબીઓ ખૂબ ડરી ગયા હતા. ઇઝરાયેલીઓનો ડર મોઆબીઓ પર છવાઈ ગયો હતો.+ ૪ મોઆબીઓએ મિદ્યાનના વડીલોને કહ્યું:+ “જેમ બળદ* ખેતરનું બધું ઘાસ સફાચટ કરી દે છે, તેમ આ ટોળું આપણી આસપાસનું બધું ભરખી જશે.”
એ સમયે, સિપ્પોરનો દીકરો બાલાક મોઆબનો રાજા હતો. ૫ બાલાકે બયોરના દીકરા બલામને બોલાવવા સંદેશવાહકો મોકલ્યા. ત્યારે બલામ પોતાના વતન પથોરમાં+ રહેતો હતો, જે નદીને* કિનારે વસેલું હતું. બાલાકે આમ કહેવડાવ્યું: “જુઓ! ઇજિપ્તથી એક પ્રજા આવી છે. એ પ્રજા આખી પૃથ્વી પર ફેલાઈ ગઈ છે+ અને હવે એણે મારી સામે પડાવ નાખ્યો છે. ૬ કૃપા કરીને અહીં આવો અને મારા માટે આ લોકોને શ્રાપ આપો,+ કેમ કે તેઓ મારા કરતાં ખૂબ શક્તિશાળી છે. પછી હું કદાચ તેઓને હરાવીને અહીંથી ભગાડી શકીશ. હું જાણું છું કે તમે જેને આશીર્વાદ આપો છો, તેના પર આશીર્વાદ આવે છે અને જેને શ્રાપ આપો છો, તેના પર શ્રાપ આવે છે.”
૭ તેથી મોઆબના વડીલો અને મિદ્યાનના વડીલો જોષ જોવાની કિંમત લઈને બલામ પાસે ગયા+ અને તેને બાલાકનો સંદેશો જણાવ્યો. ૮ બલામે તેઓને કહ્યું: “આજની રાત અહીં રોકાઈ જાઓ. યહોવા મને જે કંઈ જણાવશે, એ હું તમને જણાવીશ.” તેથી મોઆબના વડીલો બલામ સાથે રહ્યા.
૯ પછી ઈશ્વરે બલામ પાસે આવીને કહ્યું:+ “તારી સાથે આ માણસો કોણ છે?” ૧૦ બલામે સાચા ઈશ્વરને* કહ્યું: “સિપ્પોરના દીકરા બાલાક, જે મોઆબના રાજા છે, તેમણે મારા માટે આ સંદેશો મોકલ્યો છે: ૧૧ ‘જુઓ! ઇજિપ્તથી જે પ્રજા આવી રહી છે, એ આખી પૃથ્વી પર ફેલાઈ રહી છે. હવે અહીં આવો અને મારા માટે તેઓને શ્રાપ આપો.+ પછી હું કદાચ તેઓને હરાવીને અહીંથી ભગાડી શકીશ.’” ૧૨ પણ ઈશ્વરે બલામને કહ્યું: “તારે તેઓ સાથે જવું નહિ. તારે આ લોકોને શ્રાપ આપવો નહિ, કેમ કે મેં તેઓને આશીર્વાદ આપ્યો છે.”+
૧૩ સવારે ઊઠીને બલામે બાલાકના વડીલોને કહ્યું: “તમે તમારા દેશ પાછા જાઓ, કેમ કે યહોવાએ મને તમારી સાથે આવવાની મના કરી છે.” ૧૪ એટલે મોઆબના વડીલો ત્યાંથી નીકળીને બાલાક પાસે પાછા ફર્યા. તેઓએ કહ્યું: “બલામે અમારી સાથે આવવાની ના પાડી છે.”
૧૫ પણ બાલાકે પહેલાં કરતાં વધારે નામાંકિત અને વધારે સંખ્યામાં વડીલો મોકલ્યા. ૧૬ તેઓએ બલામ પાસે આવીને કહ્યું: “સિપ્પોરના દીકરા બાલાક જણાવે છે કે, ‘મારી પાસે આવવામાં તમને કશું અટકાવે નહિ, ૧૭ કેમ કે હું તમારું સન્માન કરીશ અને તમે જે કંઈ કહેશો એ બધું કરીશ. તમે અહીં આવો અને મારા માટે આ લોકોને શ્રાપ આપો.’” ૧૮ પણ બલામે બાલાકના સેવકોને જવાબ આપ્યો: “જો બાલાક સોના-ચાંદીથી ભરેલો પોતાનો મહેલ મને આપી દે, તોપણ હું નાની કે મોટી કોઈ વાતમાં મારા ઈશ્વર યહોવાની આજ્ઞા વિરુદ્ધ જઈ શકતો નથી.+ ૧૯ પણ આજની રાત તમે અહીં રોકાઈ જાઓ, જેથી યહોવા મને બીજું શું કહે છે એ હું જાણી શકું.”+
૨૦ પછી ઈશ્વરે રાતે બલામ પાસે આવીને કહ્યું: “જો આ લોકો તને લેવા આવ્યા હોય, તો તું તેઓ સાથે જા. પણ હું તને જે કહું, એ જ તું બોલજે.”+ ૨૧ બલામ સવારે ઊઠ્યો અને તેણે પોતાની ગધેડી પર જીન બાંધ્યું અને તે મોઆબના વડીલો સાથે ગયો.+
૨૨ તે જઈ રહ્યો હતો, એટલે ઈશ્વરનો ક્રોધ તેના પર ભડકી ઊઠ્યો. તેને રોકવા યહોવાનો દૂત તેના રસ્તામાં ઊભો રહ્યો. બલામ પોતાની ગધેડી પર જઈ રહ્યો હતો અને તેના બે ચાકરો તેની સાથે હતા. ૨૩ ગધેડીએ જ્યારે યહોવાના દૂતને હાથમાં તલવાર લઈને રસ્તામાં ઊભેલો જોયો, ત્યારે તે પોતાનો રસ્તો બદલીને ખેતર તરફ જવા લાગી. પણ ગધેડીને રસ્તા પર પાછી લાવવા બલામ તેને મારવા લાગ્યો. ૨૪ પછી યહોવાનો દૂત બે દ્રાક્ષાવાડીઓ વચ્ચેના સાંકડા રસ્તે જઈને ઊભો રહ્યો, જેની આજુબાજુ પથ્થરની દીવાલ હતી. ૨૫ ગધેડીએ જ્યારે યહોવાના દૂતને જોયો, ત્યારે તે દીવાલને ઘસડાઈને ચાલવા લાગી. એનાથી બલામનો પગ કચડાયો અને તે ગધેડીને ફરી મારવા લાગ્યો.
૨૬ યહોવાનો દૂત આગળ ગયો અને એવી સાંકડી જગ્યાએ ઊભો રહ્યો, જ્યાંથી જમણે કે ડાબે વળવા કોઈ રસ્તો ન હતો. ૨૭ ગધેડીએ યહોવાના દૂતને જોયો ત્યારે, તે નીચે બેસી પડી. એટલે બલામ ક્રોધે ભરાયો અને પોતાની લાકડીથી ગધેડીને મારવા લાગ્યો. ૨૮ આખરે, યહોવાએ એવું કર્યું કે ગધેડી બોલવા લાગી.+ તેણે બલામને કહ્યું: “મેં એવું તો શું કર્યું છે કે તમે ત્રણ વાર મને મારી?”+ ૨૯ બલામે ગધેડીને કહ્યું: “કેમ કે તેં મારી ફજેતી કરી છે. જો મારા હાથમાં તલવાર હોત, તો મેં તને મારી નાખી હોત!” ૩૦ ત્યારે ગધેડીએ બલામને કહ્યું: “શું હું તમારી એ જ ગધેડી નથી જેના પર તમે આખી જિંદગી સવારી કરી છે? શું મેં પહેલાં ક્યારેય આવું કર્યું છે?” બલામે કહ્યું: “ના!” ૩૧ ત્યારે યહોવાએ બલામની આંખો ઉઘાડી.+ તેણે યહોવાના દૂતને હાથમાં તલવાર લઈને રસ્તામાં ઊભેલો જોયો. બલામે તરત જ જમીન સુધી માથું નમાવીને તેને નમન કર્યું.
૩૨ પછી યહોવાના દૂતે બલામને કહ્યું: “તેં શા માટે તારી ગધેડીને ત્રણ વાર મારી? જો! તને રોકવા હું પોતે આવ્યો હતો, કેમ કે તું જે કરવા જઈ રહ્યો છે, એ મારી ઇચ્છા વિરુદ્ધ છે.+ ૩૩ તારી ગધેડીએ મને જોયો અને મારાથી દૂર જવા તેણે ત્રણ વાર કોશિશ કરી.+ જરા વિચાર, જો તે મારાથી દૂર ગઈ ન હોત, તો શું થયું હોત! હમણાં સુધીમાં તો મેં તને મારી નાખ્યો હોત, પણ તેને જીવતી રહેવા દીધી હોત.” ૩૪ બલામે યહોવાના દૂતને કહ્યું: “મેં પાપ કર્યું છે. હું જાણતો ન હતો કે મને મળવા તમે મારા રસ્તામાં ઊભા છો. હવે જો તમારી નજરમાં એ ખોટું હોય, તો હું પાછો જતો રહીશ.” ૩૫ પણ યહોવાના દૂતે બલામને કહ્યું: “એ માણસો સાથે જા. પણ હું તને જે કહું, એ જ તું બોલજે.” તેથી બલામ બાલાકના વડીલો સાથે આગળ વધ્યો.
૩૬ બલામ આવ્યો છે એ સાંભળીને બાલાક તરત જ તેને મળવા મોઆબના શહેરમાં ગયો. એ શહેર મોઆબની સરહદે આર્નોન ખીણને છેડે આવેલું છે. ૩૭ બાલાકે બલામને કહ્યું: “શું મેં તમને બોલાવ્યા ન હતા? તો તમે કેમ આવ્યા નહિ? શું તમને એમ લાગતું હતું કે હું તમારું સન્માન નહિ કરી શકું?”+ ૩૮ બલામે બાલાકને કહ્યું: “જુઓ, હું આવી તો ગયો, પણ શું હું મારી ઇચ્છા પ્રમાણે બોલી શકું છું? ઈશ્વર મારા મોંમાં જે શબ્દો મૂકશે, એ જ હું બોલી શકીશ.”+
૩૯ બલામ ત્યાંથી નીકળીને બાલાક સાથે ગયો અને તેઓ કિર્યાથ-હુસોથ આવ્યા. ૪૦ બાલાકે આખલા અને ઘેટાનાં બલિદાનો ચઢાવ્યાં. એમાંથી થોડોક ભાગ તેણે બલામ અને તેની સાથેના વડીલોને મોકલ્યો. ૪૧ સવારે બાલાક પોતાની સાથે બલામને લઈને બામોથ-બઆલ ગયો, જેથી બલામ બધા ઇઝરાયેલીઓને જોઈ શકે.+
૨૩ પછી બલામે બાલાકને કહ્યું: “અહીં મારા માટે સાત વેદીઓ બાંધો+ અને સાત આખલા અને સાત નર ઘેટા તૈયાર કરો.” ૨ બાલાકે તરત જ બલામના કહેવા પ્રમાણે કર્યું. પછી બાલાક અને બલામે દરેક વેદી પર એક આખલો અને એક ઘેટો ચઢાવ્યો.+ ૩ ત્યાર બાદ, બલામે બાલાકને કહ્યું: “તમે અહીં તમારા અગ્નિ-અર્પણ પાસે રહો અને હું હમણાં આવું છું. બની શકે કે યહોવા મારી આગળ પ્રગટ થાય. તે મને જે કંઈ જણાવશે, એ હું તમને કહીશ.” એટલું કહીને બલામ એક ઉજ્જડ ટેકરી પર ગયો.
૪ પછી બલામ આગળ ઈશ્વર પ્રગટ થયા.+ બલામે તેમને કહ્યું: “મેં હરોળમાં સાત વેદીઓ બાંધી છે. મેં દરેક વેદી પર એક આખલો અને એક ઘેટો ચઢાવ્યો છે.” ૫ યહોવાએ બલામના મોંમાં શબ્દો મૂક્યા અને તેને કહ્યું:+ “બાલાક પાસે પાછો જા અને તેને આમ આમ કહે.” ૬ તેથી બલામ પાછો ગયો. તેણે બાલાક અને મોઆબના વડીલોને અગ્નિ-અર્પણ પાસે ઊભેલા જોયા. ૭ પછી બલામે આ ભવિષ્યવચન કહ્યું:+
“મોઆબના રાજા બાલાકે મને અરામથી બોલાવ્યો,+
હા, મને આમ કહીને પૂર્વના પહાડોથી લઈ આવ્યો:
‘મારા માટે યાકૂબને શ્રાપ આપવા આવો.
હા, ઇઝરાયેલને દોષિત ઠરાવવા આવો.’+
૮ પણ હું કઈ રીતે એ લોકોને શ્રાપ આપી શકું, જેઓને ઈશ્વરે શ્રાપ આપ્યો નથી?
હું કઈ રીતે એ લોકોને દોષિત ઠરાવી શકું, જેઓને યહોવાએ દોષિત ઠરાવ્યા નથી?+
૯ ખડકોની ટોચ પરથી હું તેઓને જોઉં છું,
ટેકરીઓ પરથી હું તેઓને નિહાળું છું.
જુઓ, એ પ્રજા એકલી રહે છે;+
તેઓ પોતાને બીજાઓ કરતાં અલગ ગણે છે.+
૧૦ યાકૂબની સંખ્યા ધૂળની રજકણો જેટલી છે,+ એને કોણ ગણી શકે?
શું ઇઝરાયેલના ચોથા ભાગની પણ કોઈ ગણતરી કરી શકે?
મને નેક માણસો જેવું મોત મળે,
મારા જીવનનો અંત તેઓના જેવો જ આવે.”
૧૧ બાલાકે બલામને કહ્યું: “આ તેં શું કર્યું? મેં તો તને મારા દુશ્મનોને શ્રાપ આપવા બોલાવ્યો હતો, પણ તેં તેઓને ફક્ત આશીર્વાદ જ આપ્યો!”+ ૧૨ બલામે કહ્યું: “યહોવા મારા મોંમાં જે શબ્દો મૂકે છે,+ શું એ જ મારે ન બોલવા જોઈએ?”
૧૩ બાલાકે તેને કહ્યું: “મારી સાથે બીજી જગ્યાએ ચાલ. ત્યાંથી તું બધા નહિ, ફક્ત થોડા ઇઝરાયેલીઓને જોઈ શકીશ. ત્યાંથી તેઓને મારા માટે શ્રાપ આપ.”+ ૧૪ બાલાક તેને પિસ્ગાહના શિખર પર+ સોફીમના મેદાનમાં લઈ ગયો. ત્યાં તેણે સાત વેદીઓ બાંધી અને દરેક વેદી પર એક આખલો અને એક ઘેટો ચઢાવ્યો.+ ૧૫ બલામે બાલાકને કહ્યું: “અહીં તમારા અગ્નિ-અર્પણ પાસે રહો અને હું ઈશ્વર સાથે વાત કરીને આવું છું.” ૧૬ યહોવાએ બલામ આગળ પ્રગટ થઈને તેના મોંમાં શબ્દો મૂક્યા અને તેને કહ્યું:+ “બાલાક પાસે પાછો જા અને તેને આમ આમ કહે.” ૧૭ તેથી બલામ પાછો ગયો અને જોયું તો બાલાક અગ્નિ-અર્પણ પાસે તેની રાહ જોઈ રહ્યો હતો. તેની સાથે મોઆબના વડીલો પણ ઊભા હતા. બાલાકે તેને પૂછ્યું: “યહોવાએ તને શું કહ્યું?” ૧૮ પછી તેણે આ ભવિષ્યવચન કહ્યું:+
“હે બાલાક, ઊભા થાઓ અને મારું સાંભળો.
હે સિપ્પોરના દીકરા, મારી વાત કાને ધરો.
૧૯ ઈશ્વર કોઈ માણસ નથી કે જૂઠું બોલે,+
તે મનુષ્ય નથી કે પોતાનું મન બદલે.*+
જો તે કંઈ કહે, તો શું એને પૂરું નહિ કરે?
જો તે કોઈ વચન આપે, તો શું એને નહિ નિભાવે?+
૨૦ જુઓ! મને આશીર્વાદ આપવાની આજ્ઞા મળી છે;
તેમણે આશીર્વાદ આપ્યો છે+ અને હું એ બદલી શકતો નથી.+
૨૧ તે યાકૂબ વિરુદ્ધ કોઈ મેલીવિદ્યા ચાલવા દેશે નહિ,
તે ઇઝરાયેલ પર કોઈ આફત આવવા દેશે નહિ.
તેઓના ઈશ્વર યહોવા તેઓની સાથે છે,+
તેઓ તેમનો રાજા તરીકે જયજયકાર કરે છે.
૨૨ ઈશ્વર તેઓને ઇજિપ્તમાંથી બહાર લાવ્યા છે.+
તે તેઓ માટે જંગલી આખલાનાં શિંગડાં* જેવા છે.+
૨૩ યાકૂબ વિરુદ્ધ કોઈ મેલીવિદ્યા સફળ થશે નહિ,+
હા, ઇઝરાયેલ પર કોઈ જાદુવિદ્યા કામ કરશે નહિ.+
હવે યાકૂબ અને ઇઝરાયેલ વિશે લોકો કહેશે:
‘ઈશ્વરે તેઓ માટે કરેલાં મહાન કામો જુઓ!’
૨૪ એ પ્રજા સિંહની જેમ ઊઠશે,
હા, સિંહની જેમ ઊભી થશે.+
જ્યાં સુધી એ પોતાનો શિકાર ખાઈ ન લે,
અને એનું લોહી પી ન લે, ત્યાં સુધી નિરાંતે બેસશે નહિ.”
૨૫ બાલાકે બલામને કહ્યું: “જો તું તેઓને શ્રાપ આપી શકતો ન હોય, તો તારે તેઓને આશીર્વાદ પણ ન આપવો જોઈએ.” ૨૬ બલામે બાલાકને કહ્યું: “શું મેં તમને કહ્યું ન હતું કે, ‘યહોવા કહેશે એ જ હું કરીશ’?”+
૨૭ બાલાકે બલામને કહ્યું: “હવે ચાલ, મારી સાથે બીજી જગ્યાએ આવ. કદાચ સાચા ઈશ્વરની નજરમાં એ સારું લાગે કે તું તેઓને એ જગ્યાએથી શ્રાપ આપે.”+ ૨૮ બાલાક બલામને પેઓરના શિખર પર લઈ ગયો, જ્યાંથી યશીમોન* દેખાય છે.+ ૨૯ પછી બલામે બાલાકને કહ્યું: “અહીં મારા માટે સાત વેદીઓ બાંધો અને સાત આખલા અને સાત નર ઘેટા તૈયાર કરો.”+ ૩૦ બાલાકે તરત જ બલામના કહેવા પ્રમાણે કર્યું. તેણે દરેક વેદી પર એક આખલો અને એક ઘેટો ચઢાવ્યો.
૨૪ જ્યારે બલામે જોયું કે ઇઝરાયેલને આશીર્વાદ આપવાથી યહોવા ખુશ થાય છે,* ત્યારે તે પહેલાંની જેમ ઇઝરાયેલના વિનાશ વિશે શુકન જોવા ગયો નહિ.+ પણ તે વેરાન પ્રદેશ તરફ મોં ફેરવીને ઊભો રહ્યો. ૨ બલામે નજર ઉઠાવીને જોયું તો ઇઝરાયેલીઓ પોતપોતાનાં કુળ પ્રમાણે છાવણીમાં રહેતા હતા.+ પછી ઈશ્વરની શક્તિ* બલામ પર આવી+ ૩ અને તેણે આ ભવિષ્યવચન કહ્યું:+
“બયોરના દીકરા બલામનો સંદેશો,
હા, એ માણસનો સંદેશો જેની આંખો ઉઘાડવામાં આવી છે,
૪ એ માણસનો સંદેશો જે ઈશ્વરની વાણી સાંભળે છે,
જેણે જમીન પર પડીને ખુલ્લી આંખે,
સર્વશક્તિમાનનું દર્શન જોયું છે:+
૫ હે યાકૂબ, તારા તંબુઓ કેટલા સુંદર છે!
હે ઇઝરાયેલ, તારા મંડપો કેટલા રમણીય છે!+
૬ તેઓ એવી રીતે ફેલાયા છે, જાણે દૂર પથરાયેલી ખીણો હોય,+
જાણે નદી પાસેના બાગ-બગીચા હોય,
જાણે યહોવાએ રોપેલા અગરના* છોડ હોય,
જાણે પાણી પાસે દેવદારનાં ઝાડ હોય.
૭ તેનાં* ચામડાનાં બે પાત્રમાંથી પાણી ટપકતું રહે છે,
તેનું બી* પુષ્કળ પાણી પાસે રોપવામાં આવ્યું છે.+
તેનો રાજા+ તો અગાગ કરતાં પણ મહાન બનશે,+
તેનું રાજ્ય ઊંચું મનાવવામાં આવશે.+
૮ ઈશ્વર તેને ઇજિપ્તમાંથી બહાર લાવે છે.
ઈશ્વર તેઓ માટે જંગલી આખલાનાં શિંગડાં* જેવા છે.
ઇઝરાયેલ બીજી પ્રજાઓને, હા, તેને સતાવનારાઓને ભરખી જશે,+
તે તેઓનાં હાડકાં ચાવી જશે અને પોતાનાં બાણોથી તેઓને વીંધી નાખશે.
૯ તે સિંહની જેમ જમીન પર પગ ફેલાવીને આડો પડ્યો છે,
તેને છંછેડવાની હિંમત કોણ કરે?
તને આશીર્વાદ આપનાર પર આશીર્વાદ આવે,
અને તને શ્રાપ આપનાર પર શ્રાપ ઊતરી આવે.”+
૧૦ એ સાંભળીને બલામ પર બાલાકનો ગુસ્સો સળગી ઊઠ્યો. તેણે ગુસ્સામાં પોતાના હાથ પછાડીને બલામને કહ્યું: “મારા દુશ્મનોને શ્રાપ આપવા મેં તને અહીં બોલાવ્યો હતો,+ પણ આ ત્રણ વાર તેં તેઓને આશીર્વાદ જ આપ્યો છે. ૧૧ હવે અહીંથી ચાલ્યો જા. હું તો તને સન્માન આપવા માંગતો હતો,+ પણ જો! યહોવાએ તને સન્માન મેળવવાથી રોક્યો છે.”
૧૨ બલામે બાલાકને કહ્યું: “મેં તો તમારા સંદેશવાહકોને કહ્યું હતું, ૧૩ ‘જો બાલાક સોના-ચાંદીથી ભરેલો પોતાનો મહેલ મને આપી દે, તોપણ મારા ઈશ્વર યહોવાની આજ્ઞા વિરુદ્ધ જઈને હું મારી મરજી પ્રમાણે* કંઈ જ સારું કે ખરાબ કરી શકતો નથી. યહોવા જે કહેશે, એ જ હું બોલીશ.’+ ૧૪ હવે હું મારા લોકો પાસે જઈ રહ્યો છું. ચાલો, હું તમને જણાવું કે આ લોકો ભાવિમાં* તમારા લોકોનું શું કરશે.” ૧૫ પછી તેણે આ ભવિષ્યવચન કહ્યું:+
“બયોરના દીકરા બલામનો સંદેશો,
હા, એ માણસનો સંદેશો જેની આંખો ઉઘાડવામાં આવી છે,+
૧૬ એ માણસનો સંદેશો જે ઈશ્વરની વાણી સાંભળે છે,
જેની પાસે સર્વોચ્ચ ઈશ્વરે આપેલું જ્ઞાન છે,
જેણે જમીન પર પડીને ખુલ્લી આંખે,
સર્વશક્તિમાનનું દર્શન જોયું છે:
૧૭ હું તેને જોઈશ, પણ હમણાં નહિ;
હું તેના પર નજર કરીશ, પણ આજકાલમાં નહિ.
૧૮ ઇઝરાયેલ પોતાનું પરાક્રમ બતાવશે ત્યારે,
અદોમ તેનો વારસો બનશે,+
૧૯ યાકૂબમાંથી એક માણસ આવશે, જે દુશ્મનોને પગ તળે કચડી નાખશે,+
તે શહેરના બચી ગયેલાઓનો પણ વિનાશ કરી દેશે.”
૨૦ અમાલેકને જોઈને તેણે આ ભવિષ્યવચન કહ્યું:
૨૧ કેનીઓને+ જોઈને તેણે આ ભવિષ્યવચન કહ્યું:
“તારું રહેઠાણ સલામત છે, ખડક પરના માળાની જેમ તારું ઘર સુરક્ષિત છે.
૨૨ પણ કોઈ આવશે અને કેનીઓને* બાળી નાખશે.
એ દિવસ દૂર નથી, જ્યારે આશ્શૂર તને બંદી બનાવીને લઈ જશે.”
૨૩ બલામે પોતાના ભવિષ્યવચનમાં આમ પણ કહ્યું:
“અફસોસ! ઈશ્વર એ બધું કરશે ત્યારે કોણ બચશે?
આખરે તે પોતે પણ નાશ પામશે.”
૨૫ પછી બલામ+ ત્યાંથી નીકળી ગયો અને બાલાક પણ પોતાને રસ્તે રવાના થયો.
૨૫ ઇઝરાયેલીઓ શિટ્ટીમમાં+ રહેતા હતા ત્યારે, તેઓ મોઆબની દીકરીઓ જોડે વ્યભિચાર* કરવા લાગ્યા.+ ૨ એ સ્ત્રીઓ પોતાના દેવોને બલિદાનો ચઢાવવા જતી+ ત્યારે, ઇઝરાયેલીઓને પોતાની સાથે જોડાવા આમંત્રણ આપતી. લોકો એ બલિદાનો ખાવા લાગ્યા અને તેઓના દેવો આગળ નમવા લાગ્યા.+ ૩ આમ, ઇઝરાયેલીઓ પેઓરના બઆલની*+ ભક્તિ કરવા લાગ્યા. એનાથી યહોવાનો કોપ ઇઝરાયેલ પર સળગી ઊઠ્યો. ૪ યહોવાએ મૂસાને કહ્યું: “એ પાપ માટે જવાબદાર આગેવાનોને તું ધોળે દિવસે* મારી નાખ અને યહોવા આગળ લટકાવી દે, જેથી ઇઝરાયેલ વિરુદ્ધ યહોવાનો કોપ શાંત થાય.” ૫ તેથી મૂસાએ ઇઝરાયેલના ન્યાયાધીશોને* કહ્યું:+ “તમે દરેક જણ તમારા અધિકાર નીચેના એ પુરુષોને મારી નાખો, જેઓએ પેઓરના બઆલની ભક્તિ કરી છે.”+
૬ બધા ઇઝરાયેલીઓ મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ વિલાપ કરતા હતા ત્યારે, એક ઇઝરાયેલી માણસ મૂસા અને સર્વ ઇઝરાયેલીઓના દેખતાં એક મિદ્યાની સ્ત્રીને+ છાવણીમાં લાવ્યો. ૭ હારુન યાજકના પૌત્ર, એટલે કે એલઆઝારના દીકરા ફીનહાસે+ એ જોયું ત્યારે, તે તરત જ લોકો વચ્ચેથી ઊભો થયો અને તેણે પોતાના હાથમાં ભાલો લીધો. ૮ પછી તે ઇઝરાયેલી માણસની પાછળ તેના તંબુમાં ગયો. તેણે તે પુરુષ અને સ્ત્રીના પેટમાં* ભાલો આરપાર ભોંકી દીધો. તરત જ, ઇઝરાયેલમાંથી રોગચાળો બંધ થયો.+ ૯ જેઓ રોગચાળાથી માર્યા ગયા, તેઓની સંખ્યા ૨૪,૦૦૦ હતી.+
૧૦ પછી યહોવાએ મૂસાને કહ્યું: ૧૧ “હારુન યાજકના પૌત્ર, એટલે કે એલઆઝારના દીકરા ફીનહાસે+ ઇઝરાયેલ પરથી મારો કોપ દૂર કર્યો છે, કેમ કે લોકો મારા સિવાય બીજા કોઈની ભક્તિ કરે એ તેનાથી સહન ન થયું.+ જો તેણે એમ કર્યું ન હોત, તો મેં ઇઝરાયેલીઓનો નાશ કરી દીધો હોત, કેમ કે હું ચાહું છું કે ફક્ત મારી જ ભક્તિ કરવામાં આવે.+ ૧૨ તેથી તેને કહે, ‘હું તેની સાથે શાંતિનો કરાર કરું છું. ૧૩ એ કરાર મુજબ યાજકપદ હંમેશ માટે તેનું અને તેના વંશજનું થશે,+ કેમ કે લોકો મારા સિવાય બીજા કોઈની ભક્તિ કરે એ તેનાથી સહન ન થયું+ અને તેણે ઇઝરાયેલીઓ માટે પ્રાયશ્ચિત્ત કર્યું.’”
૧૪ મિદ્યાની સ્ત્રી સાથે જે ઇઝરાયેલી પુરુષ માર્યો ગયો હતો, તેનું નામ ઝિમ્રી હતું. તે સાલૂનો દીકરો અને શિમયોનીઓના પિતાના કુટુંબનો મુખી હતો. ૧૫ જે મિદ્યાની સ્ત્રીને મારી નાખવામાં આવી હતી, તેનું નામ કોઝબી હતું. તે સૂરની+ દીકરી હતી, જે મિદ્યાનના+ એક કુળનો આગેવાન હતો.
૧૬ પછી યહોવાએ મૂસાને કહ્યું: ૧૭ “મિદ્યાનીઓ પર હુમલો કરીને તેઓને મારી નાખો,+ ૧૮ કેમ કે તેઓ ચાલાકીઓ અજમાવીને તમને હેરાન કરે છે. તેઓએ પેઓરના કિસ્સામાં+ અને મિદ્યાનના કુળની દીકરી કોઝબીનો ઉપયોગ કરીને તમને ફસાવ્યા છે. પેઓરના લીધે તમારા પર રોગચાળો આવ્યો+ એ દિવસે એ સ્ત્રીને મારી નાખવામાં આવી હતી.”+
૨૬ રોગચાળા પછી,+ યહોવાએ મૂસા અને હારુન યાજકના દીકરા એલઆઝારને કહ્યું: ૨ “૨૦ વર્ષ કે એથી વધુ ઉંમરના અને ઇઝરાયેલના લશ્કરમાં જોડાવા લાયક હોય એવા ઇઝરાયેલી પુરુષોની વસ્તી-ગણતરી કરો.+ તેઓના પિતાનાં કુટુંબો પ્રમાણે એ ગણતરી કરો.” ૩ એ વખતે ઇઝરાયેલીઓ મોઆબના ઉજ્જડ પ્રદેશમાં+ હતા, જે યર્દનની પાસે યરીખો સામે+ આવેલો છે. ત્યાં મૂસા અને એલઆઝાર+ યાજકે તેઓને કહ્યું: ૪ “યહોવાએ મૂસાને આજ્ઞા આપી છે+ એ પ્રમાણે, ૨૦ વર્ષ કે એથી વધુ ઉંમરના પુરુષોની ગણતરી કરો.”
ઇજિપ્તમાંથી નીકળી આવેલા ઇઝરાયેલીઓ આ હતા: ૫ ઇઝરાયેલનો પ્રથમ જન્મેલો દીકરો રૂબેન.+ રૂબેનના દીકરાઓ+ આ હતા: હનોખથી હનોખીઓનું કુટુંબ; પાલ્લૂથી પાલ્લૂઈઓનું કુટુંબ; ૬ હેસરોનથી હેસરોનીઓનું કુટુંબ; કાર્મીથી કાર્મીઓનું કુટુંબ. ૭ એ રૂબેનીઓનાં કુટુંબો હતાં. તેઓમાંથી જેઓની ગણતરી થઈ, તેઓની સંખ્યા ૪૩,૭૩૦ હતી.+
૮ પાલ્લૂનો દીકરો અલીઆબ હતો. ૯ અલીઆબના દીકરાઓ નમૂએલ, દાથાન અને અબીરામ હતા. દાથાન અને અબીરામને લોકોમાંથી નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેઓ કોરાહના ટોળા સાથે+ મળીને મૂસા+ અને હારુનની સામે થયા હતા. તેઓએ યહોવા વિરુદ્ધ લડાઈ કરી હતી.+
૧૦ ત્યારે ધરતી પોતાનું મોં ઉઘાડીને તેઓને ગળી ગઈ હતી. એ જ વખતે અગ્નિએ કોરાહ અને તેના ૨૫૦ સાથીદારોને ભસ્મ કર્યા હતા.+ તેઓ ચેતવણી આપતો દાખલો બન્યા.+ ૧૧ પણ કોરાહના દીકરાઓ માર્યા ગયા ન હતા.+
૧૨ કુટુંબો પ્રમાણે શિમયોનના દીકરાઓ+ આ હતા: નમૂએલથી નમૂએલીઓનું કુટુંબ; યામીનથી યામીનીઓનું કુટુંબ; યાખીનથી યાખીનીઓનું કુટુંબ; ૧૩ ઝેરાહથી ઝેરાહીઓનું કુટુંબ; શાઊલથી શાઊલીઓનું કુટુંબ. ૧૪ એ શિમયોનીઓનાં કુટુંબો હતાં. તેઓમાંથી જેઓની ગણતરી થઈ, તેઓની સંખ્યા ૨૨,૨૦૦ હતી.+
૧૫ કુટુંબો પ્રમાણે ગાદના દીકરાઓ+ આ હતા: સફોનથી સફોનીઓનું કુટુંબ; હાગ્ગીથી હાગ્ગીઓનું કુટુંબ; શૂનીથી શૂનીઓનું કુટુંબ; ૧૬ ઓઝનીથી ઓઝનીઓનું કુટુંબ; એરીથી એરીઓનું કુટુંબ; ૧૭ અરોદથી અરોદીઓનું કુટુંબ; આરએલીથી આરએલીઓનું કુટુંબ. ૧૮ એ ગાદના દીકરાઓનાં કુટુંબો હતાં. તેઓમાંથી જેઓની ગણતરી થઈ, તેઓની સંખ્યા ૪૦,૫૦૦ હતી.+
૧૯ યહૂદાના દીકરાઓ+ એર અને ઓનાન હતા.+ પણ એર અને ઓનાન કનાન દેશમાં માર્યા ગયા હતા.+ ૨૦ કુટુંબો પ્રમાણે યહૂદાના દીકરાઓ આ હતા: શેલાહથી+ શેલાનીઓનું કુટુંબ; પેરેસથી+ પેરેસીઓનું કુટુંબ; ઝેરાહથી+ ઝેરાહીઓનું કુટુંબ.૨૧ પેરેસના દીકરાઓ આ હતા: હેસરોનથી+ હેસરોનીઓનું કુટુંબ; હામૂલથી+ હામૂલીઓનું કુટુંબ. ૨૨ એ યહૂદાનાં કુટુંબો હતાં. તેઓમાંથી જેઓની ગણતરી થઈ, તેઓની સંખ્યા ૭૬,૫૦૦ હતી.+
૨૩ કુટુંબો પ્રમાણે ઇસ્સાખારના દીકરાઓ+ આ હતા: તોલાથી+ તોલાઈઓનું કુટુંબ; પુવાહથી પૂનીઓનું કુટુંબ; ૨૪ યાશૂબથી યાશૂબીઓનું કુટુંબ; શિમ્રોનથી શિમ્રોનીઓનું કુટુંબ. ૨૫ એ ઇસ્સાખારનાં કુટુંબો હતાં. તેઓમાંથી જેઓની ગણતરી થઈ, તેઓની સંખ્યા ૬૪,૩૦૦ હતી.+
૨૬ કુટુંબો પ્રમાણે ઝબુલોનના દીકરાઓ+ આ હતા: સેરેદથી સેરેદીઓનું કુટુંબ; એલોનથી એલોનીઓનું કુટુંબ; યાહલએલથી યાહલએલીઓનું કુટુંબ. ૨૭ એ ઝબુલોનીઓનાં કુટુંબો હતાં. તેઓમાંથી જેઓની ગણતરી થઈ, તેઓની સંખ્યા ૬૦,૫૦૦ હતી.+
૨૮ કુટુંબો પ્રમાણે યૂસફના દીકરાઓ+ આ હતા: મનાશ્શા અને એફ્રાઈમ.+ ૨૯ મનાશ્શાના દીકરાઓ+ આ હતા: માખીરથી+ માખીરીઓનું કુટુંબ; માખીરથી ગિલયાદ થયો+ અને ગિલયાદથી ગિલયાદીઓનું કુટુંબ. ૩૦ ગિલયાદના દીકરાઓ આ હતા: ઇએઝેરથી ઇએઝેરીઓનું કુટુંબ; હેલેકથી હેલેકીઓનું કુટુંબ; ૩૧ આસરિએલથી આસરિએલીઓનું કુટુંબ; શખેમથી શખેમીઓનું કુટુંબ; ૩૨ શમીદાથી શમીદાઈઓનું કુટુંબ; હેફેરથી હેફેરીઓનું કુટુંબ. ૩૩ હવે હેફેરના દીકરા સલોફહાદને દીકરાઓ ન હતા, પણ ફક્ત દીકરીઓ હતી.+ સલોફહાદની દીકરીઓનાં નામ આ હતાં:+ માહલાહ, નોઆહ, હોગ્લાહ, મિલ્કાહ અને તિર્સાહ. ૩૪ એ મનાશ્શાનાં કુટુંબો હતાં. તેઓમાંથી જેઓની ગણતરી થઈ, તેઓની સંખ્યા ૫૨,૭૦૦ હતી.+
૩૫ કુટુંબો પ્રમાણે એફ્રાઈમના દીકરાઓ+ આ હતા: શૂથેલાહથી+ શૂથેલાહીઓનું કુટુંબ; બેખેરથી બેખેરીઓનું કુટુંબ; તાહાનથી તાહાનીઓનું કુટુંબ. ૩૬ શૂથેલાહના દીકરાઓ આ હતા: એરાનથી એરાનીઓનું કુટુંબ. ૩૭ એ એફ્રાઈમના દીકરાઓનાં કુટુંબો હતાં. તેઓમાંથી જેઓની ગણતરી થઈ, તેઓની સંખ્યા ૩૨,૫૦૦ હતી.+ કુટુંબો પ્રમાણે એ યૂસફના દીકરાઓ હતા.
૩૮ કુટુંબો પ્રમાણે બિન્યામીનના દીકરાઓ+ આ હતા: બેલાથી+ બેલાઈઓનું કુટુંબ; આશ્બેલથી આશ્બેલીઓનું કુટુંબ; અહીરામથી અહીરામીઓનું કુટુંબ; ૩૯ શફૂફામથી શૂફામીઓનું કુટુંબ; હૂફામથી હૂફામીઓનું કુટુંબ. ૪૦ બેલાના દીકરાઓ આર્દ અને નામાન હતા:+ આર્દથી આર્દીઓનું કુટુંબ; નામાનથી નામાનીઓનું કુટુંબ. ૪૧ એ બિન્યામીનના દીકરાઓનાં કુટુંબો હતાં. તેઓમાંથી જેઓની ગણતરી થઈ, તેઓની સંખ્યા ૪૫,૬૦૦ હતી.+
૪૨ કુટુંબો પ્રમાણે દાનના દીકરાઓ+ આ હતા: શૂહામથી શૂહામીઓનું કુટુંબ. કુટુંબો પ્રમાણે એ દાનનાં કુટુંબો હતાં. ૪૩ શૂહામીઓનાં કુટુંબોમાંથી જેઓની ગણતરી થઈ, તેઓની સંખ્યા ૬૪,૪૦૦ હતી.+
૪૪ કુટુંબો પ્રમાણે આશેરના દીકરાઓ+ આ હતા: યિમ્નાહથી યિમ્નીઓનું કુટુંબ; યિશ્વીથી યિશ્વીઓનું કુટુંબ; બરીઆહથી બરીઆહીઓનું કુટુંબ; ૪૫ બરીઆહના દીકરાઓ આ હતા: હેબેરથી હેબેરીઓનું કુટુંબ; માલ્કીએલથી માલ્કીએલીઓનું કુટુંબ. ૪૬ આશેરની દીકરીનું નામ સેરાહ હતું. ૪૭ એ આશેરના દીકરાઓનાં કુટુંબો હતાં. તેઓમાંથી જેઓની ગણતરી થઈ, તેઓની સંખ્યા ૫૩,૪૦૦ હતી.+
૪૮ કુટુંબો પ્રમાણે નફતાલીના દીકરાઓ+ આ હતા: યાહસએલથી યાહસએલીઓનું કુટુંબ; ગૂનીથી ગૂનીઓનું કુટુંબ; ૪૯ યેસેરથી યેસેરીઓનું કુટુંબ; શિલ્લેમથી શિલ્લેમીઓનું કુટુંબ. ૫૦ કુટુંબો પ્રમાણે એ નફતાલીનાં કુટુંબો હતાં. તેઓમાંથી જેઓની ગણતરી થઈ, તેઓની સંખ્યા ૪૫,૪૦૦ હતી.+
૫૧ ઇઝરાયેલીઓમાંથી જેઓની ગણતરી થઈ તેઓની કુલ સંખ્યા ૬,૦૧,૭૩૦ હતી.+
૫૨ પછી યહોવાએ મૂસાને કહ્યું: ૫૩ “દરેક કુળમાં નોંધાયેલા નામ પ્રમાણે તું તેઓને દેશની જમીન વારસા તરીકે વહેંચી આપ.+ ૫૪ જો કુળ મોટું હોય, તો તું એને વધારે વારસો આપ અને કુળ નાનું હોય તો, એને ઓછો વારસો આપ.+ તું દરેક કુળને નોંધાયેલા નામની સંખ્યા પ્રમાણે વારસો આપ. ૫૫ પણ જમીનની વહેંચણી ચિઠ્ઠીઓ* નાખીને કરવી.+ દરેક કુટુંબને તેના કુળને મળેલા વારસામાંથી હિસ્સો મળે. ૫૬ દરેક વારસો ચિઠ્ઠીઓ નાખીને નક્કી કરવો અને કુળ મોટું છે કે નાનું એ પ્રમાણે વહેંચી આપવો.”
૫૭ કુટુંબો પ્રમાણે લેવીઓમાંથી+ જેઓની ગણતરી થઈ તેઓ આ હતા: ગેર્શોનથી ગેર્શોનીઓનું કુટુંબ; કહાથથી+ કહાથીઓનું કુટુંબ; મરારીથી મરારીઓનું કુટુંબ. ૫૮ લેવીઓનાં કુટુંબો આ હતાં: લિબ્નીઓનું કુટુંબ,+ હેબ્રોનીઓનું કુટુંબ,+ માહલીઓનું કુટુંબ,+ મૂશીઓનું કુટુંબ,+ કોરાહીઓનું કુટુંબ.+
કહાથથી આમ્રામ થયો.+ ૫૯ આમ્રામની પત્નીનું નામ યોખેબેદ હતું,+ જે લેવીની દીકરી હતી અને ઇજિપ્તમાં જન્મી હતી. આમ્રામથી તેને હારુન, મૂસા અને તેઓની બહેન મરિયમ થયાં હતાં.+ ૬૦ હારુનથી નાદાબ, અબીહૂ, એલઆઝાર અને ઇથામાર થયા.+ ૬૧ પણ યહોવા આગળ નિયમ વિરુદ્ધ અગ્નિ ચઢાવવાને લીધે નાદાબ અને અબીહૂ માર્યા ગયા હતા.+
૬૨ લેવીઓમાંથી એક મહિનાના કે એથી વધુ ઉંમરના જે પુરુષોની ગણતરી થઈ,+ તેઓની સંખ્યા ૨૩,૦૦૦ હતી. તેઓની ગણતરી ઇઝરાયેલીઓ સાથે ન થઈ,+ કેમ કે તેઓને ઇઝરાયેલીઓ મધ્યે કોઈ વારસો મળવાનો ન હતો.+
૬૩ એ લોકોની ગણતરી મૂસા અને એલઆઝાર યાજક દ્વારા થઈ હતી. તેઓએ એ ગણતરી મોઆબના ઉજ્જડ પ્રદેશમાં કરી હતી, જે યર્દનની પાસે યરીખો સામે આવેલો છે.૬૪ મૂસા અને હારુન યાજકે સિનાઈના વેરાન પ્રદેશમાં જે ઇઝરાયેલી પુરુષોની ગણતરી કરી હતી, એમાંના એકનું પણ નામ આ ગણતરીમાં ન હતું.+ ૬૫ કેમ કે તેઓ વિશે યહોવાએ કહ્યું હતું: “તેઓ વેરાન પ્રદેશમાં ચોક્કસ મરણ પામશે.”+ તેથી યફૂન્નેહના દીકરા કાલેબ અને નૂનના દીકરા યહોશુઆ સિવાય કોઈ બચ્યું ન હતું.+
૨૭ સલોફહાદ+ હેફેરનો દીકરો હતો, જે ગિલયાદનો, જે માખીરનો, જે મનાશ્શાનો દીકરો હતો. સલોફહાદ યૂસફના દીકરા મનાશ્શાનાં કુટુંબોમાંથી હતો. સલોફહાદની દીકરીઓ માહલાહ, નોઆહ, હોગ્લાહ, મિલ્કાહ અને તિર્સાહ હતી. તેઓ આવી અને ૨ મૂસા, એલઆઝાર યાજક, મુખીઓ+ અને બધા ઇઝરાયેલીઓ સામે મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ ઊભી રહી. તેઓએ કહ્યું: ૩ “અમારા પિતા વેરાન પ્રદેશમાં મરણ પામ્યા હતા. પણ કોરાહ સાથે મળીને+ યહોવા વિરુદ્ધ બળવો કરનાર ટોળામાં તે ન હતા. તે તો પોતાના પાપને લીધે મરણ પામ્યા હતા અને તેમને કોઈ દીકરો ન હતો. ૪ તો શું દીકરો ન હોવાને લીધે અમારા પિતાનું નામ તેમના કુળમાંથી ભૂંસાઈ જવું જોઈએ? અમારા પિતાના ભાઈઓ સાથે અમને પણ વારસો આપો.” ૫ તેથી મૂસાએ એ કિસ્સો યહોવા આગળ રજૂ કર્યો.+
૬ યહોવાએ મૂસાને કહ્યું: ૭ “સલોફહાદની દીકરીઓની વાત સાચી છે. તું તેઓના પિતાના ભાઈઓ સાથે તેઓને પણ વારસો આપ. હા, તેઓના પિતાનો વારસો તું તેઓને આપ.+ ૮ તું ઇઝરાયેલીઓને કહે, ‘જો કોઈ માણસ મરણ પામે અને તેને દીકરો ન હોય, તો તેનો વારસો તેની દીકરીને આપો. ૯ જો તેને દીકરી ન હોય, તો એ વારસો તેના ભાઈઓને આપો. ૧૦ જો તેને ભાઈઓ ન હોય, તો એ વારસો તેના પિતાના ભાઈઓને આપો. ૧૧ જો તેના પિતાને કોઈ ભાઈ ન હોય, તો એ વારસો તેના કુટુંબના સૌથી નજીકના સગાને આપો અને તે એનો વારસો મેળવે. યહોવાએ મૂસાને આપેલી આજ્ઞા પ્રમાણે, એ કાનૂન ઇઝરાયેલીઓ માટે નિયમ છે.’”
૧૨ પછી યહોવાએ મૂસાને કહ્યું: “અબારીમ પર્વત પર જા+ અને ત્યાંથી એ દેશ જો, જે હું ઇઝરાયેલીઓને આપવાનો છું.+ ૧૩ એ દેશ જોયા પછી તારા ભાઈ હારુનની જેમ તું પણ મરણ પામશે અને તારા બાપદાદાઓની જેમ તને પણ દફનાવવામાં આવશે,*+ ૧૪ કેમ કે ઝીનના વેરાન પ્રદેશમાં ઇઝરાયેલીઓ મારી સાથે ઝઘડો કરતા હતા ત્યારે, પાણી વિશેની મારી આજ્ઞા વિરુદ્ધ જઈને તમે બંનેએ બળવો કર્યો હતો અને તેઓ આગળ તમે મને પવિત્ર ઠરાવ્યો ન હતો.”+ (આ મરીબાહનું પાણી+ છે, જે ઝીનના વેરાન પ્રદેશના+ કાદેશમાં+ છે.)
૧૫ મૂસાએ યહોવાને કહ્યું: ૧૬ “હે યહોવા, સર્વ લોકોને જીવન* આપનાર ઈશ્વર, આ લોકો પર એક માણસ નિયુક્ત કરો. ૧૭ તે માણસ લોકોની આગેવાની લેશે અને તેઓને માર્ગદર્શન આપશે. તે તેઓને દોરશે અને તેઓ તેની પાછળ પાછળ જશે. આમ, યહોવાના લોકો પાળક વગરનાં ઘેટાં જેવા નહિ થાય.” ૧૮ તેથી યહોવાએ મૂસાને કહ્યું: “નૂનના દીકરા યહોશુઆને બોલાવીને તેના પર તારો હાથ મૂક,* કેમ કે તે બીજાઓ કરતાં એકદમ અલગ છે.+ ૧૯ તેને એલઆઝાર યાજક અને બધા ઇઝરાયેલીઓ આગળ ઊભો રાખ અને તેઓના દેખતાં તેને આગેવાન તરીકે નિયુક્ત કર.+ ૨૦ તારો થોડો અધિકાર* તેને સોંપ,+ જેથી ઇઝરાયેલીઓ તેનું સાંભળે.+ ૨૧ યહોશુઆએ કોઈ નિર્ણય લેવાનો હોય ત્યારે, તે એલઆઝાર યાજક પાસે જાય. એલઆઝાર તેના વતી યહોવા આગળ જઈને ઉરીમ*+ દ્વારા તેમની ઇચ્છા જાણે. પછી જે પણ માર્ગદર્શન મળે એ પ્રમાણે તેઓ, એટલે કે યહોશુઆ અને બધા ઇઝરાયેલીઓ ચાલે.”
૨૨ મૂસાએ યહોવાની આજ્ઞા પ્રમાણે જ કર્યું. તેણે એલઆઝાર યાજક અને બધા ઇઝરાયેલીઓ આગળ યહોશુઆને ઊભો રાખ્યો. ૨૩ પછી યહોવાએ મૂસાને આજ્ઞા આપી હતી એ પ્રમાણે,+ તેણે યહોશુઆ પર પોતાના હાથ મૂક્યા અને તેને આગેવાન તરીકે નિયુક્ત કર્યો.+
૨૮ પછી યહોવાએ મૂસાને કહ્યું: ૨ “ઇઝરાયેલીઓને આજ્ઞા આપ, ‘તમે મારું અર્પણ, એટલે કે મારો ખોરાક મને ચઢાવવાનું ચૂકતા નહિ. એને ઠરાવેલા સમયે+ આગમાં ચઢાવવાનાં અર્પણો તરીકે રજૂ કરો, જેની સુવાસથી હું ખુશ* થઈશ.’
૩ “તેઓને કહે, ‘તમે આગમાં ચઢાવવાનું આ અર્પણ યહોવાને રજૂ કરો: અગ્નિ-અર્પણ તરીકે રોજ+ ઘેટાના એક વર્ષના બે નર બચ્ચાં, જે ખોડખાંપણ વગરનાં હોય. ૪ એમાંનું એક બચ્ચું સવારના સમયે અને બીજું સાંજના સમયે*+ ચઢાવો. ૫ એની સાથે અનાજ-અર્પણ તરીકે તમે એક ઓમેર* મેંદો ચઢાવો, જેમાં પીલેલાં જૈતૂનનું પા હીન* તેલ નાખેલું હોય.+ ૬ એ નિયમિત અગ્નિ-અર્પણ છે,+ જે વિશેનો નિયમ સિનાઈ પર્વત પર આપવામાં આવ્યો હતો. એ યહોવા માટે આગમાં ચઢાવવાનું અર્પણ છે, જેની સુવાસથી તે ખુશ થાય છે. ૭ નર બચ્ચા સાથે તમે એનું દ્રાક્ષદારૂ-અર્પણ પણ ચઢાવો.+ દરેક બચ્ચા માટે પા હીન દ્રાક્ષદારૂ ચઢાવો. યહોવાને દ્રાક્ષદારૂ-અર્પણ તરીકે ચઢાવેલા દારૂને પવિત્ર જગ્યાએ રેડી દો. ૮ ઘેટાનું બીજું નર બચ્ચું તમે સાંજના સમયે ચઢાવો. એની સાથે એનું અનાજ-અર્પણ અને દ્રાક્ષદારૂ-અર્પણ ચઢાવો, જેમ સવારે ચઢાવો છો. એ આગમાં ચઢાવવાનું અર્પણ છે, જેની સુવાસથી યહોવા ખુશ થાય છે.+
૯ “‘પણ સાબ્બાથના દિવસે+ તમે આ અર્પણ ચઢાવો: ઘેટાના એક વર્ષના બે નર બચ્ચાં, જે ખોડખાંપણ વગરનાં હોય; અનાજ-અર્પણ તરીકે તેલ ઉમેરેલો બે ઓમેર* મેંદો તેમજ એનું દ્રાક્ષદારૂ-અર્પણ. ૧૦ એ સાબ્બાથનું અગ્નિ-અર્પણ છે. એની સાથે તમે નિયમિત અગ્નિ-અર્પણ અને એનું દ્રાક્ષદારૂ-અર્પણ પણ ચઢાવો.+
૧૧ “‘દરેક મહિનાની શરૂઆતમાં તમે અગ્નિ-અર્પણ તરીકે યહોવાને આ ચઢાવો: બે આખલા, એક નર ઘેટો અને ઘેટાના એક વર્ષના સાત નર બચ્ચાં, જે ખોડખાંપણ વગરનાં હોય;+ ૧૨ એની સાથે અનાજ-અર્પણ તરીકે તેલ ઉમેરેલો મેંદો ચઢાવો:+ દરેક આખલા માટે ત્રણ ઓમેર,* નર ઘેટા માટે બે ઓમેર+ ૧૩ અને ઘેટાના દરેક નર બચ્ચા માટે એક ઓમેર. એ અગ્નિ-અર્પણ છે. એ યહોવા માટે આગમાં ચઢાવવાનું અર્પણ છે, જેની સુવાસથી તે ખુશ થાય છે.+ ૧૪ એની સાથે તમે આ દ્રાક્ષદારૂ-અર્પણ ચઢાવો: દરેક આખલા માટે અડધો હીન દ્રાક્ષદારૂ;+ નર ઘેટા માટે પોણો હીન દ્રાક્ષદારૂ+ અને ઘેટાના દરેક નર બચ્ચા માટે પા હીન દ્રાક્ષદારૂ.+ એ માસિક અગ્નિ-અર્પણ છે, જે તમે વર્ષના દરેક મહિને ચઢાવો. ૧૫ નિયમિત અગ્નિ-અર્પણ અને એના દ્રાક્ષદારૂ-અર્પણ ઉપરાંત તમે પાપ-અર્પણ તરીકે યહોવાને બકરીનું એક નર બચ્ચું પણ ચઢાવો.
૧૬ “‘પહેલા મહિનાનો ૧૪મો દિવસ યહોવાના પાસ્ખાનો દિવસ છે.+ ૧૭ એ મહિનાનો ૧૫મો દિવસ એક તહેવાર* છે. સાત દિવસ તમે બેખમીર રોટલી ખાઓ.+ ૧૮ તહેવારના પહેલા દિવસે તમે પવિત્ર સંમેલન* રાખો. એ દિવસે તમે મહેનતનું કોઈ કામ* ન કરો. ૧૯ અગ્નિ-અર્પણ તરીકે તમે યહોવાને બે આખલા, એક નર ઘેટો અને ઘેટાના એક વર્ષનાં સાત નર બચ્ચાં ચઢાવો. એ બધાં પ્રાણીઓ ખોડખાંપણ વગરનાં હોય.+ ૨૦ એની સાથે અનાજ-અર્પણ તરીકે તેલ ઉમેરેલો મેંદો ચઢાવો:+ દરેક આખલા માટે ત્રણ ઓમેર, નર ઘેટા માટે બે ઓમેર ૨૧ અને ઘેટાના દરેક નર બચ્ચા માટે એક ઓમેર. ૨૨ એની સાથે, તમે તમારા પ્રાયશ્ચિત્ત માટે પાપ-અર્પણ તરીકે એક બકરો ચઢાવો. ૨૩ દરરોજ સવારે ચઢાવવામાં આવતાં નિયમિત અગ્નિ-અર્પણ ઉપરાંત એ પણ ચઢાવો. ૨૪ એ વિધિ પ્રમાણે જ તમે એ અર્પણ સાત દિવસ સુધી દરરોજ ઈશ્વરને ખોરાક તરીકે, એટલે કે આગમાં ચઢાવવાના અર્પણ તરીકે રજૂ કરો, જેથી એની સુવાસથી યહોવા ખુશ થાય. નિયમિત અગ્નિ-અર્પણ અને એના દ્રાક્ષદારૂ-અર્પણ સાથે તમે એ ચઢાવો. ૨૫ સાતમા દિવસે તમે પવિત્ર સંમેલન રાખો.+ એ દિવસે તમે મહેનતનું કોઈ કામ ન કરો.+
૨૬ “‘જ્યારે તમે ફસલના પહેલા પાકના* દિવસે,+ એટલે કે કાપણીના તહેવારના* દિવસે યહોવાને નવું અનાજ-અર્પણ ચઢાવો,+ ત્યારે તમે પવિત્ર સંમેલન રાખો.+ એ દિવસે તમે મહેનતનું કોઈ કામ ન કરો.+ ૨૭ અગ્નિ-અર્પણ તરીકે તમે બે આખલા, એક નર ઘેટો અને ઘેટાના એક વર્ષનાં સાત નર બચ્ચાં ચઢાવો, જેથી એની સુવાસથી યહોવા ખુશ થાય.+ ૨૮ એની સાથે અનાજ-અર્પણ તરીકે તેલ ઉમેરેલો મેંદો ચઢાવો: દરેક આખલા માટે ત્રણ ઓમેર, નર ઘેટા માટે બે ઓમેર ૨૯ અને ઘેટાના દરેક નર બચ્ચા માટે એક ઓમેર. ૩૦ એની સાથે, તમે તમારા પ્રાયશ્ચિત્ત માટે બકરીનું એક નર બચ્ચું ચઢાવો.+ ૩૧ નિયમિત અગ્નિ-અર્પણ અને એના અનાજ-અર્પણ ઉપરાંત તમે એ ચઢાવો. એ અર્પણો સાથે તમે એ બંનેનાં દ્રાક્ષદારૂ-અર્પણ પણ ચઢાવો. એ બધાં પ્રાણીઓ ખોડખાંપણ વગરનાં હોય.+
૨૯ “‘સાતમા મહિનાના પહેલા દિવસે તમે પવિત્ર સંમેલન રાખો. એ દિવસે તમે મહેનતનું કોઈ કામ* ન કરો.+ એ દિવસે તમે રણશિંગડું વગાડો.+ ૨ અગ્નિ-અર્પણ તરીકે તમે યહોવાને એક આખલો, એક નર ઘેટો અને ઘેટાના એક વર્ષનાં સાત નર બચ્ચાં ચઢાવો, જેથી એની સુવાસથી તે ખુશ* થાય. એ બધાં પ્રાણીઓ ખોડખાંપણ વગરનાં હોય. ૩ એની સાથે અનાજ-અર્પણ તરીકે તેલ ઉમેરેલો મેંદો ચઢાવો: આખલા માટે ત્રણ ઓમેર,* નર ઘેટા માટે બે ઓમેર* ૪ અને ઘેટાના દરેક નર બચ્ચા માટે એક ઓમેર.* ૫ તેમ જ, તમે તમારા પ્રાયશ્ચિત્ત માટે બકરીનું એક નર બચ્ચું ચઢાવો. ૬ માસિક અગ્નિ-અર્પણ અને એનું અનાજ-અર્પણ+ તથા નિયમિત અગ્નિ-અર્પણ અને એનું અનાજ-અર્પણ+ તથા તેઓનાં દ્રાક્ષદારૂ-અર્પણ+ ઉપરાંત એ ચઢાવો. અર્પણ ચઢાવવાની વિધિ પ્રમાણે એ ચઢાવો. એ યહોવા માટે આગમાં ચઢાવવાનું અર્પણ છે, જેની સુવાસથી તે ખુશ થાય છે.
૭ “‘સાતમા મહિનાના દસમા દિવસે તમે પવિત્ર સંમેલન રાખો+ અને પોતાના પાપ માટે દુઃખ વ્યક્ત કરો.* એ દિવસે તમે કોઈ કામ ન કરો.+ ૮ અગ્નિ-અર્પણ તરીકે તમે યહોવાને એક આખલો, એક નર ઘેટો અને ઘેટાના એક વર્ષનાં સાત નર બચ્ચાં ચઢાવો, જેથી એની સુવાસથી તે ખુશ થાય. એ બધાં પ્રાણીઓ ખોડખાંપણ વગરનાં હોય.+ ૯ એની સાથે અનાજ-અર્પણ તરીકે તેલ ઉમેરેલો મેંદો ચઢાવો: આખલા માટે ત્રણ ઓમેર, નર ઘેટા માટે બે ઓમેર ૧૦ અને ઘેટાના દરેક નર બચ્ચા માટે એક ઓમેર. ૧૧ એની સાથે પાપ-અર્પણ તરીકે બકરીનું એક નર બચ્ચું ચઢાવો. પ્રાયશ્ચિત્ત માટેનું પાપ-અર્પણ+ તથા નિયમિત અગ્નિ-અર્પણ અને એનું અનાજ-અર્પણ તથા તેઓનાં દ્રાક્ષદારૂ-અર્પણ ઉપરાંત એ ચઢાવો.
૧૨ “‘સાતમા મહિનાના ૧૫મા દિવસે પવિત્ર સંમેલન રાખો. એ દિવસે મહેનતનું કોઈ કામ ન કરો અને સાત દિવસ યહોવા માટે તહેવાર ઊજવો.+ ૧૩ અગ્નિ-અર્પણ તરીકે+ તમે ૧૩ આખલા, ૨ નર ઘેટા અને ઘેટાના એક વર્ષનાં ૧૪ નર બચ્ચાં ચઢાવો. એ બધાં પ્રાણીઓ ખોડખાંપણ વગરનાં હોય.+ એ આગમાં ચઢાવવાનું અર્પણ છે, જેની સુવાસથી યહોવા ખુશ થાય છે. ૧૪ એની સાથે અનાજ-અર્પણ તરીકે તેલ ઉમેરેલો મેંદો ચઢાવો: દરેક આખલા માટે ત્રણ ઓમેર, દરેક નર ઘેટા માટે બે ઓમેર ૧૫ અને ઘેટાના દરેક નર બચ્ચા માટે એક ઓમેર. ૧૬ એની સાથે પાપ-અર્પણ તરીકે બકરીનું એક નર બચ્ચું ચઢાવો. નિયમિત અગ્નિ-અર્પણ અને એનાં અનાજ-અર્પણ તથા દ્રાક્ષદારૂ-અર્પણ ઉપરાંત એ ચઢાવો.+
૧૭ “‘તહેવારના બીજા દિવસે ૧૨ આખલા, ૨ નર ઘેટા અને ઘેટાના એક વર્ષનાં ૧૪ નર બચ્ચાં ચઢાવો. એ બધાં પ્રાણીઓ ખોડખાંપણ વગરનાં હોય.+ ૧૮ આખલા, નર ઘેટા અને ઘેટાના નર બચ્ચાની સંખ્યા પ્રમાણે તમે તેઓનાં અનાજ-અર્પણ અને દ્રાક્ષદારૂ-અર્પણ નિયમિત વિધિ પ્રમાણે ચઢાવો. ૧૯ એની સાથે પાપ-અર્પણ તરીકે બકરીનું એક નર બચ્ચું ચઢાવો. નિયમિત અગ્નિ-અર્પણ અને એનાં અનાજ-અર્પણ તથા તેઓનાં દ્રાક્ષદારૂ-અર્પણ ઉપરાંત એ ચઢાવો.+
૨૦ “‘ત્રીજા દિવસે ૧૧ આખલા, ૨ નર ઘેટા અને ઘેટાના એક વર્ષનાં ૧૪ નર બચ્ચાં ચઢાવો. એ બધાં પ્રાણીઓ ખોડખાંપણ વગરનાં હોય.+ ૨૧ આખલા, નર ઘેટા અને ઘેટાના નર બચ્ચાની સંખ્યા પ્રમાણે તમે તેઓનાં અનાજ-અર્પણ અને દ્રાક્ષદારૂ-અર્પણ નિયમિત વિધિ પ્રમાણે ચઢાવો. ૨૨ એની સાથે પાપ-અર્પણ તરીકે બકરીનું એક નર બચ્ચું ચઢાવો. નિયમિત અગ્નિ-અર્પણ અને એનાં અનાજ-અર્પણ તથા દ્રાક્ષદારૂ-અર્પણ ઉપરાંત એ ચઢાવો.+
૨૩ “‘ચોથા દિવસે ૧૦ આખલા, ૨ નર ઘેટા અને ઘેટાના એક વર્ષનાં ૧૪ નર બચ્ચાં ચઢાવો. એ બધાં પ્રાણીઓ ખોડખાંપણ વગરનાં હોય.+ ૨૪ આખલા, નર ઘેટા અને ઘેટાના નર બચ્ચાની સંખ્યા પ્રમાણે તમે તેઓનાં અનાજ-અર્પણ અને દ્રાક્ષદારૂ-અર્પણ નિયમિત વિધિ પ્રમાણે ચઢાવો. ૨૫ એની સાથે પાપ-અર્પણ તરીકે બકરીનું એક નર બચ્ચું ચઢાવો. નિયમિત અગ્નિ-અર્પણ અને એનાં અનાજ-અર્પણ તથા દ્રાક્ષદારૂ-અર્પણ ઉપરાંત એ ચઢાવો.+
૨૬ “‘પાંચમા દિવસે ૯ આખલા, ૨ નર ઘેટા અને ઘેટાના એક વર્ષનાં ૧૪ નર બચ્ચાં ચઢાવો. એ બધાં પ્રાણીઓ ખોડખાંપણ વગરનાં હોય.+ ૨૭ આખલા, નર ઘેટા અને ઘેટાના નર બચ્ચાની સંખ્યા પ્રમાણે તમે તેઓનાં અનાજ-અર્પણ અને દ્રાક્ષદારૂ-અર્પણ નિયમિત વિધિ પ્રમાણે ચઢાવો. ૨૮ એની સાથે પાપ-અર્પણ તરીકે બકરીનું એક નર બચ્ચું ચઢાવો. નિયમિત અગ્નિ-અર્પણ અને એનાં અનાજ-અર્પણ તથા દ્રાક્ષદારૂ-અર્પણ ઉપરાંત એ ચઢાવો.+
૨૯ “‘છઠ્ઠા દિવસે ૮ આખલા, ૨ નર ઘેટા અને ઘેટાના એક વર્ષનાં ૧૪ નર બચ્ચાં ચઢાવો. એ બધાં પ્રાણીઓ ખોડખાંપણ વગરનાં હોય.+ ૩૦ આખલા, નર ઘેટા અને ઘેટાના નર બચ્ચાની સંખ્યા પ્રમાણે તમે તેઓનાં અનાજ-અર્પણ અને દ્રાક્ષદારૂ-અર્પણ નિયમિત વિધિ પ્રમાણે ચઢાવો. ૩૧ એની સાથે પાપ-અર્પણ તરીકે બકરીનું એક નર બચ્ચું ચઢાવો. નિયમિત અગ્નિ-અર્પણ અને એનાં અનાજ-અર્પણ તથા દ્રાક્ષદારૂ-અર્પણ ઉપરાંત એ ચઢાવો.+
૩૨ “‘સાતમા દિવસે ૭ આખલા, ૨ નર ઘેટા અને ઘેટાના એક વર્ષનાં ૧૪ નર બચ્ચાં ચઢાવો. એ બધાં પ્રાણીઓ ખોડખાંપણ વગરનાં હોય.+ ૩૩ આખલા, નર ઘેટા અને ઘેટાના નર બચ્ચાની સંખ્યા પ્રમાણે તમે તેઓનાં અનાજ-અર્પણ અને દ્રાક્ષદારૂ-અર્પણ નિયમિત વિધિ પ્રમાણે ચઢાવો. ૩૪ એની સાથે પાપ-અર્પણ તરીકે બકરીનું એક નર બચ્ચું ચઢાવો. નિયમિત અગ્નિ-અર્પણ અને એનાં અનાજ-અર્પણ તથા દ્રાક્ષદારૂ-અર્પણ ઉપરાંત એ ચઢાવો.+
૩૫ “‘આઠમા દિવસે તમે ખાસ સંમેલન* રાખો. એ દિવસે તમે મહેનતનું કોઈ કામ ન કરો.+ ૩૬ અગ્નિ-અર્પણ તરીકે તમે એક આખલો, એક નર ઘેટો અને ઘેટાના એક વર્ષનાં સાત નર બચ્ચાં ચઢાવો. એ બધાં પ્રાણીઓ ખોડખાંપણ વગરનાં હોય.+ એ આગમાં ચઢાવવાનું અર્પણ છે, જેની સુવાસથી યહોવા ખુશ થાય છે. ૩૭ આખલા, નર ઘેટા અને ઘેટાના નર બચ્ચાની સંખ્યા પ્રમાણે તમે તેઓનાં અનાજ-અર્પણ અને દ્રાક્ષદારૂ-અર્પણ નિયમિત વિધિ પ્રમાણે ચઢાવો. ૩૮ એની સાથે પાપ-અર્પણ તરીકે બકરીનું એક નર બચ્ચું ચઢાવો. નિયમિત અગ્નિ-અર્પણ અને એનાં અનાજ-અર્પણ તથા દ્રાક્ષદારૂ-અર્પણ ઉપરાંત એ ચઢાવો.+
૩૯ “‘તમે તહેવારો ઊજવો ત્યારે+ એ બધાં અર્પણો યહોવાને ચઢાવો. માનતા-અર્પણો*+ અને સ્વેચ્છા-અર્પણો+ તરીકે તમે જે અગ્નિ-અર્પણો,+ અનાજ-અર્પણો,+ દ્રાક્ષદારૂ-અર્પણો+ અને શાંતિ-અર્પણો+ ચઢાવો છો, એ ઉપરાંત તમે એ અર્પણો ચઢાવો.’” ૪૦ યહોવાએ મૂસાને જે આજ્ઞાઓ આપી હતી, એ બધી મૂસાએ ઇઝરાયેલીઓને જણાવી.
૩૦ પછી મૂસાએ ઇઝરાયેલના દરેક કુળના વડાને કહ્યું:+ “યહોવાએ આ આજ્ઞા આપી છે: ૨ જો કોઈ પુરુષ યહોવા આગળ માનતા લે+ અથવા સમ ખાઈને+ કોઈ વસ્તુનો ત્યાગ કરવાની* માનતા લે, તો તેણે પોતાના શબ્દોથી ફરી જવું નહિ.+ તેણે પોતાની માનતા પૂરી કરવી.+
૩ “જો કોઈ યુવતી પોતાના પિતાના ઘરમાં રહેતી હોય ત્યારે, યહોવા આગળ માનતા લે અથવા કોઈ વસ્તુનો ત્યાગ કરવાની માનતા લે ૪ અને તેનો પિતા એ માનતા વિશે સાંભળીને કોઈ વાંધો ન ઉઠાવે, તો તેણે પોતાની બધી માનતાઓ પૂરી કરવી. કોઈ વસ્તુનો ત્યાગ કરવા વિશે તેણે જે માનતા લીધી હોય, એ પણ પૂરી કરવી. ૫ પણ જો તેના પિતા તેની માનતા વિશે કે કોઈ વસ્તુનો ત્યાગ કરવાની માનતા વિશે સાંભળે અને એ પૂરી કરવાની મના કરે, તો તે યુવતી એ માનતા પૂરી કરવા બંધાયેલી નથી. યહોવા તેને માફ કરશે, કેમ કે તેના પિતાએ તેને મના કરી છે.+
૬ “પણ જો કોઈ યુવતી માનતા લે અથવા ઉતાવળે કોઈ વચન આપે અને પછી તેના લગ્ન થાય ૭ અને તેનો પતિ એ વિશે સાંભળે અને એ દિવસે કોઈ વાંધો ન ઉઠાવે, તો તે યુવતીએ પોતાની માનતા કે કોઈ વસ્તુનો ત્યાગ કરવાની માનતા પૂરી કરવી. ૮ પણ જો પત્નીની માનતા કે ઉતાવળે આપેલા વચન વિશે સાંભળીને પતિ એ જ દિવસે તેને મના કરે, તો એ માનતા કે વચનને પતિ રદ કરી શકે છે+ અને યહોવા તે યુવતીને માફ કરશે.
૯ “પણ જો કોઈ વિધવા કે છૂટાછેડા પામેલી સ્ત્રી માનતા લે, તો તે પોતાની માનતા પૂરી કરવા બંધાયેલી છે.
૧૦ “પણ જો કોઈ સ્ત્રી પતિના ઘરમાં રહેતી હોય ત્યારે, કોઈ માનતા લે અથવા કોઈ વસ્તુનો ત્યાગ કરવાની માનતા લે ૧૧ અને તેનો પતિ એ વિશે સાંભળીને કોઈ વાંધો ન ઉઠાવે કે એની મના ન કરે, તો તે સ્ત્રીએ પોતાની માનતા કે કોઈ વસ્તુનો ત્યાગ કરવાની માનતા જરૂર પૂરી કરવી. ૧૨ પણ જો તેનો પતિ તેની માનતા કે કોઈ વસ્તુનો ત્યાગ કરવાની માનતા વિશે સાંભળે અને એ જ દિવસે એને રદ કરે, તો તે સ્ત્રી એ માનતા પૂરી કરવા બંધાયેલી નથી.+ યહોવા તેને માફ કરશે, કેમ કે તેના પતિએ તેની માનતા રદ કરી છે. ૧૩ જો કોઈ સ્ત્રી માનતા લે અથવા કોઈ વસ્તુનો ત્યાગ કરવાની માનતા લે, તો તેનો પતિ તેની માનતાને મંજૂર કે રદ કરી શકે છે. ૧૪ પણ જો તેનો પતિ એ માનતા વિશે સાંભળ્યા પછીના દિવસોમાં કોઈ વાંધો ન ઉઠાવે, તો તે પત્નીની માનતા કે કોઈ વસ્તુનો ત્યાગ કરવાની માનતાને મંજૂરી આપે છે એમ સમજવું. એ માનતાને તે મંજૂરી આપે છે, કેમ કે સાંભળ્યું એ દિવસે તેણે કોઈ વાંધો ઉઠાવ્યો ન હતો. ૧૫ પણ પતિએ જે દિવસે પત્નીની માનતા વિશે સાંભળ્યું હોય, એ દિવસ પછીના કોઈ સમયે એને રદ કરે તો, પત્નીના દોષનાં પરિણામો પતિએ ભોગવવાં પડશે.+
૧૬ “પતિ અને તેની પત્ની વિશે તેમજ પિતા અને તેના ઘરમાં રહેતી તેની દીકરી વિશે એ નિયમો યહોવાએ મૂસાને આપ્યા હતા.”
૩૧ પછી યહોવાએ મૂસાને કહ્યું: ૨ “મિદ્યાનીઓએ ઇઝરાયેલીઓ સાથે જે કર્યું, એનો તું બદલો લે.+ એ પછી તું મરણ પામશે અને તારા બાપદાદાઓની જેમ તને દફનાવવામાં આવશે.”*+
૩ મૂસાએ લોકોને કહ્યું: “મિદ્યાન વિરુદ્ધ યુદ્ધ કરવા તમારામાંથી પુરુષોને તૈયાર કરો, જેથી તેઓ યહોવા વતી બદલો વાળે. ૪ યુદ્ધ માટે તમે ઇઝરાયેલના દરેક કુળમાંથી ૧,૦૦૦ પુરુષો મોકલો.” ૫ તેથી દરેક કુળમાંથી ૧,૦૦૦ પુરુષોને પસંદ કરવામાં આવ્યા. આમ, લાખો ઇઝરાયેલીઓમાંથી+ ૧૨,૦૦૦ પુરુષોને યુદ્ધ માટે તૈયાર કરવામાં આવ્યા.
૬ મૂસાએ તેઓને, એટલે કે દરેક કુળમાંથી ૧,૦૦૦ પુરુષોને યુદ્ધમાં મોકલ્યા. તેઓની સાથે તેણે એલઆઝારના દીકરા ફીનહાસને+ સૈન્યના યાજક તરીકે મોકલ્યો. તેના હાથમાં પવિત્ર વાસણો અને યુદ્ધનો સંકેત આપવા રણશિંગડાં હતાં.+ ૭ યહોવાએ મૂસાને આજ્ઞા આપી હતી એ પ્રમાણે જ તેઓએ મિદ્યાન વિરુદ્ધ યુદ્ધ કર્યું અને તેઓમાંના દરેક પુરુષને મારી નાખ્યો. ૮ એ પુરુષો ઉપરાંત તેઓએ મિદ્યાનના આ પાંચ રાજાઓને પણ મારી નાખ્યા: અવી, રેકેમ, સૂર, હૂર અને રેબા. તેઓએ બયોરના દીકરા બલામને+ પણ તલવારથી મારી નાખ્યો. ૯ પણ તેઓએ મિદ્યાની સ્ત્રીઓને અને બાળકોને બંદી બનાવ્યાં. તેઓની બધી માલ-મિલકત, તેઓનાં બધાં પાલતુ પ્રાણીઓ અને ઢોરઢાંક લૂંટી લીધાં. ૧૦ તેઓ રહેતા હતા એ બધાં શહેરોને અને છાવણીઓને* આગથી બાળી દીધાં. ૧૧ તેઓ બધી લૂંટ, કબજે કરેલાં પ્રાણીઓ અને બંદીવાનોને લઈ આવ્યા. ૧૨ પછી એ બધી લૂંટ અને બંદીવાનોને તેઓ મૂસા, એલઆઝાર યાજક અને બધા ઇઝરાયેલીઓ પાસે લઈ આવ્યા. એ વખતે ઇઝરાયેલીઓએ મોઆબના ઉજ્જડ પ્રદેશમાં છાવણી નાખી હતી,+ જે યર્દન પાસે યરીખો સામે હતી.
૧૩ પછી મૂસા, એલઆઝાર યાજક અને બધાં કુળોના મુખી તેઓને મળવા છાવણીની બહાર ગયા. ૧૪ પણ યુદ્ધમાંથી પાછા આવેલા સૈન્યના અધિકારીઓ પર, એટલે કે હજાર હજારની અને સો સોની ટુકડીઓના મુખીઓ પર મૂસા ગુસ્સે ભરાયો. ૧૫ મૂસાએ તેઓને કહ્યું: “તમે કેમ બધી સ્ત્રીઓને જીવતી રાખી? ૧૬ જુઓ! આ એ જ સ્ત્રીઓ છે, જેઓએ બલામના કહેવાથી ઇઝરાયેલીઓને ફસાવ્યા હતા અને પેઓરના કિસ્સામાં+ યહોવાને બેવફા બનવા લોકોને ઉશ્કેર્યા હતા.+ એના લીધે યહોવાના લોકો પર રોગચાળો ફાટી નીકળ્યો હતો.+ ૧૭ હવે તમે દરેક નર બાળકને મારી નાખો અને પુરુષ સાથે જાતીય સંબંધ બાંધ્યો હોય એવી દરેક સ્ત્રીને મારી નાખો. ૧૮ પણ પુરુષ સાથે જાતીય સંબંધ બાંધ્યો ન હોય એવી દરેક છોકરીને જીવતી રાખો.+ ૧૯ તમે સાત દિવસ સુધી છાવણી બહાર રહો. તમારામાંથી જેણે જેણે કોઈને મારી નાખ્યો હોય અથવા કોઈના શબને અડક્યો હોય,+ તે ત્રીજા દિવસે અને સાતમા દિવસે પોતાને શુદ્ધ કરે.+ તમે અને તમારા બધા બંદીવાનો એ પ્રમાણે કરો. ૨૦ તમે દરેક કપડાને, ચામડાની દરેક વસ્તુને, બકરાના વાળથી બનેલી દરેક વસ્તુને અને લાકડાની દરેક વસ્તુને શુદ્ધ કરો.”
૨૧ યુદ્ધમાં ગયેલા સૈનિકોને એલઆઝાર યાજકે કહ્યું: “યહોવાએ મૂસા દ્વારા આ નિયમ આપ્યો છે: ૨૨ ‘સોનું, ચાંદી, તાંબું, લોઢું, કલાઈ, સીસું ૨૩ અને એવી દરેક વસ્તુ જે આગમાં ટકી શકે છે, એને તમે આગમાં નાખો અને એ શુદ્ધ થશે. પછી એ વસ્તુઓને તમે શુદ્ધિકરણના પાણીથી શુદ્ધ કરો.+ પણ આગમાં ટકી ન શકે એવી દરેક વસ્તુને તમે પાણીથી ધૂઓ. ૨૪ સાતમા દિવસે તમે તમારાં કપડાં ધૂઓ, એટલે તમે શુદ્ધ થશો. પછી તમે છાવણીમાં આવી શકો.’”+
૨૫ પછી યહોવાએ મૂસાને કહ્યું: ૨૬ “એલઆઝાર યાજક અને પિતાનાં કુટુંબોના વડા સાથે મળીને તું લૂંટની, કબજે કરેલાં પ્રાણીઓની અને બંદીવાનોની યાદી બનાવ. ૨૭ લૂંટના બે હિસ્સા પાડ. એક હિસ્સો યુદ્ધમાં ગયેલા સૈનિકોને આપ અને બીજો હિસ્સો બાકીના ઇઝરાયેલીઓને આપ.+ ૨૮ યુદ્ધમાં ગયેલા સૈનિકો પાસેથી યહોવા માટે કર લે. દર ૫૦૦માંથી એક,* એટલે કે લોકોમાંથી, ઢોરઢાંકમાંથી, ગધેડાંમાંથી અને ઘેટાં-બકરાંમાંથી એક એક લે. ૨૯ સૈનિકોના હિસ્સામાંથી તું એ બધું લે અને એલઆઝાર યાજકને આપ. એ દાન યહોવાનું છે.+ ૩૦ ઇઝરાયેલીઓના હિસ્સામાંથી તું દર ૫૦માંથી એક, એટલે કે લોકોમાંથી, ઢોરઢાંકમાંથી, ગધેડાંમાંથી, ઘેટાં-બકરાંમાંથી અને દરેક પ્રકારના પાલતુ પ્રાણીમાંથી એક એક લે. તું એ બધું લેવીઓને આપ,+ જેઓ યહોવાના મંડપને લગતી જવાબદારીઓ નિભાવે છે.”+
૩૧ યહોવાએ મૂસાને આજ્ઞા આપી હતી એ પ્રમાણે જ મૂસાએ અને એલઆઝાર યાજકે કર્યું. ૩૨ સૈનિકો જે લૂંટ લાવ્યા હતા, એમાંથી જે બચ્યું એ આ પ્રમાણે હતું: ૬,૭૫,૦૦૦ ઘેટાં-બકરાં; ૩૩ ૭૨,૦૦૦ ઢોરઢાંક; ૩૪ ૬૧,૦૦૦ ગધેડાં. ૩૫ પુરુષ સાથે જાતીય સંબંધ બાંધ્યો ન હોય+ એવી સ્ત્રીઓની સંખ્યા ૩૨,૦૦૦ હતી. ૩૬ યુદ્ધમાં ગયેલા સૈનિકોને હિસ્સામાં ૩,૩૭,૫૦૦ ઘેટાં-બકરાં મળ્યાં. ૩૭ એમાંથી ૬૭૫ ઘેટાં-બકરાં યહોવાને કર તરીકે આપ્યાં. ૩૮ ૩૬,૦૦૦ ઢોરઢાંક હતાં, જેમાંથી ૭૨ ઢોરઢાંક યહોવાને કર તરીકે આપ્યાં. ૩૯ ૩૦,૫૦૦ ગધેડાં હતાં, જેમાંથી ૬૧ ગધેડાં યહોવાને કર તરીકે આપ્યાં. ૪૦ ૧૬,૦૦૦ લોકો હતા, જેમાંથી ૩૨ લોકો યહોવાને કર તરીકે આપ્યા. ૪૧ પછી મૂસાએ એ કર યહોવાના દાન તરીકે એલઆઝાર યાજકને આપ્યો.+ યહોવાએ મૂસાને આજ્ઞા આપી હતી, એ પ્રમાણે જ તેણે કર્યું.
૪૨ મૂસાએ યુદ્ધમાં ગયેલા સૈનિકોને હિસ્સો આપ્યો, એ પછી જે અડધો હિસ્સો ઇઝરાયેલીઓને મળ્યો એ આ હતો: ૪૩ ૩,૩૭,૫૦૦ ઘેટાં-બકરાં; ૪૪ ૩૬,૦૦૦ ઢોરઢાંક; ૪૫ ૩૦,૫૦૦ ગધેડાં ૪૬ અને ૧૬,૦૦૦ લોકો. ૪૭ પછી મૂસાએ ઇઝરાયેલીઓના હિસ્સામાંથી દર ૫૦માંથી એક, એટલે કે લોકોમાંથી અને પ્રાણીઓમાંથી એક એક લઈને એ બધું લેવીઓને આપ્યું,+ જેઓ યહોવાના મંડપને લગતી જવાબદારીઓ નિભાવતા હતા.+ યહોવાએ મૂસાને આજ્ઞા આપી હતી એ પ્રમાણે જ તેણે કર્યું.
૪૮ પછી સૈન્યના અધિકારીઓ, એટલે કે હજાર હજારની+ અને સો સોની ટુકડીઓના મુખીઓ મૂસા પાસે આવ્યા. ૪૯ તેઓએ મૂસાને કહ્યું: “અમારા અધિકાર નીચે જે પુરુષો યુદ્ધમાં ગયા હતા, તેઓની અમે ગણતરી કરી અને એક પણ પુરુષ ઓછો થયો નથી.+ ૫૦ અમારામાંનો દરેક જણ અમને જે મળ્યું છે એમાંથી યહોવાને આ અર્પણ કરવા માંગે છે: સોનાની વસ્તુઓ, ઝાંઝરો, બંગડીઓ, વીંટીઓ,* કાનની કડીઓ અને બીજાં ઘરેણાં, જેથી અમે યહોવા આગળ પોતાના માટે પ્રાયશ્ચિત્ત કરી શકીએ.”
૫૧ તેથી મૂસા અને એલઆઝાર યાજકે તેઓ પાસેથી સોનાનાં બધાં ઘરેણાં સ્વીકાર્યાં. ૫૨ હજાર હજાર અને સો સોની ટુકડીઓના મુખીઓએ યહોવા માટે દાનમાં જે સોનું આપ્યું, એનું વજન ૧૬,૭૫૦ શેકેલ* હતું. ૫૩ દરેક સૈનિકે પોતાના માટે લૂંટ રાખી લીધી હતી. ૫૪ મૂસા અને એલઆઝાર યાજકે હજાર હજાર અને સો સોની ટુકડીઓના મુખીઓ પાસેથી સોનું લીધું અને એને મુલાકાતમંડપમાં લાવ્યા. એ યહોવા આગળ ઇઝરાયેલીઓ માટે યાદગીરીરૂપ હતું.
૩૨ રૂબેનના દીકરાઓ+ અને ગાદના દીકરાઓ+ પાસે ઘણાં ઢોરઢાંક હતાં. તેઓને યાઝેર+ અને ગિલયાદનો વિસ્તાર પોતાનાં ઢોરઢાંક માટે ખૂબ સારો લાગ્યો. ૨ તેથી ગાદના દીકરાઓએ અને રૂબેનના દીકરાઓએ મૂસા, એલઆઝાર યાજક અને લોકોના મુખીઓ પાસે જઈને કહ્યું: ૩ “અટારોથ, દીબોન, યાઝેર, નિમ્રાહ, હેશ્બોન,+ એલઆલેહ, સબામ, નબો+ અને બેઓનનો+ વિસ્તાર, ૪ જેને યહોવાએ બધા ઇઝરાયેલીઓ માટે જીત્યો છે,+ એ વિસ્તાર ઢોરઢાંક માટે ખૂબ સારો છે અને તમારા આ સેવકો પાસે પુષ્કળ ઢોરઢાંક છે.”+ ૫ વધુમાં તેઓએ કહ્યું: “જો અમે તમારી નજરમાં કૃપા પામ્યા હોઈએ, તો એ વિસ્તાર અમને વારસા તરીકે આપો. અમને યર્દનને પેલે પાર લઈ જશો નહિ.”
૬ ત્યારે મૂસાએ ગાદના દીકરાઓને અને રૂબેનના દીકરાઓને કહ્યું: “તમારા ભાઈઓ યુદ્ધમાં જાય ને તમે અહીં બેસી રહેશો? ૭ તમે કેમ ઇઝરાયેલીઓની હિંમત તોડવા માંગો છો? તમારા લીધે તેઓ નિરાશ થઈ જશે અને એ દેશમાં જવાની ના પાડશે, જે યહોવા તેઓને આપવાના છે. ૮ મેં તમારા પિતાઓને કાદેશ-બાર્નેઆથી આ દેશ જોવા મોકલ્યા હતા ત્યારે, તેઓએ આવું જ કર્યું હતું.+ ૯ એશ્કોલની ખીણ+ પાસેથી એ દેશ જોયા પછી, તેઓએ ઇઝરાયેલીઓને એટલી હદે નિરાશ કરી દીધા કે યહોવા જે દેશ આપવાના હતા, એમાં જવાની ઇઝરાયેલીઓએ ના પાડી દીધી.+ ૧૦ એ દિવસે યહોવા એટલા ગુસ્સે ભરાયા હતા કે તેમણે સમ ખાધા:+ ૧૧ ‘ઇજિપ્તમાંથી જેઓ નીકળી આવ્યા છે, તેઓમાંથી ૨૦ વર્ષ કે એથી વધુ ઉંમરનો કોઈ પણ માણસ એ દેશ જોવા પામશે નહિ,+ કેમ કે તેઓ પૂરા દિલથી મારી પાછળ ચાલ્યા નથી. તેઓ એ દેશમાં નહિ જાય જે વિશે મેં ઇબ્રાહિમ, ઇસહાક અને યાકૂબ આગળ સમ ખાધા હતા.+ ૧૨ ફક્ત કનિઝ્ઝી યફૂન્નેહનો દીકરો કાલેબ+ અને નૂનનો દીકરો યહોશુઆ+ જ એ દેશમાં જશે, કેમ કે તેઓ યહોવા પાછળ પૂરા દિલથી ચાલ્યા છે.’+ ૧૩ આમ, યહોવાનો ગુસ્સો ઇઝરાયેલીઓ પર ભભૂકી ઊઠ્યો અને તેમણે તેઓને ૪૦ વર્ષ સુધી,+ એટલે કે યહોવાની નજરમાં દુષ્ટ કામ કરનાર પેઢીનો અંત ન આવ્યો ત્યાં સુધી વેરાન પ્રદેશમાં ભટકવા દીધા.+ ૧૪ હે પાપીઓના દીકરાઓ, હવે તમે પણ તમારા પિતાઓની જેમ વર્તીને ઇઝરાયેલ પર યહોવાનો ગુસ્સો વધારી રહ્યા છો. ૧૫ જો તમે તેમની પાછળ ચાલવાનું પડતું મૂકશો, તો તે ચોક્કસ આ લોકોને વેરાન પ્રદેશમાં ભટકવા પાછા છોડી દેશે અને તમે આ લોકોના નાશનું કારણ બનશો.”
૧૬ તેઓએ મૂસા પાસે આવીને કહ્યું: “અમને અહીં અમારાં બાળકો માટે શહેરો અને અમારાં ઘેટાં-બકરાં માટે પથ્થરના વાડા બાંધવા દો. ૧૭ પણ અમે હથિયાર સજીને+ ઇઝરાયેલીઓ સાથે જઈશું અને તેઓને જે વિસ્તાર મળવાનો છે, એમાં તેઓને ઠરીઠામ કરી ન દઈએ ત્યાં સુધી યુદ્ધમાં તેઓની આગળ રહીશું. એ દરમિયાન અમારાં બાળકો કોટવાળાં શહેરોમાં રહેશે, જેથી આ દેશના રહેવાસીઓ તેઓને નુકસાન ન પહોંચાડે. ૧૮ જ્યાં સુધી દરેક ઇઝરાયેલીને પોતપોતાના વારસાની જમીન નહિ મળે, ત્યાં સુધી અમે અમારા ઘરે પાછા નહિ આવીએ.+ ૧૯ અમે યર્દનને પેલે પાર તેઓ સાથે વારસો નહિ લઈએ, કેમ કે યર્દનની પૂર્વ તરફ અમને વારસો મળી ચૂક્યો છે.”+
૨૦ મૂસાએ તેઓને કહ્યું: “એમ હોય તો, તમે યુદ્ધ માટે હથિયારો સજીને યહોવા આગળ જાઓ.+ ૨૧ જો તમે બધા લોકો હથિયાર સજીને યહોવા આગળ યર્દન પાર કરો અને તે પોતાના દુશ્મનોને પોતાની આગળથી કાઢી મૂકે+ ૨૨ અને દેશ યહોવાના તાબામાં આવે+ એ પછી જ તમે પાછા ફરો,+ તો તમે યહોવા અને ઇઝરાયેલ આગળ દોષિત નહિ ઠરો. ત્યાર બાદ, યહોવા આગળ તમને આ વિસ્તાર વારસા તરીકે મળશે.+ ૨૩ પણ જો તમે એમ નહિ કરો, તો તમે યહોવા વિરુદ્ધ પાપ કરો છો. યાદ રાખજો, એ પાપનો જવાબ તમારે આપવો પડશે. ૨૪ તમે તમારાં બાળકો માટે શહેરો અને ઘેટાં-બકરાં માટે વાડા બાંધી શકો,+ પણ તમારા વચન પ્રમાણે જરૂર કરજો.”
૨૫ ગાદના દીકરાઓએ અને રૂબેનના દીકરાઓએ મૂસાને કહ્યું: “માલિક, તમારા કહ્યા પ્રમાણે તમારા આ સેવકો જરૂર કરશે. ૨૬ અમારાં બાળકો, પત્નીઓ, ઢોરઢાંક અને પાલતુ પ્રાણીઓ અહીં ગિલયાદનાં શહેરોમાં રહેશે.+ ૨૭ પણ તમારા કહ્યા પ્રમાણે તમારા આ સેવકો નદીને પેલે પાર જશે અને હથિયાર સજીને યહોવા આગળ યુદ્ધ કરશે.”+
૨૮ તેથી મૂસાએ તેઓ વિશે એલઆઝાર યાજકને, નૂનના દીકરા યહોશુઆને અને ઇઝરાયેલનાં કુટુંબોના વડાને આજ્ઞા આપી. ૨૯ મૂસાએ તેઓને કહ્યું: “જો ગાદના દીકરાઓ અને રૂબેનના દીકરાઓ તમારી સાથે યર્દન નદી પાર કરે અને તેઓમાંનો દરેક જણ હથિયાર સજીને યુદ્ધ માટે યહોવા આગળ જાય અને તમે દેશ કબજે કરો, તો તમે ગિલયાદનો વિસ્તાર તેઓને વારસા તરીકે જરૂર આપજો.+ ૩૦ પણ જો તેઓ હથિયાર સજીને તમારી સાથે પેલે પાર ન આવે, તો તેઓને કનાન દેશમાં તમારી સાથે જ વસાવજો.”
૩૧ ત્યારે ગાદના દીકરાઓ અને રૂબેનના દીકરાઓએ કહ્યું: “યહોવાના કહ્યા પ્રમાણે જ તમારા આ સેવકો કરશે. ૩૨ અમે હથિયાર સજીશું અને યહોવા આગળ યર્દન પાર કરીને કનાન દેશ જઈશું.+ પણ અમને યર્દનની આ બાજુ વારસો આપજો.” ૩૩ તેથી મૂસાએ ગાદના દીકરાઓને, રૂબેનના દીકરાઓને+ અને યૂસફના દીકરા મનાશ્શાના અડધા કુળને+ અમોરીઓના રાજા સીહોનનું રાજ્ય+ અને બાશાનના રાજા ઓગનું રાજ્ય,+ એટલે કે તેઓના વિસ્તારનાં બધાં શહેરો અને એની આજુબાજુનાં શહેરો વારસા તરીકે આપ્યાં.
૩૪ ગાદના દીકરાઓએ આ શહેરો બાંધ્યાં:* દીબોન,+ અટારોથ,+ અરોએર,+ ૩૫ આટ્રોથ-શોફાન, યાઝેર,+ યોગ્બહાહ,+ ૩૬ બેથ-નિમ્રાહ+ અને બેથ-હારાન.+ તેઓએ એ કોટવાળાં શહેરો અને પોતાનાં ઘેટાં-બકરાં માટે પથ્થરના વાડા બાંધ્યાં. ૩૭ રૂબેનના દીકરાઓએ આ શહેરો બાંધ્યાં: હેશ્બોન,+ એલઆલેહ,+ કિર્યાથાઈમ,+ ૩૮ નબો,+ બઆલ-મેઓન+ (એ બંને શહેરોનાં નામ બદલાઈ ગયાં છે) અને સિબ્માહ. જે શહેરો તેઓએ ફરીથી બાંધ્યાં, એને તેઓએ નવાં નામ આપ્યાં.
૩૯ મનાશ્શાના દીકરા માખીરના દીકરાઓએ+ ગિલયાદ જઈને એને જીતી લીધું અને ત્યાં વસતા અમોરીઓને હાંકી કાઢ્યા. ૪૦ તેથી મૂસાએ મનાશ્શાના દીકરા માખીરના દીકરાઓને ગિલયાદ આપ્યું અને તેઓ ત્યાં રહેવા લાગ્યા.+ ૪૧ મનાશ્શાના દીકરા યાઈરે અમોરીઓ પર હુમલો કરીને તેઓનાં કેટલાંક ગામો* જીતી લીધાં અને તેઓને હાવ્વોથ-યાઈર* નામ આપ્યું.+ ૪૨ નોબાહે જઈને કનાથ અને એની આસપાસનાં નગરો જીતી લીધાં અને પોતાના નામ પરથી એનું નામ નોબાહ પાડ્યું.
૩૩ મૂસા અને હારુનના માર્ગદર્શન હેઠળ+ ઇઝરાયેલીઓ પોતપોતાની ટુકડી* પ્રમાણે+ ઇજિપ્તથી નીકળ્યા ત્યારે,+ તેઓએ મુસાફરીમાં અલગ અલગ જગ્યાઓએ છાવણી નાખી હતી. ૨ યહોવાની આજ્ઞા પ્રમાણે મૂસા નોંધતો ગયો કે તેઓએ મુસાફરીમાં કઈ કઈ જગ્યાઓએ છાવણી નાખી હતી.+ એ જગ્યાઓ આ હતી: ૩ પહેલા મહિનાના ૧૫મા દિવસે+ ઇઝરાયેલીઓ રામસેસથી નીકળ્યા.+ પાસ્ખા ઊજવ્યું+ એ પછીના જ દિવસે તેઓ ઇજિપ્તવાસીઓના દેખતાં ડર્યા વગર ત્યાંથી નીકળ્યા. ૪ એ સમયે ઇજિપ્તવાસીઓ પોતાના એ પ્રથમ જન્મેલાઓને દફનાવતા હતા, જેઓને યહોવાએ મારી નાખ્યા હતા.+ યહોવાએ તેઓના દેવોને સજા ફટકારી હતી.+
૫ ઇઝરાયેલીઓએ રામસેસથી નીકળીને સુક્કોથમાં છાવણી નાખી.+ ૬ સુક્કોથથી નીકળીને તેઓએ વેરાન પ્રદેશની સરહદે આવેલા એથામમાં છાવણી નાખી.+ ૭ તેઓ એથામથી નીકળ્યા અને પાછા ફરીને બઆલ-સફોનની સામે આવેલા પીહાહીરોથ ગયા+ અને મિગ્દોલમાં છાવણી નાખી.+ ૮ પીહાહીરોથથી નીકળ્યા પછી તેઓ સમુદ્રની વચ્ચેથી પસાર થઈને+ વેરાન પ્રદેશમાં+ ગયા. તેઓએ એથામના વેરાન પ્રદેશમાં+ ત્રણ દિવસની મુસાફરી કરી અને મારાહમાં છાવણી નાખી.+
૯ મારાહથી નીકળીને તેઓ એલીમ પહોંચ્યા. એલીમમાં પાણીના ૧૨ ઝરા અને ખજૂરીનાં ૭૦ ઝાડ હતાં. તેથી તેઓએ ત્યાં છાવણી નાખી.+ ૧૦ એલીમથી નીકળીને તેઓએ લાલ સમુદ્ર પાસે છાવણી નાખી. ૧૧ લાલ સમુદ્રથી નીકળીને તેઓએ સીનના વેરાન પ્રદેશમાં છાવણી નાખી.+ ૧૨ સીનના વેરાન પ્રદેશથી નીકળીને તેઓએ દોફકાહમાં છાવણી નાખી. ૧૩ દોફકાહથી નીકળીને તેઓએ આલૂશમાં છાવણી નાખી. ૧૪ આલૂશથી નીકળીને તેઓએ રફીદીમમાં છાવણી નાખી,+ જ્યાં લોકોને પીવા માટે ટીપુંય પાણી ન હતું. ૧૫ રફીદીમથી નીકળીને તેઓએ સિનાઈના વેરાન પ્રદેશમાં છાવણી નાખી.+
૧૬ સિનાઈના વેરાન પ્રદેશથી નીકળીને તેઓએ કિબ્રોથ-હાત્તાવાહમાં છાવણી નાખી.+ ૧૭ કિબ્રોથ-હાત્તાવાહથી નીકળીને તેઓએ હસેરોથમાં છાવણી નાખી.+ ૧૮ હસેરોથથી નીકળીને તેઓએ રિથ્માહમાં છાવણી નાખી. ૧૯ રિથ્માહથી નીકળીને તેઓએ રિમ્મોન-પેરેસમાં છાવણી નાખી. ૨૦ રિમ્મોન-પેરેસથી નીકળીને તેઓએ લિબ્નાહમાં છાવણી નાખી. ૨૧ લિબ્નાહથી નીકળીને તેઓએ રિસ્સાહમાં છાવણી નાખી. ૨૨ રિસ્સાહથી નીકળીને તેઓએ કહેલાથાહમાં છાવણી નાખી. ૨૩ કહેલાથાહથી નીકળીને તેઓએ શેફેર પર્વત આગળ છાવણી નાખી.
૨૪ શેફેર પર્વતથી નીકળીને તેઓએ હરાદાહમાં છાવણી નાખી. ૨૫ હરાદાહથી નીકળીને તેઓએ માકહેલોથમાં છાવણી નાખી. ૨૬ માકહેલોથથી નીકળીને+ તેઓએ તાહાથમાં છાવણી નાખી. ૨૭ તાહાથથી નીકળીને તેઓએ તેરાહમાં છાવણી નાખી. ૨૮ તેરાહથી નીકળીને તેઓએ મિથ્કાહમાં છાવણી નાખી. ૨૯ મિથ્કાહથી નીકળીને તેઓએ હાશ્મોનાહમાં છાવણી નાખી. ૩૦ હાશ્મોનાહથી નીકળીને તેઓએ મોસેરોથમાં છાવણી નાખી. ૩૧ મોસેરોથથી નીકળીને તેઓએ બની-યાઅકાનમાં છાવણી નાખી.+ ૩૨ બની-યાઅકાનથી નીકળીને તેઓએ હોર-હાગિદગાદમાં છાવણી નાખી. ૩૩ હોર-હાગિદગાદથી નીકળીને તેઓએ યોટબાથાહમાં છાવણી નાખી.+ ૩૪ યોટબાથાહથી નીકળીને તેઓએ આબ્રોનાહમાં છાવણી નાખી. ૩૫ આબ્રોનાહથી નીકળીને તેઓએ એસ્યોન-ગેબેરમાં છાવણી નાખી.+ ૩૬ એસ્યોન-ગેબેરથી નીકળીને તેઓએ ઝીનના વેરાન પ્રદેશમાં,+ એટલે કે કાદેશમાં છાવણી નાખી.
૩૭ કાદેશથી નીકળીને તેઓએ અદોમની સરહદે આવેલા હોર પર્વત આગળ છાવણી નાખી.+ ૩૮ યહોવાની આજ્ઞા પ્રમાણે હારુન યાજક હોર પર્વત ઉપર ગયો અને ત્યાં તેનું મરણ થયું. ઇઝરાયેલીઓ ઇજિપ્તમાંથી નીકળ્યા એના ૪૦મા વર્ષે પાંચમા મહિનાને પહેલે દિવસે તે મરણ પામ્યો.+ ૩૯ હોર પર્વત ઉપર હારુન મરણ પામ્યો ત્યારે તે ૧૨૩ વર્ષનો હતો.
૪૦ હવે અરાદનો કનાની રાજા,+ જે કનાનના નેગેબમાં વસતો હતો, તેણે સાંભળ્યું કે ઇઝરાયેલીઓ આવી રહ્યા છે.
૪૧ હોર પર્વતથી નીકળીને+ ઇઝરાયેલીઓએ સાલ્મોનાહમાં છાવણી નાખી. ૪૨ સાલ્મોનાહથી નીકળીને તેઓએ પૂનોનમાં છાવણી નાખી. ૪૩ પૂનોનથી નીકળીને તેઓએ ઓબોથમાં છાવણી નાખી.+ ૪૪ ઓબોથથી નીકળીને તેઓએ મોઆબની સરહદે આવેલા ઈયેઅબારીમમાં છાવણી નાખી.+ ૪૫ ઈયીમથી* નીકળીને તેઓએ દીબોન-ગાદમાં છાવણી નાખી.+ ૪૬ દીબોન-ગાદથી નીકળીને તેઓએ આલ્મોન-દિબ્લાથાઈમમાં છાવણી નાખી. ૪૭ આલ્મોન-દિબ્લાથાઈમથી નીકળીને તેઓએ નબો+ સામે અબારીમ પર્વતો+ આગળ છાવણી નાખી. ૪૮ આખરે, અબારીમ પર્વતોથી નીકળીને તેઓએ મોઆબના ઉજ્જડ પ્રદેશમાં છાવણી નાખી, જે યર્દનની પાસે યરીખો સામે આવેલો છે.+ ૪૯ તેઓએ યર્દન પાસે બેથ-યશીમોથથી લઈને આબેલ-શિટ્ટીમ+ સુધી મોઆબના ઉજ્જડ પ્રદેશમાં છાવણી નાખી.
૫૦ ઇઝરાયેલીઓ યર્દન પાસે યરીખો સામે આવેલા મોઆબના ઉજ્જડ પ્રદેશમાં હતા ત્યારે, યહોવાએ મૂસાને કહ્યું: ૫૧ “ઇઝરાયેલીઓને કહે, ‘હવે તમે યર્દન પાર કરીને કનાન દેશ જઈ રહ્યા છો.+ ૫૨ તમે એ દેશમાં વસતી બધી પ્રજાઓને તમારી આગળથી હાંકી કાઢજો. તેઓની પથ્થરોની મૂર્તિઓના+ અને ધાતુઓની મૂર્તિઓના*+ ટુકડે-ટુકડા કરી નાખજો. જે ભક્તિ-સ્થળોને* તેઓ પવિત્ર ગણે છે એના પણ ચૂરેચૂરા કરી નાખજો.+ ૫૩ તમે એ દેશને કબજે કરશો અને એમાં વસશો, કેમ કે એ દેશ હું તમને વારસા તરીકે આપવાનો છું.+ ૫૪ તમે ચિઠ્ઠીઓ* નાખીને એ દેશ તમારાં કુટુંબો પ્રમાણે વહેંચી લેજો.+ જો કુળ મોટું હોય, તો એને વધારે વારસો આપજો અને નાનું હોય તો, એને ઓછો વારસો આપજો.+ જેની ચિઠ્ઠી જે જગ્યા માટે નીકળે, તેને ત્યાં વારસો મળશે. તમારા પિતાનાં કુળો પ્રમાણે તમને વારસો મળશે.+
૫૫ “‘પણ જો તમે એ દેશમાં વસતી પ્રજાઓને તમારી આગળથી હાંકી નહિ કાઢો,+ તો તમે જેઓને રહેવા દેશો તેઓ તમને આંખમાં કણાની જેમ અને શરીરમાં કાંટાની જેમ ખૂંચશે. જે દેશમાં તમે રહેશો, ત્યાં તેઓ તમને હેરાન-પરેશાન કરી મૂકશે+ ૫૬ અને હું તમને એ જ સજા કરીશ, જે સજા મેં તેઓને કરવાનું વિચાર્યું હતું.’”+
૩૪ યહોવાએ મૂસાને આગળ કહ્યું: ૨ “ઇઝરાયેલીઓને આ સૂચનો આપ: ‘તમે કનાન દેશમાં જશો ત્યારે,+ એ દેશનો જે વિસ્તાર તમને વારસામાં મળશે, એની સરહદો આ છે:+
૩ “‘તમારી દક્ષિણ સરહદ અદોમ પાસેના ઝીનના વેરાન પ્રદેશથી શરૂ થશે. તમારી દક્ષિણ-પૂર્વ સરહદ ખારા સમુદ્રના* છેડાથી શરૂ થશે.+ ૪ એ સરહદ આક્રાબ્બીમના ચઢાણની+ દક્ષિણેથી વળીને ઝીન સુધી પહોંચશે અને કાદેશ-બાર્નેઆની+ દક્ષિણ સુધી જશે. ત્યાંથી એ હસાર-આદ્દાર+ થઈને છેક આસ્મોન સુધી પહોંચશે. ૫ એ સરહદ આસ્મોનથી વળીને ઇજિપ્તની ખીણ* સુધી જશે. એનો છેડો સમુદ્ર* આગળ પૂરો થશે.+
૬ “‘તમારી પશ્ચિમ સરહદ મોટો સમુદ્ર* અને એનો કિનારો થશે. એ તમારી પશ્ચિમ સરહદ થશે.+
૭ “‘તમારી ઉત્તર સરહદ આ થશે: મોટા સમુદ્રથી લઈને છેક હોર પર્વત* સુધી. ૮ એ સરહદ હોર પર્વતથી લીબો-હમાથ* સુધી+ અને ત્યાંથી સદાદ સુધી જશે.+ ૯ પછી ત્યાંથી ઝિફ્રોન સુધી જશે અને હસાર-એનાન આગળ પૂરી થશે.+ એ તમારી ઉત્તર સરહદ થશે.
૧૦ “‘તમારી પૂર્વ સરહદ હસાર-એનાનથી શફામ સુધી થશે. ૧૧ એ સરહદ શફામથી રિબ્લાહ જશે, જે આઈનને પૂર્વે આવેલું છે. ત્યાંથી એ સરહદ નીચે જશે અને કિન્નેરેથ સમુદ્રના* પૂર્વીય ઢોળાવથી પસાર થશે.+ ૧૨ એ સરહદ યર્દન સુધી જશે અને ખારા સમુદ્રમાં પૂરી થશે.+ એ તમારો દેશ+ અને એની આસપાસની સરહદો છે.’”
૧૩ તેથી મૂસાએ ઇઝરાયેલીઓને સૂચનો આપતા કહ્યું: “તમે ચિઠ્ઠીઓ* નાખીને એ દેશ તમારા વારસા તરીકે વહેંચી લેજો.+ યહોવાએ આજ્ઞા આપી છે તેમ એ દેશ સાડા નવ કુળ માટે છે. ૧૪ કેમ કે રૂબેનીઓના કુળે અને ગાદીઓના કુળે પોતપોતાના પિતાના કુટુંબ પ્રમાણે પહેલેથી જ વારસો લઈ લીધો છે. મનાશ્શાના અડધા કુળે પણ પોતાનો વારસો લઈ લીધો છે.+ ૧૫ એ અઢી કુળે યર્દનની પૂર્વ બાજુએ*+ યરીખો પાસે પહેલેથી જ પોતાનો વારસો લઈ લીધો છે.”
૧૬ પછી યહોવાએ મૂસાને કહ્યું: ૧૭ “જે માણસો તમને દેશનો વારસો વહેંચી આપશે, તેઓનાં નામ આ છે: એલઆઝાર+ યાજક અને નૂનનો દીકરો યહોશુઆ.+ ૧૮ તમે દરેક કુળમાંથી એક મુખી લેજો, જે તમને વારસો વહેંચી આપવા મદદ કરશે.+ ૧૯ એ માણસોનાં નામ આ છે: યહૂદા કુળમાંથી+ યફૂન્નેહનો દીકરો કાલેબ;+ ૨૦ શિમયોનના દીકરાઓના કુળમાંથી+ આમ્મીહૂદનો દીકરો શમુએલ; ૨૧ બિન્યામીન કુળમાંથી+ કિસ્લોનનો દીકરો અલીદાદ; ૨૨ દાનના દીકરાઓના કુળમાંથી+ યોગ્લીનો દીકરો મુખી બુક્કી; ૨૩ યૂસફના દીકરા+ મનાશ્શાના દીકરાઓના કુળમાંથી+ એફોદનો દીકરો મુખી હાન્નીએલ; ૨૪ એફ્રાઈમના દીકરાઓના કુળમાંથી+ શિફટાનનો દીકરો મુખી કમુએલ; ૨૫ ઝબુલોનના દીકરાઓના કુળમાંથી+ પાર્નાખનો દીકરો મુખી અલીસાફાન; ૨૬ ઇસ્સાખારના દીકરાઓના કુળમાંથી+ અઝ્ઝાનનો દીકરો મુખી પાલ્ટીએલ; ૨૭ આશેરના દીકરાઓના કુળમાંથી+ શલોમીનો દીકરો મુખી અહીહૂદ; ૨૮ નફતાલીના દીકરાઓના કુળમાંથી+ આમ્મીહૂદનો દીકરો મુખી પદાહએલ.” ૨૯ યહોવાએ એ માણસોને આજ્ઞા આપી હતી કે તેઓ ઇઝરાયેલીઓને કનાન દેશ વહેંચી આપે.+
૩૫ યર્દન પાસે યરીખો સામે આવેલા મોઆબના ઉજ્જડ પ્રદેશમાં+ યહોવાએ મૂસાને આગળ કહ્યું: ૨ “ઇઝરાયેલીઓને સૂચના આપ કે તેઓ પોતાને મળેલા વારસામાંથી લેવીઓને રહેવા શહેરો આપે.+ તેઓને શહેરોની આસપાસનાં ગૌચરો* પણ આપે.+ ૩ લેવીઓ એ શહેરોમાં રહેશે અને ગૌચરો તેઓનાં ઢોરઢાંક અને બીજાં પશુઓ માટે તેમજ એની દેખભાળના સામાન માટે હશે. ૪ તમે લેવીઓને જે શહેરો આપો એના ગૌચરોની જમીન શહેરની દીવાલની ચારે બાજુએ ૧,૦૦૦ હાથ* સુધી ફેલાયેલી હોય. ૫ તમે શહેરની બહાર પૂર્વ તરફ ૨,૦૦૦ હાથ, દક્ષિણ તરફ ૨,૦૦૦ હાથ, પશ્ચિમ તરફ ૨,૦૦૦ હાથ અને ઉત્તર તરફ ૨,૦૦૦ હાથ માપો અને શહેર વચ્ચોવચ હોય. એટલી જમીન શહેરોનાં ગૌચરો થશે.
૬ “તમે લેવીઓને જે શહેરો આપો, એમાં ૬ આશ્રય શહેરો* હોય,+ જેથી ખૂની એમાં નાસી જઈ શકે.+ એ ઉપરાંત, તમે લેવીઓને બીજાં ૪૨ શહેરો પણ આપો. ૭ તમે લેવીઓને કુલ ૪૮ શહેરો અને એનાં ગૌચરો આપો.+ ૮ ઇઝરાયેલીઓના વારસામાંથી તમે એ શહેરો આપો.+ મોટા કુળમાંથી વધારે અને નાના કુળમાંથી ઓછાં શહેરો આપો.+ દરેક કુળને જે વારસો મળે એના પ્રમાણમાં તે અમુક શહેરો લેવીઓને આપે.”
૯ પછી યહોવાએ મૂસાને કહ્યું: ૧૦ “ઇઝરાયેલીઓને કહે, ‘તમે યર્દન નદી પાર કરીને કનાન દેશ જઈ રહ્યા છો.+ ૧૧ તમે એવાં આશ્રય શહેરો પસંદ કરજો, જેથી કોઈ માણસ અજાણતાં કોઈને મારી નાખે તો, સહેલાઈથી ત્યાં નાસી જઈ શકે.+ ૧૨ એ શહેરો તમને લોહીનો બદલો લેનારથી આશ્રય આપશે,+ જેથી ન્યાયાધીશો* આગળ ખૂનીનો ન્યાય થતા પહેલાં, તેને કોઈ મારી ન નાખે.+ ૧૩ તમે જે છ આશ્રય શહેરો આપો છો, તે એ જ હેતુ માટે હશે. ૧૪ તમે ત્રણ આશ્રય શહેરો યર્દનની આ પાર+ અને ત્રણ પેલે પાર કનાન દેશમાં+ આપો. ૧૫ એ છ શહેરો ઇઝરાયેલીઓને, તેઓ મધ્યે રહેતા પરદેશીઓને+ અને પ્રવાસીઓને આશ્રય આપશે, જેથી તેઓમાંથી કોઈ માણસ અજાણતાં કોઈને મારી નાખે તો, સહેલાઈથી ત્યાં નાસી જઈ શકે.+
૧૬ “‘જો કોઈ માણસ લોઢાના ઓજારથી બીજા માણસ પર હુમલો કરે અને તે મરી જાય, તો તે ખૂની છે. ખૂનીને ચોક્કસ મારી નાખો.+ ૧૭ કોઈનું મોત થઈ શકે એવા પથ્થરથી જો કોઈ માણસ હુમલો કરે અને સામેવાળી વ્યક્તિ મરણ પામે, તો હુમલો કરનાર ખૂની છે. ખૂનીને ચોક્કસ મારી નાખો. ૧૮ કોઈનું મોત થઈ શકે એવા લાકડાના સાધનથી જો કોઈ માણસ હુમલો કરે અને સામેવાળી વ્યક્તિ મરણ પામે, તો હુમલો કરનાર ખૂની છે. ખૂનીને ચોક્કસ મારી નાખો.
૧૯ “‘લોહીનો બદલો લેનાર વ્યક્તિ જ ખૂનીને મારી નાખે. તે જ્યારે ખૂનીને મળે, ત્યારે તેને મારી નાખે. ૨૦ જો કોઈ માણસે નફરતને લીધે બીજાને ધક્કો માર્યો હોય અથવા ખરાબ ઇરાદાથી* કોઈ પર કંઈક ફેંક્યું હોય અને તેનું મરણ થાય+ ૨૧ અથવા ધિક્કારને લીધે તેને મુક્કો મારે અને તે મરી જાય, તો હુમલો કરનારને મારી નાખો. તે ખૂની છે. લોહીનો બદલો લેનાર વ્યક્તિ જ્યારે ખૂનીને મળે, ત્યારે તેને મારી નાખે.
૨૨ “‘પણ જો કોઈ માણસે નફરતને લીધે નહિ, પણ અજાણતાં કોઈને ધક્કો માર્યો હોય અથવા ખરાબ ઇરાદા* વગર તેના પર કંઈક ફેંક્યું હોય અને તે મરી જાય,+ ૨૩ અથવા જોયા વગર પથ્થર ફેંક્યો હોય અને એ વાગવાથી તે મરી જાય તેમજ જો મરનાર વ્યક્તિ તેની દુશ્મન ન હોય અને તેને ઈજા પહોંચાડવાનો કોઈ ઇરાદો ન હોય, ૨૪ તો ન્યાયાધીશોએ* એ નિયમો પ્રમાણે ખૂની અને લોહીનો બદલો લેનાર વચ્ચે ન્યાય કરવો.+ ૨૫ ન્યાયાધીશોએ* લોહીનો બદલો લેનારના હાથથી ખૂનીને બચાવવો. ખૂની જે આશ્રય શહેરમાં નાસી ગયો હતો, ત્યાં જ તેને પાછો મોકલવો. પવિત્ર તેલથી અભિષિક્ત થયેલા+ પ્રમુખ યાજકના* મરણ સુધી તે ત્યાં જ રહે.
૨૬ “‘પણ ખૂની જે આશ્રય શહેરમાં નાસી ગયો હતો, એની હદ ઓળંગીને બહાર જાય ૨૭ અને લોહીનો બદલો લેનાર વ્યક્તિ એ ખૂનીને તેના આશ્રય શહેરની હદ બહાર આવેલો જુએ અને તેને મારી નાખે, તો તે લોહીનો દોષિત નહિ ગણાય. ૨૮ કેમ કે ખૂનીએ પ્રમુખ યાજકના મરણ સુધી પોતાના આશ્રય શહેરમાં જ રહેવાનું હતું. પણ પ્રમુખ યાજકના મરણ પછી તે પોતાના શહેરમાં પાછો જઈ શકે.+ ૨૯ ભલે તમે ગમે ત્યાં રહેતા હો, એવા કિસ્સામાં તમે અને તમારી આવનાર પેઢીઓ એ નિયમો પ્રમાણે ન્યાય કરો.
૩૦ “‘ખૂન કરનાર વ્યક્તિને સાક્ષીઓની જુબાનીને આધારે+ ખૂની જાહેર કરવી અને મોતની સજા આપવી.+ પણ એક જ સાક્ષીની જુબાનીને આધારે કોઈને મોતની સજા આપવી નહિ. ૩૧ મોતની સજાને લાયક હોય એવા ખૂનીના જીવન માટે તમે છુટકારાની કિંમત ન લો. તેને ચોક્કસ મારી નાખો.+ ૩૨ જે માણસ પોતાના આશ્રય શહેરમાં નાસી ગયો હોય, તેની પાસેથી છુટકારાની કિંમત ન લો. આમ, પ્રમુખ યાજકના મરણ પહેલાં એ માણસને પોતાના શહેરમાં આવીને રહેવાની પરવાનગી ન આપો.
૩૩ “‘તમે જે દેશમાં રહો છો, એને ભ્રષ્ટ ન કરો, કેમ કે લોહીથી દેશ ભ્રષ્ટ થાય છે.+ દેશમાં વહેવડાવેલા લોહી માટે ખૂનીના લોહી સિવાય બીજું કોઈ પ્રાયશ્ચિત્ત નથી.+ ૩૪ તમે જે દેશમાં રહો છો, હા, જ્યાં હું રહું છું, એ દેશને ભ્રષ્ટ ન કરો, કેમ કે હું યહોવા, ઇઝરાયેલીઓ મધ્યે રહું છું.’”+
૩૬ ગિલયાદ માખીરનો દીકરો હતો.+ માખીર મનાશ્શાનો દીકરો હતો અને મનાશ્શા યૂસફના દીકરાઓનાં કુટુંબોમાંથી હતો. ગિલયાદ કુળના આગેવાનો મૂસા અને ઇઝરાયેલના મુખીઓ પાસે ગયા અને તેઓ સાથે વાત કરી. ૨ તેઓએ કહ્યું: “માલિક, યહોવાએ તમને આજ્ઞા આપી હતી કે ચિઠ્ઠીઓ* નાખીને દેશ ઇઝરાયેલીઓને વારસા તરીકે વહેંચી આપજો.+ યહોવાએ તમને એ પણ આજ્ઞા આપી હતી કે અમારા ભાઈ સલોફહાદનો વારસો તેની દીકરીઓને આપજો.+ ૩ હવે જો તેઓ ઇઝરાયેલના બીજા કોઈ કુળના પુરુષોને પરણે, તો એ સ્ત્રીઓનો વારસો અમારા પિતાઓના વારસામાંથી જતો રહેશે અને તેઓ જે કુળમાં જશે એનો થઈ જશે. એમ થશે તો, ચિઠ્ઠીઓ નાખીને જે વારસો અમને મળ્યો હતો, એમાં ઘટાડો થઈ જશે. ૪ પછી ઇઝરાયેલીઓ માટે છુટકારાનું વર્ષ*+ આવશે ત્યારે, એ સ્ત્રીઓનો વારસો હંમેશ માટે એ કુળનો થઈ જશે, જેમાં તેઓ પરણી છે. આમ, તેઓનો વારસો અમારા પિતાઓના કુળના વારસામાંથી જતો રહેશે.”
૫ પછી મૂસાએ યહોવાની આજ્ઞા પ્રમાણે ઇઝરાયેલીઓને આ નિર્ણય જણાવ્યો: “યૂસફના દીકરાઓના કુળની વાત સાચી છે. ૬ સલોફહાદની દીકરીઓ માટે યહોવાએ આ આજ્ઞા આપી છે: ‘તેઓ ચાહે એ પુરુષને પરણી શકે છે, પણ ફક્ત તેઓના પિતાના કુળના કુટુંબમાં જ તેઓ પરણે. ૭ ઇઝરાયેલીઓનો કોઈ પણ વારસો એક કુળમાંથી બીજા કુળમાં જવો ન જોઈએ. ઇઝરાયેલીઓએ પોતપોતાના પૂર્વજોના કુળનો વારસો જાળવી રાખવો. ૮ જો ઇઝરાયેલના કોઈ કુળમાં દીકરીને પોતાના પિતાનો વારસો મળે,+ તો તેણે પિતાના કુળના વંશજ સાથે જ પરણવું. આમ, ઇઝરાયેલીઓ પોતપોતાના પૂર્વજોના કુળનો વારસો સાચવી રાખશે. ૯ ઇઝરાયેલીઓનો કોઈ પણ વારસો એક કુળમાંથી બીજા કુળમાં જવો ન જોઈએ. ઇઝરાયેલીઓનાં કુળોએ પોતપોતાનો વારસો જાળવી રાખવો.’”
૧૦ યહોવાએ મૂસાને આજ્ઞા આપી હતી એ પ્રમાણે જ સલોફહાદની દીકરીઓએ કર્યું.+ ૧૧ સલોફહાદની દીકરીઓ+ માહલાહ, તિર્સાહ, હોગ્લાહ, મિલ્કાહ અને નોઆહ પોતાના કાકાના દીકરાઓને પરણી. ૧૨ તેઓ યૂસફના દીકરા મનાશ્શાનાં કુટુંબોના પુરુષોને પરણી, જેથી તેઓનો વારસો તેઓના પિતાના કુળમાં જ રહે.
૧૩ ઇઝરાયેલીઓ યર્દન પાસે યરીખો સામે આવેલા મોઆબના ઉજ્જડ પ્રદેશમાં હતા ત્યારે, યહોવાએ મૂસા દ્વારા એ આજ્ઞાઓ અને કાયદા-કાનૂન તેઓને આપ્યાં હતાં.+
અથવા, “મિસરથી.”
વધારે માહિતી ક-૪ જુઓ.
શબ્દસૂચિ જુઓ.
મૂળ, “ઇઝરાયેલના દીકરાઓની.”
શબ્દસૂચિ જુઓ.
મૂળ, “સૈન્ય.”
શબ્દસૂચિ જુઓ.
શબ્દસૂચિ જુઓ.
શબ્દસૂચિ જુઓ.
શબ્દસૂચિ જુઓ.
મૂળ, “અજાણ્યો માણસ.” એટલે કે, હારુનના કુટુંબનો ન હોય એવો માણસ.
અથવા, “પોતપોતાની ધજા પ્રમાણે.”
અથવા, “રક્ષણ કરવાની; મંડપમાં સેવા કરવાની.”
અથવા, “ધજાની.”
મૂળ, “પૂર્વ તરફ જ્યાં સૂર્ય ઊગે છે, એ તરફ.”
મૂળ, “સૈન્ય.”
મૂળ, “પેઢીઓ.”
શબ્દસૂચિ જુઓ.
શબ્દસૂચિ જુઓ.
મૂળ, “તેઓના હાથમાં યાજકો તરીકેનો અધિકાર સોંપવામાં આવ્યો હતો.”
મૂળ, “અજાણ્યો માણસ.” એટલે કે, હારુનના કુટુંબનો ન હોય એવો માણસ.
શબ્દસૂચિ જુઓ.
શબ્દસૂચિ જુઓ.
શબ્દસૂચિ જુઓ.
અથવા, “કરારકોશ.”
શબ્દસૂચિ જુઓ.
મૂળ, “પૂર્વ તરફ જ્યાં સૂર્ય ઊગે છે, એ તરફ.”
શબ્દસૂચિ જુઓ.
મૂળ, “અજાણ્યો માણસ.” એટલે કે, હારુનના કુટુંબનો ન હોય એવો માણસ.
શબ્દસૂચિ જુઓ.
અથવા, “પવિત્ર શેકેલ.”
એક શેકેલ એટલે ૧૧.૪ ગ્રા. વધારે માહિતી ખ-૧૪ જુઓ.
એક ગેરાહ એટલે ૦.૫૭ ગ્રા. વધારે માહિતી ખ-૧૪ જુઓ.
શબ્દસૂચિ જુઓ.
શબ્દસૂચિ જુઓ.
અથવા, “પેયાર્પણો.” શબ્દસૂચિ જુઓ.
શબ્દસૂચિ જુઓ.
શબ્દસૂચિ જુઓ.
અથવા, “ચરબીવાળી રાખ.” એટલે કે, બલિદાનોની ચરબીથી પલળેલી રાખ.
કદાચ એ ત્રણ દાંતાવાળું ઓજાર હોય શકે.
મૂળ, “ભાર.”
શબ્દસૂચિ જુઓ.
શબ્દસૂચિ જુઓ.
શબ્દસૂચિ જુઓ.
અથવા, “કોઢ.” શબ્દસૂચિ જુઓ.
મૂળ, “તેઓ.”
મૂળ, “તેઓએ.”
શબ્દસૂચિ જુઓ.
એફાહનો દસમો ભાગ એટલે ૨.૨ લિ. વધારે માહિતી ખ-૧૪ જુઓ.
શબ્દસૂચિ જુઓ.
મૂળ, “તારી જાંઘો ખરાવી દે.” એ કદાચ બાળકો પેદા કરવાની શક્તિને ગુમાવવાની વાત કરે છે.
અથવા, “એમ થાઓ! એમ થાઓ!” શબ્દસૂચિ જુઓ.
શબ્દસૂચિમાં “યાદગીરી-અર્પણ” જુઓ.
અથવા, “યાદગીરી તરીકે આગમાં ચઢાવે, જેથી એનો ધુમાડો ઉપર ચઢે.”
હિબ્રૂ, નાઝીર. અર્થ, “સમર્પિત કરાયેલ; અલગ કરાયેલ.” શબ્દસૂચિ જુઓ.
એટલે કે, ખાટો દ્રાક્ષદારૂ.
શબ્દસૂચિમાં “નેફેશ; સાઈકી” જુઓ.
અથવા, “અને તેના નાઝીરીપણાનું માથું અશુદ્ધ થઈ જાય.”
શબ્દસૂચિ જુઓ.
શબ્દસૂચિ જુઓ.
દેખીતું છે, એમ કરવા તે પોતાના વાળ ફરી વધારશે.
શબ્દસૂચિ જુઓ.
શબ્દસૂચિ જુઓ.
એ રોટલી ગોળ હતી અને વચ્ચે કાણું હતું. શબ્દસૂચિમાં “અનાજ-અર્પણ” જુઓ.
અથવા, “ખમીર વગરના.”
અથવા, “પોતાના નાઝીરીપણાનું માથું મૂંડાવે.”
એ રોટલી ગોળ હતી અને વચ્ચે કાણું હતું.
શબ્દસૂચિ જુઓ.
શબ્દસૂચિ જુઓ.
અથવા, “ઉદ્ઘાટન.”
અથવા, “પવિત્ર શેકેલ.”
એક શેકેલ એટલે ૧૧.૪ ગ્રા. વધારે માહિતી ખ-૧૪ જુઓ.
અથવા, “નાનો વાટકો.”
અથવા, “કરારકોશના.” શબ્દસૂચિમાં “કરારકોશ” જુઓ.
શબ્દસૂચિ જુઓ.
શબ્દસૂચિ જુઓ.
મૂળ, “હલાવે.” એટલે કે, આગળ-પાછળ હલાવે.
મૂળ, “હલાવ.” એટલે કે, આગળ-પાછળ હલાવ.
મૂળ, “હલાવ.” એટલે કે, આગળ-પાછળ હલાવ.
મૂળ, “હલાવ્યા.” એટલે કે, આગળ-પાછળ હલાવ્યા.
શબ્દસૂચિ જુઓ.
મૂળ, “બે સાંજની વચ્ચે.” દેખીતું છે, એ સૂર્ય આથમે અને અંધારું થાય એ વચ્ચેના સમયને બતાવે છે.
મૂળ, “તેના લોકોમાંથી તેને કાપી નાખો.”
મૂળ, “તુરાઈ.” શબ્દસૂચિમાં “તુરાઈ” જુઓ.
મૂળ, “આખા મંડળને.” શબ્દસૂચિમાં “મંડળ” જુઓ.
મૂળ, “સૈન્ય.”
એટલે કે, યિથ્રો.
અથવા, “તું અમારી આંખો બની શકે છે.”
અથવા, “અસંખ્ય.”
અર્થ, “સળગવું.” એટલે કે, પ્રચંડ આગ; જ્વાળા.
દેખીતું છે, એમાં ઇઝરાયેલી ન હોય એવા લોકોનો સમાવેશ થાય છે.
શબ્દસૂચિ જુઓ.
અથવા, “બદોલાખ.” એક પ્રકારનો ખુશબોદાર ગુંદર, જે ગરમ પ્રદેશમાં ઊગતાં અમુક નાનાં ઝાડમાંથી મળે છે.
શબ્દસૂચિ જુઓ.
શબ્દસૂચિ જુઓ.
અથવા, “પ્રબોધ કરવા લાગ્યા.”
એક હાથ એટલે ૪૪.૫ સે.મી. (૧૭.૫ ઇંચ). વધારે માહિતી ખ-૧૪ જુઓ.
એક હોમેર એટલે ૨૨૦ લિ. વધારે માહિતી ખ-૧૪ જુઓ.
કદાચ માંસ સુકવવા માટે એમ કરતા હતા.
અર્થ, “લાલચની કબરો.”
અથવા, “બીજા બધા લોકો કરતાં મૂસા વધારે નમ્ર (કોમળ સ્વભાવનો) હતો.”
મૂળ, “મારા આખા ઘરમાં તે સૌથી વધારે વિશ્વાસુ છે.”
અથવા, “કોઢ.” શબ્દસૂચિ જુઓ.
અર્થ, “યહોવા તારણ છે.”
અથવા, “હમાથના પ્રવેશદ્વાર.”
રાક્ષસી કદના અને મજબૂત લોકો.
અર્થ, “દ્રાક્ષનું ઝૂમખું.”
હિબ્રૂ, નેફિલિમ. શબ્દસૂચિમાં “નેફિલિમ” જુઓ.
મૂળ, “ઇઝરાયેલના આખા મંડળ.” શબ્દસૂચિમાં “મંડળ” જુઓ.
મૂળ, “તેઓ આપણો ખોરાક છે.”
મૂળ, “નિશાનીઓ.”
મૂળ, “એક માણસને મારતા હો એમ.”
શબ્દસૂચિ જુઓ.
મૂળ, “મારા જીવના સમ.”
અથવા, “ઘણી વાર.”
અથવા, “નીચાણ પ્રદેશમાં.”
મૂળ, “મારા જીવના સમ.”
મૂળ, “એ દેશને તેઓ જાણશે.”
મૂળ, “વેશ્યાગીરીની.”
અથવા, “મારાથી દુશ્મનાવટ કરવાનું.”
મૂળ, “શાંત.”
અથવા, “એફાહનો દસ ટકા ભાગ.” એટલે કે, ૨.૨ લિ. વધારે માહિતી ખ-૧૪ જુઓ.
એક હીન એટલે ૩.૬૭ લિ. વધારે માહિતી ખ-૧૪ જુઓ.
અથવા, “એક એફાહનો વીસ ટકા ભાગ.” એટલે કે, ૪.૪ લિ. વધારે માહિતી ખ-૧૪ જુઓ.
અથવા, “એક એફાહનો ત્રીસ ટકા ભાગ.” એટલે કે, ૬.૬ લિ. વધારે માહિતી ખ-૧૪ જુઓ.
મૂળ, “પ્રથમ ફળના.” શબ્દસૂચિમાં “પ્રથમ ફળ” જુઓ.
એ રોટલી ગોળ હતી અને વચ્ચે કાણું હતું.
શબ્દસૂચિ જુઓ.
શબ્દસૂચિ જુઓ.
અથવા, “બીજા દેવોને ભજીને જાણે વેશ્યાગીરી કરવા.”
અથવા, “અધિકાર ચલાવવા.”
મૂળ, “શું તું લોકોની આંખો પણ ફોડી નાખવા માંગે છે?”
શબ્દસૂચિમાં “રુઆખ; નેફમા” જુઓ.
અથવા, “મારા દિલથી.”
શબ્દસૂચિ જુઓ.
શબ્દસૂચિ જુઓ.
મૂળ, “મંડળમાંથી.”
અથવા, “પોતાનાં જીવન વિરુદ્ધ પાપ કર્યું હતું.”
મૂળ, “પિતાના કુટુંબ માટે.”
મૂળ, “અજાણ્યો માણસ.” એટલે કે, હારુનના કુટુંબનો ન હોય એવો માણસ.
મૂળ, “અજાણ્યો માણસ.” એટલે કે, હારુનના કુટુંબનો ન હોય એવો માણસ.
શબ્દસૂચિ જુઓ.
એટલે કે, ઈશ્વર માટે પવિત્ર ઠરાવી હોય એવી દરેક વસ્તુ જે પાછી મેળવી ન શકાય કે છોડાવી ન શકાય.
કદાચ એવાં પ્રાણીઓને રજૂ કરે છે, જેઓ બલિદાન માટે યોગ્ય ન હતાં.
એક શેકેલ એટલે ૧૧.૪ ગ્રા. વધારે માહિતી ખ-૧૪ જુઓ.
અથવા, “પવિત્ર શેકેલ.”
એક ગેરાહ એટલે ૦.૫૭ ગ્રા. વધારે માહિતી ખ-૧૪ જુઓ.
મૂળ, “શાંત.”
એટલે કે, હંમેશ માટેનો અને બદલાય નહિ એવો કરાર. શબ્દસૂચિ જુઓ.
શબ્દસૂચિ જુઓ.
બચ્ચાને જન્મ ન આપ્યો હોય એવી ગાય.
શબ્દસૂચિ જુઓ.
શબ્દસૂચિ જુઓ.
અથવા, “દોરીથી બાંધેલું ઢાંકણ.”
મૂળ, “મંડળને.” શબ્દસૂચિમાં “મંડળ” જુઓ.
અર્થ, “ઝઘડો.”
મૂળ, “ઘણા દિવસો.”
શબ્દસૂચિ જુઓ.
મૂળ, “રાજમાર્ગ.”
શબ્દસૂચિ જુઓ.
મૂળ, “હાથ.”
મૂળ, “પોતાના લોકો સાથે ભળી જશે.”
મૂળ, “પોતાના લોકો સાથે ભળી જશે અને મરણ પામશે.”
અર્થ, “વિનાશને લાયક.”
અથવા, “આ રોટલીને તો અમે ધિક્કારીએ છીએ.”
એ હુકમ આપવાના અધિકારને બતાવે છે.
મૂળ, “મેદાનમાં.”
અથવા કદાચ, “રણ; વેરાન પ્રદેશ.”
મૂળ, “રાજમાર્ગ.”
મોઆબીઓનો મુખ્ય દેવ.
અથવા, “યાઝેર પર આધાર રાખતાં.”
મૂળ, “આખલો.”
દેખીતું છે, એ યુફ્રેટિસ નદીને બતાવે છે.
શબ્દસૂચિ જુઓ.
અથવા, “પસ્તાવો કરે.”
શબ્દસૂચિ જુઓ.
અથવા કદાચ, “રણ; વેરાન પ્રદેશ.”
મૂળ, “યહોવાની નજરમાં સારું છે.”
શબ્દસૂચિમાં “રુઆખ; નેફમા” જુઓ.
આ એવાં ઝાડ છે, જેનાં ગુંદર અને તેલમાંથી અત્તર બનાવવામાં આવતું.
દેખીતું છે, એ ઇઝરાયેલને બતાવે છે.
અથવા, “વંશજ.”
શબ્દસૂચિ જુઓ.
મૂળ, “મારા દિલથી.”
અથવા, “છેલ્લા દિવસોમાં.”
શબ્દસૂચિ જુઓ.
અથવા, “લમણાંને.”
એટલે કે, ઇઝરાયેલ ઇજિપ્તમાંથી નીકળ્યો ત્યારે, અમાલેકે કોઈ કારણ વગર તેના પર સૌથી પહેલા હુમલો કર્યો હતો.
મૂળ, “કાઈનને.”
શબ્દસૂચિ જુઓ.
શબ્દસૂચિ જુઓ.
મૂળ, “સૂર્ય સામે.”
શબ્દસૂચિ જુઓ.
અથવા, “ગુપ્ત અંગોમાં.”
શબ્દસૂચિ જુઓ.
મૂળ, “પોતાના લોકો સાથે ભળી જશે.”
શબ્દસૂચિમાં “રુઆખ; નેફમા” જુઓ.
શબ્દસૂચિ જુઓ.
અથવા, “મહિમા.”
શબ્દસૂચિમાં “ઉરીમ અને તુમ્મીમ” જુઓ.
મૂળ, “શાંત.”
મૂળ, “બે સાંજની વચ્ચે.” દેખીતું છે, એ સૂર્ય આથમે અને અંધારું થાય એ વચ્ચેના સમયને બતાવે છે.
અથવા, “એક એફાહનો દસ ટકા ભાગ.” એટલે કે, ૨.૨ લિ. વધારે માહિતી ખ-૧૪ જુઓ.
એક હીન એટલે ૩.૬૭ લિ. વધારે માહિતી ખ-૧૪ જુઓ.
અથવા, “એક એફાહનો વીસ ટકા ભાગ.” એટલે કે, ૪.૪ લિ. વધારે માહિતી ખ-૧૪ જુઓ.
અથવા, “એક એફાહનો ત્રીસ ટકા ભાગ.” એટલે કે, ૬.૬ લિ. વધારે માહિતી ખ-૧૪ જુઓ.
શબ્દસૂચિમાં “બેખમીર રોટલીનો તહેવાર” જુઓ.
શબ્દસૂચિ જુઓ.
એટલે કે, મજૂરીનું કામ કે વેપાર-ધંધાનું કામ ન કરી શકાતું, પણ રાંધવાનું અને તહેવારની તૈયારી જેવાં રોજિંદાં કામો કરી શકાતાં.
મૂળ, “પ્રથમ ફળના.”
અથવા, “અઠવાડિયાઓના તહેવાર.” શબ્દસૂચિ જુઓ.
એટલે કે, મજૂરીનું કામ કે વેપાર-ધંધાનું કામ ન કરી શકાતું, પણ રાંધવાનું અને તહેવારની તૈયારી જેવાં રોજિંદાં કામો કરી શકાતાં.
મૂળ, “શાંત.”
અથવા, “એક એફાહનો ત્રીસ ટકા ભાગ.” એટલે કે, ૬.૬ લિ. વધારે માહિતી ખ-૧૪ જુઓ.
અથવા, “એક એફાહનો વીસ ટકા ભાગ.” એટલે કે, ૪.૪ લિ. વધારે માહિતી ખ-૧૪ જુઓ.
અથવા, “એક એફાહનો દસ ટકા ભાગ.” એટલે કે, ૨.૨ લિ. વધારે માહિતી ખ-૧૪ જુઓ.
સામાન્ય રીતે, “દુઃખ વ્યક્ત કરવામાં” પોતાને ઘણી વસ્તુઓથી દૂર રાખવાનો અને ઉપવાસ કરવાનો સમાવેશ થાય છે.
શબ્દસૂચિ જુઓ.
શબ્દસૂચિ જુઓ.
અથવા, “કશાકથી દૂર રહેવાની.”
મૂળ, “પોતાના લોકો સાથે ભળી જશે.”
અથવા, “દીવાલવાળી છાવણીઓને.”
શબ્દસૂચિમાં “નેફેશ; સાઈકી” જુઓ.
શબ્દસૂચિમાં “મહોર વીંટી” જુઓ.
એક શેકેલ એટલે ૧૧.૪ ગ્રા. વધારે માહિતી ખ-૧૪ જુઓ.
અથવા, “ફરી બાંધ્યાં.”
હિબ્રૂમાં વપરાયેલો શબ્દ એવાં ગામોને બતાવે છે, જેમાં લોકો તંબુમાં રહેતા હોય.
અર્થ, “યાઈરનાં તંબુવાળાં ગામો.”
મૂળ, “સૈન્ય.”
દેખીતું છે, એ ઈયેઅબારીમનું ટૂંકું નામ છે.
અથવા, “ઢાળેલી મૂર્તિઓના.”
મૂળ, “ઉચ્ચ સ્થાનોને.” શબ્દસૂચિ જુઓ.
શબ્દસૂચિ જુઓ.
એટલે કે, મૃત સરોવર.
અથવા, “વહેળા.” શબ્દસૂચિમાં “વહેળો” જુઓ.
એટલે કે, મોટો સમુદ્ર, ભૂમધ્ય સમુદ્ર.
એટલે કે, ભૂમધ્ય સમુદ્ર.
એ પર્વતની ઓળખ વિશે ચોક્કસ જાણકારી નથી. એ કદાચ લબાનોન પર્વતમાળાનું સૌથી ઊંચું શિખર હોય શકે.
અથવા, “હમાથના પ્રવેશદ્વાર.”
એટલે કે, ગન્નેસરેત સરોવર અથવા ગાલીલ સરોવર.
શબ્દસૂચિ જુઓ.
મૂળ, “પૂર્વ તરફ જ્યાં સૂર્ય ઊગે છે, એ તરફ.”
અથવા, “ચરાવવાની જગ્યા.”
એક હાથ એટલે ૪૪.૫ સે.મી. (૧૭.૫ ઇંચ). વધારે માહિતી ખ-૧૪ જુઓ.
શબ્દસૂચિ જુઓ.
મૂળ, “સભા.”
મૂળ, “લાગ જોઈ સંતાઈ રહીને.”
મૂળ, “લાગ જોઈ સંતાઈ રહ્યા.”
મૂળ, “સભાએ.”
મૂળ, “સભાએ.”
શબ્દસૂચિ જુઓ.
શબ્દસૂચિ જુઓ.
અથવા, “જુબિલીનું વર્ષ.” શબ્દસૂચિ જુઓ.